વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



સ્કર્ટિંગ ટાઇલ્સ શું છે અને આપણને શા માટે તેની જરૂર પડે છે

ઇન્ટિરિઅર ડિઝાઇન અને ઘરની સુધારણામાં સ્કર્ટિંગ ટાઇલ્સના હેતુ અને લાભ અંગે જાણો.

Share:


સ્કર્ટિંગ ટાઇલ્સ એ આપણાં રૂમમાં માત્ર એક સૌંદર્યલક્ષી ઉમેરો જ નથી પણ તે મહત્વપૂર્ણ રક્ષણાત્મક ભૂમિકા પણ પૂરી પાડે છે. લાક્ષણિકપણે ઇન્ટિરિઅરની દિવાલના પાયા પર મૂકવામાં આવે છે, તેવી આ ટાઇલ્સ દિવાલની સપાટી અને માળ વચ્ચેના ટ્રાન્ઝિશન માં જરૂરી છે. તે દિવાલોના ઊખડી જવાના અને પાણીથી થતાં નુકસાન સામે સુરક્ષિત કરવામાં મદદ કરે છે જે લૂછવાના (મોપિંગ) અથવા સામાન્ય ઘસારાથી થઈ શકે છે. આ બ્લૉગમાં, આપણે સ્કર્ટિંગ ટાઇલ્સના વિવિધ પ્રકારો, તેના લાભ અને શા માટે તેને તમારા ઘર અથવા ઑફિસની જગ્યામાં સમાવિષ્ટ કરવાથી કાર્યક્ષમતા અને સ્ટાઇલ બંનેમાં વધારો થઈ શકે છે તે વિશે જાણીશું. ભલે તમે રિનોવેશન કરી રહ્યા હોવ અથવા શરૂઆતથી નવું બનાવી રહ્યા હોવ, સ્કર્ટિંગ ટાઇલ્સની ભૂમિકાને સમજવાથી તમારી ડિઝાઇન અને જાળવણીના સાધનોમાં કાર્યક્ષમ ઉમેરો કરી શકશો.

 

 


સ્કર્ટિંગ ટાઇલ્સ શું છે?

સ્કર્ટિંગ ટાઇલ્સ એ એક વિશિષ્ટ પ્રકારની ટાઇલ છે જે ફ્લોર અને દિવાલ જ્યાં મળે છે તે આંતરછેદ પર ઇન્સ્ટોલેશન માટે ડિઝાઇન કરવામાં આવે છે. તે રહેણાંક અને કમર્શિયલ જગ્યાઓમાં આવશ્યક સુશોભન અને કાર્યાત્મક તત્વ તરીકે કાર્ય કરે છે. આ ટાઇલ્સ ખામીરહિત ટ્રાન્ઝિશન પ્રદાન કરે છે જે માત્ર રૂમની સૌંદર્યલક્ષી અપીલને જ નહીં પરંતુ લોકોની અવરજવર, ફર્નિચરની હિલચાલ અને સફાઈ પ્રક્રિયાઓને કારણે થતા ઘસારા સામે રક્ષણ પણ આપે છે. દિવાલોને ભેજ અને ભૌતિક નુકસાનથી બચાવવામાં તેમના વ્યવહારિક ઉપયોગ ઉપરાંત, સ્કર્ટિંગ ટાઇલ્સ દિવાલ અને ફ્લોર વચ્ચે અસ્તિત્વમાં હોઈ શકે તેવી અસમાન કિનારીઓ અને ગાબડાઓને પણ આવરી લે છે, જે પોલિશ્ડ અને રિફાઈન્ડ દેખાવ પ્રદાન કરે છે.


વિવિધ સ્કર્ટિંગ ટાઇલ્સ ડિઝાઇન

 

સ્ટાઇલ 1: સિરામિક સ્કર્ટિંગ ટાઇલ્સ



સિરામિક સ્કર્ટિંગ ટાઇલ્સ તેમના ટકાઉપણાં અને રંગો અને પેટર્નની વિશાળ શ્રેણી માટે લોકપ્રિય છે. રસોડા અને બાથરૂમ માટે આદર્શ, તે સફાઇ અને જાળવણીમાં સરળ છે, જે તેને ભેજની સંભાવનાવાળા વિસ્તારો માટે વ્યવહારુ પસંદગી બનાવે છે.

 

સ્ટાઇલ 2: લાકડાના ફિનિશ સાથેની સ્કર્ટિંગ ટાઇલ્સ



લાકડાની ફિનિશ ટાઇલ્સ, ટાઇલ્સના ટકાઉપણાં સાથે લાકડાનો હૂંફાળો દેખાવ પણ બહાર લાવે છે. તે લિવિંગ રૂમ અને બેડરૂમ માટે એક પરિપૂર્ણ પસંદગી છે જ્યાં તમે વાસ્તવિક લાકડાની જાળવણીની મુશ્કેલી વિના હૂંફાળો, કુદરતી દેખાવ ઉમેરવા માંગો છો.

 

સ્ટાઇલ 3: માર્બલ ફિનિશ સ્કર્ટિંગ ટાઇલ્સ



જેઓ દેખાવમાં ભવ્યતા શોધી રહ્યા હોય, તેમના માટે માર્બલ ફિનિશ સ્કર્ટિંગ ટાઇલ્સ તેમની પરિપૂર્ણ પસંદગી બની શકે છે જે અનન્ય પેટર્ન સાથે ગ્લોસી ફિનિશ પ્રદાન કરે છે. આ ટાઇલ્સ પ્રવેશમાર્ગો અને હૉલવે માટે ઉત્તમ છે, જે પ્રવેશદ્વાર પર પ્રભાવશાળી અસર નિર્માણ કરે છે.

 

સ્ટાઇલ 4: મેટાલિક ફિનિશ સ્કર્ટિંગ ટાઇલ્સ

મેટાલિક ફિનિશ ટાઇલ્સ આધુનિક અને આકર્ષક દેખાવ પ્રદાન કરે છે, જે સમકાલીન જગ્યાઓ માટે આદર્શ છે. આ એક આધુનિક ટાઇલ સ્કર્ટિંગ આઇડિયા છે જે ન્યૂનતમવાદી ડિઝાઇનમાં એક્સેન્ટ ડિટેઇલ તરીકે કાર્ય કરી શકે છે, અને ભવ્યતાની સાથોસાથ આકર્ષક દેખાવ પ્રદાન કરે છે.


સ્કર્ટિંગ ટાઇલ્સનો ઉપયોગ ઘરમાં ક્યાં કરવો



સ્કર્ટિંગ ટાઇલ્સનો ઉપયોગ ઘરના વિવિધ વિસ્તારોમાં કરી શકાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

 

1. બાથરૂમ: સ્કર્ટિંગ ટાઇલ્સ બાથરૂમ માટે આદર્શ છે, કારણ કે તે પાણી પ્રતિરોધક છે અને સાફ કરવામાં સરળ છે.

2. રસોડા (કિચન): રસોડામાં સ્કર્ટિંગ ટાઇલ્સ દિવાલોને છાંટાઓ અને પ્રવાહીના ઢોળાવા સામે સુરક્ષિત કરે છે, જે તેને વ્યવહારુ પસંદગી બનાવે છે. દિવાલને ઢાંકવા માટે તે વિવિધ ટાઇલ સ્કર્ટિંગ હાઇટ્સ પર ઉપયોગમાં લઈ શકાય છે.

3. હૉલવે અને લોકોની ઊંચી અવરજવર સાથેના વિસ્તારો: સિરામિક અથવા પોર્સેલેઇન સ્કર્ટિંગ ટાઇલ્સ ટકાઉ હોય છે અને હૉલવે જેવા લોકોની ઊંચી અવરજવર સાથેના વિસ્તારો માટે યોગ્ય હોય છે.

4. લિવિંગ રૂમ અને બેડરૂમ: સ્કર્ટિંગ ટાઇલ્સ લિવિંગ રૂમ અને બેડરૂમના એકંદર સૌંદર્યમાં વધારો કરી શકે છે, અને એક સુસંગત દેખાવ પ્રદાન કરી શકે છે.


સ્કર્ટિંગ બોર્ડ માટે વિવિધ રંગોને તપાસવા



સ્કર્ટિંગ ટાઇલ્સ ડિઝાઇન માટે યોગ્ય રંગ પસંદ કરવાથી રૂમના મૂડ અને દેખાવને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકાય છે.

 

1. તટસ્થ ટોન: સફેદ, આછો ભૂરો રંગ (બેજ), અને રાખોડી એ કાલાતીત પસંદગીઓ છે જે જગ્યાને વિશાળ અને તેજસ્વી બનાવવામાં મદદ કરી શકે છે. તે રંગો વર્સેટિલિટી પ્રદાન કરે છે અને દિવાલના રંગોની વિશાળ શ્રેણીને સરળતાથી કોમ્પલિમેન્ટ કરી શકે છે.

 

2. બોલ્ડ શેડ્સ: કાળી અથવા વાઇબ્રન્ટ રંગીન સ્કર્ટિંગ ટાઇલ્સ ખાસ કરીને આધુનિક અથવા ન્યૂનતમવાદી જગ્યાઓમાં, આકર્ષક કોન્ટ્રાસ્ટનું નિર્માણ કરી શકે છે. આ પસંદગી રૂમની ડિઝાઇનને હાઇલાઇટ કરીને જગ્યાને વ્યક્તિત્વ સાથે સુસંગત બનાવે છે.

 

3. દિવાલના રંગ સાથે મેળ: ખામીરહિત અને સુસંગત દેખાવ માટે, દિવાલોની જેમ સમાન રંગમાં સ્કર્ટિંગ ટાઇલ્સનો ઉપયોગ રૂમને ઊંચાઈની દૃષ્ટિએ વિસ્તૃત દેખાવ પ્રદાન કરી શકે છે, જેનાથી તે વધુ જગ્યા ધરાવતી અને ભવ્ય દેખાય છે.

 

4. પૂરક રંગો: દિવાલો કરતાં હળવા અથવા ઘાટા શેડવાળી સ્કર્ટિંગ ટાઇલ્સ પસંદ કરવાથી જગ્યાને બારીકાઈથી વ્યાખ્યાયિત કરી શકાય છે અને રૂમના સૌંદર્યમાં વધુ ઊંડાણ ઉમેરી શકાય છે.



 

સ્કર્ટિંગ ટાઇલ્સ એ જગ્યાની કાર્યક્ષમતા અને સૌંદર્યલક્ષી આકર્ષણ બંનેમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. વિવિધ ડિઝાઇન અને રંગોમાં ઉપલબ્ધ હોવા સાથે, તે દિવાલોને સુરક્ષિત કરવા અને કોઈપણ રૂમની સજાવટને ફિનિશ આપવા માટે એક આદર્શ ઉકેલ પૂરો પાડે છે.




સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....