Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
મિક્સરો વિવિધ પ્રકારના ઉપલબ્ધ છે તથા મિક્સ કરવામાં આવી રહેલી સામગ્રીઓની પ્રકૃતિ તથા ઇચ્છિત પરિણામો પર આધાર રાખીને ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરવા માટે આ પ્રત્યેક પ્રકારની રચના કરવામાં આવી છે. કૉંક્રીટ મિક્સર મશીનની બે વ્યાપક કેટેગરીઓ છે, કૉંક્રીટ બેચ મિક્સર અને કન્ટિન્યૂઅસ મિક્સર. અહીં આપણે આ બંને પ્રકારોની વિગતવાર ચર્ચા કરીશું અને તેના પ્રકારો વિશે પણ જાણકારી મેળવીશું.
કૉંક્રીટ બેચ મિક્સર એ મિક્સરનો એક પ્રકાર છે, જેનો ઉપયોગ બાંધકામ ઉદ્યોગમાં કોઈ એક સમયે કૉંક્રીટની એક નિશ્ચિત માત્રાને મિક્સ કરવા માટે થાય છે. આ પ્રકારના મિક્સર નાનાથી મધ્યમ કદના બાંધકામના પ્રોજેક્ટ માટે અનુકૂળ ગણાય છે, જ્યાં કૉંક્રીટની માંગ ખૂબ વધારે હોતી નથી. કૉંક્રીટ બેચ મિક્સરમાં સામાન્ય રીતે એક ડ્રમ અથવા કન્ટેનરનો સમાવેશ થાય છે, જેમાં તમામ સામગ્રીને પૂર્વનિર્ધારિત ક્રમમાં ઉમેરવામાં આવે છે. તેમાં ઉમેરવામાં આવતી સામગ્રીમાં મુખ્યત્વે સીમેન્ટ, રેતી, પાણી તથા પીસેલા પથ્થરો કે કાંકરા જેવા એગ્રીગેટ્સનો સમાવેશ થાય છે. આ મિક્સર વિવિધ પ્રકારના કદમાં આવે છે અને કૉંક્રીટને કેટલી માત્રામાં મિક્સ કરવાનો છે, તેના પર આધાર રાખીને આ મિક્સરની સાઇઝ નક્કી કરવામાં આવે છે. નાના બેચના મિક્સરો 1 ક્યુબિક યાર્ડ કૉંક્રીટને સમાવી શકે છે, જ્યારે મોટા મિક્સરો 6 ક્યુબિક યાર્ડ કે તેનાથી વધારે કૉંક્રીટને સમાવી શકે છે.
કૉંક્રીટ બેચ મિક્સર એ નાનાથી મધ્યમ કદના બાંધકામના પ્રોજેક્ટ્સ માટે એક વિશ્વસનીય અને કાર્યક્ષમ વિકલ્પ છે, જેમાં કોઈ એક ચોક્કસ સમયે કૉંક્રીટની એક નિશ્ચિત માત્રાને મિક્સ કરવામાં આવે છે.
ડ્રમ મિક્સર બેરલ મિક્સર તરીકે પણ ઓળખાય છે, જે ખૂબ મોટી માત્રામાં કૉંક્રીટ કે સીમેન્ટ મિક્સ કરવા માટે બાંધકામ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા મિક્સરનો એક પ્રકાર છે. તેમાં એક ડ્રમ અથવા બેરલનો સમાવેશ થાય છે, જે તેની ધરી પર ફરે છે, જેની સાથે ડ્રમની અંદરની બાજુએ બ્લેડ્સ કે પંખાઓ જોડાયેલા હોય છે, જે તે ફરીને કૉંક્રીટને મિક્સ કરવામાં મદદરૂપ થાય છે. તેનો ફાયદો એ છે કે તે ખૂબ મોટી માત્રામાં કૉંક્રીટને કાર્યક્ષમ રીતે મિકસ કરવાની ક્ષમતા ધરાવે છે. તેનું સંચાલન કરવું પણ સરળ હોય છે અને અન્ય પ્રકારના મિક્સરોની સરખામણીએ તેમાં શ્રમની પણ ઓછી જરૂર પડે છે. આ કારણસર તે નાના અને મોટા એમ બંને પ્રકારના બાંધકામના પ્રોજેક્ટ માટે અનુકૂળ છે તથા તેનો ઉપયોગ કૉંક્રીટ, મોર્ટાર કે અન્ય કોઈ પ્રકારની બાંધકામની સામગ્રીને મિક્સ કરવા માટે થઈ શકે છે.
ડ્રમ મિક્સરને આગળ વધુ ત્રણ કેટેગરીઓમાં વર્ગીકૃત કરી શકાય છેઃ ટિલ્ટિંગ ડ્રમ મિક્સર, નોન-ટિલ્ટિંગ ડ્રમ મિક્સર અને રીવર્સિંગ ડ્રમ મિક્સર.
ટિલ્ટિંગ ડ્રમ મિક્સરની રચના ટિલ્ટિંગ ડ્રમ વડે કરવામાં આવી હોય છે, જેને મિક્સ કરેલા કૉંક્રીટ કે સીમેન્ટને રેડવા માટે ફેરવી શકાય છે, આથી જ્યાં સામગ્રીઓને ઝડપથી ખાલી કરવી પડતી હોય તેવા બાંધકામના પ્રોજેક્ટ માટે તે ખૂબ જ લોકપ્રિય વિકલ્પ બની ગયો છે. આ મિક્સરમાં પોતાની ધરી પર ઝૂકેલા ડ્રમનો સમાવેશ થાય છે, જેના કારણે તે મિક્સ કરવામાં આવેલી સામગ્રીને ડ્રમની બહાર નિશ્ચિત જગ્યામાં રેડી શકે છે. આ પ્રકારના મિક્સરોના વિવિધ ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે, તેમાં નોન-ટિલ્ટિંગ ડ્રમ મિક્સરોની સરખામણીએ મેન્યુઅલ શ્રમની ઓછી જરૂર પડે છે, કારણ કે ડ્રમને ઝૂકાવીને મિશ્રિત કરેલી સામગ્રીને સરળતાથી ખાલી કરી શકાય છે. તેની આ ખાસિયત તેને નાનાથી મધ્યમ કદના બાંધકામ પ્રોજેક્ટ માટે એક લોકપ્રિય વિકલ્પ બનાવે છે.
ટિલ્ટિંગ ડ્રમ મિક્સરથી વિપરિત નોન-ટિલ્ટિંગ ડ્રમ મિક્સર ઝૂકવાની મિકેનિઝમ ધરાવતું નથી અને મિક્સ કરેલી સામગ્રીને ખાલી કરવા માટે ડ્રમને હાથથી ઝુકાવવું પડે છે. જોકે, આ કૉંક્રીટ મિક્સરનો એક ફાયદો એ છે કે, તેની રચના ખૂબ જ સાદી હોય છે અને તેને ઉપયોગમાં લેવું પણ ખૂબ સરળ હોય છે. તે નાનાથી મધ્યમ કદના બાંધકામના પ્રોજેક્ટ માટે અનુકૂળ ગણાય છે તથા ભીના અને સૂકા મિશ્રણોને મિક્સ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. તેની ખાસ જાળવણી રાખવાની પણ જરૂર પડતી નથી. જોકે, તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે, તે મિક્સ કરેલી સામગ્રીને આપમેળે ખાલી કરી શકતું નથી. આ મિક્સ કરેલી સામગ્રીને જાતે હાથથી ખાલી કરવી પડે છે, જેના લીધે તે બાંધકામના મોટા પ્રોજેક્ટો માટે બિનકાર્યક્ષમ બની જાય છે.
રીવર્સિંગ ડ્રમ મિક્સરનું ડ્રમ બંને દિશાઓમાં ફરી શકે છે, જેના કારણે તેની મિક્સ કરનારી બ્લેડ્સ અસરકારક રીતે સામગ્રીને મિક્સ કરી શકે છે. તેના ડ્રમની અંદરની બાજુએ મિશ્રણ કરનારી બ્લેડ્સ કે પંખા લાગેલા હોય છે, જે સામગ્રીને મિક્સ કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારના મિક્સરનો એક ફાયદો એ છે કે તે ભીના અને સૂકા મિશ્રણો સહિત અત્યંત એકરૂપ થઈ ગયેલું કૉંક્રીટનું મિશ્રણ તૈયાર કરી શકે છે. તે બાંધકામના નાના-મધ્યમ કદના પ્રોજેક્ટ માટે અનુકૂળ ગણાય છે તથા તેને સરળતાથી સાફ કરી શકાય છે અને તેની જાળવણી રાખી શકાય છે. જોકે, તેની કિંમત ઘણી વધુ હોવાથી કેટલાક બાંધકામના પ્રોજેક્ટ માટે તે ખાસ આકર્ષક વિકલ્પ નથી.
તે સર્ક્યુલર મિક્સર કે તવા મિક્સર તરીકે પણ ઓળખાય છે, કારણ કે, તે મિશ્રણ કરવા માટેનો ગોળાકાર તવો ધરાવે છે. આ કૉંક્રીટ મિક્સરમાં મિશ્રણ કરવા માટેના ગોળાકાર તવાનો સમાવેશ થાય છે, જેને ચક્રો ધરાવતી ફ્રેમની ઉપર આડો મઢવામાં આવેલો હોય છે. તેના કેટલાક ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે, તે કૉંક્રીટનું અત્યંત એકરૂપ થયેલું મિશ્રણ તૈયાર કરી શકે છે. તવા પ્રકારના મિક્સરો ભીના/સૂકા મિશ્રણો, મોર્ટાર, પ્લાસ્ટર અને રીફ્રેક્ટરી મટીરિયલ સહિતના કૉંક્રીટના વિવિધ પ્રકારના મિશ્રણો તૈયાર કરવા માટે અનુકૂળ ગણાય છે. જોકે, તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે, અન્ય પ્રકારના મિક્સરોની સરખામણીએ તેની મિશ્રણ કરવાની ક્ષમતા ઓછી છે. જ્યાં ખૂબ વધારે ક્ષમતા ધરાવતા મિક્સિંગ ઉપકરણોની જરૂર હોય તેવા બાંધકામના પ્રોજેક્ટ માટે તે અનુકૂળ નથી.
કન્ટિન્યૂઅસ મિક્સર કન્ટિન્યૂઅસ ફ્લો મિક્સર તરીકે પણ ઓળખાય છે, જે કૉંક્રીટ અથવા તો બાંધકામની અન્ય કોઈ સામગ્રીને મિક્સ કરવા માટે બાંધકામ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા મિક્સરનો એક પ્રકાર છે. કોઈ એક સમયે સામગ્રીની એક નિશ્ચિત માત્રાને મિક્સ કરી શકતા બેચ મિક્સરથી વિપરિત આ સીમેન્ટ મિક્સર મિક્સિંગ ચેમ્બરમાં ગતિ કરીને સામગ્રીને સતત મિક્સ કરી શકે છે. એક તરફથી આ મિક્સિંગ ચેમ્બરમાં સામગ્રીને સતત નાંખવાની હોય છે, જ્યારે તેના બીજા છેડેથી મિક્સ થયેલી સામગ્રી સતત નીકળ્યાં કરે છે. એકરૂપ થયેલી સામગ્રી ખૂબ મોટી માત્રામાં ઝડપથી અને કાર્યક્ષમ રીતે તૈયાર કરવાની તેની ક્ષમતા તેનો સૌથી મોટો ફાયદો છે. વ્યાપક રેન્જની બાંધકામ સામગ્રીને મિક્સ કરવા માટે તેનો ઉપયોગ થાય છે, જેમાં કૉંક્રીટ (ભીના અને સૂકા મિશ્રણો સહિત), મોર્ટાર અને આસ્ફાલ્ટનો સમાવેશ થાય છે.
જોકે, તેની પ્રમાણમાં ઊંચી કિંમત એ તેનો મુખ્ય ગેરફાયદો છે. તેને સંચાલન કરવા માટે પ્રમાણમાં ઘણી મોટી જગ્યા પણ જોઇએ છે, જેના કારણે તે બાંધકામના નાના પ્રોજેક્ટ્સ માટે અનુકૂળ ગણાતું નથી.
કૉંક્રીટ અથવા તો બાંધકામની અન્ય કોઈ સામગ્રીને મિશ્રિત કરવા માટે બાંધકામ ઉદ્યોગમાં અનેકવિધ પ્રકારના મિક્સરોનો ઉપયોગ થાય છે. જેના સર્વસામાન્ય પ્રકારોમાં બેચ મિક્સર, ડ્રમ મિક્સર, તવા-પ્રકારના મિક્સર, ટિલ્ટિંગ ડ્રમ મિક્સર, નોન-ટિલ્ટિંગ ડ્રમ મિક્સર, રીવર્સિંગ ડ્રમ મિક્સર અને કન્ટિન્યૂઅસ મિક્સરનો સમાવેશ થાય છે. અહીં નીચે સીમેન્ટ મિક્સરોનો ઉપસંહાર આપવામાં આવ્યો છે.
આમ નિષ્કર્ષ રૂપે એમ કહી શકાય કે, મિક્સરના પ્રત્યેક પ્રકારના તેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે તથા કેવા પ્રકારનું મિક્સર પસંદ કરવું એ બાંધકામના પ્રોજેક્ટની ચોક્કસ જરૂરિયાત પર આધારિત છે. બાંધકામના કોઈ પ્રોજેક્ટ માટે કૉંક્રીટના મિક્સરના અનુકૂળ પ્રકારને પસંદ કરતી વખતે તેની મિશ્રણ કરવાની ક્ષમતા, સ્પીડ, કાર્યક્ષમતા અને બહુમુખીતા જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જરૂરી બની જાય છે.