વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



પાણી અને સીમેન્ટના ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરવી?

તમે જ્યારે કોઈ બાંધકામ કરી રહ્યાં હો ત્યારે તમારે કાચી સામગ્રી અને તેના ઉપયોગના યોગ્ય પ્રમાણ અંગે સવિશેષ કાળજી લેવી પડે છે. તે ઉચ્ચ ગુણવત્તાની હોવી જોઇએ અને તમને તેનું જ્ઞાન હોવું જોઇએ. કૉંક્રીટના મિશ્રણના કિસ્સામાં કોન્ટ્રાક્ટર તેની પર યોગ્ય નજર રાખે તે આદર્શ ગણાય છે. કારણ કે મજબૂત અને ટકાઉ બાંધકામ માટે પાણી અને સીમેન્ટનો યોગ્ય ગુણોત્તર હોય તે જરૂરી છે. આથી જ, પાણી અને સીમેન્ટના ગુણોત્તરના મહત્વને તથા તેની ગણતરી કેવી રીતે કરવી તે સમજવું જરૂરી બની જાય છે.

Share:


પાણી અને સીમેન્ટનો ગુણોત્તર એટલે શું?

તે કૉંક્રીટમાં ઉમેરવામાં આવતાં પાણીના દ્રવ્યમાન અને સીમેન્ટના દ્રવ્યમાનનો ગુણોત્તર છે. પાણી અને સીમેન્ટના ગુણોત્તરનો ફોર્મ્યુલા કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણા પર સીધી અસર કરે છે. કૉંક્રીટના મિશ્રણના વિવિધ ગ્રેડ માટે પાણી અને સીમેન્ટનો લાક્ષણિક ગુણોત્તર 0.40 - 0.60ની વચ્ચે હોય છે.

cdxc




પાણી અને સીમેન્ટના ગુણોત્તરનું મહત્વઃ

કૉંક્રીટના મિશ્રણની મજબૂતાઈને નિર્ધારિત કરનારી સૌથી મહત્વની બાબત પાણી અને સીમેન્ટનો ગુણોત્તર હોય છે.

જ્યારે કૉંક્રીટને યોગ્ય રીતે ક્યોર કરવામાં આવે ત્યારે પાણી અને સીમેન્ટનો ગુણોત્તર એ કૉંક્રીટની મજબૂતાઈ અને ટકાઉપણાને નિર્ધારિત કરનારું અંતિમ પરિબળ હોય છે. ઉદાહરણ તરીકે, જો પાણી અને સીમેન્ટનો ગુણોત્તર 0.40 હોય તો, તેનો અર્થ એ થયો કે, કૉંક્રીટમાં ઉપયોગમાં લેવાયેલા દર 50 કિગ્રા સીમેન્ટ (1 થેલી) માટે 20 લિટર પાણી ઉમેરવાનું રહેશે.
 

પાણી અને સીમેન્ટના ગુણોત્તરની ગણતરી કેવી રીતે કરવી?

પાણી અને સીમેન્ટનો ગુણોત્તર = પાણીનું વજન

                                                 સીમેન્ટનું વજન

ઉદાહરણ તરીકે, જો કૉંક્રીટ માટે પાણી-સીમેન્ટનો ગુણોત્તર 0.50 હોય અને સીમેન્ટ 50 કિગ્રા (સીમેન્ટની 1 થેલી જેટલું વજન) ઉમેરવામાં આવે છે.

તો કૉંક્રીટ માટે પાણી ઉમેરવાની જરૂર પડશેઃ

પાણી / સીમેન્ટ = 0.50

પાણી / 50 કિગ્રા = 0.50

પાણી = 0.50 X 50 = 25 લિટર.

તે જ રીતે પાણી/સીમેન્ટ = 0.40

પાણી = 0.40 X 50

પાણી = 20 લિટર

તમે જોઈ શકો છો તેમ આપણે પાણી-સીમેન્ટનો ગુણોત્તર ઘટાડતા જઇએ છીએ તેમ-તેમ પાણી પણ ઘટતું જાય છે. એ તથ્ય છે કે, કૉંક્રીટમાં પાણી ઘટી જાય ત્યારે કૉંક્રીટનું દાબકબળ વધે છે. પણ પાણી-સીમેન્ટના ગુણોત્તરની કેટલીક મર્યાદા હોય છે. પાણી સીમેન્ટનો લઘુત્તમ ગુણોત્તર 0.30 - 0.35 હોય છે, તેનાથી આગળ કૉંક્રીટ ખૂબ જ સખત થઈ જાય છે અને તેનો ઉપયોગ કરવાનું શક્ય રહેતું નથી.


પાણી અને સીમેન્ટના ગુણોત્તરનું પરીક્ષણ કેવી રીતે કરવું?



ઘરના બાંધકામ માટે તમને ઉત્તમ સીમેન્ટ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા તમે અહીં જણાવ્યાં મુજબ કૉંક્રીટમાં પાણી અને સીમેન્ટના ગુણોત્તરનું પરીક્ષણ કરી શકો છોઃ

 

પાણીની માત્રાને નિયંત્રિત કરવાનો સરળ અને વ્યવહારુ રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા હાથ ધરવામાં આવતો સ્લમ્પ ટેસ્ટ છે, જેને અહીં નીચે સમજાવામાં આવ્યો છે.

 

આ પરીક્ષણ હાથ ધરવા માટે 30 સેમી ઊંચા, તળિયેથી 20 સેમી વ્યાસ, ટોચ પર 10 સેમી વ્યાસ અને હેન્ડલ ધરાવતા સ્ટીલના સ્લમ્પ કોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ શંકુમાં એક વારમાં 7.5 સેમીના લેયરમાં કૉંક્રીટ ભરવામાં આવે છે, ત્યારબાદ, 16 મિમીના વ્યાસ અને 60 સેમી લાંબા ધાતુના ટેમ્પિંગ સળિયા વડે પ્રત્યેક લેયરને 25 વખત ઠૂંસી ઠૂંસીને દબાવવામાં આવે છે. આ પ્રકારે જ્યારે સ્લમ્પ કોન ભરાઈ જાય ત્યારે તેને ઉઠાવી લેવામાં આવે છે. જેટલી હદે કૉંક્રીટ ટપકે છે, તેને સ્લમ્પ કહેવામાં આવે છે. શંકુને કાઢી લીધાં બાદ તેને શંકુની ટોચથી કૉંક્રીટની ટોચ સુધી માપવામાં આવે છે.

 

અહીં નીચે વિવિધ હેતુઓ માટે કૉંક્રીટના સ્લમ્પના સામાન્ય મૂલ્યો આપવામાં આવ્યાં છે અને તે દરેક કેસમાં સંભવિત કૉમ્પેક્શનની પદ્ધતિ પર આધારિત છે. જ્યાં કૉંક્રીટની ગતિવિધિમાં રીએન્ફોર્સમેન્ટના માધ્યમથી કોઈ અવરોધ ના હોય અથવા તો જ્યાં કૉંક્રીટને જોરથી દબાવવીને ભરવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં સ્લમ્પના ઓછા મૂલ્યની જરૂર પડે છે.

 

મોટા જથ્થામાં કૉંક્રીટ અને રોડનું કામઃ 2.5થી 5 સેમી

 

સામાન્ય બીમ અને સ્લેબઃ 5થી 10 સેમી

 

કૉલમ, પાતળા વર્ટિકલ સેક્શન

 

અને રીટેઇનિંગ દિવાલ વગેરેઃ 7.5થી 12.5 સેમી

 

આ પણ વાંચોઃ  કૉંક્રીટ અને તેના પ્રકારો


વારંવાર પૂછાયેલા પ્રશ્નો

 

1. પાણી અને સીમેન્ટનો ગુણોત્તર મજબૂતાઈને કેવી રીતે પ્રભાવિત કરે છે?

 

પાણી અને સીમેન્ટનો ગુણોત્તર જેટલો ઓછો હશે, એટલા જ હવાના છિદ્રો ઓછા પડશે અને કૉંક્રીટનું માળખું એટલું જ વધારે સઘન બનશે, જેના પરિણામે મજબૂતાઈ વધારે હશે. પાણીની ખૂબ વધારે માત્રા કૉંક્રીટના દાબકબળને ઘટાડી દેશે, કારણ કે, તે સીમેન્ટની વચ્ચે ગાળો વધારે દે છે.

 

2. પાણી અને સીમેન્ટના ઓછા ગુણોત્તરના ફાયદા કયા છે?

 

જો પાણી અને સીમેન્ટનો ગુણોત્તર ઓછો હશે તો, સૂકાવાને કારણે થતું સંકોચન ઓછું થશે અને તિરાડો ઓછી પડશે. ભેદ્યતા ઓછી થઈ જશે અને તે કૉંક્રીટ તથા રીએન્ફોર્સમેન્ટની વચ્ચે વધુ સારું જોડાણ બનાવે છે.

 

3. આપણે કૉંક્રીટમાં પાણી અને સીમેન્ટનો ગુણોત્તર કેવી રીતે ઘટાડી શકીએ?

 

સીમેન્ટની માત્રાને ઘટાડવા માટે તમારે પહેલા તો પાણીની માત્રા ઘટાડવી પડશે. એડમિક્સચર્સનો ઉપયોગ કરો, એગ્રીગેટના સંયુક્ત ગ્રેડિંગને ઑપ્ટિમાઇઝ કરો, ફ્લાય એશ ઉમેરો અથવા તો જેના કણનો આકાર વધુ સારો હોય તેવા એગ્રીગેટ્સને મેળવો.


સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ



  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....