Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
પોર્સલિન ટાઇલ એ સીરામિક ટાઇલનો જ એક પ્રકાર છે, જેને ઊંચા તાપમાને પકવવામાં આવેલી બારીક માટીમાંથી બનાવવામાં આવેલા હોય છે. આ પ્રકારે ટાઇલને પકવવાની પ્રક્રિયાને પરિણામે વધુ સઘન અને વધુ ટકાઉ ટાઇલનું નિર્માણ થાય છે, જેનો પાણીના અવશોષણનો દર 0.5%થી પણ ઓછો હોય છે. પોર્સલિન ટાઇલનું ઘનત્વ તેને ડાઘા, લીસોટા અને ભેજની સામે ખૂબ જ પ્રતિરોધી બનાવે છે, જેના કારણે જ્યાં ખૂબ જ અવરજવર રહેતી હોય કે જ્યાં પાણી વધારે માત્રામાં રહેતું હોય (જેમ કે, બાથરૂમ અને રસોડું) તેના માટે તે ઉત્તમ વિકલ્પ બની રહે છે. પોર્સલિન ટાઇલ વિવિધ રંગો, પેટર્ન અને ફિનિશિઝ સહિત ડીઝાઇનની વ્યાપક રેન્જના વિકલ્પો પણ પૂરાં પાડે છે.
પોર્સલિન ટાઇલ્સની ડીઝાઇનની વ્યાપક બહુમુખીતા એ તેના મુખ્ય ફાયદાઓમાંથી એક છે. તે રંગો, પેટર્ન અને ફિનિશની વ્યાપક રેન્જમાં આવે છે, જેના લીધે ઇન્ટીરિયર ડીઝાઇનમાં સર્જનાત્મકતાની અનંત સંભાવનાઓ રહેલી છે. સ્લીક અને પૉલિશ્ડથી માંડીને ટેક્સચર્ડ અને રસ્ટિક સુધી પોર્સલિન ટાઇલ્સ કુદરતી પથ્થર, લાકડું અને ફેબ્રિક જેવો દેખાવ પણ આપી શકે છે, જેના લીધે તમે તમારા ઘરમાં ઇચ્છિત સુંદરતા મેળવી શકો છો. વધુમાં, વાત જ્યારે ગ્રાઉટિંગની આવે ત્યારે પોર્સલિન ટાઇલ્સની સાથે ઇપોક્સી ગ્રાઉટનો ઉપયોગ કરવાથી વધારે ટકાઉપણું હાંસલ કરી શકાય છે અને તે ડાઘાઓ પડતાં અટકાવે છે, જે ટાઇલની લાંબી આવરદા અને ઇન્સ્ટોલેશનની જાળવણી સરળતાથી થઈ શકે તેની ખાતરી કરે છે.
તો બીજી તરફ સીરામિક ટાઇલ્સ માટી, ખનીજો અને પાણીના મિશ્રણમાંથી બનેલા હોય છે. પોર્સલિન ટાઇલ્સની સરખામણીએ સીરામિક ટાઇલ્સને નીચા તાપમાને પકવવામાં આવે છે, જેના પરિણામે તે થોડાં ઓછાં સઘન અને વધુ છિદ્રાળુ ઉત્પાદન હોય છે. સીરામિક ટાઇલ્સ સામાન્ય રીતે 0.5%થી વધારે પાણીના અવશોષણનો દર ધરાવે છે. તે પોર્સલિન ટાઇલ્સની સરખામણીએ થોડાં ઓછાં ટકાઉ હોય છે તેમ છતાં તે પાણી અને ઘસારાની સામે સારો પ્રતિરોધ પૂરો પાડે છે, જે તેને મોટાભાગના ઘરેલું ઉપયોગ માટે અનુકૂળ બનાવે છે. સીરામિક ટાઇલ્સ વિવિધ પ્રકારની સ્ટાઇલ, સાઇઝ અને ટેક્સચરમાં આવે છે, જેના લીધે તમારા ઘરમાં સર્જનાત્મક અભિવ્યક્તિ અને કસ્ટમાઇઝેશન થઈ શકે છે.
સીરામિક ટાઇલ્સ ડીઝાઇનની વિવિધ પસંદગીઓને પૂરી કરવા માટે સ્ટાઇલ, સાઇઝ અને ટેક્સચરની વ્યાપક વૈવિધ્યતા પૂરી પાડે છે. તમે ક્લીન અને મિનિમાલિસ્ટ લૂક પસંદ કરો કે બોલ્ડ અને વાઇબ્રન્ટ સ્ટેટમેન્ટ પસંદ કરો, તમારા ઇચ્છિત સૌંદર્યને અનુરૂપ સીરામિક ટાઇલ્સ ઉપલબ્ધ છે. તે મેટ, ગ્લોસી, ટેક્સર્ડ અને પેટર્નના વિકલ્પ સહિત વિવિધ પ્રકારની ફિનિશમાં જોવા મળે છે.
વધુ સારો વિકલ્પ કયો છે, પોર્સલિન કે સીરામિક ટાઇલ એ નક્કી કરવાનો આધાર આખરે તમારી ચોક્કસ જરૂરિયાતો અને ટાઇલ્સ જે વાતાવરણમાં ઇન્સ્ટોલ કરવાના છે, તે વાતાવરણ પર રહેલો છે. અહીં પ્રત્યેક પ્રકાર માટે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની ગુણવત્તાઓ આપવામાં આવેલી છેઃ
પોર્સલિન ટાઇલ્સ એ વધુ સઘન અને વધુ ટકાઉ હોય છે, જે તેમને ચિપ્સ, સ્ક્રેચિસ અને ભેજની સામે ખૂબ જ પ્રતિરોધી બનાવે છે. જ્યારે સીરામિક ટાઇલ્સ થોડાં ઓછા સઘન હોય છે, તેમ છતાં તે ટકાઉ અને મોટાભાગના ઘરેલું ઉપયોગો માટે અનુકૂળ હોય છે.
પોર્સલિન ટાઇલ્સનો પાણીના અવશોષણનો દર ઓછો હોય છે, જે તેમને પાણીના નુકસાનની સામે અત્યંત પ્રતિરોધી બનાવે છે. સીરામિક ટાઇલ્સ થોડાં વધુ છિદ્રાળુ હોવા છતાં જે વિસ્તારમાં પાણીનું એક્સપોઝર ઓછામાં ઓછું હોય કે જે વિસ્તાર યોગ્ય રીતે સીલ થયેલો હો ત્યાં તેનો ઉપયોગ થઈ શકે છે.
પોર્સલિન અને સીરામિક ટાઇલ્સ બંને વિવિધ રંગો, પેટર્ન અને ફિનિશ સહિત ડીઝાઇનની વ્યાપક રેન્જના વિકલ્પોમાં આવે છે. પોર્સલિન ટાઇલ વધુ જટિલ ડીઝાઇન ધરાવે છે પરંતુ સીરામિક ટાઇલ્સ વિવિધ પ્રકારની સુંદરતાને અનુકૂળ આવે તેવા યોગ્ય વિકલ્પો પૂરાં પાડે છે.
પોર્સલિન ટાઇલ્સની ઉત્પાદન પ્રક્રિયા અને તેની ઉચ્ચ ગુણવત્તાને કારણે તે સીરામિક ટાઇલ્સ કરતાં વધારે મોંઘા હોય છે. સીરામિક ટાઇલ્સ સુંદર દેખાવાની સાથે-સાથે તે પરવડે તેવા પણ હોય છે.
તો શું, પોર્સલિન અને સીરામિક ટાઇલ્સ એકસમાન છે? ના, તે સરખાં નથી. પોર્સલિન ટાઇલ્સ જ્યાં અત્યંત ટકાઉપણું અને ભેજ સામે પ્રતિરોધની જરૂર હોય તેવા વિસ્તારોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, જેમ કે, બાથરૂમ અને રસોડું. તો બીજી તરફ સીરામિક ટાઇલ્સ બહુમુખી અને પરવડે તેવા હોય છે, જે મોટાભાગના ઘરેલું ઉપયોગો માટે અનુકૂળ હોય છે. આથી, પોર્સલિન સીરામિક કરતાં વધુ સારો વિકલ્પ (અથવા તેનાથી વિપરિત) છે, તે નક્કી કરતી વખતે તથા પોર્સલિન અને સીરામિકની વચ્ચે અંતિમ નિર્ણય લેતી વખતે તમારે અહીં ઉપર જણાવેલા પરિબળો અંગે ચોક્કસપણે વિચારણા કરવી જોઇએ.
ટાઇલ્સના આ બંને પ્રકારો ફ્લોરિંગ અને વૉલ ઇન્સ્ટોલેશન્સ માટે લોકપ્રિય વિકલ્પો હોવાનું ધ્યાનમાં લેતાં પોર્સલિન અને સીરામિક ટાઇલ્સ વચ્ચેની પસંદગીનો આધાર ટકાઉપણું, બહુમુખીતા અને ડીઝાઇનમાં તમારી પ્રાથમિકતા પર રહેલો છે. પોર્સલિન અને સીરામિક વચ્ચેનો તફાવત સમજ્યાં બાદ તમારા પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવા માટે તમારી ચોક્કસ જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં લો. જો તમે ટાઇલ ઉખડી જવા પાછળના કારણો જેવા ટાઇલ સંબંધિત વિષયો અંગે વધુ જાણકારી મેળવવામાં રસ ધરાવતા હો તો, ટાઇલ ઉખડી જવા પરના અમારા બ્લૉગને વાંચો.