Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
જોડાણ કરવાની શ્રેષ્ઠ ક્ષમતા એ ટાઇલ એડહેસિવની મુખ્ય વિશેષતાઓમાંથી એક છે. તે ટાઇલ અને સપાટીની વચ્ચે મજબૂત અને ટકાઉ જોડાણની રચના કરે છે, જે એ વાતની ખાતરી કરે છે કે ટાઇલ તેની જગ્યાએથી ખસે નહીં, તેમાં તિરાડ પડે નહીં કે સમય જતાં ઢીલી પડી જાય નહીં. જ્યાં લોકોની અવરજવર વધારે રહેતી હોય તેવા વિસ્તારોમાં અને જ્યાં ભેજ વધારે રહેતો હોય, જ્યાં ટાઇલ્સે સતત ખવાણ અને ધોવાણની સામે ટકી રહેવાનું છે, તેવી જગ્યાઓમાં તે સવિશેષ મહત્વપૂર્ણ સાબિત થાય છે. વધુમાં ઇપોક્સી ગ્રાઉટનો ઉપયોગ કરવાથી ટાઇલ લગાવેલી સપાટીની એકંદર કાર્યક્ષમતા અને તેના ટકાઉપણામાં વધારો થાય છે.
વિવિધ પ્રકારના ટાઇલ એડહેસિવ ટાઇલ લગાવેલી સપાટીને સ્થિતિસ્થાપકતા અને સ્થિરતા આપે છે. તે તાપમાનમાં આવતાં ફેરફારોને કારણે થતી થોડી ઘણી હિલચાલ અને વિસ્તરણ કરવાનું શક્ય બનાવે છે, જે ટાઇલમાં તિરાડો પડવાનું અને તૂટી જવાનું જોખમ ઘટાડે છે. એડહેસિવ ટાઇલ માટે સ્થિર આધારની રચના કરે છે, જે આવનારા વર્ષો સુધી સલામત રીતે તેની જગ્યાએ જળવાઈ રહે તેની ખાતરી કરે છે.
આ એડહેસિવ ખાસ કરીને પાણી સામે પ્રતિરોધના ગુણો ધરાવે છે, જે તેમને બાથરૂમ અને રસોડા જેવા લાંબા સમય સુધી પાણીના સંસર્ગમાં રહેતા વિસ્તારો માટે આદર્શ બનાવે છે. તે એક એવા અવરોધની રચના કરે છે, જે પાણીને પ્રવેશતું અટકાવે છે, પાણીને કારણે થતાં નુકસાનને અને ટાઇલની પાછળ પેદા થતી ફૂગને ઘટાડે છે. વધુમાં, ટાઇલ એડહેસિવના કેટલાક પ્રકારો ભેજને નિયંત્રિત કરવાના ગુણો પણ ધરાવે છે, જેના લીધે તેમને ભીની સપાટીઓ પર ઉપયોગમાં લેવાનું શક્ય બનાવે છે.
ટાઇલ એડહેસિવની રચના વપરાશકર્તાઓને અનુકૂળ આવે અને કામ કરવાનું સરળ હોય એ રીતે કરવામાં આવે છે. તે ઉપયોગમાં લેવા માટે તૈયાર હોય તેવા સ્વરૂપમાં આવે છે, જેના કારણે મિશ્રણ કરવાની અને મોર્ટાર સીમેન્ટ તૈયાર કરવાની જરૂરિયાત રહેતી નથી. તેની મુલાયમ સાતત્યતાને કારણે તેને સરળતાથી લગાવી શકાય છે અને એકસમાન રીતે ફેલાવી શકાય છે, જે સપાટીને યોગ્ય રીતે આવરી લેવામાં આવે અને ટાઇલ સારી રીતે ચોંટી જાય તેની ખાતરી કરે છે. તેને ઉપયોગમાં લેવાની સરળતાને કારણે ટાઇલને લગાવવાની પ્રક્રિયા ઝડપથી પૂરી થઈ જાય છે અને તે વધારે કાર્યક્ષમ પણ સાબિત થાય છે.
ટાઇલ એડહેસિવનો ઉપયોગ કરવો એ ટાઇલ લગાવવા માટે એક પરવડે તેવો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં મોર્ટાર સીમેન્ટ જેવી વધારાની સામગ્રીની જરૂર પડતી નથી, જેના લીધે સામગ્રી અને શ્રમ એમ બંને પાછળ ખર્ચાતા નાણાંની બચત થાય છે. વધુમાં આ ટાઇલ એડહેસિવની કાર્યક્ષમતા અને ટકાઉપણાને પરિણામે તે લાંબાગાળે નાણાંની બચત પણ કરે છે, કારણ કે તેના લીધે ભવિષ્યમાં મોંઘા સમારકામ કરાવવાની કે ટાઇલ બદલવાની જરૂર પડતી નથી.
ટાઇલ એડહેસિવ વિવિધ પ્રકારોમાં ઉપલબ્ધ છે, જે પ્રત્યેકની રચના ચોક્કસ પ્રકારના ટાઇલ અને તેને લગાવવાની જરૂરિયાતોને પૂરી કરવા માટે થઈ છે. અહીં ટાઇલ એડહેસિવના કેટલાક સર્વસામાન્ય પ્રકારો આપવામાં આવ્યાં છેઃ
ટાઇપ 1 એડહેસિવ સ્ટાન્ડર્ડ બૉડી કૉમ્પોઝિશન અને વધુ છિદ્રાળુતા ધરાવતા ટાઇલ માટે અનુકૂળ છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે વિવિધ બેકગ્રાઉન્ડ પર નોન-વિટ્રિફાઇડ સીરામિક ટાઇલ્સ અને છિદ્રાળુ પથ્થરો માટે થાય છે. આ એડહેસિવ મોટાભાગના સીરામિક ટાઇલ્સ માટે મજબૂત જોડાણ પૂરું પાડે છે અને તે ઘરની અંદર ઉપયોગમાં લેવા માટે અનુકૂળ વિકલ્પ છે.
ટાઇપ 2 એડહેસિવ ઓછા છિદ્રાળુ ટાઇલ્સ માટે આદર્શ છે, જેમાં વિટ્રિફાઇડ કે સંપૂર્ણપણે વિટ્રિફાઇડ ટાઇલ્સ, ગ્લાસ મોઝેક ટાઇલ્સ અને સઘન પથ્થરોનો સમાવેશ થાય છે. ભીના અને પાણીની અંદર ડુબેલા વિસ્તારો સહિત ઘરની અંદર અને બહાર એમ બંને જગ્યાએ ઉપયોગમાં લેવા માટે તેની ભલામણ કરવામાં આવે છે. આ એડહેસિવ ટાઇલ લગાવવાનું પડકારજનક હોય તેના માટે પણ વધારે મજબૂત જોડાણ અને સ્થિરતા પૂરાં પાડે છે.
ટાઇપ 3 એડહેસિવની રચના પ્લાસ્ટર કે કૉંક્રીટ જેવી ઘરની બહારની દિવાલોની સપાટીઓ માટે કરવામાં આવી છે. તે સીરામિક, ક્લે, પોર્સલિન કે ગ્લાસ મોઝેક ટાઇલ્સ તેમજ કુદરતી પથ્થરમાંથી બનાવેલા તમામ ટાઇલ્સ માટે અનુકૂળ છે. આ એડહેસિવ ઘરની બહારની દિવાલ પર લગાવવાના ટાઇલ્સ માટે વિશ્વસનીય જોડાણ અને મજબૂતાઈ પૂરી પાડે છે.
ટાઇપ 4 એડહેસિવ સૂકા વૉલબૉર્ડ સબસ્ટ્રેટ્સ પર લગાવવા માટે હોય છે. તે ધાતુના ટાઇલ્સ કે એન્જિનીયર્ડ પથ્થરો સિવાય વિવિધ પ્રકારના ટાઇલ અને પથ્થર માટે અનુકૂળ છે. આ એડહેસિવનો ઉપયોગ જીપ્સમ બૉર્ડ, પ્લાયવૂડ, લાકડાં અને અન્ય સૂકા સબસ્ટ્રેટ્સ જેવા ડ્રાયવૉલ બૉર્ડ પર થઈ શકે છે, જે એક મજબૂત જોડાણની ખાતરી આપે છે.
ટાઇપ 5 એડહેસિવની રચના ખાસ કરીને કાચ કે ધાતુની સપાટી પર ટાઇલ અને પથ્થરને ઇન્સ્ટોલ કરવા માટે થઈ છે. તે ધાતુના ટાઇલ્સ, કાચના ટાઇલ્સ અને એન્જિનીયર્ડ સ્ટોન તેમજ સીમેન્ટ પર આધારિત સબસ્ટ્રેટ્સ પર અન્ય પ્રકારના ટાઇલ્સ અને પથ્થરો લગાવવા માટે અનુકૂળ છે. આ એડહેસિવ વિશિષ્ટ પ્રકારના ઇન્સ્ટોલેશન માટે શ્રેષ્ઠ જોડાણ અને ટકાઉપણું પૂરું પાડે છે.
ટાઇલ લગાવવા માટે વિવિધ પ્રકારના ટાઇલ એડહેસિવનો ઉપયોગ કરવાથી અનેકવિધ ફાયદા થાય છે, જે સફળ અને લાંબા સમય સુધી ટકનારા પરિણામમાં યોગદાન આપે છે. તો ચાલો તેના કેટલાક મુખ્ય ફાયદાઓ વિશે જાણકારી મેળવીએઃ
ટાઇલ પેસ્ટ એડહેસિવ ઉત્તમ જોડાણ પૂરું પાડે છે તથા ટાઇલની સચોટ રીતે ગોઠવણી અને લેવલિંગ કરવાનું શક્ય બનાવે છે. જેના લીધે સપાટી અસમાન બની જાય છે અને ટાઇલ તેની જગ્યાએથી ખસી જાય તેવા પરંપરાગત મોર્ટારથી અલગ એડહેસિવ એ વાતની ખાતરી કરે છે કે પ્રત્યેક ટાઇલ્સ સપાટીની સાથે સારી રીતે જોડાયેલો રહે, જેના લીધે મુલાયમ અને ઉત્તમ રીતે ગોઠવણી થયેલી ફિનિશ પ્રાપ્ત થાય છે.
આ એડહેસિવ્સ પરંપરાગત મોર્ટાર-આધારિત પદ્ધતિઓની સરખામણીએ ટાઇલને લગાવવામાં લાગતા સમયને નોંધપાત્ર રીતે ઘટાડી દે છે. તે ઉપયોગમાં લેવા માટે તૈયાર ફોર્મ્યુલા હોવાથી તેમાં ખૂબ જ સમય માંગી લેતી મિશ્રણ અને તૈયાર કરવાની પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. તેને ઉપયોગમાં લેવું સરળ હોવાથી અને તે ઝડપથી સૂકાઈ જતું હોવાથી ટાઇલ લગાવવાના પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરાં થઈ જાય છે અને તેને સમય બચાવનારો વિકલ્પ બનાવે છે..
ટાઇલ એડહેસિવ ટાઇલને લગાવવાની પ્રક્રિયાને સરળ બનાવે છે, જે તેને વધુ કાર્યક્ષમ બનાવે છે અને તેમાં લાગતી મહેનત ઘટી જાય છે. તેને લગાવવું સરળ છે અને મુલાયમ રીતે ફેલાવવાની તેની લાક્ષણિકતાને કારણે ટાઇલ લગાવનારા વધુ કાર્યક્ષમ રીતે કામ કરી શકે છે અને ઓછા સમયમાં વધુ વિસ્તારને આવરી લઈ શકે છે. વધુમાં એડહેસિવના મજબૂત જોડાણના ગુણને લીધે તેની પર ફરીથી કામ કરવાની કે સમારકામ કરવાની જરૂર પડતી નથી, જેના કારણે શ્રમની આવશ્યકતાઓ વધુ ઘટી જાય છે.
ટાઇલ એડહેસિવ ટાઇલ્સ અને સપાટીની વચ્ચે જોડાણની ચઢિયાતી ક્ષમતા પૂરી પાડે છે. આ મજબૂત જોડાણ જ્યાં ખૂબ વધારે લોકોની અવરજવર રહેતી હોય કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોય તેવા વિસ્તારોમાં ટાઇલ ચુસ્ત રીતે તેની જગ્યાએ જોડાયેલો રહે તેની ખાતરી કરે છે. તેનો ઉપયોગ કરવાથી સમયાંતરે ટાઇલ્સ ઢીલા પડી જવાનું, ઉખડી જવાનું કે તિરાડો પડી જવાનું જોખમ ઘટી જાય છે, જેના પરિણામે ટાઇલની સપાટી લાંબો સમય સુધી ટકી રહે છે અને વધુ ટકાઉ બની જાય છે. તે અપૂરતા જોડાણને કારણે સપાટી પરથી ટાઇલ ખસી જતાં હોય ત્યાં ટાઇલ ઉખડી જવાનું અસરકારક રીતે ઘટાડી દે છે.
ટાઇલ એડહેસિવ ટાઇલ લગાવેલી સપાટીના ટકાઉપણા, સ્થિરતા અને સુંદરતાની ખાતરી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ટાઇલ એડહેસિવના યોગ્ય પ્રકારોને પસંદ કરીને અને તેને લગાવવા માટેની યોગ્ય ટેકનિકનું પાલન કરીને તમે પ્રોફેશનલ અને સુંદર દેખાય તે રીતે ટાઇલ લગાવી શકો છો. તમારો પ્રોજેક્ટ ઘરેલું હોય કે કૉમર્શિયલ હોય છે, ટાઇલ પર એડહેસિવનો ઉપયોગ કરવો એ સફળ પરિણામની બાંયધરી આપતો એક સ્માર્ટ વિકલ્પ છે.