Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
ભેજ સીમેન્ટની ગુણવત્તાને ખૂબ જ પ્રભાવિત કરે છે. સીમેન્ટને જમીન અને પર્યાવરણમાંથી લાગતા ભેજથી સુરક્ષિત રાખવો જોઇએ. ભેજને અવશોષાતો અટકાવવા માટે સીમેન્ટને ભેજથી સુરક્ષિત હોય તેવા ઊંચાઈવાળા વિસ્તારમાં સંગ્રહિત કરો. સીમેન્ટની થેલીને 700-ગેજની પૉલિથીનની શીટ્સથી ઢાંકી દો, ખાસ કરીને ચોમાસા દરમિયાન. સીમેન્ટ વાતાવરણના સંપર્કમાં શક્ય એટલો ઓછો આવે તે માટે સીમેન્ટના સંગ્રહ માટે હવાચુસ્ત થેલીઓનો ઉપયોગ કરવો જોઇએ. સંગ્રહ કરવા માટેની જગ્યા કે વખાર આસપાસના વિસ્તારથી ઊંચા હોવા જોઇએ, જેથી કરીને જો આસપાસ પાણી ભરાઈ જાય તો તે અંદર પ્રવેશી શકે નહીં. હંમેશા સીમેન્ટને લાકડાંનાં પાટિયા પર કે જમીનથી 150-200 મિમી ઊંચા પ્લેટફૉર્મ પર મૂકો.
સીમેન્ટની થેલીઓની ગોઠવણ સરળતાથી થપ્પીઓ લગાવી શકાય અને તેને તેમાંથી કાઢી શકાય એ મુજબની અનુકૂળ હોવી જોઇએ. સીમેન્ટની થેલીઓની થપ્પીઓ એ રીતે લગાવવી જોઇએ કે, બે થપ્પીઓની વચ્ચે આવવા-જવા માટે ઓછામાં ઓછી 600 મિમીની જગ્યા રહે. આ ઉપરાંત, સીમેન્ટની થેલીઓને એકબીજાથી નજીક રાખો, જેથી હવાની અવરજવરને શક્ય એટલી ઘટાડી શકાય. તેની થપ્પીની ઊંચાઈ મહત્તમ 10 બેગ જેટલી જ રાખો, જેથી તેમાં ભાર તળે દબાઈ જવાને કારણે ગઠ્ઠા ના પડી જાય. સાઇટ પર સીમેન્ટની થેલીઓનો સંગ્રહ એ રીતે કરવો જોઇએ કે, થપ્પીઓની પહોળાઈ લંબાઈમાં ચાર થેલીઓ કે 3 મીટરથી વધી જાય નહીં. થેલીઓને પલટી જતી રોકવા માટે 8 થેલીથી વધારે થેલીઓની થપ્પીને એકબીજા સાથે બાંધી દેવી જોઇએ તથા તેને લંબાઈ મુજબ અને ક્રોસ મુજબ વૈકલ્પિક રીતે ગોઠવવી જોઇએ.
સીમેન્ટની થેલીઓને નીચે પડી જતાં કે છેડાંના ભાગેથી ઊંચી થઈ જતી ટાળો. સીમેન્ટની થેલીને છુટી પડી જતાં કે વચ્ચેથી ઝુલી જતાં અટકાવવા તેને નીચેથી સપોર્ટ પૂરો પાડો. તેને છુટી પડી જતી અટકાવવા માટે તેને ઊંચકતા પહેલાં તેમાં રહેલી સામગ્રી થોડી ઢીલી પડી જાય તે માટે તેને ગબડાવો. તેને નીચે મૂકતી વખતે થેલીની પહોળી બાજુને નીચેની તરફ રાખવી જોઇએ.
સીમેન્ટની થેલીને ઊંચકવા કે તેને થપ્પી કરીને મૂકવા માટે ક્યારેય હૂકનો ઉપયોગ કરવો જોઇએ નહીં, આમ કરવાથી સીમેન્ટની ગુણવત્તા જોખમાય છે. હૂકને કારણે સીમેન્ટની થેલી કાણી થઈ જઈ શકે છે અથવા તો ફાટી જઈ શકે છે, જેના કારણે તેમાં ધૂળ અને ભેજ ઘૂસી શકે છે, જેના લીધે સીમેન્ટની ગુણવત્તા ઘટી શકે છે. તમારા રોકાણને સુરક્ષિત બનાવવા અને તમારી સામગ્રીની અખંડિતતાને જાળવવા ફોર્કલિફ્ટ, પેલેટ જેક્સ કે લિફ્ટિંગ સ્ટ્રેપ્સ જેવા આ જ હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવતાં સીમેન્ટ હેન્ડલિંગ ટૂલનો ઉપયોગ કરો. આ ટૂલ્સ ખૂબ જ સલામત છે અને તેનાથી સીમેન્ટની થેલીને કોઈ નુકસાન પહોંચતું નથી, જે તમારી સીમેન્ટ શ્રેષ્ઠ સ્થિતિમાં જળવાઈ રહે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે બાંધકામ માટે ઉપયોગમાં લેવા તૈયાર મળે, તેની ખાતરી કરશે.
સીમેન્ટની ગુણવત્તાને પ્રભાવિત કરી શકે તેવા કોઈ સંભવિત દૂષણને અટકાવવા માટે અલગ-અલગ પ્રકારના સીમેન્ટનો સંગ્રહ અલગ-અલગ કરવામાં આવે અને અન્ય કોઈ સામગ્રીની સાથે કરવામાં ના આવે તે જરૂરી છે. સીમેન્ટનો સંગ્રહ તેના માટેના અલાયદા વિસ્તારમાં થવો જોઇએ, ખાતર જેવા અન્ય ઉત્પાદનોથી અલગ, જેથી તમારા સીમેન્ટની અખંડિતતા જળવાઈ રહે તેની ખાતરી થઈ શકે.
સીમેન્ટની થેલીઓનો ઉપયોગ કરવામાં ફર્સ્ટ-ઇન, ફર્સ્ટ-આઉટ સિસ્ટમનો અમલ કરો. સૌથી જૂની થેલીનો ઉપયોગ સૌથી પહેલાં કરવો જોઇએ. સીમેન્ટની થેલીની પ્રત્યેક થપ્પી પર તે પ્રાપ્ત થયાંની તારીખ દર્શાવતું લેબલ લગાવેલું હોય છે, જે સીમેન્ટ કેટલો જૂનો છે, તે નક્કી કરવામાં મદદરૂપ થાય છે. વખારમાં સીમેન્ટનો સંગ્રહ કરવાનું આયોજન કરો ત્યારે તેની થેલીઓની ગોઠવણ એ રીતે કરો કે તે જે ક્રમમાં પ્રાપ્ત થઈ હોય તે મુજબ તેને બહાર કાઢવાનું સરળ બની જાય.
બાકી બચેલા સીમેન્ટનો સંગ્રહ અડધી ખાલી બેગમાં કરવો જોઇએ અને પહેલા તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. જો તમારી પાસે કોઈ સીમેન્ટ બાકી બચ્યો હોય તો, તેને ભરવા માટે હેવી-ડ્યુટી પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરો. આવી થેલીનું મોં ડક્ટ ટેપ કે દોરી વડે સીલબંધ કરી દેવું જોઇએ, જેથી તેમાં કોઈ છિદ્ર રહે નહીં.
ભેજ, સીધા સૂર્યપ્રકાશ, વરસાદ, બગાડ વગેરેથી સીમેન્ટનું રક્ષણ કરવા માટે સીમેન્ટની થેલીઓનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સીમેન્ટનો ઉપયોગ માળખાંની આવરદા માટે જરૂરી એવા કૉંક્રીટ, મોર્ટાર વગેરેને તૈયાર કરવા માટે થાય છે. આથી, સીમેન્ટની ગુણવત્તા જાળવી રાખવા માટે સીમેન્ટનો સંગ્રહ યોગ્ય રીતે કેવી રીતે કરવો તે શીખવું મહત્વનું છે. સીમેન્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા માળખાંની આવરદા વધારનારા આવા સીમેન્ટની સારી ગુણવત્તા જાળવવાની ખાતરી કરવા સીમેન્ટનો સંગ્રહ કરવા માટે ઉપર જણાવેલા સ્ટેપ્સનું પાલન કરો.