Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


બાંધકામમાં ગ્રાઉટિંગ એટલે શું અને ઉપયોગમાં લેવાતી ગ્રાઉટિંગની સામગ્રીઓના પ્રકાર કયા છે?

એન્કરિંગ બોલ્ટ હોય, તિરાડોને રીપેર કરવાની હોય કે ફાઉન્ડેશનને મજબૂત બનાવવાનું હોય, ગ્રાઉટિંગ એ બાંધકામના આધુનિક વ્યવહારોમાં એક આવશ્યક ટેકનિક બની ગઈ છે. ઘણી વાર તેની સામે આંખ આડા કાન કરી દેવામાં આવે છે પરંતુ તેમ છતાં તે એક મહત્વની પ્રક્રિયા છે, જે માળખાંની અખંડિતતા અને વિવિધ પ્રોજેક્ટ્સની સ્થિરતાની ખાતરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Share:


ગ્રાઉટિંગ એ બાંધકામની એક મહત્વની પ્રક્રિયા છે, જે માળખાંની અખંડિતતા, સ્થિરતા અને બાંધકામના વિવિધ તત્વોના ટકાઉપણાને વધારે છે. તેમાં ગાબડાં, ખાલી જગ્યાઓ કે પ્રવાહી સામગ્રીવાળી સપાટીઓની વચ્ચે રહેલી જગ્યાઓને ભરવાનો સમાવેશ થાય છે, જે માળખાંની એકંદર મજબૂતાઈ અને કાર્યદેખાવને વધારનારા ચુસ્ત અને ટકાઉ જોડાણની રચના કરે છે. આ બ્લૉગમાં આપણે બાંધકામમાં ગ્રાઉટિંગ એટલે શું તથા તેના મહત્વ, તેની કામગીરી અને બાંધકામના પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતી ગ્રાઉટિંગની વિવિધ સામગ્રીઓ વિશે જાણકારી મેળવીશું.



બાંધકામમાં ગ્રાઉટિંગ એટલે શું?

બાંધકામના સંદર્ભમાં ગ્રાઉટિંગ એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે, જેમાં ગાબડાં, ખાલી જગ્યાઓ અને માળખાંની અંદર રહેલી જગ્યાઓમાં પ્રવાહી જેવી સામગ્રી દાખલ કરવામાં આવે છે. તેનો હેતુ માળખાંની અખંડિતતા સુધારવાનો, ભારવહન કરવાની ક્ષમતા વધારવાનો અને બાંધકામના પ્રોજેક્ટના વિવિધ તત્વોને સ્થિરતા પૂરી પાડવાનો છે. આ ગાબડાં પૂરીને ગ્રાઉટિંગ પાણી કે કાટમાળને જમા થતાં અટકાવે છે, જે અન્યથા માળખાંને નબળું પાડી દે છે.

 

તેનું મહત્વનું પાસું એ છે કે, બાંધકામની સામગ્રી જેને જાતે ભરી શકતી નથી તેવા ગાબડાંને ગ્રાઉટ સરળતાથી ભરી દે છે, જે બધી જ વસ્તુઓને એકબીજાની સાથે ચોંટાડી દેનારા ‘ગુંદર’ તરીકે કામ કરે છે. હલનચલનને નિવારીને ગ્રાઉટ સમય જતાં બાંધકામના સેટલિંગ, ખસવાના કે ખરાબ થઈ જવાના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી દે છે. તે માળખાંની આવરદા તો વધારે છે પણ તેની સાથે-સાથે તેમાં રહેનારા લોકો અને આસપાસના વાતાવરણની સલામતીમાં પણ યોગદાન આપે છે. તે બાંધકામમાં સારી ગુણવત્તાને હાંસલ કરવામાં તથા બાંધકામના ઘટકોની આવરદા વધારવામાં મદદરૂપ થાય છે.


બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ગ્રાઉટિંગની સામગ્રીના પ્રકારો



બાંધકામમાં વિવિધ પ્રકારની ગ્રાઉટિંગની સામગ્રીનો ઉપયોગ થાય છે. સામગ્રીને પસંદગી કરવાનો આધાર બાંધકામની ચોક્કસ કામગીરીની જરૂરિયાત પર રહેલો છે. અહીં આપણે તેના કેટલાક નોંધપાત્ર પ્રકારો વિશે જાણકારી મેળવીશું.

 

1. સીમેન્ટ ગ્રાઉટિંગ



સીમેન્ટ એ સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતું ગ્રાઉટિંગ મટીરિયલ છે અને તેને સામાન્ય રીતે માટીને સ્થિર કરવા અને માળખાંનું લેવલિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તે કેટલાક સર્વસામાન્ય પ્રકારોમાંથી એક છે અને તેમાં સીમેન્ટ, પાણી અને ક્યારેક રેતીના મિશ્રણને ગાબડાં ભરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સમય જતાં તે કઠણ થઈ જાય છે અને એક મજબૂત અને સ્થિર જોડાણની રચના કરે છે. કઠણ થયાં બાદ આ સામગ્રી એક સઘન દ્રવ્યમાનની રચના કરે છે, જે બાંધકામને વધારાનો સપોર્ટ અને મજબૂતાઈ પૂરાં પાડે છે. આ પ્રકારના ગ્રાઉટ કૉંક્રીટના માળખાંમાં રહેલી ખાલી જગ્યાઓ (જે કૉંક્રીટ ગ્રાઉટિંગ તરીકે પણ ઓળખાય છે), તિરાડો ભરવા અને ફાઉન્ડેશનની ભારવહન કરવાની ક્ષમતા વધારવા માટે આદર્શ ગણાય છે.

 

2. કેમિકલ ગ્રાઉટિંગ

આ ચોક્કસ પ્રકારના ગ્રાઉટિંગમાં પૉલીયુરેથીન કે એક્રીલેટ જેવા રાસાયણિક સંયોજનોને ખાલી જગ્યાઓમાં દાખલ કરવામાં આવે છે. આ રસાયણો સંપર્કમાં આવવા પર વિસ્તરે છે, ગાબડાંઓ ભરી દે છે અને પાણીને અંદર ઘૂસતું અટકાવે છે. આ પ્રકારનો ગ્રાઉટ ખાસ કરીને વૉટરપ્રૂફિંગ, માટીને સ્થિર કરવા અને ભૂગર્ભમાં રહેલા માળખાંઓના સમારકામ માટે ઉપયોગી છે.

 

3. સ્ટ્રક્ચરલ ગ્રાઉટિંગ



આ પ્રકારમાં કૉલમ અને બીમ જેવા માળખાંનાં વિવિધ ઘટકોની વચ્ચે મજબૂત જોડાણની રચના કરવામાં આવે છે. સ્ટ્રક્ચરલ ગ્રાઉટનો એક પ્રકાર એવો ઇપોક્સી ગ્રાઉટ અસાધારણ મજબૂતાઈ અને ટકાઉપણું આપે છે. તે સામાન્ય રીતે એન્કર બોલ્ટ, હાઈ-સ્ટ્રેસ એરીયામાં રીએન્ફોર્સ કૉંક્રીટ એલિમેન્ટ્સ તથા વર્તમાન માળખાંમાં તિરાડો અને ગાબડાં ભરવા માટે વપરાય છે.

 

4. બેન્ટોનાઇટ ગ્રાઉટિંગ

આ પ્રકારની સામગ્રીમાં જેલ જેવો પદાર્થ બનાવવા માટે બેન્ટોનાઇટ ક્લે અને પાણીના મિશ્રણનો ઉપયોગ થાય છે. તેના ફૂલી જવાના ગુણને લીધે તે કૂવા અને બોરહોલને સીલબંધ કરવા માટેનો એક લોકપ્રિય વિકલ્પ છે, કારણ કે તે પાણી સાથે પ્રતિક્રિયા કરવા પર વિસ્તરે છે, પોલાણના ભાગોને અસરકારક રીતે સીલબંધ કરી દે છે. આ પ્રકારના ગ્રાઉટનો ઉપયોગ ઘણીવાર સીલબંધ કરવા અને માટીને સ્થિર કરવા માટે થાય છે, જે પાણીને અંદર પ્રવેશતું અટકાવે છે અને જમીનની સંભવિત હિલચાલને ઘટાડી દે છે.

 

5. બિટ્યુમિનસ ગ્રાઉટિંગ

તેમાં બિટ્યુમિનસ કમ્પાઉન્ડનો ઉપયોગ થાય છે, જે છત, ફાઉન્ડેશન અને ભોંયરામાં આવેલા માળખાંઓને સીલબંધ કરવામાં અને વૉટરપ્રૂફ કરવામાં મદદરૂપ થઈ પાણી સામે ઉત્તમ પ્રતિરોધ પૂરો પાડે છે. તે યુવી રેડિયેશન અને આબોહવાની આકરી પરિસ્થિતિ સામે ઉત્તમ ટકાઉપણું અને પ્રતિરોધ પૂરાં પાડે છે. આ પ્રકારના ગ્રાઉટનો ઉપયોગ જ્યાં પાણીને શક્ય એટલું ઓછું પ્રવેશવા દેવાની જરૂર હોય તેવી પરિસ્થિતિમાં થાય છે, જેમ કે, ટનલ અને ભૂગર્ભમાં રહેલા માળખાં.

 

6. રેઝિન ગ્રાઉટિંગ

આ પ્રકારની સામગ્રીમાં ઇપોક્સી, પૉલીયુરેથીન કે અન્ય પ્રવાહી રેઝિન્સનો ઉપયોગ થાય છે. તે જ્યારે ક્યોર થઈ જાય ત્યારે એક મજબૂત જોડાણની રચના કરવા માટે કઠણ થઈ જાય છે. આ રેઝિન્સ ઉચ્ચ તણાવ અને દાબકબળ પૂરાં પાડે છે, જે તેને વિવિધ ઉપયોગો માટે અનુકૂળ બનાવે છે. તેના ચોંટી જવાના ઉત્તમ ગુણ અને મજબૂતાઈને કારણે ઘણીવાર તેનો ઉપયોગ કૉંક્રીટમાં તિરાડોનું સમારકામ કરવા માટે પણ થાય છે.


બાંધકામમાં ગ્રાઉટિંગના ફાયદા

બાંધકામમાં ગ્રાઉટિંગ એટલે શું તે જ્યારે આપણે સમજી રહ્યાં હોઇએ ત્યારે તેના વિવિધ ફાયદા પણ સમજી લેવા જરૂરી છે. અહીં તેના મુખ્ય ફાયદા જણાવવામાં આવ્યાં છેઃ

 

1. માળખાંની સ્થિરતામાં વધારો

ગ્રાઉટ બાંધકામની સામગ્રીમાં રહેલી ખાલી જગ્યાઓને ભરવાની ક્ષમતા ધરાવે છે, આથી તે માળખાંની એકંદર સ્થિરતાને વધારે છે.

 

2. ગળતર થતું અટકાવે છે

ગ્રાઉટ એક અવરોધ તરીકે કામ કરે છે, જે પાણી અને અન્ય પ્રવાહીઓનું ગળતર થતું અટકાવે છે.

 

3. ભારવહન કરવાની ક્ષમતામાં વધારો

સીમેન્ટ ગ્રાઉટિંગ મટીરિયલ જેવા ગ્રાઉટ્સ વધુ મજબૂતાઈ અને સપોર્ટ પૂરો પાડીને માળખાંની ભારવહન કરવાની ક્ષમતાને વધારે છે.

 

4. ખવાણ સામે પ્રતિરોધ

ઇપોક્સી ગ્રાઉટ જેવી કેટલીક સામગ્રી ખવાણ સામે પ્રતિરોધ પૂરો પાડીને બાંધકામની આવરદા વધારી દે છે.

 

5. માટીને સ્થિર કરે છે

ગ્રાઉટ્સ માટીને સ્થિર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, ખાસ કરીને ફાઉન્ડેશન કે ભૂગર્ભમાં રહેલા માળખાંનાં બાંધકામમાં.

 

6. પોલાણને સીલબંધ કરવું

ગ્રાઉટ પોલાણ અને ગબાડાંઓને અસરકારક રીતે સીલબંધ કરી દે છે, જે પાણીને પ્રવેશતું કે માટીમાં ઘૂસી જતું અટકાવે છે.

 

7. માળખાંનું સમારકામ

ઘણીવાર રેઝિન અને ઇપોક્સી ગ્રાઉટનો ઉપયોગ કૉંક્રીટમાં પડેલી તિરાડો અને તેમાં થયેલા નુકસાનનું સમારકામ કરવા માટે થાય છે.



આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, બાંધકામમાં ગ્રાઉટિંગ એટલે શું તે સમજી લેવાથી આપણને તેની મહત્તાનો ખ્યાલ આવે છે, કારણ કે, તે બાંધકામમાં માળખાંની સ્થિરતા, મજબૂતાઈ અને ટકાઉપણું વધારે છે. બાંધકામના પ્રોફેશનલ્સ બાંધકામ માટેના સતત પરવડે તેવા અને ટકાઉ ઉકેલો શોધતા હોવાથી ગ્રાઉટિંગની યોગ્ય ટેકનિકને સમજવી અને તેનું અમલીકરણ કરવાથી તે વધુ સફળ અને લાંબા સમય સુધી ટકનારા પ્રોજેક્ટ્સ તરફ દોરી જાય છે.



વારંવાર પૂછાતા પ્રશ્નો

 

1) ફરીથી ગ્રાઉટિંગ કરતાં પહેલાં શું મારે જૂનું ગ્રાઉટ દૂર કરવું જોઇએ?

હા, ફરીથી ગ્રાઉટિંગ કરતાં પહેલાં જૂના ગ્રાઉટને દૂર કરવાની ભલામણ કરવામાં આવે છે. યોગ્ય જોડાણની ખાતરી કરવા માટે જૂના ગ્રાઉટને દૂર કરવું જરૂરી બની જાય છે, કારણ કે, તેમાં ફૂગ કે ધૂળ રહેલી હોઈ શકે છે. જૂના કે ક્ષતિગ્રસ્ત થયેલા ગ્રાઉટને રહેવા દેવાથી ગ્રાઉટનું નવું સ્તર નકામું સાબિત થાય છે.

 

2) તમે ગ્રાઉટને લાંબા સમય સુધી રહેવા દો તો શું થાય છે?

જો તમે ગ્રાઉટને સફાઈ કર્યા વગર લાંબો સમય સુધી યથાવત્ રહેવા દો, તો તે ટાઇલની સપાટી પર કઠણ થઈ જાય છે અને તેને દૂર કરવું મુશ્કેલ થઈ જાય છે. તેનાથી ખૂબ જ ગંદો દેખાવ લાગે છે અને તેને સફાઈ કરવાની મજૂરી વધી જાય છે.

 

3) ગ્રાઉટને સેટ થતાં કેટલો સમય લાગે છે?

મોટાભાગના સ્ટાન્ડર્ડ ગ્રાઉટ્સને ક્યોર થતાં અને સંપૂર્ણપણે સેટ થતાં 24થી 48 કલાકનો સમય લાગે છે. જોકે, તેને સેટ થવાના ચોક્કસ સમયનો આધાર ગ્રાઉટના પ્રકાર, ઉત્પાદનકર્તાની માર્ગદર્શિકા તથા ભેજના સ્તર અને તાપમાન જેવી વાતાવરણની સ્થિતિ પર રહેલો છે.

 

4) ગ્રાઉટિંગ કરતાં પહેલાં ટાઇલ્સને ભીના કરવા જોઇએ?

સામાન્ય પરિસ્થિતિઓમાં ગ્રાઉટિંગ કરતાં પહેલાં ટાઇલ્સને ભીના કરવાની કોઈ જરૂર હોતી નથી. જોકે, અતિશય ગરમી કે ખૂબ ઓછો ભેજ ધરાવતા વાતાવરણમાં ટાઇલ્સને ભીના કરવાથી ગ્રાઉટમાંથી ભેજની ખૂબ જલદી બહાર નીકળી જતો અટકાવી શકાય છે.

 

5) ગ્રાઉટિંગ માટે કયા સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે?

સામાન્ય રીતે ગ્રાઉટિંગ માટે નોન-શ્રિંક ગ્રાઉટ, હાઈ-સ્ટ્રેન્થ, ફ્લુઇડ સીમેન્ટ ગ્રાઉટનો ઉપયોગ થાય છે, કારણ કે, તે સંકોચાઈ નહીં જવાના અને ઊંચી પ્રવાહક્ષમતા જેવા ગુણો ધરાવે છે.


સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ



મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....