Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
આ સંભવિતપણે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોમાંથી એક છે, જેનો ઉત્તર પોતાનું ઘર બાંધવા જઈ રહેલી દરેક વ્યક્તિ મેળવવા માંગતી હોય છે. છતની સ્ટાઇલ અને બારીઓથી માંડીને દિવાલના ટેક્સચરો અને ફ્લોરિંગ સુધી માળખાંના દરેક પાસાંની રચના અંતિમ પરિણામને જોઇને સૌની આંખો ઠરે તેની ખાતરી કરવા માટે કરવામાં આવતી હોય છે.
જોકે, ઘણીવાર લોકો ઘરના આકર્ષક દેખાવ સિવાય આ પ્રક્રિયા દરમિયાન ધ્યાન પર લેવાના અન્ય મહત્વના પરિબળો પર ધ્યાન આપવાનું ભૂલી જતાં હોય છે. ઉદાહરણ તરીકે, ટાઇલને લગાવતી વખતે યોગ્ય કાળજી લેવી પડે છે અને તેના ટકાઉપણાની ખાતરી કરવા માટે પૂરતું ધ્યાન આપવું પડે છે.
ટાઇલ લગાવવાની અને ઉત્પાદનના ઉપયોગની યોગ્ય પદ્ધતિને પ્રાથમિકતા ના આપવી તથા ટાઇલને લગાવતી વખતે અને તેને લગાવ્યાં પછી પૂરતી કાળજી નહીં લેવાથી ટાઇલમાં ખામીઓ સર્જાઈ શકે છે. આ ખામીઓમાં ટાઇલ ઉખડી જવા એ સૌથી સામાન્ય ખામી છે.
અચાનક જ ટાઇલ ઉખડી કે નીકળી જવાથી તે ઘરમાં રહેતા લોકોના આરોગ્ય પર મોટું જોખમ પેદા થઈ શકે છે. આથી, ટાઇલ્સ ઉખડી જવા માટે જવાબદાર સંભવિત કારણોને સમજી લેવાની સલાહ આપવામાં આવે છેઃ
તમે ફ્લોર ટાઇલ્સને લગાવો તે પહેલાં આ ટાઇલ્સ અને તેને જ્યાં લગાવવાના છે, તે જગ્યાને ચોખ્ખા કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને આમ નહીં કરવાથી તમારે ટાઇલ્સ વળી જવાની અને ઉખડી જવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે ફ્લોરની અયોગ્ય રીતે સફાઈ કરવાથી લેયરની સાથે તેનું એકસમાન રીતે જોડાણ થઈ શકતું નથી.
ટાઇલ્સ જો મોટા કદના હોય તો ટ્રોવેલિંગની એક ચોક્કસ ટેકનિકનો ઉપયોગ કરવો જોઇએ. ટાઇલ્સ ટાઇલ એડહેસિવની સાથે મજબૂત રીતે જોડાઈ જાય તેની ખાતરી કરવા માટે આમ કરવામાં આવે છે. તમારે કોઈ લાકડાંની વસ્તુ વડે ટાઇલને હળવા હાથે ઠપકારીને પણ દબાવવી જોઇએ.
આ નિશ્ચિત પ્રક્રિયાનું પાલન નહીં કરવાથી ટાઇલ અસમતળ બેસે છે, જેના કારણે ટાઇલ ઉખડી જવાની શક્યતા વધી જાય છે.
ટાઇલ્સ ભેદ્ય હોય છે, તેની અંદર વિવિધ પ્રકારની સામગ્રી અને પ્રવાહીઓ પ્રવેશી શકે છે, આથી ખૂબ વધારે પ્રમાણમાં ભેજને અવશોષી લેવાને કારણે તે ફૂલી જઈ શકે છે. તેના કારણે સપાટી ફેલાય છે અને તેના કારણે દબાણ લાગવાને લીધે ટાઇલ્સ ઉખડી જાય છે.
ટાઇલ લગાવવા માટે બોન્ડિંગ એજન્ટની પસંદગી કરતી વખતે ગુણવત્તા એ ધ્યાનમાં રાખવાનું એક મહત્વનું પરિબળ છે. જો ખરાબ ગુણવત્તાના બોન્ડિંગ એજન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો, ટાઇલ તેની નીચે પાથરવામાં આવેલા પદાર્થની સાથે મજબૂત અને સજ્જડ જોડાણ કરી શકશે નહીં.
તાપમાન, ભેજમાં ફેરફાર જેવી પર્યાવરણીય સ્થિતિઓમાં ફેરફાર આવવાથી ટાઇલની સાથે બોન્ડિંગ એજન્ટની પકડ ઢીલી પડી જશે, જેના કારણે તેમાં ખામી સર્જાશે અથવા તો ટાઇલ નીકળી જશે.
ઉચ્ચ-ગુણવત્તાના ટાઇલ એડહેસિવનો ઉપયોગ કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે ફ્લોર પર સીધો તડકો આવતો હોય ત્યારે. જો એડહેસિવનો સહેજપણ ઉપયોગ જ ના થયો હોય કે ખરાબ ગુણવત્તાનું એડહેસિવ ઉપયોગમાં લેવામાં આવ્યું હોય તો, તડકાને કારણે ફ્લોર વિસ્તરશે અને તેના પરિણામે દબાણને કારણે ટાઇલ ઉખડી જશે.
જૂના ટાઇલ્સે તેમની સ્થિતિસ્થાપકતા અને તાપમાનમાં આવતાં ફેરફારો સામે ટકી રહેવાની તેની ક્ષમતા ગુમાવી દીધી હોવાથી તે બરડ થઈ ગયાં હોય છે. આવા ટાઇલ્સનો ઉપયોગ કરવાથી ટાઇલ ઉખડી જવાની શક્યતા વધી જાય છે.
ક્યારેક ઉત્પાદન દરમિયાન જ ટાઇલ વળી જતાં હોય છે. આવા ટાઇલ્સનો ઉપયોગ કરવાથી ખામી સર્જાવાની કે ટાઇલ ઉખડી જવાની સંભાવનાઓ વધી જતી હોય છે.
જો સબફ્લોર અસમતળ હોય તો, તે એડહેસિવ કે મોર્ટારની સાથે મજબૂત અને એકસમાન જોડાણ કરી શકશે નહીં. તેના કારણે તમારા ઘરનો ફ્લોર અસમતળ અને ખરાબ દેખાશે.
જો તમે હાલમાં જ નવા ઘરમાં રહેવા માટે આવ્યાં હો તો, તમારે સૌપ્રથમ તો આખો વિસ્તાર તપાસી લેવો જોઇએ કે તેમાંથી કોઈ ખામી તો નથી ને. તેનાથી તમને ઝડપથી કાર્યવાહી કરવામાં અને શક્ય એટલી વહેલીતકે સમસ્યાને ઉકેલવામાં મદદ મળી રહેશે.
રીનોવેશન કરતી વખતે કોન્ટ્રાક્ટર કે બિલ્ડરે ટાઇલ ઉખડી જવાની સમસ્યાને ટાળવા માટે તમામ જરૂરી પગલાં લીધાં હોય તેની ખાતરી કરો.
કોઈ હળવા ટૂલ વડે ટાઇલને ટપારવો એ ઘરના માલિકો માટે ટાઇલમાં કોઈ પોલી જગ્યા તો નથી તે જાણવાની એક સારી પદ્ધતિ છે. જો તમને આવો કોઈ ટાઇલ મળી આવે તો, આ સમસ્યાને નિવારવાનો સૌથી સરળ રસ્તો કેટલીક ટાઇલને એડહેસિવ વડે ફરીથી ચોંટાડી દેવાની છે.
જો ટાઇલ ઉખડી જાય તો, અહીં નીચે જણાવેલા પગલાં લઈ શકાયઃ
જો તમને આખા ફ્લોરમાં ઢીલા પડી ગયેલા ટાઇલ્સ જણાય અને આવા ઉખડી ગયેલા ટાઇલ્સને રીપેર કેવી રીતે કરવા તે અંગે તમને મૂંઝવણ થઈ રહી હોય તો, આ તમામ ટાઇલ્સને કાઢી નાંખીને ટાઇલ લગાવવાની સમગ્ર પ્રક્રિયાને ફરીથી કરવી એ જ સૌથી યોગ્ય ઉપાય છે.
ફ્લોર એ તમારા ઘરના સૌથી મહત્વના હિસ્સાઓમાંથી એક છે. અને જ્યારે તેને ટાઇલ્સ વડે સુંદર બનાવવામાં આવે છે, ત્યારે આ જગ્યાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. ટાઇલ લગાવવાની પ્રક્રિયામાં પૂરતું ધ્યાન આપવું પડે છે અને પ્રયાસો કરવા પડે છે.
આથી, એવા કોન્ટ્રાક્ટરને જ કામ આપો કે જે સુંદર ટાઇલ્સ સારી રીતે ઇન્સ્ટોલ કરવામાં તમને મદદરૂપ તો થાય પણ તેની સાથે-સાથે કોઈ પણ તૂટેલા ટાઇલ્સને રીપેર કરવામાં પણ તમને મદદ કરે.