વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



તમારા ઘર માટે 10 સરળ હાઉસ મૅપ ડિઝાઇન

મકાન (હાઉસ) ને ઘરમાં રૂપાંતરિત કરવાની શરૂઆત પરિપૂર્ણ બ્લુપ્રિન્ટ પસંદ કરવાથી થાય છે. આ બ્લૉગ વિવિધ જરૂરિયાતો, જીવનશૈલીઓ અને બજેટ માટે યોગ્ય વૈવિધ્યપૂર્ણ હાઉસ મૅપ ડિઝાઇનની ઊંડી સમજ પૂરી પાડે છે. સાથોસાથ વર્તમાન જરૂરિયાતો, ભાવિ યોજનાઓ અને વ્યક્તિગત રુચિ સાથે મેળ ખાતી યોગ્ય ડિઝાઇન પસંદ કરવામાં તમારી મદદ કરવા માટે ટિપ્સ પ્રદાન કરે છે અને તમારું ઘર સમયની કસોટી પર પર ઉતરે તે પણ સુનિશ્ચિત કરે છે.

Share:


ઘરનું નિર્માણ કરવાની યાત્રા શરૂ કરવી તે રોમાંચક અને ભયાવહ બંને હોઈ શકે છે. આરામદાયક, કાર્યાત્મક અને દેખાવમાં આકર્ષક ઘરનો પાયો તેની ડિઝાઇનમાં રહેલો છે, જેને સામાન્ય રીતે ઘરના નકશા તરીકે ઓળખવામાં આવે છે. વિચારપૂર્વક તૈયાર કરવામાં આવેલો હાઉસ મૅપ (મકાનનો નકશો) બાંધકામ પ્રક્રિયાને લાગતું માર્ગદર્શન પૂરું પાડે છે અને સુનિશ્ચિત કરે છે કે અંતિમ પરિણામ તમારી જરૂરિયાતો મુજબનું હોય અને ઇચ્છાઓની પૂર્તિ કરે છે. આ બ્લૉગ તમારા સપનાંના ઘરને પ્રેરણા આપવા માટે દસ સરળ છતાં બહુમુખી હાઉસ મૅપની ડિઝાઇન રજૂ કરે છે, જેમાં દરેક ડિઝાઇન શું ઑફર કરે છે અને તે તમારા માટે શા માટે યોગ્ય હોઈ શકે છે તેની વિગતો આપે છે.

 

 



યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ

 

  • પરિવારની સાઈઝ, જીવનશૈલી, ગોપનીયતાની જરૂરિયાતો અને ભવિષ્યની જરૂરિયાતો જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને, ઘરના નકશા અથવા હાઉસ મૅપની ડિઝાઇન પસંદ કરતા પહેલાં તમારી જરૂરિયાતોને સમજવી મહત્વપૂર્ણ છે.

 

  • ઘરના નકશાની ડિઝાઇનમાં સરળતા એ ચાવીરૂપ છે, જે ઝંઝટરહિત બાંધકામ પ્રક્રિયાઓ અને ખર્ચ-અસરકારકતા હાંસલ કરવી સરળ બનાવે છે. 

 

  • વધુ પડતી ગૂંચવણો ટાળો, કારણ કે જટિલ ડિઝાઇન ઊંચા ખર્ચ અને બાંધકામ સંબંધિત પડકારો તરફ દોરી જઈ શકે છે.

 

  • આર્કિટેક્ટ્સ અથવા ડિઝાઇન પ્રોફેશનલ્સની વ્યાવસાયિક મદદ તમારા વિઝનને વ્યવહારુ અને ઘરના નકશાની સરળ ડિઝાઇનમાં રૂપાંતરિત કરી શકે છે.

 

  • ઉર્જા કાર્યક્ષમતા સહિત ટૂંકા ગાળાના ખર્ચ અને લાંબા ગાળાના જાળવણી ખર્ચ બંનેને ધ્યાનમાં રાખીને ખર્ચ-અસરકારકતાને પ્રાધાન્ય આપો.

 

  • વિલંબ ટાળવા અને શ્રમ ખર્ચ ઘટાડવા માટે બાંધકામમાં સરળ હોય તેવી ડિઝાઇન પસંદ કરો.

 

  • શ્રેષ્ઠ હાઉસ મૅપ ડિઝાઇન ભાવિ જીવનશૈલીમાં ફેરફારો અને આવશ્યકતાઓની ગણતરી રાખે છે, તે સુનિશ્ચિત કરે છે કે તમારું ઘર સમય સાથે કાર્યશીલ અને અનુકૂળ બની રહે.

ઘરના બાંધકામ માટે ઘરના નકશા (હાઉસ મૅપ) નું મહત્વ

તમારા ઘરની બ્લુપ્રિન્ટ, જેને અનેક વાર ઘરના નકશા તરીકે સંદર્ભિત કરવામાં આવે છે, તે શું બાંધકામ કરવાનું છે તેની વિઝ્યુઅલ રજૂઆત છે. તેમાં માત્ર રૂમ અને જગ્યાઓના લેઆઉટને જ નહીં પરંતુ દૈનિક જીવનના પ્રવાહનો સમાવેશ પણ કરવામાં આવે છે. ઘરના નકશાની યોગ્ય ડિઝાઇન જગ્યાની કાર્યક્ષમતા વધારે છે, કુદરતી લાઇટિંગને વધારે છે, વેન્ટિલેશનને પ્રોત્સાહિત કરે છે અને આખરે તમારા નિવાસ સ્થાનની જગ્યાનો આરામ અને તેની કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરે છે. તે તમારા ઘરને મૂર્ત વાસ્તવિકતા બનાવવાની દિશામાં પ્રથમ પગલું છે.


ઘરના નકશાની 10 સરળ ડિઝાઇન


1. એક માળનું ઘર



તે શું છે?

એક માળનું ઘર એ તેવા પ્રકારનું ઘર છે જ્યાં બેડરૂમ, નિવાસ સ્થાનની જગ્યા અને રસોડા સહિત દરેક રૂમ એક જ સ્તર પર સ્થિત છે. આ ઘરના નકશાની ડિઝાઇન સીડીની જરૂરિયાતને દૂર કરે છે, જે ઘરનું સરળ અને સુલભ વાતાવરણ ઇચ્છતા લોકો માટે તેને આદર્શ બનાવે છે. તેની તરફેણ ખાસ કરીને તે લોકો દ્વારા કરવામાં આવે છે જેમને હલનચલન સંબંધિત સમસ્યાઓ હોય અથવા તમામ સુવિધાઓને સરળતાપૂર્વક પહોંચ મેળવી શકાય તે મુજબ પ્લાન કરવામાં આવે છે.

 

તેના ફાયદા શું છે?

1) પરિવારના વૃદ્ધ સભ્યો અને હલનચલન સંબંધિત સમસ્યાઓ ધરાવતી વ્યક્તિઓ માટે નફાકારક ડીલ. 

 

2) તેને ઓછી બાંધકામ સામગ્રીની જરૂર પડે છે અને લાક્ષણિકપણે તેની જાળવણી વધુ સરળ અને કિફાયતી બને છે.

 

3) તે કોમ્પેક્ટ વિસ્તારની અંદર પૂરતી નિવાસ સ્થાનની જગ્યા પૂરી પાડે છે.

 

4) આ ડિઝાઇન નિયમિતપણે પગથિયાં ચઢવાની જરૂરિયાતને દૂર કરે છે.

 

2. સ્ટુડિયો એપાર્ટમેન્ટ લેઆઉટ



તે શું છે?

સ્ટુડિયો એપાર્ટમેન્ટનું લેઆઉટ વિશાળ ખુલ્લી જગ્યા દ્વારા વર્ગીકૃત થાય છે, જેમાં નિવાસ સ્થાનનો વિસ્તાર, બેડરૂમ અને રસોડાને એક રૂમમાં જોડવામાં આવે છે. લાક્ષણિક રીતે, બાથરૂમ એ ડિઝાઇનમાં એકમાત્ર અલગ જગ્યા હોય છે. ઘરના નકશાનું આ ડિઝાઇન લેઆઉટ ઘણીવાર શહેરી સેટિંગ્સમાં જોવા મળે છે તેવા નાના નિવાસના વિસ્તારોને મહત્તમ બનાવવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. સુઘડ, હૂંફાળા વાતાવરણમાં આવશ્યક ચીજવસ્તુઓ ઑફર કરીને, શહેરી રહેઠાણ પ્રત્યનો આ એક કિફાયતી અભિગમ છે.

 

તેના ફાયદા શું છે?

1) તેની ઓપન લેઆઉટ ડિઝાઇનને કારણે, એપાર્ટમેન્ટના દરેક ચોરસ ઇંચનો ઘણી વૈવિધ્યપૂર્ણ રીતે ઉપયોગ કરી શકાય છે.

 

2) ફ્લોર પ્લાનની વૈવિધ્યતાને કારણે, રહેવાસીઓ તેમની જરૂરિયાતો અને જીવનશૈલીના આધારે મલ્ટિફંક્શનલ ફર્નિચરની રચનાત્મક વ્યવસ્થા કરી શકે છે.

 

3) નાની જગ્યા એટલે ઓછું ઘરકામ અને જાળવણી, જે નવરાશની પ્રવૃત્તિઓ માટે વધુ સમય ફાળવવામાં મદદ કરે છે.

 

4) યુવા વયસ્કો અથવા તેમની જીવન યાત્રાની શરૂઆત કરી રહેલા યુગલો માટે યોગ્ય, વાજબી કિંમતે આરામદાયક નિવાસ સ્થાન ઑફર કરે છે.

 

3. બે માળનો ડુપ્લેક્સ



તે શું છે?

બે માળનો ડુપ્લેક્સ એ બે અલગ-અલગ ઘરોમાં વિભાજિત બિલ્ડીંગ છે, જેમાં દરેક બે માળમાં ફેલાયેલી છે. ઘરના નકશાની ડિઝાઇનમાં લાક્ષણિકપણે ગ્રાઉન્ડ ફ્લોર પર શેર કરવામાં આવતી લિવિંગ સ્પેસ (નિવાસ સ્થાનની જગ્યાઓ) અને ઉપરના માળે બેડરૂમનો સમાવેશ થાય છે, જે શહેરી અથવા ઉપનગરીય સેટિંગ્સમાં ઊભી (વર્ટિકલ) જગ્યાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરે છે. આ લેઆઉટ તેવા લોકો માટે ફાયદાકારક છે જેઓ તેમના ઘરની અંદર અલગ લિવિંગ સ્પેસ (નિવાસ સ્થાનની જગ્યાઓ) અને સ્લીપિંગ ઝોન (બેડરૂમ) હોય તેવી ઈચ્છા ધરાવતા હોય.

 

તેના ફાયદા શું છે?

1) આ લેઆઉટ ઘરની અંદર સ્પષ્ટ ઝોનિંગ (જુદા ક્ષેત્ર) પ્રદાન કરે છે જે મોટા પરિવાર અથવા મહેમાનો સાથે પણ ગોપનીયતામાં વધારો કરી શકે છે.

 

2) નાના જમીન વિસ્તારો ધરાવતા સંપત્તિ માલિકો માટે, આ ડિઝાઇન ઉપયોગી ફ્લોર સ્પેસને બમણી કરી શકે છે.

 

3) તેની કોમ્પેક્ટ સાઈઝને લીધે, ડુપ્લેક્સ શહેરના રહેણાંક વિસ્તારો અથવા ગેટેડ સમુદાયોમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે છે.

 

4) ઘરની વધુ જાહેર જગ્યાઓથી અલગ થવાને કારણે ગોપનીયતાની ભાવના પૂરી પાડે છે.

 

4. એલ-(L) આકારનો ફ્લોર પ્લાન



તે શું છે?

એલ-(L) આકારનો ફ્લોર પ્લાન, જેમ કે નામ સૂચવે છે, રૂમને 'L' આકારમાં ગોઠવે છે, જે ઘરના જાહેર અને ખાનગી ક્ષેત્રને અનુકૂળ રીતે અલગ કરે છે. આ હાઉસ મૅપ પ્લાન કુદરતી રીતે આંગણા અથવા પેશિયોને સમાવી શકે છે, જે આઉટડોર લિવિંગનો આનંદ માણતા ઘરના માલિકો માટે આકર્ષક બની શકે છે .

 

તેના ફાયદા શું છે?

1) એલ-(L) આકાર કુદરતી રીતે સેન્ટ્રલ આઉટડોર ક્ષેત્રનું નિર્માણ કરે છે જે લૉન, આંગણા અથવા બગીચા માટે યોગ્ય બની રહે છે. 

 

2) એલ-(L) આકારના રૂમ ઓછામાં ઓછા બે ખૂણાઓથી કુદરતી પ્રકાશ મેળવે છે.

 

3) તેના 'એલ-(L)' આકારને લીધે, આ નાનો હોમ ફ્લોર પ્લાન ઘરના વિવિધ વિભાગો વચ્ચે ગોપનીયતા જાળવી રાખે છે.

 

5. ટાઉનહાઉસ ડિઝાઇન



તે શું છે?

ટાઉનહાઉસ એ શહેરી જીવન માટે ડિઝાઇન કરવામાં આવતા બહુમાળી ઘરો છે. તે સાંકડી, ઊભી રચનાઓ દ્વારા વર્ગીકૃત થાય છે અને ઘણીવાર નજીકની બિલ્ડીંગ્સ સાથે દિવાલો શેર કરે છે. આ હાઉસ ફ્લોર મૅપ ડિઝાઇન ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં સામાન્ય રીતે કોમ્પેક્ટ ફૂટપ્રિન્ટની અંદર રહેવા, જમવા અને સૂવા માટે અલગ અલગ વિસ્તારો પૂરા પાડતા અનેક માળ પર જગ્યાના કાર્યક્ષમ ઉપયોગ પર ભાર મૂકે છે.

 

તેના ફાયદા શું છે?

1) ભીડવાળા શહેરોમાં, આ ઊભા સ્ટ્રક્ચર ઉપલબ્ધ દરેક જગ્યાનો ઉપયોગ કરે છે.

 

2) અલગ અલગ માળ સાથે, રહેવાસીઓ રહેવાની, કામ કરવાની અને સૂવાની જગ્યાઓને વ્યાખ્યાયિત કરી શકે છે.

 

3) છતને રુફટોપ બગીચો અથવા ટેરેસ જેવી કાર્યાત્મક જગ્યામાં રૂપાંતરિત કરી શકાય છે.

 

4) ટાઉનહાઉસ એ એકત્રિત પડોશ અને સમુદાયનો અનુભવ પ્રદાન કરી શકે છે.

 

6. બંગલો સ્ટાઇલ



તે શું છે?

બંગલો સ્ટાઇલના ઘરો એક માળના હોય છે, તેમ છતાં તેમની આર્કિટેક્ચરલ સંસ્કૃતિ અને વિશિષ્ટ ડિઝાઇનના તત્વો, જેમ કે પહોળા વરંડા, ઢાળવાળી છત અને કારીગરી (ક્રાફ્ટ્સમેનશિપ) પર ભાર દ્વારા તે અલગ પડે છે. સાઉથ એશિયન આર્કિટેક્ચર અને પશ્ચિમી અનુકૂલનોના મિશ્રણમાંથી ઉદ્ભવતા, બંગલો માત્ર વિશેષ લેઆઉટ જ નથી ધરાવતા પરંતુ સૌંદર્યલક્ષી પણ હોય છે જે આરામદાયક, સંકલિત જીવંત પર્યાવરણને પ્રોત્સાહન પૂરું પાડે છે.

 

તેના ફાયદા શું છે?

1) એક જ માળ પર દરેક વસ્તુ સાથે, બંગલોમાં દાદરા/સીડીનો સમાવેશ થતો નથી.

 

2) બંગલો એ ભારતના આર્કિટેક્ચરલ ઇતિહાસનો એક ભાગ છે

 

3) સીડીઓ અને બહુવિધ સ્તરો વિના, અકસ્માતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટે છે

 

4) વરંડા અથવા પોર્ચનો સમાવેશ આઉટડોર જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે

 

7. સ્પ્લિટ-લેવલ હાઉસ



તે શું છે?

સ્પ્લિટ-લેવલ હાઉસમાં તેવા ફ્લોર પ્લાન હોય છે જ્યાં સ્પ્લિટ લેવલ (વિભાજિત સ્તરો) હોય છે અથવા સ્ટેગર્ડ હોય છે, લાક્ષણિકપણે જે જમીનના કુદરતી ઢોળાવને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. આ સ્ટાઇલ કેટલાક દાદરાઓની હરોળ દ્વારા જોડાયેલા વિવિધ સ્તરોમાં બેડરૂમ અને લિવિંગ રૂમ જેવી રહેવાની જગ્યાઓને અસરકારક રીતે અલગ પાડે છે, જે સમગ્ર ઘરમાં કનેક્ટેડ ફ્લો જાળવી રાખીને ગોપનીયતા પ્રદાન કરે છે.

 

તેના ફાયદા શું છે?

1) જો સંપત્તિ ઢાળવાળા અથવા અસમાન ભૂપ્રદેશ પર હોય તો આ ડિઝાઇન ખાસ કરીને મદદરૂપ થાય છે.

 

2) ઘરની અંદરના વિવિધ સ્તરો સુવ્યવસ્થિત વિશિષ્ટ ક્ષેત્રોનું નિર્માણ કરે છે અને તે સાથે જ તે ક્ષેત્રોને અનુકૂળતાપૂર્વક નજીક પણ રાખે છે.

 

3) અલગ-અલગ ઝોન, વ્યસ્ત ઘરોમાં પણ, સામાન્ય વિસ્તારોથી દૂર શાંત જગ્યાનું નિર્માણ કરે છે.

 

4) વિવિધ ફ્લોર લેવલ ઘરને અંદરથી અને બહારથી અનોખી સૌંદર્યલક્ષી આકર્ષક અપીલ પ્રદાન કરે છે.

 

8. ગુંબજ (ડોમ) આકારનું ઘર



તે શું છે?

ગુંબજ આકારના ઘરો તેમના વળાંકવાળા, ગોળાકાર સ્ટ્રક્ચર સાથે અલગ પડે છે જે નિવાસ સ્થાનનો અનન્ય અનુભવ પ્રદાન કરે છે. ભૌમિતિક ઘરના નકશાની ડિઝાઇન માત્ર સૌંદર્યલક્ષી જ નહીં પણ કાર્યાત્મક પણ હોય છે, કારણ કે તે ઘરની ઉર્જા કાર્યક્ષમતા અને સ્ટ્રક્ચરલ ટકાઉપણાંમાં યોગદાન આપે છે, જે તેને બિનપરંપરાગત અને પર્યાવરણ-અનુકૂળ (ઇકો-ફ્રેન્ડલી) નિવાસની ઈચ્છા ધરાવતા  લોકો માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.

 

તેના ફાયદા શું છે?

1) ગોળ આકાર હવાના પરિભ્રમણને સુધારે છે, અને ગરમી અને ઠંડકને લગતા ખર્ચમાં ઘટાડો કરે છે

 

2) વિશિષ્ટ ગોળાકાર સાથે આવું ઘર અલગ તરી આવે છે.

 

3) ગોળાકાર ડિઝાઇન સ્ટ્રક્ચરલ તાણને સમાનરૂપે વિતરિત કરે છે, જે તેને અત્યંત ટકાઉ અને ભૂકંપ-પ્રતિરોધક બનાવે છે.

 

4) ગુંબજની ડિઝાઇનની લઘુત્તમતા ઉપયોગમાં લેવાયેલી એકંદર સામગ્રીને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

 

9. કોલોનિયલ-સ્ટાઈલના ઘર



તે શું છે?

તેમના સમપ્રમાણતાવાળા રવેશ અને સંગઠિત ફ્લોર પ્લાન્સ માટે સરળતાથી ઓળખી શકાય તેવા કોલોનિયલ-સ્ટાઈલના ઘર લાક્ષણિકપણે એક સેન્ટ્રલ હૉલ ધરાવે છે જેમાં બંને બાજુ સમાન અંતરે રૂમ હોય છે. આ ઘરો મોટાભાગે બે અથવા વધુ માળાના હોય છે અને ઐતિહાસિક આર્કિટેક્ચરલ શૈલીઓનું પ્રતિનિધિત્વ કરતા સુશોભન તત્વો સાથે પરિપૂર્ણ હોય છે.

 

તેના ફાયદા શું છે?

1) કોલોનિયલ-સ્ટાઈલના ઘરો મોટે ભાગે પ્રતિષ્ઠા અને ભવ્યતા સાથે સંકળાયેલા હોય છે.

 

2) ઘરની સમપ્રમાણતાને લીધે, એક સંતુલન નિર્માણ થાય છે જે સૌંદર્યલક્ષી રીતે શાંતિ પ્રદાન કરનારું અને આહ્લાદક બની શકે છે.

 

3) તેમની પરંપરાગત રીતે મોટી સાઈઝને ધ્યાનમાં લેતાં, આ ઘરો આરામદાયક રીતે મોટા પરિવારોને સમાવી શકે છે.

 

4) કોલોનિયલ-સ્ટાઈલના ઘરોનું સ્ટ્રક્ચર સુવ્યાખ્યાયિત ખાનગી (બેડરૂમ) અને જાહેર (રહેવા માટે, ડાઇનિંગ રૂમ) ક્ષેત્રોની મંજૂરી આપે છે.

 

10. કન્ટેનર હોમ



તે શું છે?

કન્ટેનર ઘરો સ્ટીલ શિપિંગ કન્ટેનરમાંથી બનાવવામાં આવે છે, જે તેમને અનન્ય અને ટકાઉ રહેવાની જગ્યાઓમાં પરિવર્તિત કરે છે. આ ઘરો બહુ સામાન્ય હોતા નથી પરંતુ તેમની ઘરના નકશાની ન્યૂનતમવાદી ડિઝાઇન અને મોડ્યુલર સ્ટ્રક્ચર માટે જુદા તરી આવે છે, જે સર્જનાત્મક આર્કિટેક્ચરલ ઉકેલો સરળ બનાવે છે. કાયમી રહેઠાણ તરીકે સેવા પૂરી પાડવા ઉપરાંત, કન્ટેનર હોમ્સનો ઉપયોગ અવારનવાર કામચલાઉ ઑફિસો અથવા રહેઠાણ માટે બાંધકામ સ્થળો ખાતે થાય છે. કન્ટેનર ઘરોમાં નાના હોમ ફ્લોર પ્લાન હોય છે જે ઘરના બાંધકામ દરમિયાન કામચલાઉ આવાસ અને નવીન, પર્યાવરણને અનુકૂળ ઘરો તરીકે બહુમુખી (વર્સેટાઈલ) હોય છે.

 

તેના ફાયદા શું છે?

1) ઉપયોગમાં લેવાયેલ શિપિંગ કન્ટેનરનું અપસાયકલિંગ કરીને, આ ઘરો બાંધકામના અપવ્યયને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે અને સંસાધનોનું સંરક્ષણ કરી શકે છે.

 

2) ઘણીવાર, કન્ટેનરનો ઉપયોગ પ્રારંભિક સ્ટ્રક્ચર સંબંધિત ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે.

 

3) ઘરનું મૂળભૂત સ્ટ્રક્ચર પહેલેથી જ બાંધવામાં આવ્યું હોવાથી - કન્ટેનરને ફક્ત ગોઠવવાની અને ફીટ કરવાની જરૂર પડે છે.

 

4) બહુમુખી ડિઝાઇન પૂરી પાડતા, બહુવિધ કન્ટેનરને વિવિધ રૂપરેખાંકનોમાં જોડી શકાય છે.


ઘરના નકશાની સરળ ડિઝાઇન પસંદ કરતા પહેલાં ધ્યાનમાં લેવા જેવી બાબતો

 

1) તમારી જરૂરિયાતો સમજો

તમારા પરિવારની સાઈઝ, તમારી રોજિંદી જીવનશૈલી, તમારી ગોપનીયતાની જરૂરિયાતો, તમારા ભાવિની જરૂરિયાતોની આકારણી કરીને કેટલાક નાના ઘર માટેના ફ્લોર પ્લાન્સ વચ્ચે નક્કી કરીને શરૂ કરો.

 

2) સરળતા ચાવીરૂપ છે

સરળ અને જટિલતારહિત ઘરના નકશાની ડિઝાઇનને પ્રાધાન્ય આપો. આનાથી માત્ર બાંધકામ પ્રક્રિયા જ સરળ નથી બનતી પરંતુ ખર્ચ-અસરકારકતાની જાળવણીમાં પણ મદદ મળે છે.

 

3) વધુ પડતી જટિલતાઓ ટાળો

યાદ રાખો, જટિલ ડિઝાઇન ઊંચા ખર્ચ અને બાંધકામ સંબંધિત પડકારો તરફ દોરી જઈ શકે છે. કાર્યક્ષમતા અને બજેટ વચ્ચે શ્રેષ્ઠ સંતુલન માટે તેને સરળ રાખો. 

 

4) વ્યાવસાયિક મદદ લેવા અંગે વિચાર કરો

આર્કિટેક્ટ્સ અથવા ડિઝાઇન પ્રોફેશનલ્સને સમાવિષ્ટ કરો કે જેઓ તમારા વિઝનને સમજી શકે અને તેને તમારી બધી આવશ્યકતાઓને પૂર્ણ કરતા વ્યવહારિક, સરળ ઘરના નકશામાં રૂપાંતરિત કરી શકે. 

 

5) ખર્ચ-અસરકારકતા

એવી ડિઝાઇન પર ભાર મૂકો જે માત્ર ટૂંકા ગાળા માટે જ નહીં, પરંતુ લાંબા ગાળે પણ કરકસરયુક્ત હોય. આમાં ઉર્જા કાર્યક્ષમતા અને જાળવણી ખર્ચનો સમાવેશ થાય છે.

 

6) બાંધકામની સરળતા

બિલ્ડરો બિનજરૂરી જટિલતાઓ વિના અમલ કરી શકે તેવી ડિઝાઇન પસંદ કરો, જે વિલંબને ટાળવામાં અને મજૂરી ખર્ચ ઘટાડવામાં મદદ કરી શકે છે.

 

આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તમે તમારી અનન્ય પસંદગીઓ અને જરૂરિયાતોને અનુરૂપ ઘરના નકશાની સરળ, કાર્યાત્મક અને અસરકારક ડિઝાઇન પ્રાપ્ત કરી શકો છો.



તમે જેમાંથી પસંદ કરી શકો છો તે સરળ ઘરના નકશાના પ્રકારોના આ માત્ર કેટલાક ઉદાહરણો છે. યાદ રાખો, તમારા માટે શ્રેષ્ઠ ડિઝાઈન એ માત્ર તમારી આજની જરૂરિયાતોને જ સંતોષતી નથી, પણ તમારી ભવિષ્યની જીવનશૈલી અને જરૂરિયાતોની પણ ગણતરી રાખે છે. ડિઝાઇન નક્કી કરતાં પહેલાં તમારા પરિવારની સાઈઝ, પ્લોટનું ભૌગોલિક સ્થાન, તમારું બજેટ અને તમારી વ્યક્તિગત પસંદગીઓને ધ્યાનમાં લો. ઘરના આયોજન બાબતે તમને મનઃપૂર્વક શુભેછાઓ!



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ



મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....