વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



ઈંટના બોન્ડ ના 11 પ્રકાર: તમારા પ્રોજેક્ટ માટે પરફેક્ટ પેટર્ન પસંદ કરવી

આ બ્લૉગ બાંધકામમાં ઈંટનું બોન્ડિંગ, ઈંટના બોન્ડના પ્રકારોની વિગતો, અસરકારક બોન્ડિંગ માટેના નિયમો અને તેના હેતુ, સંબંધિત વિગતો આપે છે, જે મજબૂત કડિયાકામ કાર્ય માટે જરૂરી ઊંડી સમજ પૂરી પાડે છે.

Share:


યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ

 

  • ઈંટનો બોન્ડ એટલે કેવી રીતે ઈંટોની ગોઠવણી કરવામાં આવે છે જેથી દિવાલો, માળ (ફ્લોર) અથવા માર્ગ (પાથ) જેવા બાંધકામ બનાવવામાં આવે છે
 
  • ઈંટના બોન્ડના પ્રકારોમાં નોંધપાત્ર વિવિધતા છે, જે દરેક અનન્ય સ્ટ્રક્ચરલ અને સૌંદર્યલક્ષી લાભ પ્રદાન કરે છે. 
 
  • ઇંગ્લિશ બોન્ડને તેની મજબૂતાઈ માટે પસંદ કરવામાં આવે છે અને તેને બાંધકામ માટેનો સૌથી મજબૂત વિકલ્પ માનવામાં આવે છે
 
  • ભારતમાં ઇંગ્લિશ અને ફ્લેમિશ બોન્ડની લોકપ્રિયતા જેવી ચોક્કસ પસંદગીઓ, ઈંટના બોન્ડના વપરાશમાં પ્રાદેશિક ભિન્નતા દર્શાવે છે
 
  • ઈંટોની ગોઠવણીના બોન્ડ્સનું સૌંદર્યલક્ષી પરિમાણ સ્ટ્રક્ચરના એકંદર દેખાવ અને કથિત કારીગરી પર ખૂબ મોટો પ્રભાવ પાડે છે
 
  • બોન્ડની પસંદગી પ્રોજેક્ટની સ્ટ્રક્ચરલ અખંડિતતા અને તેની ખર્ચ-અસરકારકતા બંને માટે મહત્વપૂર્ણ છે 
 
  • સ્ટેક બોન્ડ, જે એક અલગ જ પેટર્ન પ્રદાન કરે છે, તે તેના ઈંટના ઓવરલેપના અભાવને કારણે તેની નીચી સ્ટ્રક્ચરલ સ્થિરતા માટે નોંધનીય બને છે.


શું તમે ક્યારેય ઈંટની દિવાલોમાં શાનદાર પેટર્ન જોઈ છે? તે વિવિધ પ્રકારના ઈંટના બોન્ડ જેનો તેઓ ઉપયોગ કરે છે તેને કારણે હોય છે! આ પેટર્ન તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે દિવાલ મજબૂત છે અને દેખાવમાં સારી છે. પરંતુ તેના ઘણાં પ્રકારો હોવાને કારણે તે ગૂંચવણભર્યું બની શકે છે. આ માર્ગદર્શિકામાં, અમે ઈંટના બોન્ડના પ્રકારોને સરળ રીતે સમજાવીશું જેથી તમારો આગામી બિલ્ડીંગ પ્રોજેકટ માત્ર મજબૂત જ બને નહીં પણ સુંદર પણ દેખાય.

 

 


ઈંટનું બોન્ડિંગ શું છે?

ઈંટનું બોન્ડિંગ એ એક રીત છે જે રીતે વિવિધ પ્રકારની ઈંટોની ગોઠવણી દિવાલો, ફ્લોર અથવા પાથ જેવા બાંધકામ બનાવવા માટે કરવામાં આવે છે. ઈંટોને તેમની બાજુઓ પર મૂકી શકાય છે, સપાટ મૂકી શકાય છે અથવા હરોળમાં પણ ઊભી કરી શકાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઈંટનો બોન્ડ એ ઈંટો દ્વારા બનાવવામાં આવેલી પેટર્ન છે. આમાં ઘણી બધી પેટર્ન બને છે, અને દરેક અલગ દેખાય છે, તેની રીતે એકસાથે મૂકવામાં આવે છે, અને દિવાલ બનાવતી વખતે તેની પોતાની મજબૂતાઈ હોય છે.

 

 

ઈંટની વિવિધ પેટર્નનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ શું છે?

આ વિવિધ પ્રકારની ઈંટ બોન્ડ પેટર્નના કેટલાક જરૂરી કાર્યો હોય છે:

 

  • તે બિલ્ડિંગ્સને મજબૂત બનાવવા માટે વજનને વિસ્તરીત કરીને વહેંચી નાખે છે
 
  • તે બાંધકામને સ્થિર અને સંતુલિત રાખે છે
 
  • તે સ્ટ્રક્ચર્સને સુંદર દેખાવ આપે છે

 

ઘણી બધી ઈંટની પેટર્ન અસ્તિત્વમાં છે, અને તેમાંથી એક પસંદ કરવાનું તે તમારી જરૂરિયાત શું છે તેના પર આધાર રાખે છે. શું તમને વધારાની મજબૂતાઈની જરૂર છે? તમારી દિવાલ કેટલી જાડી છે? શું તે કોઈ વિશિષ્ટ ભાગ છે, જેમ કે બારી (વિન્ડો) ની ઉપર? તમે કઈ સ્ટાઇલ પસંદ કરો છો? ઈંટોનો પ્રકાર, સ્થાનિક બિલ્ડિંગ સ્ટાઇલ અને અન્ય પરિબળો પણ ઈંટની પેટર્ન પસંદ કરવામાં ભાગ ભજવે છે.

 

 

ઈંટના બોન્ડના 11 વિવિધ પ્રકારો

ચાલો ઈંટના વિવિધ પ્રકારના બોન્ડ પર એક ઝડપી નજર નાખીએ, જે દિવાલોને મજબૂત બનાવવા અને સુંદર દેખાવ આપવામાં મદદરૂપ બને છે. 

 

 

1. સ્ટ્રેચર બોન્ડ



આ સૌથી સરળ પેટર્ન, ઈંટ બોન્ડના પ્રકારો પૈકી એક આધારશિલા છે, જેમાં બધી ઈંટોની આડી ગોઠવણી કરવામાં આવે છે અને માત્ર તેમની લાંબી, સાંકડી બાજુઓ (સ્ટ્રેચર્સ) જ દર્શાવવામાં આવે છે. દરેક હરોળમાંની ઈંટો નીચેની ઈંટો સાથે અડધા અંતરે ઓવરલેપ થાય છે, જે તેને બગીચાની દિવાલો અથવા વિનીઅરની દિવાલો જેવી અડધી ઈંટની જાડી દિવાલોના બાંધકામ માટે યોગ્ય બનાવે છે. 

 

2. હેડર બોન્ડ

વિવિધ પ્રકારના ઈંટના બોન્ડમાં હેડર બોન્ડ મુખ્ય ખેલાડી છે, જેમાં ઈંટો તેમના છેડા (હેડર) સાથે બહારની તરફ ગોઠવવામાં આવે છે, જે વધુ જાડાઈની જરૂરિયાત ધરાવતી દિવાલો માટે મજબૂત જોડાણનું નિર્માણ કરે છે. તે મોટેભાગે તેવી દિવાલોને સુરક્ષિત કરે છે જેની પહોળાઈમાં સંપૂર્ણ ઈંટ હોય છે.

 

3. ફ્લેમિશ બોન્ડ

 



આ ક્લાસિક બોન્ડ દરેક હરોળમાં હેડર અને સ્ટ્રેચર્સ વચ્ચે વૈકલ્પિકપણે ગોઠવાય છે, જે પેટર્નને વધુ સુશોભિત બનાવે છે. આ વૈકલ્પિક ક્રમની યોગ્ય રીતે ગોઠવણી કરવા માટે વધુ કૌશલ્ય અને સમયની જરૂર પડે છે પરંતુ તે સંતુલિત અને મજબૂત દિવાલ પ્રદાન કરે છે.

 

4. ઇંગ્લિશ બોન્ડ



ઈંટના બોન્ડિંગ પ્રકારોના વ્યાપમાં ઇંગ્લિશ બોન્ડ તેની મજબૂતાઈ માટે અલગ તરી આવે છે. એક હરોળમાં લંબાઈની દિશામાં ગોઠવવામાં આવેલી ઈંટોનો સમાવેશ થાય છે (સ્ટ્રેચર્સ), અને પછીની હરોળમાં પહોળાઈની દિશામાં ગોઠવવામાં આવેલી ઈંટોનો સમાવેશ થાય છે (હેડર). આ પેટર્ન મોટેભાગે લોડ-બેરિંગ દિવાલોમાં ઉપયોગમાં લેવાય છે.

 

5. સ્ટેક બોન્ડ



બધી ઈંટો સંરેખિત હોય છે જેથી ઊભા જોઇન્ટ્સની સીધી રેખામાં ગોઠવણી કરવામાં આવે છે. આ બોન્ડ સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક હોય છે અને તેનો ઉપયોગ ઘણીવાર નોન-લોડ-બેરિંગ દિવાલો માટે થાય છે, જેમ કે ક્લેડીંગ અથવા વધારાના સ્ટ્રક્ચરલ સપોર્ટ સાથે દિવાલો.

 

6. ગાર્ડન વૉલ બોન્ડ

 



આ કરકસરયુક્ત બોન્ડનો પ્રકાર ઓછી ઈંટોનો ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ એકલ-જાડાઈ ધરાવતી દિવાલોના બાંધકામ માટે થાય છે જેને કોઈ સ્ટ્રક્ચરને સપોર્ટ પૂરો પાડવો પડતો નથી. તે ઘણાં બધા હેડરોનો ઉપયોગ કરતું નથી, જે તેને નબળું પરંતુ ઓછું સામગ્રી-સઘન બનાવે છે.

 

7. ઝિગઝેગ બોન્ડ

 



આ દેખાવમાં આકર્ષક પેટર્ન ઝિગઝેગ પેટર્ન નિર્મિત કરવા માટે ઈંટોની ગોઠવણી કરે છે, જે વિવિધ પ્રકારના ઈંટ બોન્ડ્સ વચ્ચે એક અનોખું સ્થાન ધરાવે છે. આકર્ષક હોવા છતાં, તેની મજબૂતાઈને લગતી મર્યાદાઓને કારણે લાક્ષણિકપણે સ્ટ્રક્ચરલ દિવાલો માટે તેનો ઉપયોગ થતો નથી.

 

8. રેકિંગ બોન્ડ

આ કેટેગરીમાં, વિવિધ ત્રાંસી પેટર્ન નિર્મિત કરવા માટે ઈંટોને કોણ પર ગોઠવવામાં આવે છે. આ પેટર્ન સંપૂર્ણપણે સુશોભન માટે હોઈ શકે છે અથવા દિવાલની સ્થિરતામાં વધારો કરી શકે છે.

 

  • હેરિંગબોન બોન્ડ: ખાસ કરીને હેરિંગબોનમાં, વી (V) આકાર બનાવવા માટે ઈંટોને વિરુદ્ધ દિશામાં ત્રાંસી ગોઠવવામાં આવે છે, જે નોંધપાત્ર મજબૂતાઈ પ્રદાન કરી શકે છે અને દેખાવમાં આકર્ષક હોય છે. 
 
  • વિકર્ણ બોન્ડ: આ પદ્ધતિ દિવાલની અંદર ઈંટના ત્રાંસા સ્તરો ઉમેરે છે, જે લાક્ષણિકપણે માસ વૉલ અથવા જાડા પાર્ટિશનની મજબૂતાઈમાં વધારો કરે છે.

 

9. ફેસિંગ બોન્ડ

મુખ્યત્વે તેને સ્ટ્રેચર બોન્ડ તરીકે દેખાય તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે, પરંતુ હેડરોનો સમાવેશ નિયમિત અંતરાલો પર ઈંટોના આગળના ભાગને બૅકિંગ સાથે બાંધવા માટે કરવામાં આવે છે.

 

10. સ્કોટિશ બોન્ડ

સ્કોટિશ બોન્ડ સ્ટ્રેચરની અનેક હરોળનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ હેડરની હરોળ આવે છે, જે એક વિશિષ્ટ પેટર્ન સાથે મજબૂત દિવાલ પ્રદાન કરે છે. અમેરિકન બોન્ડ તેને સમાન છે પરંતુ પ્રાદેશિક પ્રથાઓ પર આધારિત હેડર ક્રમોની પહેલાં વિવિધ સ્ટ્રેચર ક્રમોનો ઉપયોગ કરે છે.

 

11. રેટ ટ્રેપ બોન્ડ

આ  હૉલો વૉલ પેટર્ન છે જ્યાં સપાટ ભાગને બદલે ઈંટોને તેની કિનારીઓ પર ગોઠવવામાં આવે છે. આ દિવાલની અંદર એક પોલાણ બનાવે છે જે વધુ સારું થર્મલ ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે. તેમાં ઓછી ઈંટોનો ઉપયોગ થાય છે તેથી તેને ખર્ચ-અસરકારક બનાવે છે, જોકે બાંધકામમાં તેની જટિલતાને કારણે તેમાં કુશળ કામદારોની જરૂર પડે છે.

 

 

ઈંટના કડિયાકામમાં યોગ્ય બોન્ડિંગ માટેના 10 નિયમો

1. તેવી ઈંટોનો ઉપયોગ કરો જે મેચ થતી હોય: સુનિશ્ચિત કરો કે તમારી બધી ઈંટો સમાન સાઈઝ અને આકારની હોય.

2. મૉર્ટરને સમાન રાખો: ઈંટો વચ્ચે મૉર્ટરની સમાન જાડાઈ (લગભગ પેંસિલ જેટલી જાડી) નો ઉપયોગ કરો.

3. યોગ્ય પેટર્ન પસંદ કરો: તમારી દિવાલના કાર્ય માટે શ્રેષ્ઠ ગોઠવણી પેટર્નનો ઉપયોગ કરો.

4. ઈંટોને ઓવરલેપ કરો: સુનિશ્ચિત કરો કે ઈંટો ઓવરલેપ થાય જેથી કોઈ સીધી રેખાઓ દિવાલમાં નીચે સુધી ન જાય. આમ કરવાથી દિવાલ મજબૂત બને છે.

5. જોઇન્ટ્સ (સાંધાઓ) ને યોગ્યપણે સીલ કરો: પાણીને બહાર રાખવા અને દિવાલને વધુ મજબૂત બનાવવા માટે ઈંટો વચ્ચેના ખાલી જગ્યાને સંપૂર્ણપણે ભરો.

6. ખાલી જગ્યાઓ યોગ્યપણે ભરો: લાંબી સીધી તિરાડો છોડ્યા વિના કોઈપણ છેડાની ખાલી જગ્યાને ભરવા માટે અડધી ઈંટો અથવા કાપેલી ઈંટોનો ઉપયોગ કરો. 

7. યોગ્ય પેસ્ટ મિશ્રણનો ઉપયોગ કરો: યોગ્ય સામગ્રીઓનો ઉપયોગ કરીને તમારા મૉર્ટર (પેસ્ટ)ને યોગ્ય રીતે મિક્સ કરો જેથી તે મજબૂત બને અને લાંબા સમય સુધી ચાલે.

8. પહેલા ઈંટોને ભીની કરો: ઈંટોનો ઉપયોગ કરતા પહેલાં તેને સહેજ ભીની કરો જેથી તે મૉર્ટરમાંથી પાણીને ઝડપથી ચૂસી જાય નહીં. આ ઈંટોને વધુ સારી રીતે જોડાઈ રહેવામાં મદદ કરે છે.

9. સીધું અને સમતલ રાખો: બાંધકામ દરમિયાન હંમેશા તપાસો કે દિવાલ ઉપરની તરફ સીધી હોય અને આડી સમતલ હોય.  

10. તેને યોગ્યપણે સૂકાવા દો:  સુનિશ્ચિત કરો કે દિવાલ યોગ્ય રીતે સૂકાઈ જાય જેથી મૉર્ટર ખરેખર મજબૂત બને અને સમય જતાં તેને સજજડપણે પકડી રાખે.



 

મજબૂત, દેખાવમાં આનંદદાયક અને ખર્ચ-અસરકારક ઈંટ કડિયાકામના બાંધકામ માટે યોગ્ય પ્રકારની ઈંટ બોન્ડ પેટર્ન પસંદ કરવી એ ચાવીરૂપ છે. દરેક બોન્ડ સૌંદર્ય અને સ્થિરતાનું અનોખું સંતુલન પ્રદાન કરે છે, જે પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ પસંદગીને મહત્વપૂર્ણ બનાવે છે, અને પરિણામે ટકાઉ અને આકર્ષક પરિણામ સુનિશ્ચિત કરે છે.




સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....