Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


પથ્થરના કડિયાકામ દરમિયાન ટાળવા જેવી 8 સામાન્ય ભૂલો

પથ્થરનું કડિયાકામ એક હસ્તકલા છે જે તેની સ્થાયી ગુણવત્તા અને સૌંદર્યલક્ષી આકર્ષકતાને કારણે મૂલ્યવાન છે. ચાલો પથ્થરના કડિયાકામ વિશે વધુ જાણીને, પથ્થર અને કડિયાકામના મૂળભૂત પાસાઓને તપાસીએ, જે બાંધકામના પ્રોજેક્ટ્સમાં ટકાઉપણું, કાલાતીત અપીલ અને વ્યવહારિકતા લાવે છે તેના પર નજર નાખીએ.

Share:


પથ્થરના કડિયાકામનો ઉપયોગ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં પથ્થરો વિપુલ પ્રમાણમાં હોય છે. અન્ય ભૌગોલિક પ્રદેશોમાં વિવિધ પ્રકારના પથ્થરો મળી શકે છે. પથ્થરનું કડિયાકામ એ એક પ્રકારનું કડિયાકામ બાંધકામ છે જેમાં પથ્થરો અને મૉર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. બાંધકામની આ પદ્ધતિનો ઉપયોગ પાયા, માળ, જાળવી રાખવાની ભીંતો, કમાનો, દિવાલો અને કૉલમ બનાવવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પથ્થરનું કડિયાકામ કેવી રીતે કરવામાં આવે છે અને કઈ સામાન્ય ભૂલો છે જે ટાળવી જરૂરી છે? આ બ્લૉગ તમને પથ્થરના કડિયાકામ વિશે જાણવાની જરૂર હોય અને તે સાથોસાથ કેટલીક સામાન્ય ભૂલોને ટાળીને તમે કેવી રીતે તે પરિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે તે સુનિશ્ચિત કરી શકો છો તે બધું જ જણાવશે.

 

 


  • પથ્થરનું ટકાઉપણું, પાણીની હિલચાલને પ્રભાવિત કરવી અને પથ્થરને સંભવિત નુકસાન માટે પથ્થરની છિદ્રાળુતા (પોરોસિટી) સમજવી એ મહત્વપૂર્ણ છે.
 
  • તેના બેડિંગ પ્લેન અનુસાર પથ્થરના બ્લૉકને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવાથી સ્ટ્રક્ચરલ ખામીઓનું જોખમ ઓછું થાય છે.
 
  • વિવિધ સ્ત્રોતોમાંથી ક્ષાર જ્યારે સૂકાઈ જાય છે અને પથ્થર પર ક્રિસ્ટલાઇઝ (સ્ફટિકીકરણ) થાય છે ત્યારે નુકસાન પહોંચાડે છે અને તેમના સંચય પર નજર રાખવી જોઈએ અને તેને ઘટાડવો જોઈએ. 
 
  • પથ્થરના કડિયાકામમાં સિમેન્ટ દ્વારા વહેતું વધારાનું પાણી ટાળો, ચૂનાના ડાઘ પડી શકે છે (લાઈમ સ્ટેઇનિંગ), જે સંભવિત રીતે સામગ્રીના સડા તરફ દોરી જાય છે.
 
  • પથ્થરના કડિયાકામને હિમ (ફ્રૉસ્ટ) ના હુમલા જે મોટા પથ્થરના ટુકડાને દૂર કરી શકે છે તેની સામે સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે.
 
  • કાટ-પ્રેરિત વિસ્તરણને કારણે લોખંડ અને સ્ટીલ ફિક્સિંગ પથ્થરના ફ્રેક્ચરનું કારણ બની શકે છે.

પથ્થરના કડિયાકામ દરમિયાન ટાળવા જેવી 8 સામાન્ય ભૂલો

 

હવે જ્યારે તમને પથ્થરનું કડિયાકામ શું છે તેનો ખ્યાલ આવી ગયો છે, અહીં પથ્થરના કડિયાકામને લગતી કેટલીક સામાન્ય ભૂલો છે જે તમારે ચોક્કસપણે ટાળવી જોઈએ.

 

1) છિદ્ર (પોર) સ્ટ્રક્ચર



અનેક પરિબળો છે જે પથ્થરના કુદરતી ટકાઉપણાને અસર કરી શકે છે, પરંતુ છિદ્રનું સ્ટ્રક્ચર સૌથી મહત્વપૂર્ણ છે. છિદ્રનું સ્ટ્રક્ચર મહત્વનું છે કારણ કે તે પથ્થરમાં પ્રવેશતા અને આગળ વધતા પાણીના પ્રમાણને પ્રભાવિત કરે છે. વધુમાં, પથ્થરને નુકસાન પહોંચાડી શકતા ક્ષારને પાણી દ્વારા વહન કરી શકાય છે અને તે છિદ્રોમાં એકઠા થઈ શકે છે. નિર્ણાયક પરિબળ એ નથી કે છિદ્રો કેટલી જગ્યા તૈયાર કરે છે, પરંતુ તેમનું સ્ટ્રક્ચર કેવું છે. નીચી છિદ્રાળુતા ધરાવતા પથ્થર વધુ પાણીના પ્રવેશને મંજૂરી આપતા નથી અને તેથી તે ક્ષાર અને/અથવા હિમ હુમલા (ફ્રૉસ્ટ ઍટેક) પ્રત્યે ઓછા સંવેદનશીલ હોય છે. ઓછી છિદ્રાળુતા ધરાવતા પથ્થરો આમ સામાન્ય રીતે વધુ ટકાઉ હોય છે. ઉચ્ચ છિદ્રાળુતા ધરાવતા પથ્થર વધુ પાણીને પ્રવેશવા દેશે, પરંતુ જો છિદ્રો મોટા હોય, તો પાણીનું પ્રમાણમાં ઝડપથી બાષ્પીભવન થશે.

 

 

2) અયોગ્ય બેડિંગ



સેડિમેન્ટેશન (પ્રવાહીને તળે બેઠેલો કચરો) દરમિયાન, સેડિમેન્ટરી (કાંપાળ) ખડકો રચાય છે. જો પથ્થરનો બ્લૉક તેના બેડિંગ પ્લેનના સંબંધમાં અયોગ્યપણે ઇન્સટોલ થયો હોય, તો ખામીઓ ઘટિત થઇ શકે છે.

 

જ્યારે દિવાલમાં ઇન્સટોલ કરવામાં આવે, ત્યારે પથ્થરને તેની કુદરતી બેડિંગ સ્થિતિમાં ગોઠવવો જોઈએ. આનો અર્થ એ છે કે સ્તરો આડા ચાલવા જોઈએ, જે રીતે પથ્થરની રચના મૂળરૂપે થઇ હતી, તે રીતે પથ્થર આ સ્થિતિમાં વધુ મજબૂત હોય છે અને ખામીઓનું જોખમ ઓછું હોય છે.  જો પથ્થર ઉભો બેડ ધરાવતો હોય, તો તે ક્ષાર સાથેના ક્રિસ્ટલાઇઝેશન અથવા હિમ ક્રિયાને કારણે થતા નુકસાન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. બેડિંગ સ્તરોને દબાણ આપીને દૂર કરવા પ્રમાણમાં સરળ છે કારણ કે બાજુના પથ્થરોનો કોઈ અવરોધ હોતો નથી.

 

3) ક્ષાર ક્રિસ્ટલાઇઝેશન 

 

ક્ષાર વિવિધ રીતે સમસ્યાઓનું કારણ બની શકે છે અને તે વિવિધ સ્ત્રોતોમાંથી આવે છે. સ્ત્રોતોમાં કોંક્રિટ, ઈંટ અને મૉર્ટર તેમજ માટી અને હવાનો સમાવેશ થાય છે. સૂકાઈ જવાની સાથે ક્ષાર સપાટી પર અથવા પથ્થરની અંદર જમા થાય છે. છિદ્રોની અંદર ક્રિસ્ટલાઇઝેશન દબાણ ઉભું કરે છે, જે વારંવાર નુકસાન થવાનું કારણ બને છે. પથ્થરનો પ્રકાર, ક્ષારનો પ્રકાર અને છિદ્રોની વિશેષતાઓ - ખાસ કરીને તેની સાઈઝ અને ગોઠવણી - આ બધું જ નુકસાનની શક્યતા અને વ્યાપને પ્રભાવિત કરશે. જો તમે દરિયાકિનારાની નજીક રહેતા હોવ તો દરિયાઈ ક્ષાર અને સાપેક્ષ ભેજના ઉચ્ચ સામર્થ્યના સંયોજનને કારણે ક્ષારના ક્રિસ્ટલાઇઝેશનનું જોખમ વધે છે.



 

4) લાઈમ રન-ઑફ

 

પથ્થરના કડિયાકામના બાંધકામમાં, લાઈમ રન-ઓફ, જેને લાઈમ સ્ટેઇનિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અસાધારણ ઘટના છે જે ત્યારે ઘટિત થાય છે જ્યારે સિમેન્ટમાંથી વધુ પડતું પાણી વહી જાય છે. ચૂનાના પથ્થરમાં કેલ્શિયમ કાર્બોનેટ અને એસિડ વરસાદ વચ્ચેની પ્રતિક્રિયાના પરિણામે, દ્રાવ્ય ક્ષાર અન્ય સામગ્રીઓમાં વિકસી શકે છે. જ્યારે પણ દ્રાવ્ય ક્ષારની રચના થાય છે, ત્યારે તે ચૂનાના પથ્થરોની કોપિંગને દૂર કરી શકે છે અને ઈંટો અથવા રેતીના પથ્થરો પર સ્થિર થઈ શકે છે. જ્યારે આ ક્ષાર ક્રિસ્ટલાઇઝ થાય છે, ત્યારે તે અન્યથા સડો ન લાવનારી સામગ્રીમાં સડો લાવી શકે છે.

 

5) હિમ હુમલો (ફ્રૉસ્ટ ઍટેક)



 એવા વિસ્તારો જે અતિશય ભીના અને ફ્રીઝીંગ પ્રત્યે સંવેદનશીલ હોય તેવા વિસ્તારોમાં હિમ સમસ્યા બનવાની શક્યતા વધારે છે. આશ્રય ધરાવતી સાદી દિવાલોમાં, ડેમ્પ-પ્રૂફ કોર્સ સિવાય હિમનું નુકસાન દુર્લભ છે.  ઈંટકામની જેમ બિલ્ડીંગનું છિદ્રાળુ સ્ટ્રક્ચર, હિમ હુમલા પ્રત્યેની તેની સંવેદનશીલતા નિર્ધારિત કરે છે, અને હુમલાની પ્રક્રિયા સમાન છે.

 

પથ્થરના કડિયાકામના બાંધકામમાં આ ભૂલ પથ્થરના મોટા ટુકડાને દૂર કરવામાં સક્ષમ છે, ખાસ કરીને જો પથ્થર એવા વિસ્તારમાં હોય કે જે નુકસાન પ્રત્યે સંવેદનશીલ હોય, જેમ કે કોપિંગ્સ અથવા પેરાપેટ્સ.

 

6) કોન્ટૂર (રૂપરેખા) સ્કેલિંગ

રેતીના પથ્થરો કોન્ટૂર સ્કેલિંગ દર્શાવે છે, જે છિદ્રોને અવરોધિત કરનારા કેલ્શિયમ સલ્ફેટને કારણે ઘટિત થતા હોવાનું માનવામાં આવે છે. જ્યારે ખડક કેલ્કેરિયસ (ચૂનેદાર) રેતીનો પથ્થર ન હોય ત્યારે પણ આવું થતું જોવામાં આવે છે. જેનું પરિણામ છે પથ્થરની સપાટી પરથી જાડા પોપડાનું અલગ થવું.

 

7) ધાતુ વિસ્તરણ અને વૉલ ટાઈની નિષ્ફળતા

સદીઓથી, લોખંડ અને સ્ટીલના ક્રેમ્પનો ઉપયોગ પથ્થરકામના સમારકામ માટેના ઉપકરણો તરીકે કરવામાં આવે છે. જો કે, કાટ આ ધાતુના ફિક્સિંગ સાથે પથ્થરને વિસ્તૃત અને ફ્રેક્ચર કરી શકે છે.  વધુમાં, પથ્થરના પોલાણની દિવાલો પોલાણની વૉલ ટાઈ દ્વારા પ્રભાવિત થઇ શકે છે.

 

8) ડ્રેસિંગ અને નિષ્કર્ષણ

જો પથ્થરોને વિસ્ફોટકો વડે કાઢવામાં આવે તો ક્વૉરીમાં તેમને નુકસાન થઈ શકે છે, જે આંતરિક ફ્રેક્ચરનું કારણ બની શકે છે. પથ્થરની સપાટીનું વધુ પડતું ટૂલિંગ પણ નુકસાન પહોંચાડી શકે છે.

 

 

પથ્થર કડિયાકામ બાંધકામ માટે ટિપ્સ

 

1. લાંબા લંબચોરસ પથ્થરોનો ઉપયોગ દિવાલોના રીઇન્ફૉર્સમેન્ટમાં મદદ કરે છે.

 

2. તમારી દિવાલોના આંતરિક અને બાહ્ય ભાગોનું બાંધકામ એકસાથે થવું જોઈએ.

 

3. જોઇન્ટની જાડાઈ 2-2.5 સેન્ટિમીટરની વચ્ચે હોવી જોઈએ અને પથ્થરની સાઈઝના આધારે 1 સેન્ટિમીટરથી ઓછી ન હોવી જોઈએ.

 

4. કોંક્રિટના મિશ્રણ માટે યોગ્ય સિમેન્ટ-અને-પાણીના ગુણોત્તરનો ઉપયોગ કરવાનું યાદ રાખો અને તેને મિશ્રિત કર્યાની 30 મિનિટની અંદર તેનો ઉપયોગ કરવાનું યાદ રાખો.

 

5. નાના પથ્થરોનો ઉપયોગ ખાલી જગ્યા ભરવા અને દિવાલને આકાર આપવા માટે થાય છે.

 

6. પથ્થરો દિવાલમાંથી બહાર આવવા જોઈએ નહીં અને મિશ્રણ સાથે યોગ્ય રીતે સેટ થવા જોઈએ.

 

7. દિવાલોનું ક્યોરિંગ ઓછામાં ઓછા 7 દિવસ માટે કરવામાં આવવું જોઈએ.

 

 

પથ્થર કડિયાકામના ફાયદા



1) મજબૂતાઈ

બાંધકામ દરમિયાન પથ્થરોનો ઉપયોગ તમારા મકાનને મજબૂત અને ટકાઉ બનાવે છે. પથ્થર આશરે 104.9 એમપીએની સરેરાશ કમ્પ્રેસિવ મજબૂતાઈ ધરાવે છે, જે તેને આ સંદર્ભે મોટાભાગની અન્ય સામગ્રી કરતાં વધુ સારો વિકલ્પ બનાવે છે. પથ્થરની કમ્પ્રેસિવ મજબૂતાઈ તે મહત્તમ ભાર છે જેની સામે તે તૂટી પડ્યા વગર અથવા તિરાડો પડ્યા વગર ટકી શકે છે. કડિયાકામની મજબૂતાઈ પણ મૉર્ટરની મજબૂતાઈથી ખૂબ જ પ્રભાવિત હોય છે.

 

2) હવામાન પ્રત્યે પ્રતિકાર

પથ્થરના કડિયાકામનો સૌથી મહત્વપૂર્ણ ફાયદાઓમાંનો આ એક છે, સમગ્ર વર્ષ દરમિયાન બિલ્ડીંગ્સ વિવિધ પ્રકારના હવામાન સહન કરે છે. પથ્થરનું કડિયાકામ વરસાદ, કરા અને બરફ જેવા હવામાનના તત્વોને કારણે થતી કોઈપણ અસર સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. વરસાદની સ્થિતિમાં, પથ્થર પાણીને શોષી શકતું નથી, તેથી ભીનાશને કારણે ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી થશે નહીં.

 

3) ટકાઉપણું

પથ્થરના કડિયાકામનો અન્ય બાંધકામ પદ્ધતિઓની તુલનામાં નોંધપાત્ર ફાયદો છે કારણ કે પથ્થર ભારે ઘસારાનો સામનો કરી શકે છે. ફર્નિચરને ખસેડવાથી સામાન્ય ઘસારો થઈ શકે છે, જે દિવાલો પર ગોબા પાડી શકે છે. પથ્થરના કિસ્સામાં આવી ચિંતાઓ કરવાની જરૂર પડતી નથી. તે  બેન્ડિંગ, રેપિંગ, સ્પ્લિન્ટરિંગ, ડેન્ટિંગ, અને સ્વેલિંગ સામે  પણ પ્રતિરોધક છે, પરિણામે આ બધું જ તેના ટકાઉપણામાં યોગદાન આપે છે.

 

4) જાળવણી

પથ્થરના કડિયાકામ સાથે બાંધવામાં આવેલી બિલ્ડીંગ્સને તેમના ટકાઉપણાંને કારણે ઈંટના કડિયાકામ જેમાં પ્લાસ્ટરિંગ અને કલર વોશિંગની જરૂર પડે છે તેની તુલનામાં બહુ ઓછી જાળવણીની જરૂર પડે છે.



 

પથ્થરનું કડિયાકામ શું છે અને પથ્થરના કડિયાકામની સામાન્ય ભૂલો તમે ટાળી શકો તે વિશે તમારે આટલું જ જાણવાની જરૂર છે. યોગ્ય પથ્થરો પસંદ કરવાથી માંડીને નક્કર પાયો નાખવા સુધી, જ્યારે તમે પથ્થર અને કડિયાકામ વિશે વિચારો ત્યારે ટાળવા જેવી આઠ ભૂલો પર અમારી માર્ગદર્શિકાએ પ્રકાશ પાડ્યો છે, જેથી તમારા પ્રોજેક્ટ સમયની કસોટી સામે ટકી રહે.



સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....