વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો

Be wise, protect strength from dampness

logo


અર્બન ટેકનિકલ મીટ અને રુરલ ટેકનિકલ મીટ

ઝડપથી બદલાઈ રહેલા ટેકનોલોજિકલ લેન્ડસ્કેપની સાથે કદમતાલ મિલાવવા અને બાંધકામમાં નવીન કૉન્સેપ્ટ્સનો સમાવેશ કરવા માટે તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતાં રહેવું ખૂબ જ જરૂરી છે. વિશ્વમાં આવી રહેલા ટેકનોલોજીને લગતા ફેરફારો, સાધવામાં આવી રહેલી પ્રગતિ અને બાંધકામના નવીન વ્યવહારો અંગે સિવિલ અને સ્ટ્રક્ચરલ એન્જિનીયરો તથા આર્કિટેક્ટ્સને માહિતગાર રાખવા માટે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

logo

પ્રેક્ષકોના જ્ઞાનના સ્તરને ધ્યાનમાં રાખીને ઉદ્યોગજગત અને શૈક્ષણિકજગતના વિષયનિષ્ણાતો દ્વારા આ કાર્યક્રમોને તૈયાર કરવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. તે જ્ઞાનના આદાનપ્રદાન માટેની એક ફૉરમ તરીકે પણ સેવા પૂરી પાડે છે, જેમાં તેમના દ્વારા સામનો કરવામાં આવતાં ટેકનિકલ મુદ્દાઓ પર અને આવા સમાન મુદ્દાઓને કેવી રીતે ઉકેલી શકાય તેની પર ચર્ચા-વિચારણા કરવામાં આવે છે.


કૉંક્રીટના મિશ્રણની સપ્રમાણતા અંગેની વર્કશૉપ્સ

આ વર્કશૉપમાં હાલમાં કાર્યરત એન્જિનીયરો અને આર્કિટેક્ટ્સને કૉંક્રીટની વિવિધ સામગ્રીઓનું કેટલું પ્રમાણમાપ રાખવું જોઇએ તે શીખવવામાં આવે છે, જેથી કરીને સ્થાનિક રીતે ઉપલબ્ધ સામગ્રીઓનો ઉપયોગ કરીને ઇચ્છા મુજબની મજબૂતાઈ અને ટકાઉપણું પ્રાપ્ત કરી શકાય. આ વર્કશૉપમાં ભાગ લેનારાઓને કૉંક્રીટનું મિશ્રણ તૈયાર કરવાનો અને તે મુજબ કૉંક્રીટ બનાવવાનો અનુભવ પ્રાપ્ત થાય છે. તેનાથી આ વર્કશૉપમાં ભાગ લેનારાઓને ખર્ચામાં બચત અને ટકાઉપણાની ખાતરી કરવા એક્સપોઝરની વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ માટે અલગ-અલગ પ્રકારની મજબૂતાઈના કૉંક્રીટ મિશ્રણો તૈયાર કરવાની તેમની ક્ષમતામાં આત્મવિશ્વાસ પેદા થાય છે.
 

logo


પ્લાન્ટની મુલાકાતો

આ કાર્યક્રમમાં એન્જિનીયરો, આર્કિટેક્ટ્સ, ચેનલ પાર્ટનરો (ડીલરો અને રીટેઇલર્સ), બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો તથા કડિયા એમ તમામને આવકારવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય મુલાકાતીઓને કાચા માલની પસંદગીથી માંડીને પૅકિંગ સુધીની સીમેન્ટના ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા અંગે માહિતગાર કરવાનો છે. તેઓ પ્લાન્ટમાં ગુણવત્તા નિયંત્રણના વિવિધ પગલાં તથા ગુણવત્તાની ખાતરી કરનારી સિસ્ટમનું નિરીક્ષણ કરી શકે છે, જેથી કરીને તેમને સીમેન્ટની ગુણવત્તા અંગે વધુ સારી સમજણ અને સીમેન્ટના ગુણ-દોષની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.

 

વધુ જાણવા માટે 



એન્જિનિયરો અને આર્કિટેક્ટ્સ માટે



Loading....