Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence

એક એવો કૉંક્રીટ જે લેન્ડસ્કેપને સુંદર બનાવે છે

લેન્ડસ્કેપિંગ જેવું ઇમારતની સુંદરતા સંબંધિત પાસું તમારા પ્રોજેક્ટના પ્રીમિયમ આકર્ષણને સીધું પ્રભાવિત કરે છે. માર્બલ અને ગ્રેનાઇટ જેવા લેન્ડસ્કેપિંગના વર્તમાન ઉકેલો કાં તો ખૂબ જ ખર્ચાળ છે અથવા તો ખૂબ જ નાજુક અને સરળતાથી તૂટી જાય તેવા હોય છે, જેમ કે ટાઇલ્સ અને પેવર્સ. આ સામગ્રીઓની નિયમિતપણે જાળવણી કરવી પડે છે અને તેનું સમારકામ ખૂબ મોંઘું પડે છે. અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવા છતાં આપણાં વર્તમાન ઉકેલો સમયની કસોટી પર ખરાં ઉતરી શકતા નથી, જેના કારણે અમારા પ્રોજેક્ટ, ગ્રાહકોના ભરોસા અને આખરે અમારી પ્રતિષ્ઠાને ભરપાઈ ના થઈ શકે તેવું નુકસાન પહોંચે છે, પરંતુ હવે તેનો ઉકેલ મળી ગયો છે.

logo


અલ્ટ્રાટૅક ડેકૉર એક સ્ટેમ્પ્ડ કૉંક્રીટ છે અને તે તમારું એક વિશિષ્ટ પ્રકારનું લેન્ડસ્કેપિંગ સોલ્યુશન છે, જે તમને ટકાઉપણા સાથે બાંધછોડ કર્યા વગર લેન્ડસ્કેપની વિશિષ્ટ અને પ્રીમિયમ ડીઝાઇનો તૈયાર કરવામાં મદદરૂપ થશે. અમારા નિષ્ણાતો તમને ડીઝાઇનિંગથી માંડીને ઇન્સ્ટોલેશન સુધીની લેન્ડસ્કેપિંગની સંપૂર્ણ સેવા પૂરી પાડી શકે છે. તમે વિવિધ પ્રકારની ડીઝાઇન, રંગો અને ટેક્સચરને પસંદ કરી શકો છો અથવા તો તમારી પોતાની લેન્ડસ્કેપ ડીઝાઇન પણ બનાવી શકો છો. અલ્ટ્રાટૅક ડેકૉરની મદદથી તમે હવે ટકાઉ, વિશિષ્ટ અને ઓછાં ખર્ચાળ લેન્ડસ્કેપને સરળતાથી સર્જી શકો છો.


ડીઝાઇનના પ્રકારો



કલર્ડ સ્ટેમ્પ્ડ કૉંક્રીટ

કૉંક્રીટની સપાટી પર બેઝ કલર, એક્સેન્ટ કલર અને સ્ટેમ્પિંગ પેટર્નને ઉમેરવાથી તે સ્ટેમ્પ્ડ કૉંક્રીટને એક આદર્શ રંગ અને આકાર આપે છે. તેનો અંતિમ આકાર લગભગ બાંધકામની કુદરતી સામગ્રી જેવો જ હશે. લગાવવામાં આવેલા પથ્થરની સાથે જ્યારે તેની સરખામણીએ કરીએ ત્યારે આ સામગ્રી વધારે ટકાઉ સાબિત થાય છે અને કુદરતી ખડક જેવી દેખાય છે.

પ્રાથમિક રંગ

સ્ટેમ્પ્ડ કૉંક્રીટ ફ્લોરિંગના ઉત્પાદનમાં વાપરવામાં આવેલો પ્રાથમિક રંગ તેનો મૂળભૂત રંગ હોય છે. આ મૂળભૂત રંગને બિલ્ડિંગના કુદરતી રંગને પૂરક બની રહેવા માટે પસંદ કરવામાં આવે છે. તે બિલ્ડિંગની પાસે મૂકવામાં આવેલા અન્ય કોઈ પણ પથ્થર જેવો જ લાગતો હોવો જોઇએ. કૉંક્રીટમાં કલર હાર્ડનરને ઉમેરવાથી કૉંક્રીટનો મૂળભૂત રંગ તૈયાર થાય છે. આ મૂળભૂત રંગને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું કલર હાર્ડનર એક પાઉડર જેવો પદાર્થ હોય છે.


ગૌણ રંગ

એક્સેન્ટ કલર એ સ્ટેમ્પ્ડ કૉંક્રીટમાં ઉપયોગમાં લેવાતો ગૌણ રંગ હોય છે, જેનો ઉપયોગ ટેક્સચર અને બિલ્ડિંગની અન્ય સામગ્રીઓ બનાવવા માટે થાય છે. કૉંક્રીટ પર કલર રીલીઝ લગાવીને એક્સેન્ટ કલરની રચના કરવામાં આવે છે. સ્ટેમ્પ્ડ કૉંક્રીટમાં કલર રીલીઝ બે કામગીરીઓ પાર પાડે છેઃ

●      કૉંક્રીટને રંગવા માટે રંગને રીલીઝ કરવો

●     કૉંક્રીટ પર એકવાર પેટર્ન બનાવી લેવામાં આવે તે પછી કલર રીલીઝ કૉંક્રીટ સ્ટેમ્પ્સને તેની સાથે ચોંટી જતાં અટકાવે છે.


કૉંક્રીટ પર સ્ટેમ્પિંગની પેટર્ન્સ બનાવવી

કૉંક્રીટ સ્ટેમ્પિંગ એ કૉંક્રીટ સ્ટેમ્પ્સનો ઉપયોગ કરીને સ્ટેમ્પ્ડ કૉંક્રીટ પર પેટર્ન બનાવવાની પ્રક્રિયા છે. કૉંક્રીટ પર કલર રીલીઝને લગાવ્યાં પછી જ સ્ટેમ્પિંગની પ્રક્રિયા પૂરી થાય છે. કૉંક્રીટ સ્ટેમ્પ્સને ભીના કૉંક્રીટ લેયરની અંદર દબાવવામાં આવે છે અને ત્યારબાદ તેને કાઢી નાંખવામાં આવે છે, જેના પરિણામે કૉંક્રીટ પર ડીઝાઇન બની જાય છે. મોટાભાગની કામગીરીમાં ઇંટ, કુદરતી પથ્થર, ફ્લેગસ્ટોન વગેરે જેવા દેખાતા સ્ટેમ્પ્ડ કૉંક્રીટની જરૂર પડે છે.



લાભ




ટેકનિકલ સ્પષ્ટીકરણો


ઓછામાં ઓછી એમ25 સ્ટ્રેન્થ

એમ25 સ્ટ્રેન્થની મદદથી વધારે મજબૂત અને ટકાઉ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ અલ્ટ્રાટૅક ડેકૉર વધારે ભાર અને વજનને સાંખી શકે છે અને તેમ છતાં તેની મજબૂતાઈ યથાવત્ રહે છે. 

logo

ઓછામાં ઓછી જાળવણી

અલ્ટ્રાટૅક ડેકૉર બાંધકામની સર્વોચ્ચ ગુણવત્તા પ્રદાન કરે છે, જેને ખાસ જાળવણીની જરૂર પડતી નથી.

logo

સ્લમ્પને જાળવી રાખવા માટેના ખાસ ઉમેરણો

અલ્ટ્રા ટૅક ડેકૉરમાં ઉમેરવામાં આવેલા ખાસ ઉમેરણો કૉંક્રીટમાં પાણી અને સીમેન્ટનો ઉત્તમ ગુણોત્તર તથા સ્લમ્પ જળવાય તેની ખાતરી કરે છે, જેના પરિણામે એક મજબૂત ઉત્પાદન તૈયાર થાય છે

logo

ભલામણ કરવામાં આવેલા ઉપયોગો





અલ્ટ્રાટેક હોમ એક્સપર્ટ સ્ટોર.

તમે તમારા નજીકના અલ્ટ્રાટેક હોમ એક્સપર્ટ સ્ટોર પર એક્વાસીલ સહિત, અલ્ટ્રાટેકના હોમ બિલ્ડીંગ સોલ્યુશન્સની વિશાળ શ્રેણી ખરીદી શકો છો.



વધુ આશ્ચર્યજનક ઉકેલો



logo

પ્લાન્ટ લો ે કટર    

અલ્ટ્રા ે ટક આરએમસી પ્રોડક્ટ્સની નવી  ે રન્જ સાથે તમારા ઘરન ું નનમ ા ાણ કરો, તમારા નવસ્તારમ ું ા 

નજીકના આરએમસી પ્઱ાન્ટને શોધો

map

સંપકક માં રહો

તમારી પ ૃ ચ્છાઓ મા ે ટ અલ્ટ્રા ે ટક ખાતેના નનષ્ણાતોનો સું઩કા કરો

 

 

telephone

Loading....