Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
• આર્કિટેક્ટ્સ મકાનની ડીઝાઇન, પ્લાન તૈયાર કરે છે અને તેની પર નજર રાખે છે, જે પરિકલ્પના અને વ્યવહાર્યતાનું સંતુલન જળવાય તેની ખાતરી કરે છે.
• તેમની જવાબદારીઓમાં ડ્રોઇંગ તૈયાર કરવાથી માંડીને ખર્ચનો અંદાજ કાઢવો તથા કોન્ટ્રાક્ટરો અને ક્લાયેન્ટની સાથે સહયોગ સાધવા સુધીની કામગીરીઓનો સમાવેશ થાય છે.
• તેઓ નવી અને આકર્ષક ડીઝાઇન ધરાવતી કાર્યક્ષમ જગ્યાઓનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે.
• તેઓ તેમના સમસ્યાઓને ઉકેલવાના, સંચાર કરવાના અને નેતૃત્વના કૌશલ્યોનો લાભ ઉઠાવે છે અને સંબંધિત નિયમોનું પાલન કરે છે.
આર્કિટેક્ટ એક પ્રોફેશનલ હોય છે, જેઓ એડવાન્સ ડિગ્રી ધરાવતા હોય છે તથા તેમણે બાંધકામના પ્રોજેક્ટની ડીઝાઇન, પ્લાન કેવી રીતે તૈયાર કરવા અને તેની પર નિરીક્ષણ કેવી રીતે રાખવું તેની તાલીમ લીધેલી હોય છે. તેઓ બાંધકામ પહેલાં બિલ્ડિંગના વિવિધ પ્રકારના ડ્રોઇંગ કે ડીઝાઇન તૈયાર કરતાં હોય છે. તેઓ એવા પ્રોફેશનલો છે, જેઓ તેમના ક્લાયેન્ટ બિલ્ડિંગ પ્રોજેક્ટમાંથી શું ઇચ્છે છે, તેની સર્જનાત્મક રીતે પરિકલ્પના કરે છે અને આ પરિકલ્પનાને જમીન પર સાકાર કરે છે. આર્કિટેક્ટ બિલ્ડિંગના પ્રોજેક્ટ માટેની ડીઝાઇન તૈયાર કરી લે તે પછી તેઓ આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે ક્લાયેન્ટ અને અન્ય પ્રોફેશનલો સાથે ભેગા મળીને કામ કરવા આગળ વધી શકે છે. હવે જ્યારે આપણે આર્કિટેક્ટની ભૂમિકા સમજી લીધી છે, ત્યારે ચાલો આર્કિટેક્ટની વિવિધ ફરજો તથા સાઇટ પરના અને તે સિવાયના તેમના કૌશલ્યોને સમજીએ.
આર્કિટેક્ટને પ્રોજેક્ટની ચર્ચા માટે યોજવામાં આવતી તમામ બેઠકોમાં સામેલ કરવા પડે છે. આ ચર્ચાઓમાં ક્લાયેન્ટની પ્રારંભિક જરૂરિયાતને સમજવાનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટની અપેક્ષાઓની એક નોંધ કાળજીપૂર્વક તૈયાર કરવી પડે છે. ક્લાયેન્ટની જરૂરિયાતો પર આધાર રાખીને બજેટ તૈયાર કરવામાં આવે છે. આર્કિટેક્ટ સાથે કરવામાં આવતી અન્ય ચર્ચાઓમાં સામેલ છેઃ
a. સાઇટની મર્યાદાઓ અને ક્ષમતાઓ
b. નાણાકીય બજેટ અને લક્ષ્યાંકો પર ચર્ચા કરવી
c. જરૂરિયાત પર આધાર રાખીને સાઇટ કે બિલ્ડિંગના અલગ-અલગ વિકલ્પો
d. આયોજિત અને તૈયાર કરવામાં આવેલી પ્રક્રિયાઓને સંચારને સરળ બનાવવા માટે અનુરૂપ બનાવવામાં આવે છે
આર્કિટેક્ટની સૌથી મોટી ભૂમિકા બાંધકામના પ્રોજેક્ટ માટે ડીઝાઇન તૈયાર કરવાની છે. તેઓ ઘર, ઑફિસો, શોપિંગ મૉલ અને બીજી ઘણી બધી ઇમારતોની ડીઝાઇન તૈયાર કરવાની કુશળતા ધરાવે છે. તેઓ ક્લાયેન્ટે પરિકલ્પેલી ડીઝાઇનો પણ તૈયાર કરતાં હોય છે. દોરવામાં આવેલી આ તમામ ડીઝાઇન્સ બાંધકામ જે વિસ્તારમાં થઈ રહ્યું હોય તેના પર આધાર રાખીને બાંધકામના વિવિધ કાયદાઓની જરૂરિયાતો અને આવશ્યકતાઓને પૂરી કરતી હોવી જોઈએ. આ પ્રકારના નિયમોમાં આગ લાગવા સંબંધિત વિનિયમો, બિલ્ડિંગના કાયદા, બિલ્ડિંગની શૈલીઓ, બાંધકામના સ્થળ અને પિન કૉડ્સના માળખાં વગેરેનો સમાવેશ થાય છે.
ખર્ચનો અંદાજ કાઢવો એ આર્કિટેક્ટની વધુ એક મહત્વની ભૂમિકા છે. ડીઝાઇન પર કામ કરતી વખતે અને કામના વિવિધ તબક્કાઓને સમજતી વખતે આર્કિટેક્ટ પ્રોજેક્ટનું બજેટ તૈયાર કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો ક્લાયેન્ટને બજેટ તૈયાર કરવામાં ખાસ રસ ના હોય તેવા કિસ્સામાં આર્કિટેક્ટ તેમને પહેલેથી જ ચેતવી શકે છે.
આર્કિટેક્ટ બાંધકામની વિવિધ પ્રવૃત્તિઓ માટે કોન્ટ્રાક્ટરોને પસંદ કરી કે છે. ટેન્ડર પ્રાપ્ત કર્યા પછી આર્કિટેક્ટ ટેન્ડરનો વિશ્લેષણ રીપોર્ટ તૈયાર કરે છે. આર્કિટેક્ટ જે પ્રકારના કામમાં સંકળાયેલા હોય છે, તેનો આધાર કોન્ટ્રાક્ટના કરાર પર રહેલો હોય છે. ક્લાયેન્ટ સાથે થયેલો કોન્ટ્રાક્ટ આર્કિટેક્ટે કઈ કામગીરી પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે, તે નક્કી કરે છે. આર્કિટેક્ટની ભૂમિકાઓમાં પૂરાં થયેલા કામ સંબંધિત ચૂકવણીઓ થઈ ગઈ છે કે નહીં તે ચકાસવા માટે મહિનાના અંતે ઇન્વોઇસિસને ચેક કરવાનો પણ સમાવેશ થાય છે.
આર્કિટેક્ટે અન્ય બિલ્ડિંગ પ્રોફેશનલો અને કોન્ટ્રાક્ટરો સાથે ભેગા મળીને કામ કરવાનું હોય છે. આથી, સાઇટ પર કામ કરે તેવા કોન્ટ્રાક્ટરોને પસંદ કરવા એ આર્કિટેક્ટ માટે શ્રેષ્ઠ છે. આર્કિટેક્ટ ચોક્કસ કામ માટેના યોગ્ય નિષ્ણાતોને પસંદ કરતાં હોવાથી ક્લાયેન્ટ માટે તે સરળ થઈ જાય છે.
આર્કિટેક્ટ તેઓ જેમની સાથે કામ કરવા માંગે છે, તેવા યોગ્ય લોકોને પસંદ કરી લે તે પછી ડીઝાઇનનું અર્થઘટન કરીને, કામની પ્રગતિ પર નજર રાખીને અને ડીઝાઇનનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, તેની ખાતરી કરીને કાર્યકારી સંબંધ જાળવવો એ મહત્વપૂર્ણ છે. આર્કિટેક્ટની ભૂમિકામાં પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, એન્જિનીયરો અને તેમને યોગ્ય કામ કરવા માટે સક્ષમ બનાવે તેવા અન્ય નિષ્ણાતોની સાથે ભેગા મળીને કામ કરવાનો સમાવેશ થાય છે.
આર્કિટેક્ટનું કામ બિલ્ડિંગની ફક્ત એકના એક જેવી ડીઝાઇન તૈયાર કરવા પૂરતું મર્યાદિત નથી. તેમણે પ્રોજેક્ટની સુંદરતા અને સારા દેખાવની પણ ખાતરી કરવાની હોય છે. કેટલાક બિલ્ડિંગ કેટલાક ચોક્કસ આકાર જેવા જ દેખાય તે માટે બનાવવામાં આવતા હોય છે અને આર્કિટેક્ટ સૌનું ધ્યાન ખેંચે તેવી નવી ડીઝાઇન સૂચવે છે.
આર્કિટેક્ટે ક્લાયેન્ટ્સ વતી કામ કરવાનું હોય છે તથા રાજ્ય સરકાર અને જ્યાં બાંધકામ ચાલી રહ્યું છે, ત્યાંની સ્થાનિક સત્તાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવાની હોય છે. તેમણે મંજૂરી મેળવવા માટે સરકાર સમક્ષ ડીઝાઇનની બ્લ્યુપ્રિન્ટ રજૂ કરવી પડે છે.
અન્ય કોઈ પણ બાબતથી વિશેષ આર્કિટેક્ટ પ્રોજેક્ટના એકંદર બાંધકામમાં દેખરેખ રાખવાની ભૂમિકા પણ ભજવે છે. આ તેમની ડીઝાઇન હોવાથી તેમને ખરેખર શું જોઇએ છે, શું સમસ્યાઓ આવી શકે છે અને જો આવી કોઈ સમસ્યાઓ આવે તો તેને કેવી રીતે ઉકેલવી તેને તેઓ જાણતા હોય છે.
વિવિધ કામગીરીઓ સંભાળવાની સાથે-સાથે બિલ્ડિંગની ડીઝાઇન તૈયાર કરવા માટે આર્કિટેક્ટમાં સર્જનાત્મકતા અને ટેકનિકલ કૌશલ્યોનું સંયોજન હોય છે. તેમની જવાબદારીઓમાં સુમેળભરી જગ્યાઓની પરિકલ્પના કરવી, પ્રોજેક્ટ પર નજર રાખવી, માળખાંની સ્થિરતાની ખાતરી કરવી અને નિયમોનું પાલન કરવાનો સમાવેશ થાય છે. ડીઝાઇન તૈયાર કરવાની ક્ષમતા ઉપરાંત આર્કિટેક્ટ પાસે સમસ્યા ઉકેલવાની, સંચાર કરવાની અને નેતૃત્વના કૌશલ્યો દાખવવાની ક્ષમતાઓ હોવી જરૂરી છે. તેઓ કલાત્મક વિઝનનું વ્યવહારિકતાની સાથે સંતુલન સાધીને, સપનાઓને કાર્યાત્મક જગ્યાઓમાં પરિવર્તિત કરીને તથા કલાત્મકતા, નવીનીકરણ અને ટેકનિકલ કુશળતાનું મિશ્રણ દર્શાવીને જટિલતાઓને મેનેજ કરે છે.
આર્કિટેક્ટની ભૂમિકામાં વિવિધ પ્રકારની જવાબદારીઓનો સમાવેશ થાય છે, જે કલાત્મકતા, ટેકનિકલ કુશળતા અને સામાજિક ચેતનાનું મિશ્રણ હોય છે. તેમનું યોગદાન ક્ષિતિજને આકાર આપે છે, શહેરી વિસ્તારોને પરિભાષિત કરે છે તથા પ્રેરિત કરે તેવા માહોલની રચના કરે છે અને આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેની પર અમીટ છાપ છોડે છે. આર્કિટેક્ટની ભૂમિકા બહુમુખી હોય છે અને ઘરના બાંધકામમાં એન્જિનીયરો અને આર્કિટેક્ટના મહત્વ પરના આ ટૂંકા વીડિયો મારફતે તેને વિગતવાર સમજી શકાય છે.