Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
ફાઉન્ડેશન બનાવવું એ કોઈ પણ ઘર કે બિલ્ડિંગમાં સૌથી મહત્વનું માળખાકીય ઘટક હોય છે, કારણ કે, તે સમગ્ર માળખાંનું વજન ઉઠાવે છે અને તેને જમીનની નીચે સલામતીપૂર્વક ટ્રાન્સફર કરે છે. તે એક આધારની રચના કરે છે, જે દિવાલો, ફ્લોર, છત, યુટિલિટીઝ અને ઘરમાં રહેતા લોકોના સમગ્ર વજનને ટેકો પૂરો પાડે છે. ફાઉન્ડેશનનો પ્રાથમિક હેતુ માળખાંના વજનને માટીની નીચે એકસમાન રીતે વહેંચીને ઘરને સ્થિરતા પૂરી પાડવાનો છે. ફાઉન્ડેશન બનાવતી વખતે સમય જતાં બિલ્ડિંગનું અસમતળ રીતે સેટલિંગ થઈ જતાં અટકાવે છે, જેમ ના થાય તો મકાનમાં મોટી તિરાડો અને ભારે નુકસાન થતું હોય છે.
રહેણાક બાંધકામમાં મુખ્યત્વે બે પ્રકારના ફાઉન્ડેશનનો ઉપયોગ થતો હોય છે, છીછરું અને ઊંડું. છીછરું ફાઉન્ડેશન જમીનમાં લગભગ 1.5 મીટર કે તેનાથી ઓછે ઊંડે સુધી જતું હોય છે અને તે એક જ પરિવારના ઘર અને ઓછી ઊંચાઈ ધરાવતા બિલ્ડિંગો માટે અનુકૂળ હોય છે. તેમાં સ્પ્રેડ ફૂટિંગ્સ, મેટ સ્લેબ્સ, ફ્લોટિંગ સ્લેબ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઊંડા ફાઉન્ડેશનો જમીન કે બેડરોકમાં 1.5 મીટરથી વધારે ઊંડે જતાં હોય છે. બહુમાળી ઇમારતો તથા નબળી કે અસ્થિર માટી પર બનાવવામાં આવતાં ઘરો માટે તેની જરૂર પડે છે. પાઇલ્સ, પીયર્સ અને કેઇસન્સ એ ઊંડા ફાઉન્ડેશનની સર્વસામાન્ય સિસ્ટમો છે. ઘરના ફાઉન્ડેશનના પ્રકારનો આધાર માટીની સ્થિતિ, બિલ્ડિંગના વજન અને બાંધકામના બજેટ પર રહેલો છે. યોગ્ય રીતે ડીઝાઇન કરીને બનાવવામાં આવેલું ફાઉન્ડેશન ઘરના સ્થિર, સલામત અને સેટલમેન્ટની સમસ્યાઓથી મુક્ત રાખે છે.
બહુમાળી ઇમારતો તથા નબળી કે અસ્થિર માટી પર બનાવવામાં આવતાં ઘરો માટે તેની જરૂર પડે છે. પાઇલ્સ, પીયર્સ અને કેઇસન્સ એ ઊંડા ફાઉન્ડેશનની સર્વસામાન્ય સિસ્ટમો છે. ઘરના ફાઉન્ડેશનના પ્રકારનો આધાર માટીની સ્થિતિ, બિલ્ડિંગના વજન અને બાંધકામના બજેટ પર રહેલો છે. યોગ્ય રીતે ડીઝાઇન કરીને બનાવવામાં આવેલું ફાઉન્ડેશન ઘરના સ્થિર, સલામત અને સેટલમેન્ટની સમસ્યાઓથી મુક્ત રાખે છે.
તમારા ઘરના ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ શરૂ કરા માટેના જરૂરી સાધનો અને સામગ્રીઓઃ
1. ખોદવા માટેનો પાવડો
2. કઠણ જમીન માટે કોદાળી
3. કૉંક્રીટના કામ માટે ટ્રોવેલ (લેલું)
4. સચોટતા માટે સ્પિરિટ લેવલ ટૂલ
5. માપપટ્ટી, દોરી અને માર્કિંગ માટે પેગ્સ
6. સામગ્રીને લાવવા-લઈ જવા માટે ઠેલણગાડી
7. ફૉર્મવર્ક માટે લાકડાંના પાટિયા
8. સારી રીતે મિશ્રણ કરવા માટે કૉંક્રીટ મિક્સર
9. મજબૂતાઈ માટે રીએન્ફોર્સમેન્ટ સ્ટીલ
10. રીટેઇનિંગ દિવાલો માટે કૉંક્રીટના બ્લૉક
11. પાણીનો નિકાલ કરવા માટે ગ્રેવેલ
12. બાંધકામની રેતી, સીમેન્ટ તથા મિક્સિંગ અને ક્યુરિંગ માટે ચોખ્ખું પાણી.
તો, આ કેટલાક સાધનો અને સામગ્રીઓ છે, જેને તમારા સપનાના ઘર માટે ભરોસાપાત્ર હોય તેવા ફાઉન્ડેશનના નિર્માણમાં ઉપયોગમાં લેવાય છે.
જો તમને એવો વિચાર આવતો હોય કે ઘરના ફાઉન્ડેશનનું તબક્કાવાર રીતે નિર્માણ કેવી રીતે થઈ શકે, તો ચાલો, ફાઉન્ડેશનના નિર્માણની પ્રક્રિયા વિશે જાણકારી મેળવીએ અને તમને બાંધકામના આ મહત્વના તબક્કાનો સ્પષ્ટ નકશો પૂરો પાડીએ.
જ્યારે ફાઉન્ડેશન બનાવી રહ્યાં હો ત્યારે યોગ્ય જગ્યાની પસંદગી કરવી એ ખૂબ જ મહત્વનું બની જાય છે. સ્થિર, કૉમ્પેક્ટ કરેલી માટી ધરાવતી સાઇટને પસંદ કરો, જે ભારવહન કરવાની સારી ક્ષમતા ધરાવતી હોય. ખસી જતી અને સેટલ થઈ જતી ઢીલી ભરેલી કે રેતાળ માટીને ટાળો. સાઇટ પર પૂર આવતું ના હોય કે તે ઊંચું વૉટર ટેબલ ધરાવતી ના હોય તેની ખાતરી કરો, જે ઘરના ફાઉન્ડેશન પર દબાણ પેદા કરે છે. સાઇટનો સારી રીતે સર્વે કરો ભૂગર્ભમાં કોઈ કેબલો, પાઇપ કે મોટા વૃક્ષના મૂળિયા તો નથી તે ચકાસો, જેના કારણે ખોદકામ અને ફાઉન્ડેશનના કામમાં અવરોધ આવી શકે છે. જો યોગ્ય કાળજી લેવામાં ના આવે તો, વૃક્ષના મૂળિયા ફાઉન્ડેશનની દિવાલો અને ફૂટિંગ્સને સવિશેષરૂપે નુકસાન પહોંચાડતા હોય છે.
ફાઉન્ડેશન બનાવવાની પ્રક્રિયામાં એકવાર તમે સાઇટ નક્કી કરી લો તે પછી સ્ટ્રિંગ લાઇન્સ, પેગ્સ અને સ્પ્રે પેઇન્ટનો ઉપયોગ કરીને ઘરના ફાઉન્ડેશનના લેઆઉટને સચોટતાપૂર્વક ચિહ્નિત કરી લો. ત્યારબાદ, પ્લાનમાં ઉલ્લેખિત પરિમાણો અને ઊંડાઈ મુજબ ફાઉન્ડેશનની ખાઈ અને ફૂટિંગ્સનું ખોદકામ કરો. માટીના પ્રકાર અને બિલ્ડિંગના વજન પર આધાર રાખીને ખોદકામની ઊંડાઈ નિર્ધારિત કરવામાં આવે છે. જો માટી રેતાળ અને ઢીલી હોય તો તેના માટે વધારે ઊંડું ફૂટિંગ કરવું પડે છે. ખાઈનો યોગ્ય ઢોળાવ અને તેમાંથી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તેની ખાતરી કરો. ભવિષ્યમાં સેટલિંગ ના થઈ જાય તે માટે તમે કૉંક્રીટનું કામ શરૂ કરો તે પહેલાં ખોદેલી માટીને સારી રીતે સમતળ અને કૉમ્પેક્ટ કરી લો. કૉમ્પેક્શન એક સ્થિર આધાર પૂરો પાડે છે.
ઉધઈ લાકડાંનાં બાંધકામ અને ફાઉન્ડેશનનો નાશ કરી શકે છે અને તેને બરબાદ કરી નાંખે છે. આથી, ફાઉન્ડેશનમાં કૉંક્રીટ ભરતા પહેલાં ફાઉન્ડેશનની ખાઇઓની બાજુમાં અને તળિયામાં એન્ટિ-ટર્માઇટ ટ્રીટમેન્ટના રસાયણને લગાવો. આ ટ્રીટમેન્ટ કરવાથી ઉધઈને દૂર ભગાડવા અને તે ફાઉન્ડેશનમાં પ્રવેશે તે પહેલાં તેનો નાશ કરવા માટેના એક રાસાયણિક અવરોધની રચના થાય છે. ફાઉન્ડેશનના નિર્માણની પ્રક્રિયામાં માટીના પ્રકાર અને ભૂગર્ભજળની હાજરી પર આધાર રાખીને યોગ્ય ઉધઈનાશકને પસંદ કરો. આ ઉત્પાદનને ઉપયોગમાં લેતી વખતે તેના માટે આપેલા તમામ સૂચનો અને સુરક્ષા સંબંધિત સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરો.
ખોદેલી માટીને કૉમ્પેક્ટ કરવી એ ફાઉન્ડેશનને પાથરતા પહેલાંનું એક મહત્વનું પગલું છે. એકવાર ખાઈ ખોદાઈ જાય તે પછી હેન્ડ ટેમ્પર કે મિકેનિકલ પ્લેટ કૉમ્પેક્ટરનો ઉપયોગ કરીને તળિયા પાસેની માટીને કૉમ્પેક્ટ કરો. કૉમ્પેક્શન માટીના કણોને એકબીજાની સાથે દબાવી દે છે, જેના કારણે તેનું ઘનત્વ અને ભારવહન કરવાની ક્ષમતા વધે છે. એકસમાન કૉમ્પેક્શનને હાંસલ કરવા માટે કૉમ્પેક્ટરની મદદથી એકથી વધારે વખત પાસિસ કરો. કૉમ્પેક્શન કરતી વખતે માટી ભેજવાળી હોવી જોઇએ. ફાઉન્ડેશન બનાવતી વખતે તે ભવિષ્યમાં સેટલિંગ થતું અટકાવે છે અને ફાઉન્ડેશન માટે એક સ્થિર આધાર પૂરો પાડે છે.
કૉંક્રીટનો રગડો બહાર નીકળી ના જાય તે માટે ફાઉન્ડેશન માટે ખોદવામાં આવેલી ખાઈના આંતરિક પરિધની આજુબાજુ લાકડાંનાં પાટિયા કે પ્લાયવૂડ લગાવી દો. જ્યારે કૉંક્રીટ ભરવામાં આવે ત્યારે તે તેને બહાર નીકળી જતાં અટકાવે છે. ફૉર્મવર્કના ખૂણાઓ વ્યવસ્થિત રીતે ઊભા અને ગોઠવાયેલા હોય તેની ખાતરી કરવા સ્પિરિટ લેવલનો ઉપયોગ કરો. ફૉર્મવર્કમાં રીલીઝ એજન્ટને લગાવો, જેથી કૉંક્રીટ ચોંટી ના જાય. ફૉર્મવર્ક પ્રવાહી કૉંક્રીટ ધરાવે છે, જે મુલાયમ ફિનિશ આપે છે અને ફાઉન્ડેશનના યોગ્ય પરિમાણોને જાળવે છે.
સ્ટીલ રીબાર રીએન્ફોર્સમેન્ટ કૉંક્રીટના ફાઉન્ડેશનની દિવાલો અને ફૂટિંગ્સની મજબૂતાઈ અને ટકાઉપણું સુધારે છે. ફાઉન્ડેશનનું નિર્માણ કરતી વખતે રીબારની ડીઝાઇન અને લેઆઉટ માટે સ્ટ્રક્ચરલ એન્જિનીયરની સલાહ લેવી જરૂરી છે. કૉંક્રીટને ભરતા પહેલાં ડીઝાઇન મુજબ રીબાર્સને ગોઠવો. રીબાર કેજને તેની જગ્યાએ જકડી રાખવા માટે પ્લાસ્ટિક અથવા મેટલ બાર ચેર્સનો ઉપયોગ કરો. રીબાર ચેર્સ યોગ્ય અંતર પૂરું પાડે છે અને કૉંક્રીટ સ્ટીલને આવરી લે છે. આ રીબાર ટેન્સિલ લૉડને સહન કરે છે અને કૉંક્રીટમાં તિરાડો પડી જતાં અટકાવે છે. રીબારની યોગ્ય સાઇઝ, અંતર અને ઓવરલેપની ખાતરી કરો.
ભલામણ કરવામાં આવેલા પાણી અને સીમેન્ટના ગુણોત્તર મુજબ કૉંક્રીટનું ઉચ્ચ ગુણવત્તાનું મિશ્રણ તૈયાર કરો. 18-24 ઇંચની સતત લિફ્ટ્સમાં ફાઉન્ડેશનની ખાઈઓમાં કૉંક્રીટને ભરો. કૉંક્રીટને મજબૂત બનાવવા અને ફાઉન્ડેશનને નબળું પાડનારી હવા ભરેલી ખાલી જગ્યાઓને દૂર કરવા માટે ટેમ્પિંગ રોડનો ઉપયોગ કરો. સુઘડ રીતે પરિષ્કૃત કરવા માટે લેલા વડે ટોચની સપાટીને સમતળ અને મુલાયમ બનાવો. ફાઉન્ડેશન બનાવતી વખતે પાણી આપીને ઓછામાં ઓછા 7 દિવસ સુધી કૉંક્રીટને ક્યોર કરો. કૉંક્રીટને યોગ્ય રીતે ભરવાથી અને તેનું ક્યોરિંગ કરવાથી મજબૂત અને ટકાઉ ફાઉન્ડેશન કૉંક્રીટનું નિર્માણ થાય છે. શ્રેષ્ઠ વ્યવહારો માટે વ્યાવસાયિક માર્ગદર્શનનું પાલન કરો.
ફાઉન્ડેશન અને ખાસ કરીને સારું ફાઉન્ડેશન બનાવવા માટે અહીં નીચે જણાવેલી ગુણવત્તાઓ હોવી જરૂરી છેઃ
1. માળખાંના ભારને જમીન પર સમાનરૂપે ટ્રાન્સફર કરે છે
2. બિલ્ડિંગમાં તિરાડો પડી જતાં અને સેટલમેન્ટ થઈ જતાં અટકાવે છે
3. સુપરસ્ટ્રક્ચર માટે મજબૂત, સ્થિર આધાર પૂરો પાડે છે
4. ભૂગર્ભમાં થતી હિલચાલની અસરો સામે ટકી રહે છે
5. ઉચ્ચ-ગુણવત્તાના કૉંક્રીટ અને યોગ્ય રીબાર રીએન્ફોર્સમેન્ટ વડે બનાવવામાં આવેલહોય છે
6. થીજી જવાથી થતાં નુકસાનને અટકાવા માટે ફ્રોસ્ટ લાઇનની નીચે સુધી વિસ્તરેલું હોય છે
ફાઉન્ડેશન બનાવવા માટેના યોગ્ય સ્ટેપ્સનું પાલન કરીને, યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરીને અને સક્ષમ ટેકનિકોને કામે લગાડીને તમે તમારા ઘર માટે એક મજબૂત અને ટકાઉ ફાઉન્ડેશનનું નિર્માણ કરી શકો છો, જે સરળતાથી અનેક દાયકાઓ સુધી ટકી રહેશે. તમે જ્યારે ઘરનું ફાઉન્ડેશન બનાવી રહ્યાં હો ત્યારે યોગ્ય સ્થળ પસંદ કરવા, માટીનું યોગ્ય ટેસ્ટિંગ કરવા, જરૂરી પરિમાણો મુજબ ખોદકામ કરવા, મજબૂત ફૉર્મવર્ક ઘડવા, યોગ્ય રીતે રીએન્ફોર્સિંગ કરવા અને ઉચ્ચ-ગુણવત્તાના કૉંક્રીટને કાળજીપૂર્વક રીતે ભરવા પર પૂરતું ધ્યાન આપો. ફાઉન્ડેશન બનાવવાના દરેક તબક્કે સાવચેત રહેવાથી અને કોઈ પણ બાંધછોડ નહીં કરવાથી તમને અડગ આધાર પ્રાપ્ત થશે, જે પેઢીઓ સુધી તમારા ઘરને સપોર્ટ પૂરો પાડતો રહેશે અને તેનું રક્ષણ કરતો રહેશે.