UltraTech Premium

પોર્ટલેન્ડ બ્લાસ્ટ - ફર્નેસ સ્લેગ સિમેન્ટ

અલ્ટ્રાટૅક પ્રીમિયમ

અલ્ટ્રાટૅક પ્રીમિયમ એ એક કોંક્રિટ સ્પેશિયલ સિમેન્ટ છે, જેનું ઉત્પાદન ગ્રાહકોને અસાધારણ રીતે મજબૂત તેમજ અસાધારણ રીતે ટકાઉ કોંક્રિટ પેદા કરનારો સિમેન્ટ પૂરો પાડવા માટે અલ્ટ્રાટૅકની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલી પ્રીમિયમ સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવે છે.

ગુણવત્તાની ખાતરી એ અલ્ટ્રાટૅકની ઉત્પાદન સંબંધિત ફિલસૂફીની આંતરિક બાબત છે. અત્યાધુનિક ટેકનોલોજીનો આકરો ઉપયોગ કરીને, અત્યંત સચોટતા ધરાવતા ઉપકરણો દ્વારા ગુણવત્તા પર સતત નજર રાખીને તથા ISO પ્રમાણિત સિસ્ટમો અને પ્રક્રિયાઓનું પાલન કરીને અલ્ટ્રાટૅક પ્રીમિયમની ગુણવત્તા વિશેષતાઓની સતત ખાતરી કરવામાં આવે છે.

ગ્લાસની ઊંચી માત્રા, હાનિકારક સામગ્રી રહિત જીપ્સમ અને ઇષ્ટત્તમ PSD (પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રિબ્યુશન) ધરાવતા ચઢિયાતા બ્લાસ્ટ ફર્નેસ સ્લેગની વિવેકપૂર્ણ માત્રાની સાથે મિશ્રિત ઉચ્ચ ગુણવત્તાનું ક્લિન્કર ધરાવતું અલ્ટ્રાટૅકનું પ્રીમિયમ સંયોજન સાલ-દર-સાલ તેના સર્વોત્કૃષ્ટ કાર્યદેખાવની ખાતરી કરે છે. અલ્ટ્રાટૅક પ્રીમિયમ સિમેન્ટને બિલ્ડિંગની વિવિધ નિર્માણપ્રક્રિયા માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેમાં તમામ પ્રકારના પીસીસી, ચણતરકામ અને પ્લાસ્ટરના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મોટા ફાઉન્ડેશનો, ડેમ, કોંક્રિટના રોડ વગેરે જેવા મોટા પાયાના કોંક્રિટના કામો માટે પણ અલ્ટ્રાટૅક પ્રીમિયમનો વ્યાપકપણે ઉપયોગ થઈ શકે છે. સલ્ફેટ અને ક્લોરાઇડના હુમલા સામે તેના ચઢિયાતા પ્રતિરોધને કારણે તે સમુદ્રી અને આક્રામક વાતાવરણ માટે પણ આદર્શ છે. ભૂગર્ભમાં રહેલા માળખાં અને પાણીના સંપર્કમાં રહેલા માળખાં માટે પણ તેને ઉપયોગમાં લઈ શકાય છે. 28 દિવસનું ચઢિયાતું દાબકબળ ધરાવતો અલ્ટ્રાટૅક પ્રીમિયમ સ્લેબ, કૉલમ, બીમ અને છત જેવી મહત્વની કામગીરીઓ માટે એક આદર્શ સોલ્યુશનની રચના કરે છે.   

અલ્ટ્રાટૅક પ્રીમિયમને ઉત્તમ દરજ્જાના, પૉલીપ્રોપીલીન લેમિનેટેડ બૉક્સ આકારની બેગમાં પૅક કરવામાં આવે છે, જેની સાથે કોઈ છેડખાની થઈ શકતી નથી અને આકરી રીતે થતાં હેન્ડલિંગમાં પણ તે સારી રીતે ટકી રહે છે.

આ પ્રોડક્ટ હાલમાં પશ્ચિમ બંગાળ અને બિહારમાં ઉપલબ્ધ છે.

Get Answer to
your Queries

Enter a valid name
Enter a valid number
Enter a valid pincode
Select a valid category
Enter a valid sub category
Please check this box to proceed further
LOADING...