Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
કૉંક્રીટમાં સેગ્રીગેશન એ તાજા મિક્સ કરેલા કૉંક્રીટમાં રહેલી ઘટક સામગ્રીને અલગ પડી જવાને સંદર્ભિત કરે છે. જ્યારે વધારે ભારે એગ્રીગેટ્સ ગુરુત્વાકર્ષણને કારણે નીચે બેસી જાય છે, ત્યારે આ પરિસ્થિતિ પેદા થાય છે, જેના કારણે વજનમાં હલકા સીમેન્ટ અને પાણીનું મિશ્રણ ટોચ પર રહી જાય છે. જ્યારે કૉંક્રીટનું મિશ્રણ યોગ્ય રીતે ના થયું હોય કે પાણી અને સીમેન્ટનો ગુણોત્તર વધારે હોય ત્યારે સેગ્રીગેશન થાય છે, જેના કારણે અન્ય હિસ્સાઓની સરખામણીએ કેટલાક હિસ્સાઓમાં વધારે સીમેન્ટ અથવા પાણી જમા થઈ જાય છે.
કૉંક્રીટમાં સર્જાઈ શકે તેવા સેગ્રીગેશનના બે પ્રાથમિક પ્રકારો છેઃ
જ્યારે કૉંક્રીટના મિશ્રણમાં રહેલા વધારે ભારે એગ્રીગેટ્સ નીચે બેસી જાય અને સીમેન્ટ અને પાણીના મિશ્રણથી અલગ પડી જાય ત્યારે આ સ્થિતિ સર્જાય છે, જેના કારણે મિશ્રણ એકરૂપ રહેતું નથી. આ પ્રકારનું સેપરેશન પરિવહન દરમિયાન અથવા તો કૉંક્રીટને નાંખતી વખતે પણ શઈ શકે છે.
મિશ્રણના અસમાન વિતરણને કારણે પાણી અને સીમેન્ટ જ્યારે અલગ પડી જાય છે, ત્યારે આ પ્રકારનું સેગ્રીગેશન થાય છે. અયોગ્ય મિશ્રણો, મિશ્રણ માટેનો અપૂરતો સમય અથવા તો પાણી અને સીમેન્ટના અયોગ્ય ગુણોત્તરને કારણે પણ આમ થઈ શકે છે.
આ બંને પ્રકારના સેગ્રીગેશન નોંધપાત્ર સમસ્યાઓ પેદા કરી શકે છે, જેમ કે, ખાલી જગ્યાઓની રચના થવી, કૉંક્રીટ નબળો પડી જવો અને માળખાંનું ટકાઉપણું ઘટી જવું. યોગ્ય રીતે હેન્ડલિંગ, પરિવહન અને કૉંક્રીટના મિશ્રણને યોગ્ય રીતે પાથરવાથી આ પ્રકારે થતાં સેગ્રીગેશનને નિવારવામાં મદદ મળી રહે છે.
કૉંક્રીટમાં સેગ્રીગેશનને પ્રભાવિત કરનારા ઘણાં બધાં કારણો અને પરિબળો છે.
જો કૉંક્રીટના મિશ્રણમાં તેની ઘટક સામગ્રીનું પ્રમાણ એકસમાન ના હોય તો, તેના કારણે સેગ્રીગેશન થઈ શકે છે. પાણી અને સીમેન્ટના ઊંચા ગુણોત્તરને કારણે એગ્રીગેટ્સ તળિયે બેસી જાય છે, પાણીના વધારે પડતાં વજનને કારણે આમ થાય છે.
જો કૉંક્રીટને યોગ્ય રીતે મિશ્રિત કરવામાં ના આવ્યો હોય તો આ મિશ્રણના કેટલાક ભાગોમાં કેટલીક સામગ્રી વધારે અથવા તો ઓછી માત્રામાં રહી જશે, જેના કારણે આખરે સેગ્રીગેશન થશે.
કૉંક્રીટના મિશ્રણને અયોગ્ય રીતે હેન્ડલ કરવાને કારણે પણ સેગ્રીગેશન થઈ શકે છે. જો તમે કૉંક્રીટને હાથથી મિશ્રિત કરશો તો મિશ્રણની આ પ્રક્રિયામાં વિસંગતતાઓ રહી જશે, જે સેગ્રીગેશન થવા તરફ દોરી જશે.
કૉંક્રીટનું પરિવહન એ કૉંક્રીટનું સેગ્રીગેશન કરવામાં મોટું યોગદાન આપે છે. કૉંક્રીટને કેવી રીતે પાથરવામાં આવે છે, તે એક મહત્વપૂર્ણ બાબત છે. જો કૉંક્રીટને ઊંચાઇએથી રેડવામાં આવે કે તેને લાંબા અંતરે લઈ જવામાં આવે તો, તેના કારણે ભારે એગ્રીગેટ્સ તળિયે બેસી જશે અને બાકીના મિશ્રણથી તે અલગ પડી જશે.
સામાન્ય રીતે કૉંક્રીટમાંથી હવાની પરપોટીઓને દૂર કરવા માટે વાઇબ્રેશનનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ વધારે પડતું વાઇબ્રેશન કરવાથી એગ્રીગેટ્સ તળિયે બેસી જાય છે અને બાકીના મિશ્રણથી અલગ પડી જાય છે, જેના કારણે સેગ્રીગેશન થાય છે.
કૉંક્રીટમાં સેગ્રીગેશનના ઘણાં બધાં પ્રભાવો પડી શકે છે, જેમાં સમાવિષ્ટ છેઃ
જ્યારે કૉંક્રીટનું મિશ્રણ અલગ પડી જાય છે, ત્યારે તેના કારણે ખાલી જગ્યાઓનું નિર્માણ થાય છે, જે કૉંક્રીટની ભેદ્યતાને વધારી શકે છે. તેના કારણે કૉંક્રીટમાં પાણી પ્રવેશવાની શક્યતા વધી જાય છે, જે રીએન્ફોર્સમેન્ટના ખવાણ અને સીમેન્ટના કાર્બોનાઇઝેશન તરફ દોરી જઈ શકે છે.
સેગ્રીગેશનને કારણે કૉંક્રીટમાં તિરાડોની રચના પણ થઈ શકે છે, જેના કારણે માળખાંનું ટકાઉપણું અને આવરદા નોંધપાત્ર રીતે ઘટી જઈ શકે છે. આ પ્રકારની તિરાડો એગ્રીગેટ્સના અસમાન વિતરણને કારણે પડી શકે છે તથા તેના પરિણામે માળખું નબળું અને ઓછું ટકાઉ બની જઈ શકે છે.
સેગ્રીગેશનને કારણે કૉંક્રીટમાં નબળા ભાગોની પણ રચના થઈ શકે છે, જેના પરિણામે માળખાંની એકંદર મજબૂતાઈ ઘટી જાય છે. જે ભાગોમાં એગ્રીગેટ્સ જમા થઈ ગયાં હોય તે ભાગમાં સીમેન્ટ અને પાણીનું સંકેન્દ્રણ વધારે હોઈ શકે છે, જેના પરિણામે કૉંક્રીટનું મિશ્રણ નબળું પડી જાય છે. તેના પરિણામે માળખાંની ભાર ઊંચકવાની ક્ષમતા પણ ઘટી જઈ શકે છે.
એકંદરે, સેગ્રીગેશન કૉંક્રીટની માળખાગત અખંડિતતા માટે ગંભીર પરિણામો પેદા કરી શકે છે, જેના કારણે મિશ્રણ, પરિવહન અને કૉંક્રીટના મિશ્રણને પાથરતી વખતે સેગ્રીગેશનને નિવારવું જરૂરી બની જાય છે.
કૉંક્રીટમાં સેગ્રીગેશનને નિવારવાના કેટલાક ઉપાયો છે. આ સ્ટેપ્સનું અનુસરણ કરીને કૉંક્રીટમાં સેગ્રીગેશનને નિવારી શકાય છે, જેથી કરીને અંતિમ ઉત્પાદન ઉચ્ચ ગુણવત્તા, ટકાઉ અને લાંબા સમય સુધી ટકે એવું નિર્માણ પામે તેવી ખાતરી કરી શકાય.
એગ્રીગેટ્સ, સીમેન્ટ, પાણી અને અન્ય મિશ્રણોનું પ્રમાણ સચોટ અને એકસમાન હોવું જોઇએ. પાણી-સીમેન્ટનો ગુણોત્તર મિશ્રિત કરવામાં આવી રહેલા કૉંક્રીટના પ્રકાર માટે યોગ્ય હોવો જોઇએ.
તમામ ઘટકોનું વિતરણ એકસમાન રીતે થાય તેની ખાતરી કરવા માટે કૉંક્રીટનું મિશ્રણ યોગ્ય રીતે કરવું જોઇએ. તેના માટે મિશ્રણનો યોગ્ય સમય અને યોગ્ય ઉપકરણોનો ઉપયોગ કરવો જોઇએ.
સેગ્રીગેશનને નિવારવા માટે પરિવહન અને પ્લેસમેન્ટ દરમિયાન કૉંક્રીટને કાળજીપૂર્વક હેન્ડલ કરવો જોઇએ. ઉપકરણોને યોગ્ય રીતે હેન્ડલ કરવાથી અને હાથથી મિશ્રણ નહીં કરવાથી સેગ્રીગેશનને નિવારી શકાય છે.
વાઇબ્રેશન એ કૉંક્રીટને પાથરવામાં એક મહત્વનું સ્ટેપ છે અને તે કૉંક્રીટને મજબૂત બનાવવામાં અને તેમાં ભરાઈ ગયેલી હવાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સમગ્ર ફૉર્મવર્કમાં કૉંક્રીટ એકસમાન રીતે વિતરિત થઈ જાય તેની ખાતરી કરીને યોગ્ય રીતે કરવામાં આવેલું વાઇબ્રેશન પણ સેગ્રીગેશનને નિવારવામાં મદદરૂપ થઈ શકે છે.
સેગ્રીગેશન માટે જવાબદાર ખાલી જગ્યાઓનું નિર્માણ ના થાય તે માટે કૉંક્રીટને કાળજીપૂર્વક રીતે રેડવો જોઇએ. કૉંક્રીટને લેયરોમાં પાથરવો જોઇએ અને આવા પ્રત્યેક લેયરને યોગ્ય રીતે કૉમ્પેક્ટ કરવું જોઇએ.
માળખાં અને આંતરમાળખાંની ગુણવત્તા, ટકાઉપણું અને સુરક્ષાની ખાતરી કરવી એ કૉંક્રીટમાં સેગ્રીગેશનને નિવારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સેગ્રીગેશનને કારણે એગ્રીગેટ્સનું એકસમાન રીતે વિતરણ થઈ શકતું નથી અને તેના પરિણામે ઘણાં ભાગો નબળા પડી જાય છે, તિરાડો પડી જાય છે અને માળખાંની ભાર ઊંચકવાની ક્ષમતા ઘટી જાય છે, જેના પરિણામે આખરે માળખું ધ્વસ્ત થવાની શક્યતાઓ વધી જાય છે. આથી વિશેષ, તેની ભેદ્યતા વધી જાય છે, જેના કારણે કૉંક્રીટ ખવાણ, કાર્બોનેશન અને નુકસાનના અન્ય સ્વરૂપો પ્રત્યે સંવેદનશીલ બની જાય છે. કૉંક્રીટમાં સેગ્રીગેશનને નિવારવા માટે નિર્મિત પર્યાવરણની સુરક્ષા અને ટકાઉપણાંની ખાતરી કરી યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.