વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



બાંધકામમાં ફૂટિંગ શું છે? પ્રકારો અને ઉપયોગો

ફૂટિંગ એ ઘરના બાંધકામની કરોડરજ્જુ છે. આ બ્લૉગ તેની મહત્વપૂર્ણ ભૂમિકાને સમજાવે છે, વિવિધ ફાઉન્ડેશન ફૂટિંગના પ્રકારો અને તેમના ઉપયોગોની ઊંડી સમજ પૂરી પાડે છે. ફૂટિંગ કેવી રીતે બાંધકામમાં દરેક ઘર માટે સલામતી, સ્થિરતા અને સ્થાયી સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરે છે તે તપાસો.

Share:


ઘરના નિર્માણમાં, પાયો તે સર્વેસર્વા છે. દરેક નક્કર ફાઉન્ડેશનના કેન્દ્રમાં "ફૂટિંગ" તરીકે ઓળખાતો મહત્વપૂર્ણ ઘટક હોય છે. બાંધકામમાં ફૂટિંગ એ સ્ટ્રક્ચરલ તત્વ છે જે મોટે ભાગે બિલ્ડીંગમાંથી અતિશય લોડને નીચેની જમીનમાં સુરક્ષિત રીતે સ્થાનાંતરિત કરવા માટે કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલ છે. ફૂટિંગ એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે બિલ્ડીંગ્સ સ્થિર અને સીધી રહે, અને અસમાન સેટલમેન્ટ અથવા સ્ટ્રક્ચરલ નિષ્ફળતાને નિવારવા માટે વજનનું સમાનરૂપે વિતરણ થાય. ફૂટિંગના મહત્વને જોતાં, તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે ફૂટિંગ્સ વિવિધ પ્રકારો અને ડિઝાઇન ધરાવે છે, દરેકને વિવિધ બાંધકામ પ્રોજેક્ટ્સની ચોક્કસ જરૂરિયાતો અને પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવે છે. વિવિધ પ્રકારની માટીથી લઈને બિલ્ડિંગના વજન સુધી, અસંખ્ય પરિબળો હોય છે જે ફાઉન્ડેશનના ફૂટિંગના પ્રકારોની પસંદગીને પ્રભાવિત કરે છે, તેથી જ તેમની ડિઝાઇન અને અમલીકરણમાં કાળજીપૂર્વકનું આયોજન અને કુશળતાની જરૂર પડે છે.

 

 



યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ

 

  • ફૂટિંગ એ બાંધકામમાં આવશ્યક સ્ટ્રક્ચરલ તત્વો છે, જે સ્થિરતાને સુનિશ્ચિત કરવા અને સેટલમેન્ટ સંબંધિત અથવા સ્ટ્રક્ચરલ નિષ્ફળતાને રોકવા માટે બિલ્ડીંગના વજનને જમીનમાં સમાનરૂપે વિતરિત કરે છે.
 
  • વિવિધ પ્રકારના ફૂટિંગ્સ અસ્તિત્વમાં છે, દરેકને ચોક્કસ બાંધકામ પડકારોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવે છે, જેમ કે સ્પ્રેડ ફૂટિંગ્સ, ડીપ ફૂટિંગ્સ, સ્ટ્રીપ ફૂટિંગ્સ, સ્ટેપ્ડ ફૂટિંગ્સ, સ્લોપ્ડ ફૂટિંગ્સ, સ્ટ્રેપ ફૂટિંગ્સ, ગ્રેડ બીમ અને ફ્લોટિંગ ફૂટિંગ્સ.
 
  • ફૂટિંગના પ્રકારની પસંદગી જમીનના પ્રકાર, બિલ્ડીંગનું વજન, અવકાશી અવરોધો અને પર્યાવરણીય પરિસ્થિતિઓ જેવા પરિબળો પર આધાર રાખે છે. 
 
  • બાંધકામમાં ફૂટિંગ્સ વજનનું વિતરણ, વૈવિધ્યસભર જમીન પર સ્થિરતા, સેટલમેન્ટ અને સિન્કિંગને નિવારવું, પર્યાવરણીય બળો સામે એન્કરિંગ અને ભેજથી એલિવેશન જેવા મહત્વપૂર્ણ કાર્યો કરે છે. 
 
  • સ્ટ્રક્ચર્સની સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા, સલામત અને ટકાઉ ઘરો માટે પાયાના કામ માટે વિવિધ પ્રકારના ફૂટિંગના કાર્યો અને ઉપયોગોને સમજવું મહત્વપૂર્ણ છે.

બાંધકામમાં ફૂટિંગ શું છે?



સાદા શબ્દોમાં, ફૂટિંગ્સ એ બિલ્ડિંગનો નીચેનો ભાગ છે જે વજનને વહેંચી નાખે છે જેથી જમીન કોઈપણ સમસ્યા વિના તેને પકડી રાખી શકે. તમે તેમને બાંધકામના 'પૂરતી કદર ન કરાતા હીરો' તરીકે જોઈ શકો છો, કે જે વજન યોગ્ય અને સમાન રીતે ફેલાયેલું છે તેની ખાતરી કરીને બિલ્ડીંગ્સનો સિન્ક થવા સામે, ઝૂકી જવા સામે (ટિલ્ટિંગ) અથવા ક્રેકીંગ (તિરાડો) થવા સામે બચાવ કરે છે. મોટા ભાગના સમયે, તે કોંક્રિટ જેવી સજ્જડ સામગ્રીથી બનેલા હોય છે અને તે બિલ્ડિંગના ભાગો જેમ કે દિવાલો અથવા કૉલમ જેને સૌથી વધુ આધારની જરૂર હોય છે અને જે જમીનની નીચે છુપાયેલા હોય છે.

 

વજનને વહેંચીને, વિવિધ કોંક્રિટ ફાઉન્ડેશનના પ્રકારો અસમાન સેટલમેન્ટને ટાળવામાં મદદ કરે છે. સેટલમેન્ટ એ છે જ્યારે બિલ્ડીંગનો એક ભાગ અન્ય કરતા વધુ સિન્ક થાય છે કારણ કે નીચેની જમીન તેના વજનના હિસ્સાને પકડી રાખી શકતી નથી. આ તમામ પ્રકારની સમસ્યાઓ તરફ દોરી જઈ શકે છે, જેમ કે કોંક્રિટમાં તિરાડો અથવા, અતિશય ખરાબ કિસ્સામાં, બિલ્ડીંગ નીચે પડવી. બાંધકામમાં ફૂટિંગ તે જે જમીન પર સ્થાપિત કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે કારણ કે બધા ભરણ એકસરખા હોતા નથી અને કેટલાક પ્રકારોને વસ્તુઓને પકડી રાખવામાં થોડી વધારાની મદદની જરૂર પડે છે. ટૂંકમાં, ફૂટિંગ બિલ્ડીંગ્સને મજબૂત અને સ્થિર રાખે છે.


ફૂટિંગ્સના પ્રકાર

બાંધકામ પ્રોજેક્ટ્સની સ્થિતિસ્થાપકતા અને સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ ભૂસ્તરશાસ્ત્રીય, સ્ટ્રક્ચરલ અને અવકાશી પડકારોને સંબોધીને દરેક ફાઉન્ડેશન ફૂટિંગ પ્રકાર ચોક્કસ હેતુ પૂરો પાડે છે.

 

 

1) સ્પ્રેડ ફૂટિંગ્સ:

બાંધકામમાં ફૂટિંગના સૌથી સામાન્ય પ્રકારો પૈકી, સ્પ્રેડ ફૂટિંગ્સ વ્યક્તિગત કૉલમ અથવા પોસ્ટ્સ માટે વિશ્વસનીય ફાઉન્ડેશન (પાયો) પ્રદાન કરે છે. તે સ્ટ્રક્ચરલ લોડને જમીનના મોટા વિસ્તાર પર વહેંચી નાખે છે, જેનાથી સેટલમેન્ટનું જોખમ ઘટે છે.

 

એ) આઇસોલેટેડ ફૂટિંગ્સ



આનો ઉપયોગ મુખ્યત્વે વ્યક્તિગત કૉલમ અથવા પોસ્ટ માટે થાય છે. તે સિંગલ ફાઉન્ડેશન તરીકે કાર્ય કરે છે જે દરેક કૉલમના લોડને જમીન પર ખાસ સપોર્ટ પૂરો પાડે છે અને વિતરિત કરે છે, જે એવી પરિસ્થિતિઓ માટે યોગ્ય છે કે જ્યાં કૉલમ અલગ-અલગ હોય.

 

બી) કંબાઇન્ડ (સંયુક્ત) ફૂટિંગ્સ

જ્યારે ઓછું અંતર ધરાવતી કૉલમ અથવા સંપત્તિની સીમાઓને કારણે જગ્યાની મર્યાદાઓ અસ્તિત્વમાં હોય, ત્યારે કંબાઇન્ડ (સંયુક્ત) ફૂટિંગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફાઉન્ડેશન ફૂટિંગના પ્રકારો બહુવિધ કૉલમને સપોર્ટ પૂરો પાડે છે, અને તેમના સામૂહિક લોડને અસરકારક રીતે વિતરિત કરે છે.

 

સી) મેટ ફાઉન્ડેશન્સ (રાફ્ટ ફૂટિંગ્સ)

 



ભારે લોડ સહન કરતા મોટા સ્ટ્રક્ચર માટે આદર્શ. મેટ ફાઉન્ડેશન્સ સપોર્ટનો વ્યાપક વિસ્તાર પૂરો પાડે છે, જમીનના કોઈપણ એક બિંદુ પર વધુ પડતી તાણને રોકવા માટે સમગ્ર સ્ટ્રક્ચરના વજનને સમાનરૂપે વિતરિત કરે છે.

 

 

2) ડીપ ફૂટિંગ્સ

જ્યારે સપાટીની નજીકની જમીનમાં સ્ટ્રક્ચરને સપોર્ટ પૂરો પાડવા માટે જરૂરી બળનો અભાવ હોય, ત્યારે ડીપ ફૂટિંગ્સ મહત્વપૂર્ણ બને છે.  આ એક પ્રકારનો ફાઉન્ડેશન ફૂટિંગ પ્રકાર છે જે જમીનમાં ઊંડે સુધી પ્રવેશે છે, અને વધુ સ્થિર માટી અથવા ખડકના સ્તરો સુધી પહોંચે છે.

 

એ) પાઇલ ફાઉન્ડેશન



આમાં લાંબી, પાતળી કૉલમોનો સમાવેશ થાય છે જે જમીનમાં ઊંડે સુધી મોકલીને ફિક્સ કરવામાં આવે છે. પાઇલ ફાઉન્ડેશન નબળી સપાટીના સ્તરોને બાયપાસ કરીને, જમીન અથવા ખડકોના ઊંડા, વધુ સ્થિર સ્તરોમાં બિલ્ડીંગના ભારને સ્થાનાંતરિત કરવા માટે કાર્યરત રહે છે.

 

બી) ડ્રિલ્ડ પિયર્સ (કેસન ફાઉન્ડેશન્સ)

 



જમીનમાં ઊંડે સુધી ડ્રિલિંગ કરીને અને પરિણામી ખાલી જગ્યાને કોંક્રિટ અથવા અન્ય રિઇન્ફોર્સિંગ સામગ્રીઓથી ભરીને તૈયાર કરવામાં આવે છે. આ ફાઉન્ડેશનો એવા સ્ટ્રક્ચર માટે યોગ્ય છે કે જેને ઊંડા, સ્થિર સપોર્ટની જરૂર હોય છે, જે સપાટીની જમીન પૂરી પાડી શકતી નથી.

 

 

3) સ્ટ્રીપ ફૂટિંગ્સ (અવિરત ફૂટિંગ્સ)



કોંક્રિટનું અવિરત રન લોડ-બેરિંગ દિવાલોની લંબાઈ અથવા કૉલમના સંરેખણ સાથે ફાઉન્ડેશન સપોર્ટ પૂરો પાડે છે. સ્ટ્રીપ ફૂટિંગ્સ સુનિશ્ચિત કરે છે કે લોડનું વિતરણ સ્ટ્રક્ચરના પરિઘ સાથે સમાનરૂપે ફેલાયેલું હોય.

 

 

4) સ્ટેપ્ડ ફૂટિંગ્સ

ઢોળાવવાળા ભૂપ્રદેશ પર બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે, સ્ટેપ્ડ ફૂટિંગ્સ ફાઉન્ડેશનના સ્તરને ઢાળ સાથે અનુકૂળ બનાવે છે. બાંધકામમાં આ પ્રકારનું ફૂટિંગ સ્ટ્રક્ચરલ અખંડિતતા જાળવે છે અને વિવિધ એલિવેશન્સ પર સમાન લોડ વિતરણ કરે છે.



5) સ્લોપ્ડ ફૂટિંગ્સ

ભૂપ્રદેશના કુદરતી ઢોળાવ સાથે સંરેખિત થવા અથવા તેનો સામનો કરવા માટે વિશિષ્ટપણે ડિઝાઇન કરવામાં આવે છે, સ્લોપ્ડ ફૂટિંગ્સ એ ફાઉન્ડેશન ફૂટિંગ પ્રકાર છે જે જમીનની સ્થિતિ સાથે મેળ સાધવા માટે, લોડ ટ્રાન્સફરને ઑપ્ટિમાઇઝ કરીને, ફૂટિંગના ખૂણાને સમાયોજિત કરીને સ્થિરતા વધારે છે.

 

 

6) સ્ટ્રેપ ફૂટિંગ્સ (કેન્ટિલિવર ફૂટિંગ્સ)

બે અલગ-અલગ ફૂટિંગ્સને લિંક કરવા માટે ઉપયોગમાં લેવાતા, સ્ટ્રેપ ફૂટિંગ્સ એક રીઇન્ફૉર્સિંગ બ્રિજ તરીકે કામ કરે છે જે કનેક્ટેડ ફૂટિંગ્સ વચ્ચે સ્થિત સ્ટ્રક્ચરલ તત્વોને સ્થિર બનાવે છે અને સપોર્ટ પૂરો પાડે છે.

 

 

7) ગ્રેડ બીમ



જમીનના સ્તર પર અથવા તેની નીચે સ્થિત રીઇન્ફૉર્સ કરાયેલ કોંક્રિટ બીમ, દિવાલો અથવા અન્ય સ્ટ્રક્ચરલ તત્વો માટે મજબૂત સમસ્તરીય સપોર્ટ પૂરો પાડે છે. ગ્રેડ બીમ એ બાંધકામમાં ફૂટિંગનો એક પ્રકાર છે જે જમીનમાં સીધા ટ્રાન્સફર થતા લોડને સંગઠિત કરે છે અને ઘટાડે છે.

 

 

8) ફ્લોટિંગ ફૂટિંગ્સ



હિમ પડવાથી થતા સંભવિત નુકસાનનો સામનો કરવા માટે આ ડિઝાઇન કરવામાં આવે છે, આ ફાઉન્ડેશન ફૂટિંગનો પ્રકાર છે જે ક્યાં તો હિમ રેખાની નીચે વિસ્તરે છે અથવા જમીનના ફ્રીઝીંગ તાપમાનથી સ્ટ્રક્ચરનું સંરક્ષણ કરવા માટે ઇન્સ્યુલેશનનો સમાવેશ કરે છે.


બાંધકામમાં ફૂટિંગ્સનો ઉપયોગ

બાંધકામના પ્રોજેક્ટ માટે ફૂટિંગ્સ મૂળભૂત છે અને વિવિધ ફાઉન્ડેશન ફૂટિંગના પ્રકારો અનેક મહત્વપૂર્ણ કાર્યો કરે છે જે બિલ્ડીંગ્સની સ્ટ્રક્ચરલ અખંડિતતા અને ટકાઉપણાંને સુનિશ્ચિત કરે છે. તેના ઉપયોગો સ્ટ્રક્ચરના પ્રકાર, પર્યાવરણીય પરિસ્થિતિઓ અને જમીનના ગુણધર્મોને આધારે બદલાય છે. નીચે બાંધકામમાં ફૂટિંગ્સની મુખ્ય ભૂમિકાઓ અંગે નીચે માહિતી આપી છે:

 

1) વજનનું વિતરણ

વિવિધ ફાઉન્ડેશન ફૂટિંગ પ્રકારોનું પ્રાથમિક કાર્ય ઉપરના સ્ટ્રક્ચરના વજનને નીચેની જમીન પર સમાનરૂપે વિતરિત કરવાનું છે. આ સુનિશ્ચિત કરે છે કે બિલ્ડીંગ જમીનના કોઈપણ એક બિંદુ પર વધુ પડતું દબાણ આપતું નથી, જે અસમાન સેટલિંગ અથવા ફાઉન્ડેશનની નિષ્ફળતા તરફ દોરી જઈ શકે છે.

 

2) વિવિધ પ્રકારની જમીન પર સ્થિરતા

વિવિધ પ્રકારની જમીન વજન સહન કરવાની અલગ અલગ ક્ષમતા ધરાવે છે. ફૂટિંગ્સને આ પરિસ્થિતિઓમાં સ્ટ્ર્કચર્સને અનુકૂલિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે, પછી ભલે તેમાં ઊંડા ફૂટિંગ સાથે જમીનના વધુ સ્થિર સ્તરો સુધી પહોંચવાનો અથવા પહોળા, છીછરા ફૂટિંગ્સ સાથે ઓછી સ્થિર જમીનમાં લોડ ફેલાવવાનો સમાવેશ થતો હોય.

 

3) સેટલમેન્ટ અને સિન્કિંગનું નિવારણ 

સ્ટ્રક્ચરના લોડને સમાનરૂપે વિતરિત કરીને, બાંધકામમાં ફૂટિંગ વધુ પડતી સેટલમેન્ટ અથવા બિલ્ડીંગના સિન્ક થવાને નિવારે છે. આ ખાસ કરીને નરમ અથવા અસ્થિર જમીન ધરાવતા વિસ્તારોમાં મહત્વપૂર્ણ છે, જ્યાં યોગ્ય ફૂટિંગ વિના, બિલ્ડીંગ્સ નમી શકે છે, તેમાં તિરાડો પડી શકે છે અથવા તે તૂટી પડી શકે છે.

 

4) પર્યાવરણીય બળો સામે સ્ટ્રક્ચર્સનું એન્કરિંગ 

બિલ્ડિંગ ફાઉન્ડેશનોમાં ફૂટિંગ માત્ર સ્થિર વજનને જ સપોર્ટ આપતું નથી પણ પવન, ધરતીકંપ અને પૂર જેવા ગતિશીલ બળો સામે પણ સ્ટ્રક્ચરને એન્કર કરે છે. યોગ્ય રીતે ડિઝાઇન કરાયેલ ફાઉન્ડેશન ફૂટિંગ એ સુનિશ્ચિત કરે છે કે બિલ્ડીંગ્સ શિફટિંગ અથવા તૂટી પાડવા સામે આ દળોનો સામનો કરી શકે છે.

 

5) ભેજથી એલિવેશન

બિલ્ડીંગના ફુટિંગ્સ બિલ્ડીંગના ફાઉન્ડેશન સ્તરને ઊંચું લાવી શકે છે, જે મહત્વપૂર્ણ સ્ટ્રક્ચરલ તત્વોને ભૂગર્ભજળ અથવા વરસાદથી થતા ભેજની પહોંચથી ઉપર રાખે છે. આ ખાસ કરીને પાણીથી થતા નુકસાન અને મોલ્ડ (ફૂગ) અથવા સ્ટ્રક્ચરલ નબળાઈ સાથે સંકળાયેલ જોખમને રોકવા માટે મૂલ્યવાન બને છે.

 

6) વધુ સ્ટ્રક્ચરલ તત્વો માટે ફાઉન્ડેશન

ફુટિંગ્સ ફાઉન્ડેશનની દિવાલો, કૉલમો અથવા સ્લેબ જેવા વધુ સ્ટ્રક્ચરલ તત્વોના નિર્માણ માટે નક્કર, સમતલ આધાર પૂરો પાડે છે. તે સુનિશ્ચિત કરે છે કે આ તત્વો સુરક્ષિત રીતે એન્કર અને સંરેખિત થાય, જે એકંદર સ્ટ્રક્ચરલ અખંડિતતા માટે જરૂરી છે.

 

7) ઢોળાવવાળા ભૂપ્રદેશ પ્રત્યે અનુકૂલન

પહાડી અથવા ઢોળાવવાળા વિસ્તારોમાં, ચોક્કસ ફાઉન્ડેશન ફૂટિંગ પ્રકારો, જેમ કે સ્ટેપ્ડ અથવા સ્લોપ્ડ ફૂટિંગ, બિલ્ડીંગ્સ માટે લેવલ પ્લેટફોર્મ નિર્માણ કરવામાં મદદ કરે છે. તે ઢાળના ખૂણાને સમતોલ કરીને ઢાળ પર સુરક્ષિત બાંધકામ કરવું સરળ બનાવે છે, જેનાથી સુનિશ્ચિત કરી શકાય છે કે સ્ટ્રક્ચર સમયાંતરે સ્થિર અને સમતલ રહે.

 

8) બિલ્ડિંગ કોડ્સ અને સ્ટાન્ડર્ડ્સનું પાલન

બિલ્ડીંગના બાંધકામમાં ફૂટિંગ્સ, સ્થાનિક બિલ્ડીંગ કોડ્સ અને સ્ટાન્ડર્ડ્સના અનુપાલન મુજબ ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે સલામતી, સ્થિરતા અને ટકાઉપણાં બાબતે ન્યૂનતમ જરૂરિયાતોને સ્પષ્ટ કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે સ્ટ્રક્ચર અપેક્ષિત લોડ અને પર્યાવરણીય પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે, જે રહેવાસીઓ અને લોકોની સુખાકારીનું રક્ષણ કરે છે.



 

મહત્વપૂર્ણ કાર્યો અને ફાઉન્ડેશન ફૂટિંગના પ્રકારો અને ઉપયોગોને સમજવા જરૂરી છે, કારણ કે આ તત્વો એ સ્ટ્રક્ચર નિર્માણ કરવાનું પ્રથમ પગલું છે જે સ્થિતિસ્થાપક અને ટકાઉ બંને છે. બાંધકામમાં ફૂટિંગની વિચારપૂર્વકની ડિઝાઇન અને તેનું અમલીકરણ એ ઘરો માટે તેવો પાયો નાખે છે જે સલામતી અને ટકાઉપણું પ્રદાન કરે છે, અને તે સુનિશ્ચિત કરે છે કે તે સમય અને કુદરતની કસોટીઓ સામે મક્કમપણે ટકી રહે.



સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....