Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

સેલ્ફ-હીલિંગ, ઝમણ-પ્રતિરોધી કૉંક્રીટ

એક્વાસીલ એ અલ્ટ્રાટૅક ખાતે નિષ્ણાતો દ્વારા વિકસાવવામાં આવેલો સેલ્ફ-હીલિંગ કૉંક્રીટ છે. તે એક વિશિષ્ટ સૂત્રીકરણ છે, જે કૉંક્રીટની માળખાગત અખંડિતતાનું અને ચણતર કરેલા માળખાંઓનું ઝમણ સામે રક્ષણ કરે છે. અલ્ટ્રાટૅક એક્વાસીલ વિશિષ્ટ પ્રકારની ક્રીસ્ટેલાઇન ટેકનોલોજી ધરાવે છે. પાણી જ્યારે કૉંક્રીટના સંપર્કમાં આવે છે ત્યારે તે સક્રિય થઇને ક્રીસ્ટલ્સની રચના કરે છે. 

logo

આ ક્રીસ્ટલ્સ કૉંક્રીટમાં પડેલી અત્યંત સૂક્ષ્મ તિરાડો અને છિદ્રોને અસરકારક રીતે સીલ કરીને ઝમણને પ્રવેશતું અટકાવે છે. અલ્ટ્રાટૅક એક્વાસીલ બિલ્ડિંગના માળખાંઓને ઝમણ અને પાણીને પ્રવેશતું અટકાવવાની આંતરિક ક્ષમતા પૂરી પાડે છે. આપણે જ્યારે અસાધારણ નિર્માણ કરી શકીએ તેમ છીએ, ત્યારે આપણે સાધારણથી સંતોષ શા માટે માનવો જોઇએ? 


અલ્ટ્રાટૅક એક્વાસીલનો ઉપયોગ કરવાના ફાયદા



ટેકનિકલ સ્પષ્ટીકરણો


પાણીને પ્રવેશતું અટકાવવાની ક્ષમતા < 10 મિમી ડીઆઇએન 1048

ઉપયોગમાં લેવાયેલા કૉંક્રીટની પાણીને પ્રવેશવા દેવાની વધારે ક્ષમતાને કારણે પાણી ઝામવાથી તે કૉંક્રીટના માળખાંના દેખાવ અને આવરદા ઘટાડી દે છે. અલ્ટ્રાટૅક એક્વાસીલે પાણીને પ્રવેશવા દેવાની 10 મિમીથી ઓછી ક્ષમતાનો સેલ્ફ-હીલિંગ કૉંક્રીટ વિકસાવ્યો છે. તે ઝમણ અને પાણીના પ્રવેશને અટકાવીને બિલ્ડિંગની માળખાગત મજબૂતાઈનું રક્ષણ કરે છે.

logo

ક્લોરાઇડ પ્રવેશવાની ક્ષમતામાં 30% સુધીનો ઘટાડો

ક્લોરાઇડથી કૉંક્રીટને ખાસ્સું નુકસાન પહોંચી શકે છે, જેના કારણે તિરાડો પડી જાય છે, પોપડા ઉખડવા લાગે છે અને આખરે પાયો નબળો પડી જાય છે. પરંતુ એક્વાસીલ ક્લોરાઇડની પ્રવેશવાની ક્ષમતાને 30% સુધી ઘટાડી દે છે અને દિવાલોને અતિશય ક્ષતિગ્રસ્ત થતાં અટકાવે છે.

logo

પાણીનું અવશોષણ <1% (બીએસ 1881, પીટી-122-1983)

કૉંક્રીટની સામાન્ય બ્રાન્ડ્સ પાણીના અવશોષણનો ઊંચો દર ધરાવતી પ્રોડક્ટ્સ ધરાવે છે, પરંતુ અલ્ટ્રાટૅકનું એક્વાસીલ પાણીના અવશોષણનો 1%થી પણ ઓછો દર ધરાવે છે. અમારી વિશિષ્ટ પ્રકારની ક્રીસ્ટેલાઇન ટેકનોલોજી તમારી સામગ્રીને પાણી પ્રતિરોધી અવરોધમાં ફેરવી નાંખે છે. 

logo



અલ્ટ્રાટૅક એક્વાસીલનો ઉપયોગના ક્ષેત્રો


છતના સ્લેબ

છતના સ્લેબ પર પાણીનું ગળતર થવું એ એક સર્વસામાન્ય સમસ્યા છે. પાણીથી થતાં નુકસાન અને ઝમણને રોકવા માટે એક્વાસીલના સેલ્ફ-હીલિંગ કૉંક્રીટનો ઉપયોગ થઈ શકે છે, જે પરંપરાગત કૉંક્રીટની સરખામણીએ ઝમણની સામે ત્રણ ગણી વધારે સુરક્ષા પૂરી પાડે છે.

logo

અંડરગ્રાઉન્ડ પાર્કિંગ

પાણીને કારણે થતું નુકસાન તમારા અંડરગ્રાઉન્ડ પાર્કિંગને બિનઉપયોગી બનાવી શકે છે. તમારા ગેરેજમાં પ્રવેશતો ભેજ પ્રવાહી સ્વરૂપે બહાર આવે છે અને તે રંગને ખરાબ કરી નાંખે છે. અલ્ટ્રાટૅકનું સેલ્ફ-હીલિંગ કૉંક્રીટ એક્વાસીલ તેની ક્રીસ્ટેલાઇન ટેકનોલોજી મારફતે તિરાડોને પૂરી શકે છે અને પાણીથી થતાં નુકસાનને અટકાવી શકે છે.

logo

સ્વીમિંગ પૂલ્સ

સ્વિમિંગ પૂલના પાણીમાં રહેલો ક્લોરિન માળખાંનાં રંગને ખરાબ કરી શકે છે અને તેની દિવાલોને નબળી પાડી શકે છે. તેના કારણે પાણી અંદર પણ પ્રવેશી શકે છે અને તમારા માળખાંની ધાતુને નુકસાન પહોંચાડી શકે છે અને કૉંક્રીટને તોડી શકે છે. એક્વાસીલ ક્લોરીનની ભેદ્યતાને 30% સુધી ઘટાડી દે છે, જે પૂલની દિવાલોને સુરક્ષિત અને મજબૂત બનાવે છે.

logo


અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન

તમે એક્વાસીલ સહિત અલ્ટ્રાટૅકના ઘરનું નિર્માણ કરવાના સોલ્યુશન્સની સમગ્ર શ્રેણીને તમારી નજીક આવેલા અલ્ટ્રાટેક બિલ્ડીંગ સોલ્યુશન સ્ટોરમાંથી ખરીદી શકો છો




વધુ આશ્ચર્યજનક ઉકેલો



પ્લાન્ટ લો ે કટર    

અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી  ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા 

નજીકના આરએમસી પ્઱ાન્ટને શોધો

map

સંપકક માં રહો

તમારી પ ૃ ચ્છાઓ મા ે ટ અલ્ટ્રા ે ટક ખાતેના નનષ્ણાતોનો સું઩કા કરો

 

 

telephone

Loading....