Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


કૉંક્રીટના દાબકબળ વિશે તમારે જાણવા જેવું બધું જ

બાંધકામના ક્ષેત્રમાં કૉંક્રીટનું દાબકબળ એક મૂળભૂત માપદંડ ગણાય છે, જે એક્ઝિલ લૉડ (અક્ષીય ભાર)નો પ્રતિકાર કરવાની સામગ્રીની ક્ષમતાને માપે છે. કૉંક્રીટના દાબકબળનું આ મહત્વપૂર્ણ પરીક્ષણ માળખાંની અખંડિતતાની ખાતરી તો કરે છે પણ તેની સાથે-સાથે તે ટકાઉ અને સ્થિતિસ્થાપક બિલ્ડિંગનો પાયો પણ નાંખે છે.

Share:


  દાબકબળ માળખાંની સ્થિતિસ્થાપકતાની ખાતરી કરનારા એક્ઝિલ લૉડ્સ (અક્ષીય ભાર)ને પ્રતિરોધ કરવાની કૉંક્રીટની ક્ષમતાનું મૂલ્યાંકન કરે છે.

 

  પ્રોજેક્ટ મેનેજરે પ્રભાવ, વ્યવહાર્યતા અને સચોટતા પર આધાર રાખીને પરીક્ષણની પદ્ધતિ પસંદગી કરવી જોઇએ, જે સાઇટ પર ગુણવત્તા નિયંત્રિત માટે ખૂબ જ મહત્વની હોય છે.

 

  શહેરના વિકાસમાં માળખાંની સ્થિરતાની ખાતરી કરવા માટે એન્જિનીયરો દાબકબળને નિર્ધારિત કરવા માટે સચોટ ગણતરી કરવા પર આધાર રાખે છે.


કૉંક્રીટનું દાબકબળ ચકાસવું એ કોઈ પણ બાંધકામના પ્રોજેક્ટનું એક મહત્વ પગલું છે. કૉંક્રીટની તણાવ શક્તિ (ટેન્સિલ સ્ટ્રેન્થ)નું મૂલ્યાંકન કરવું એ વધુ એક મહત્વનું પાસું છે, કારણ કે, તે કૉંક્રીટના માળખાંની લાંબી આવરદા અને ટકાઉપણાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. કૉંક્રીટની મજબૂતાઈનું પરીક્ષણ કરવાની પદ્ધતિ પસંદ કરતી વખતે પ્રોજેક્ટ મેનેજરે તેમના શિડ્યૂલ પર આવી પ્રત્યેક પદ્ધતિના પ્રભાવ અંગે વિચારણા કરવી જોઇએ. કૉંક્રીટના દાબકબળના કેટલાક પરીક્ષણો સાઇટ ઉપર જ કરવામાં આવે છે, જ્યારે કેટલાક પરીક્ષણો ડેટા મેળવવા માટે લેબ ફેસિલિટીમાં હાથ ધરવામાં આવે છે અને તેમાં થોડો સમય લાગે છે.

 

પરીક્ષણમાં લાગતાં સમય ઉપરાંત, મેનેજરે પરીક્ષણની પદ્ધતિની સચોટતા કેટલી છે, તે પણ ધ્યાનમાં લેવું જોઇએ. તે કૉંક્રીટના માળખાંની ગુણવત્તા પર સીધું અસર કરતું હોવાથી તે ટેસ્ટિંગની પદ્ધતિને નક્કી કરવા માટેનું એક મહત્વનું માપદંડ છે.


કૉંક્રીટના દાબકબળની વ્યાખ્યા

જામી ગયેલા કૉંક્રીટની સ્થિતિસ્થાપકતાને માપતો કૉંક્રીટનો કૉમ્પ્રેશન ટેસ્ટ એટલે કૉંક્રીટનું દાબકબળ. કૉંક્રીટ પર દબાણ નાંખનારા ભારની સામે કૉંક્રીટની ટકી રહેવાની ક્ષમતાના વિશ્લેષણ દ્વારા તેને માપવામાં આવે છે.


કૉંક્રીટની મજબૂતાઈનું પરીક્ષણ કરવાનું મહત્વ

સાઇટ પર તૈયાર કરવામાં આવેલું કૉંક્રીટનું મિશ્રણ કામના સ્પષ્ટીકરણમાં ઉલ્લેખિત મજબૂતાઈની જરૂરિયાતોને પૂરી કરે છે કે નહીં તે જાણવા માટે કૉંક્રીટના દાબકબળનું પરીક્ષણ કરવું ખૂબ જ મહત્વનું બની જાય છે.

 

કૉંક્રીટના કૉમ્પ્રેશન ટેસ્ટ દ્વારા કૉંક્રીટની મજબૂતાઈ, સાતત્યતા, યુનિટનું વજન, હવાની માત્રા અને તાપમાન જેવા પરિબળો માપવામાં આવતાં હોવાથી તે પ્રોજેક્ટ મેનેજરને કૉંક્રીટની લાક્ષણિકતાઓ અંગે ખ્યાલ આપે છે. આ ટેસ્ટનો સાતત્યપૂર્ણ કાર્યદેખાવ કૉંક્રીટના લાંબાગાળાના પર્ફોમન્સને પ્રભાવિત કરી શકે તેવા ફેરફારોની જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે.


કૉંક્રીટના દાબકબળના ટેસ્ટની પદ્ધતિઓ

કૉંક્રીટના દાબકબળને ચકાસવા માટે અન્ય કેટલીક પદ્ધતિઓ અને પરીક્ષણો પણ છે. તો ચાલો, અન્ય કેટલાક અભિગમો પર પણ નજર નાંખીએઃ

 


1) રીબાઉન્ડ હેમર અથવા શ્મિટ હેમર



આ પદ્ધતિમાં સ્પ્રિંગને છોડવાની મીકેનિઝમ દ્વારા હથોડી વીંઝવામાં આવે છે, જે કૉંક્રીટની સપાટી પર પ્રહાર કરે છે. હથોડી અને કૉંક્રીટની સપાટીની વચ્ચેના રીબાઉન્ડ અંતરને 10થી 100ની વચ્ચેનું એક મૂલ્ય આપવામાં આવે છે. ત્યારબાદ આ માપની સાથે કૉંક્રીટની મજબૂતાઈને સાંકળવામાં આવે છે.

 

કૉંક્રીટના દાબકબળને ચકાસવા માટેની આ પદ્ધતિ ઉપયોગમાં લેવી પ્રમાણમાં સરળ છે. સચોટ પરિણામો માટે કૉર્ડ સેમ્પલ્સનો ઉપયોગ કરીને પ્રી-કેલિબ્રેશન કરવું જરૂરી છે. જોકે, આ પરીક્ષણ સીધું સાઇટ પર જ હાથ ધરી શકાતું અને સમય બચાવતું હોવા છતાં સપાટીની સ્થિતિઓ અને અન્ય પરિબળોને કારણે તેના પરિણામો ગેરમાર્ગે દોરી શકે છે.


2) પેનીટ્રેશન રેઝિસ્ટેન્સ ટેસ્ટ

પેનીટ્રેશન રેઝિસ્ટેન્સ ટેસ્ટ કરવા માટે એક ઉપકરણની મદદથી કૉંક્રીટની સપાટીની અંદર એક નાનકડી પિન કે પ્રોબને દાખલ કરવામાં આવે છે. પાથરવામાં આવેલા કૉંક્રીટની મજબૂતાઈ તેની સપાટીને ભેદવા માટે અને છિદ્રને ઊંડું કરવા માટે લાગતા બળ દ્વારા નિર્ધારિત થાય છે.

 

કૉંક્રીટના દાબકબળને ચકાસવા માટેની આ પદ્ધતિમાં પણ સચોટ પરિણામો મેળવવા માટે કેટલાક કૉંક્રીટના સેમ્પલોનો ઉપયોગ કરીને પ્રી-કેલિબ્રેશન કરવું જરૂરી બની જાય છે. આ પરીક્ષણ સાઇટ પર સરળતાથી હાથ ધરી શકાતું હોવા છતાં તેના માપ સપાટીની સ્થિતિઓ અને કૉંક્રીટમાં ઉપયોગમાં લેવાયેલા એગ્રીગેટ્સના સ્વરૂપોથી પ્રભાવિત થઈ શકે છે.


3) અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી



આ પદ્ધતિ સ્લેબમાં કંપન ઊર્જાના સ્પંદનો (વાઇબ્રેશનલ એનર્જી પલ્સ)ની ગતિની ગણતરી કરે છે. જેટલી સરળતાથી આ ઊર્જા સ્લેબમાંથી પસાર થાય છે, તેના આધારે કૉંક્રીટના ઘનત્વ, લવચીકતા અને વિરુપતા કે તાણ સામે પ્રતિરોધ પરનો ડેટા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ, આ ડેટાનો ઉપયોગ કરીને સ્લેબની મજબૂતાઈ નિર્ધારિત કરવામાં આવે છે.

 

આ ટેકનિકમાં તોડફોડ થતી નથી અને તેની મદદથી કૉંક્રીટમાં પડેલી તિરાડો અને હનીકૉમ્બિંગ જેવી ખામીઓની જાણકારી મેળવી શકાય છે. જોકે, તેના પરિણામો રીએન્ફોર્સમેન્ટ, એગ્રીગેટ્સ અને કૉંક્રીટના ઘટકોમાં રહેલી ભેજની માત્રાથી ખૂબ જ પ્રભાવિત થતાં હોય છે અને કેટલાક સેમ્પલોનો ઉપયોગ કરીને તેનું પ્રી-કેલિબ્રેશન કરવું જરૂરી બની જાય છે.


4) પુલઆઉટ ટેસ્ટ

આ પરીક્ષણ પાછળનો મૂળભૂત વિચાર કૉંક્રીટમાં દાખલ કરવામાં આવેલા કે કાસ્ટ કરવામાં આવેલા ધાતુના સળિયાનો ઉપયોગ કરીને કૉંક્રીટને બહાર ખેંચી કાઢવાનો છે. કૉંક્રીટનું દાબકબળ બહાર ખેંચી કાઢવામાં આવેલા શંકુ આકારના સ્વરૂપ તથા કૉંક્રીટને બહાર કાઢવા માટે લાગુ કરવા પડેલા બળ સાથે સંકળાયેલું હોય છે.

 

આ પદ્ધતિને જૂની અને નવી કન્સ્ટ્રક્શન સાઇટ પર અસરકારક રીતે હાથ ધરવામાં આવી શકતી હોવા છતાં તેમાં કૉંક્રીટમાં તોડફોટ કરવી પડે છે. કૉંક્રીટના દાબકબળનું પરીક્ષણ કરવા માટે ચોક્કસ પરિણામો મેળવવા ખૂબ વધારે માત્રામાં સેમ્પલોની પણ જરૂર પડે છે.


5) ડ્રિલ્ડ કૉર

આ પદ્ધતિમાં કૉંક્રીટ ભરેલા ભાગની ઉપર નળાકાર બીબા ઢાંકી દેવામાં આવે છે. સ્લેબની અંદર રહેતા આ બીબામાં તાજો કૉંક્રીટ ભરવામાં આવે છે. આ નમૂનાઓને દૂર કરવામાં આવે છે અને એકવાર તે જામી જાય તે પછી તેની મજબૂતાઈ પારખવા તેને દબાવવામાં આવે છે

 

આ પદ્ધતિમાં ફીલ્ડ-ક્યોર્ડ નમૂનાઓથી વિપરિત, કૉંક્રીટને પાથરવામાં આવેલા સ્લેબ જેવી જ ક્યોરિંગની પરિસ્થિતિમાંથી પસાર કરવામાં આવતો હોવાથી આ પદ્ધતિ વધુ સચોટ પૂરવાર થતી હોવાનું માનવામાં આવે છે. જોકે, આ પ્રકારના બાંધકામમાં સ્લેબની માળખાગત સ્થિરતા સાથે છેડખાની કરવી પડે છે અને તેનો ડેટા લેબમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ, જ્યાં-જ્યાં છિદ્રો પાડવામાં આવેલા હોય તેને ભરવા પડે છે.


6) કાસ્ટ-ઇન-પ્લેસ સીલિન્ડર્સ

આ પદ્ધતિમાં જામી ગયેલા કૉંક્રીટને કૉર ડ્રિલનો ઉપયોગ કરીને સ્લેબમાંથી બહાર કાઢવામાં આવે છે. પોતાના મૂળ સ્થાને રહેલા કૉંક્રીટની મજબૂતાઈને માપવા માટે આ નમૂનાઓને ત્યારબાદ મશીનમાં કૉમ્પેક્ટ કરવામાં આવે છે.

 

મજબૂતાઈ માટે જે કૉંક્રીટનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, તે પોતાના મૂળ સ્થાને રહેલા સ્લેબની સમાન થર્મલ હિસ્ટ્રી અને ક્યોરિંગની પરિસ્થિતિમાંથી પસાર થતો હોવાથી આ નમૂનાઓને ફીલ્ડ-ક્યોર્ડ મોડેલ્સ કરતાં વધુ સચોટ ગણવામાં આવે છે. જોકે, કૉંક્રીટના દાબકબળને તપાસવા માટેની આ પદ્ધતિમાં પણ તોડફોડ થાય છે અને ડેટા મેળવવા માટે લેબની જરૂર પડે છે.


7) વાયરલેસ મેચ્યોરિટી સેન્સર્સ

આ પદ્ધતિ એ મુજબની પૂર્વધારણા પર આધારિત છે કે, કૉંક્રીટના હાઇડ્રેશનની ટેમ્પરેચર હિસ્ટ્રી કૉંક્રીટની ગુણવત્તા અને મજબૂતાઈ સાથે ઘનિષ્ટતાથી સંકળાયેલી હોય છે. કૉંક્રીટને રેડતા પહેલાં રીબાર પર વાયરલેસ સેન્સર્સ લગાવવામાં આવે છે અને તેને કૉંક્રીટના ફૉર્મવર્કની અંદર દાખલ કરવામાં આવે છે.

 

આ સેન્સરો તાપમાનની માહિતી એકઠી કરે છે, જેને વાયરલેસ રીતે જ કોઈ પણ સ્માર્ટ ડીવાઇઝમાં મોકલવામાં આવે છે અને એપમાં સાચવવામાં આવે છે. આ ડેટા અને એપમાં સેટ-અપ કરવામાં આવેલા મેચ્યોરિટી ઇક્વેશન પર આધાર રાખીને કૉંક્રીટના દાબકબળની ગણતરી કરવામાં આવે છે.


કૉંક્રીટના દાબકબળના પરીક્ષણ માટેની ગણતરી

કૉંક્રીટના દાબકબળને સમજવામાં મજબૂતાઈના પરીક્ષણો માટેની ગણતરી સૌથી મહત્વની બાબત છે. આ પ્રક્રિયામાં કૉંક્રીટના નળાકારને તોડવા માટે જરૂરી બળને નિર્ધારિત કરવામાં આવે છે, જેના પરિણામે દાબકબળનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. દબાણ સામે ટકી રહેવાની સામગ્રીની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે એન્જિનીયરો સચોટ ગાણિતિક સૂત્રોનો ઉપયોગ કરે છે, જે એ વાતની ખાતરી કરે છે કે માળખું સલામતીના ધોરણોને અનુરૂપ છે કે નહીં.

 

જેમ-જેમ દેશમાં શહેરો વિકસતા જઈ રહ્યાં છે તેમ-તેમ માળખાંને વધુ સલામત અને લાંબા સમય સુધી ટકી રહે તેવા બનાવવા માટે તેની મજબૂતાઈના મૂલ્યોને સમજવા અને તેને ઉપયોગમાં લેવા ખૂબ જ મહત્વના બની જાય છે. દેશમાં બનાવવામાં આવેલા બિલ્ડિંગો તેની મજબૂતાઈ પર સીધો પ્રભાવ પાડનારી વિવિધ પ્રકારની પરિસ્થિતિઓમાં ટકી રહે તેની ખાતરી કરવા માટે એન્જિનીયરો અને બિલ્ડરો આ સચોટ ગણતરી પર આધાર રાખે છે.



કૉંક્રીટના દાબકબળનું પરીક્ષણ ડીઝાઇનરો અને ગુણવત્તા નિયંત્રણ એન્જિનીયરોની સૌથી મૂલ્યવાન અસ્કયામત છે. આ સાથે જ, કૉંક્રીટની તણાવ શક્તિ પણ એક મહત્વનું માપદંડ છે, જે લાંબાગાળે માળખાંના ટકાઉપણા અને સ્થિતિસ્થાપકતાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરે છે. તમે જે પદ્ધતિને સારી રીતે જાણતા હો અને તમને જે શ્રેષ્ઠ લાગતી હોય તે પદ્ધતિને પસંદ કરી શકો છો. જોકે, સચોટતા, પરીક્ષણમાં લાગતો સમય અને પરીક્ષણ દરમિયાન થતી તોડફોડ જેવા માપદંડોને ધ્યાનમાં લેવા એ સંભવિતપણે સૌથી સચોટ પરિણામો મેળવવા માટે મહત્વપૂર્ણ ગણાય છે. આથી વિશેષ, કૉંક્રીટના દાબકબળને પ્રભાવિત કરનારા પરિબળો અંગેની માહિતીને મેળવીને તેને વાંચવાથી તે તમને સૂચિત નિર્ણય લેવામાં મદદરૂપ થઈ શકે છે.



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ



મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....