અલ્ટ્રાટેક ભારતના કેટલાક મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ સાથે જોડાઈને ગર્વ અનુભવે છે, જેમાં તેણે પોતાના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સિમેન્ટ, કોન્ક્રિટ અને એલિડ પ્રોડક્ટ્સનો પુરવઠો પૂરો પાડીને તેમાં પોતાનું યોગદાન આપ્યું છે. ‘ધ એન્જિનિયર્સ ચોઈસ’ હોવાથી તેને અલ્ટ્રાટેકને પ્રતિષ્ઠિત મોટા આંતરમાળખાકીય પ્રોજેક્ટ્સ માટે પસંદગીની બ્રાન્ડ બનાવી છે, જેને ભારતની વૃદ્ધિની ગાથામાં યોગદાન આપ્યું છે. રાષ્ટ્ર નિર્માણ માટેના આ પ્રોજેક્ટ્સનાં મહત્ત્વ અને સહલગ્નતાને સમજીને અલ્ટ્રાટેકે પ્રોજેક્ટ્સની કોન્ક્રિટ અને સિમેન્ટની આવશ્યકતાઓ પૂરી કરવા માટે પ્રોજેક્ટનાં સ્થળોની આસપાસ સમર્પિત એકમોની સ્થાપના કરી છે, જેથી પ્રોડક્ટને આવશ્યક ગુણવત્તાના ધોરણો પ્રમાણે તૈયાર કરી શકાય અને તેમને વાસ્તવિક સમયે પૂરી પાડી શકાય. બાન્દ્રા – વર્લી સી લિંક, મુંબઈ મેટ્રો, બેંગલુરુ મેટ્રો અને કોલકાતા મેટ્રો તમામ અલ્ટ્રાટેક સિમેન્ટની મજબૂતી અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોના આધાર પર નિર્માણ કરવામાં આવ્યા છે.