Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
બિલ્ડિંગની સામગ્રીઓને સામાન્ય રીતે બે પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છેઃ કુદરતી અને માનવસર્જિત. જોકે, બાંધકામમાં તેમને ઉપયોગમાં લેવાય તે પહેલાં તે બંનેને બનાવવી પડે છે અથવા તો તેની પર પ્રક્રિયા હાથ ધરવી પડે છે. બિલ્ડિંગના બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓની યાદી અહીં નીચે મુજબ છેઃ
સ્ટીલ એ આયર્ન અને કાર્બનમાંથી બનાવવામાં આવેલી એક મજબૂત ધાતુ છે, જેને લોખંડ કરતાં પણ વધુ મજબૂત હોય છે અને નુકસાન સામે પ્રતિરોધી બનાવવા માટે તેમાં બીજી પણ ઘણી સામગ્રીઓને મિક્સ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, સ્ટેઇનલેસ સ્ટીલ વધારાનું ક્રોમિયમ ધરાવતું હોવાથી તેનું ખવાણ કે ઑક્સિડેશન થતું નથી. તેનું વજન વધારે હોવા છતાં તેની અદભૂત મજબૂતાઈને કારણે તે આધુનિક બિલ્ડિંગો અને મોટી ઔદ્યોગિક ફેસિલિટીઓ બનાવવા માટે ટોચની પસંદગી છે.
સીમેન્ટ એ ખૂબ જ મહત્વની બિલ્ડિંગ સામગ્રી છે, જે કડક થઇને અન્ય સામગ્રીઓની સાથે ચોંટી જાય છે, જે તેમને એકબીજાની સાથે જોડાઈ રહેવામાં મદદરૂપ થાય છે. તે સામાન્ય રીતે એકલો ઉપયોગમાં લેવામાં આવતો નથી, તેના બદલે તેને રેતી અને કાંકરીઓની સાથે મિક્સ કરવામાં આવે છે. મોર્ટાર બનાવવા માટે સીમેન્ટને સામાન્ય રીતે બારીક રેતીની સાથે મિક્સ કરવામાં આવે છે, જેનો ઉપયોગ બિલ્ડિંગના બાંધકામમાં ઇંટો અને પથ્થરો માટે થાય છે. તેને જ્યારે રેતી અને કાંકરીઓ સાથે મિક્સ કરવામાં આવે છે, ત્યારે તે કૉંક્રીટ બની જાય છે, જે એક બાંધકામના વિવિધ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતી એક બહુમુખી સામગ્રી છે. મજબૂત અને નક્કર જોડાણ કરવાની તેની ક્ષમતાને કારણે તે બાંધકામની આધારશિલા છે, જે બિલ્ડિંગ અને માળખાંઓ કાળની થપાટો સામે ટકી રહે તેની ખાતરી કરે છે.
કૉંક્રીટ એ બાંધકામની એક વિશિષ્ટ પ્રકારની સામગ્રી છે, જેને નાની કાંકરીઓ અને મોટા કાંકરાઓ, દળેલા પથ્થરો, રીસાઇકલ કરેલા કૉંક્રીટ અને અન્ય સીન્થેટિક સામગ્રીઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. આ ટુકડાંઓ પ્રવાહી બાઇન્ડર, જે સામાન્ય રીતે સીમેન્ટ હોય છે, તેની સાથે ચોંટી જાય છે, જે જેમ-જેમ સુકાતા જાય છે તેમ-તેમ ધીમે-ધીમે કઠણ થઈ જાય છે. આ સીમેન્ટના સર્વસામાન્ય પ્રકારને પોર્ટલેન્ડ સીમેન્ટ કહેવામાં આવે છે, જેને ચૂના અને માટીને ગરમ કરીને તથા ત્યારબાદ તેમાં જીપ્સમ ઉમેરીને બનાવવામાં આવે છે. તમે જ્યારે પોર્ટલેન્ડ સીમેન્ટમાં પાણી અને આ એગ્રીગેટ્સને મિક્સ કરો છો, ત્યારે તે મજબૂત પદાર્થમાં ફેરવાઈ જાય છે, જેને આપણે કૉંક્રીટ કહીએ છીએ. આ મજબૂત સામગ્રી આપણે આપણી આસપાસ જોઈ શકતા ઘણાં બધાં માળખાંનો આધાર બને છે.
રેડી મિક્સ કૉંક્રીટ એ સાઇટથી દૂર પ્લાન્ટમાં ઉત્પાદિત કરવામાં આવતી સુવિધાજનક બિલ્ડિંગ સામગ્રી છે અને તેને અગાઉથી મિક્સ કરીને અને ઉપયોગમાં લેવા માટે તૈયાર કરીને સાઇટ પર લાવવામાં આવે છે. તે સીમેન્ટ, રેતી અને કાંકરી જેવા એગ્રીગેટ્સ તથા પાણીનું મિશ્રણ હોય છે, જેને કૉંક્રીટના પ્લાન્ટ ખાતે સચોટતાપૂર્વક માપવામાં આવે છે અને મિશ્રિત કરવામાં આવે છે. આ ઉપયોગમાં લેવા માટે તૈયાર મિશ્રણ સાતત્ય અને ગુણવત્તાની ખાતરી કરે છે, જે બાંધકામના સ્થળે સમય અને પ્રયાસોને બચાવે છે. કોન્ટ્રાક્ટરોએ ફક્ત મૉલ્ડ કે ફૉમવર્કમાં તેને રેડવાનો રહે છે, જે સચોટ ગોઠવણ અને ક્યુરિંગ કરવાનું શક્ય બનાવે છે. કૉંક્રીટની સરળતાથી હેન્ડલ કરવા કે તેના સેટિંગના સમયને નિયંત્રિત કરવા માટે ક્યારેક-ક્યારેક એડમિક્સચર નામની વધારાની સામગ્રીને પણ ઉમેરવામાં આવે છે, જેના લીધે તેને બાંધકામના સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે.
બાઇન્ડિંગ વાયર બાંધકામમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જે અલગ-અલગ પ્રકારના ઘટકોને એકબીજાની સાથે જકડી રાખે છે. તે જોડાણબિંદુઓ પાસે રીએન્ફોર્સિંગ બાર્સને જોડવા માટે વિશેષરૂપે ઉપયોગી છે, જે માળખાંની સ્થિરતાની ખાતરી કરે છે. બાઇન્ડિંગ વાયરને સામાન્ય રીતે હળવા સ્ટીલમાંથી બનાવવામાં આવે છે.
આ વાયર બાંધકામના હેતુઓ માટે આદર્શ છે, જે મજબૂત અને સલામત બંધન પૂરું પાડે છે.
રોજબરોજની બાંધવાની જરૂરિયાતો માટે ઉત્તમ આ વાયરને સરળતાથી હેન્ડલ કરી શકાય છે અને એક મજબૂત પકડની ખાતરી કરે છે.
તેનું ખવાણ થતું નથી, આ વાયર ટકાઉ અને લાંબા સમય સુધી ટકી રહે તેવી કામગીરીઓ માટે અનુકૂળ હોય છે.
ખાસ કરીને રીબારને સુરક્ષિત કરવા માટે તેની રચના થયેલી છે, જે માળખાંની સ્થિરતાની ખાતરી કરે છે.
બહુમુખી છે અને બાંધકામમાં જોડાણની વ્યાપક રેન્જની કામગીરીઓ માટે ઉપયોગી છે.
પ્રાથમિક રીતે સામગ્રીઓ અને માલસામાનને સલામત રીતે પૅક કરવા માટે તેનો ઉપયોગ થાય છે.
આ વાયનો આકાર ‘U’ અક્ષર જેવો છે, જેની રચના ખાસ કરીને જોડાણની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવી છે.
કાટની સામે વધારાની સુરક્ષા પૂરી પાડે છે, ઘરની બહાર ઉપયોગમાં લેવા માટે આદર્શ ગણાય છે.
ખવાણ સામે પ્રતિરોધી આ વાયર ઘરની બહારના અને સમુદ્રી કામગ્રીઓ માટે અનુકૂળ આવે છે.
મજબૂતાઈ અને ખવાણ સામે પ્રતિરોધની ક્ષમતા માટે જાણીતા આ વાયરનો ઉપયોગ સામાન્ય રીતે વિવિધ ઉદ્યોગોમાં થાય છે.
વજનમાં હલકો અને ખવાણ પ્રતિરોધી આ વાયર જ્યાં વજન મહત્વનું પરિબળ હોય તેવી ચોક્કસ કામગીરીઓ માટે આદર્શ ગણાય છે.
વધારાની સુરક્ષા પૂરી પાડે છે તથા આબોહવા સામે ટકી રહેવાના તેના ગુણને કારણે સામાન્ય રીતે તેનો ઉપયોગ ઘરની બહાર અને આકરા વાતાવરણમાં થાય છે.
લાકડું એ બહુમુખી કુદરતી બિલ્ડિંગ સામગ્રી છે, જેને વૃક્ષોમાંથી મેળવવામાં આવે છે અને તે સદીઓથી એક ભરોસેમંદ બાંધકામની સામગ્રી છે. તે વિવિધ પ્રકારનું આવે છે, જે પ્રત્યેક તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને ઉપયોગો ધરાવે છે. લાકડું તેની મજબૂતાઈ, ટકાઉપણા અને સુંદરતા માટે જાણીતું છે, જે બાંધકામ, ફર્નિચર, ફ્લોરિંગ અને બાંધકામ ઉદ્યોગમાં અગણિત અન્ય કામગીરીઓ માટે લોકપ્રિય છે. જ્યારે તેને લમ્બર, ટિમ્બર, બૉર્ડ્સ અને પ્લેન્ક્સ જેવા વિવિધ સ્વરૂપોમાં કાપવામાં અને પ્રેસ કરવામાં આવે છે, ત્યારે બાંધકામમાં તેને ઉપયોગમાં લેવામાં આવે છે.
તેની પુનઃપ્રાપ્ય પ્રકૃતિને કારણે તે બિલ્ડિંગ અને ડીઝાઇનમાં પર્યાવરણને અનુકૂળ આવે તેવો વિકલ્પ છે. જ્યારે તેને જવાબદારીપૂર્વક મેળવવામાં આવે, જેમ કે, એફએસસી (ફોરેસ્ટ સ્ટૂઅર્ડશિપ કાઉન્સિલ) પ્રમાણપત્ર મારફતે, ત્યારે જંગલોને સસ્ટેનેબલ રીતે મેનેજ કરવામાં આવી રહ્યાં છે, સ્થાનિક સમુદાયોને સમર્થન પૂરું પાડવાની સાથે કુદરતી વસવાટો અને જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે, તેની ખાતરી થઈ શકે છે.
પથ્થર એ કુદરતી બિલ્ડિંગ સામગ્રી છે, જેની રચના સદીઓની ભૂસ્તરીય પ્રક્રિયાને કારણે થાય છે. તે વિવિધ પ્રકારોમાં આવે છે, જેમાં ગ્રેનાઇટ, ચૂનાનો પથ્થર, આરસપહાણ વગેરેનો સમાવેશ થાય છે, જે પ્રત્યેક પથ્થર તેમના વિશિષ્ટ રંગો અને ટેક્સચર ધરાવે છે. પથ્થર એ ફાઉન્ડેશન, દિવાલો, ફ્લોરિંગ અને સુશોભનાત્મક તત્વો તરીકે ઉપયોગમાં લેવાતી બાંધકામની સામગ્રી છે, જે બિલ્ડિંગને મજબૂત બનાવે છે. તેની મજબૂતાઈ અને આબોહવાની આકરી પરિસ્થિતિની સામે ટકી રહેવાની તેની ક્ષમતા પથ્થરની સામગ્રીને બાંધકામમાં લોકપ્રિય વિકલ્પ બનાવે છે, જે લાંબા સમય સુધી સારા પર્ફોમન્સ અને બરછટ દેખાવ બંનેની ખાતરી કરે છે.
ઇંટો એ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સૌથી જૂની અને સૌથી મૂળભૂત બિલ્ડિંગ સામગ્રી છે. તેને લાક્ષણિક રીતે ભઠ્ઠીમાં માટી પકવીને બનાવવામાં આવે છે. ઇંટોનો ઉપયોગ વ્યાપકપણે બાંધકામની દિવાલો, બિલ્ડિંગ અને ચણતરના વિવિધ બાંધકામોમાં થાય છે. તે વિવિધ આકાર, કદ અને રંગોમાં આવે છે તથા તે ડીઝાઇનની બહુમુખી શક્યતાઓને શક્ય બનાવે તેવા ઘરનું નિર્માણ કરવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી છે. ટકાઉપણા અને ઇન્સ્યુલેટિંગ ગુણો માટે જાણીતી ઇંટો, બાંધકામની એક એવી સામગ્રી છે, જે બાંધકામ ઉદ્યોગમાં કાળની થપાટોની સામે ટકી રહે છે, સ્થાપત્યકીય પ્રોજેક્ટને મજબૂતાઈ અને ક્લાસિક, પરંપરાગત દેખાવ પણ આપે છે.
બ્લૉક્સ એ મોડ્યુલર કન્સ્ટ્રક્શન યુનિટ્સ છે, જેને કૉંક્રીટ, માટી કે એરેટેડ કૉંક્રીટ જેવી સામગ્રીઓમાંથી બનાવવામાં આવે છે. આ યુનિટો અલગ-અલગ આકાર અને કદના હોય છે, જે પ્રત્યેકને બાંધકામની ચોક્કસ જરૂરિયાતો માટે વિશિષ્ટ રીતે બનાવવામાં આવે છે. તે બાંધકામના પ્રોજેક્ટ્સમાં દિવાલો, પાર્ટિશનો અને સ્થાપત્યકીય તત્વોનું નિર્માણ કરવામાં મૂળભૂત ભૂમિકા ભજવે છે. બ્લૉક એ તેની મજબૂતાઈ, સ્થિરતા અને ઇન્સ્ટોલેશનની સરળતા માટે જાણીતી બાંધકામની સામગ્રી છે, જે રહેણાક અને કૉમર્શિયલ બિલ્ડિંગો એમ બંને માટે એક વ્યવહારુ વિકલ્પ છે.
એગ્રીગેટ્સ એ એક દાણાદાર સામગ્રી છે, જેનો ઉપયોગ બાંધકામમાં થાય છે, જે ખાસ કરીને દળેલા પથ્થરો, કાંકરા, રેતી અથવા કૉંક્રીટ અને આસ્ફાલ્ટ જેવી રીસાઇકલ કરેલી સામગ્રીઓ ધરાવે છે. આ ઘટકો બાંધકામના વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ માટે ફાઉન્ડેશનલ બિલ્ડિંગ બ્લૉક તરીકે કામ કરે છે, જેમ કે, રોડ, બિલ્ડિંગ અને પુલો. એગ્રીગેટ્સ સ્ટ્રક્ચરલ સપોર્ટ પૂરો પાડે છે, વજનનું યોગ્ય રીતે વિતરણ કરવામાં મદદરૂપ થાય છે તથા કૉંક્રીટ અને આસ્ફાલ્ટના મિશ્રણોની મજબૂતાઈ વધારે છે. એગ્રીગેટ્સ વિવિધ કદ અને પ્રકારોમાં ઉપલબ્ધ હોવાથી બાંધકામની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે તેને વિશિષ્ટ રીતે તૈયાર કરી શકાય છે.
વાત જ્યારે ઘર બાંધવાની આવે ત્યારે બાંધકામમાં ઉપયોગમાં લેવાતી યોગ્ય બિલ્ડિંગ સામગ્રીને પસંદ કરવી એ ખૂબ જ મહત્વનું બની જાય છે. અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન્સ સીમેન્ટ, કૉંક્રીટ અને રેડી-મિક્સ સોલ્યુશન્સ સહિત બાંધકામની સામગ્રીની વ્યાપક રેન્જ પૂરી પાડે છે. આ બહુમુખી વિકલ્પોની સાથે તમે તમારી બાંધકામની જરૂરિયાતને અનુકૂળ આવે તેવો વિકલ્પ સરળતાથી શોધી શકો છો.
બાંધકામના ક્ષેત્રમાં સામગ્રીઓ અંગે સૂચિત નિર્ણયો લેવા એ ખૂબ જ જરૂરી છે. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી બિલ્ડિગ સામગ્રીની લાક્ષણિકતાઓ અને કામગીરીઓ અંગેની સમજણ સૂચિત નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે, જેના પરિણામે સલામત અને ભરોસેમંદ બાંધકામ થઈ શકે છે. આ નિર્ણયો ઘરની મજબૂતાઈ, ટકાઉપણું અને દેખાવને પ્રભાવિત કરે છે. તમે નવું ઘર બાંધી રહ્યાં હો કે રીનોવેશન કરી રહ્યાં હો, તમારી યોગ્ય પસંદગી બાંધકામના ક્ષેત્રમાં સફળતાની ખાતરી કરે છે.