Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
તમારા ઘરમાં ફોલ્સ સિલિંગ બનાવવાથી ઘણાં વ્યવહારુ અને સૌંદર્યલક્ષી લાભ મળે છે. અહીં મુખ્ય કારણો આપવામાં આવ્યા છે કે શા માટે વિવિધ પ્રકારની ફોલ્સ સીલિંગ ડિઝાઇનને ધ્યાનમાં લેવી એ તમારા માટે શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે:
ભેજ અને ઝોક (નમી જવા) સામે પ્રતિકાર: યોગ્ય સામગ્રી સાથે, ફોલ્સ સીલિંગ ભેજનો પ્રતિકાર કરે છે સહેલાઈથી નમી જતી નથી જેથી લાંબી આવરદા સુનિશ્ચિત કરી શકાય છે.
પીઓપી ફોલ્સ સીલિંગ પ્લાસ્ટર ઓફ પેરિસને પાણીમાં ભેળવીને અને તેને રીઇન્ફૉર્સમેન્ટ માટે વાયર મેશ પર ઇચ્છિત આકારમાં મોલ્ડ કરીને બનાવવામાં આવે છે. તે સેટ થયા પછી, તેને સીલિંગ ફ્રેમવર્ક સાથે જોડવામાં આવે છે.
જીપ્સમ બોર્ડ પૅનલ જીપ્સમ પ્લાસ્ટર અને ફાઇબરના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે ચોરસ હોય છે અને મેટલ ફ્રેમવર્ક પર ફિક્સ કરેલી હોય છે.
લાકડાની ફોલ્સ સીલિંગ પ્લાયવુડ, વૂડ વિનીઅર અથવા એમડીએફ નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ પૅનલ તરીકે અથવા લિનિયર લાકડાની સ્લેટ તરીકે કરી શકાય છે.
ધાતુની ફોલ્સ સીલિંગ એલ્યુમિનિયમ અથવા ગેલ્વેનાઈઝ્ડ આયર્ન પેનલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેને છતની ગ્રીડમાં ફિક્સ કરવામાં આવે છે.
ફાઇબર સીલિંગ કુદરતી અને કૃત્રિમ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, જેમ કે ફાઇબરગ્લાસ. તે વિવિધ સાઈઝ અને ટેક્સચરમાં ઉપલબ્ધ હોય છે.
આ પ્રકારની સીલિંગ ગ્લાસની પૅનલનો ઉપયોગ કરે છે, જે ઘણીવાર ફ્રોસ્ટેડ અથવા ટિન્ટેડ હોય છે. જો કે, ઓછી સામાન્ય હોવા છતાં, તે આધુનિક ઘરો અથવા કમર્શિયલ જગ્યાઓએ જોવા મળી શકે છે.
પીવીસી અથવા પૉલિવિનાઇલ ક્લોરાઇડ પૅનલ ઑફિસ અને ઘર બંને માટે યોગ્ય છે અને વિવિધ રંગો અને પેટર્નમાં ઉપલબ્ધ હોય છે.
આ પ્રકારની સીલિંગમાં ફેબ્રિક અથવા કૃત્રિમ લેધરનો ઉપયોગ તેને ફ્રેમ પર ખેંચીને કરવામાં આવે છે, જે સૌમ્ય દેખાવ આપે છે.
જ્યારે તમારા ઘર માટે ફોલ્સ સીલિંગની કિંમતનો વિચાર કરવાનો આવે ત્યારે એકંદર ખર્ચને પ્રભાવિત કરી શકે તેવા વિવિધ ઘટકોને ધ્યાનમાં લેવા જરૂરી છે. અલગ-અલગ પ્રકારની ફોલ્સ સીલિંગના આધારે ખર્ચ અંગેની વિચારણાઓ અહીં આપવામાં આવી છે:
ફોલ્સ સીલિંગ પસંદ કરવી એ ફક્ત તમારા ઘરમાં એક સ્ટાઇલિશ ટચ ઉમેરવા જેવુ જ નથી પણ તેનાથી તેની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે – પછી ભલે તે બહેતર લાઇટિંગ, સાઉન્ડપ્રૂફિંગ અથવા થર્મલ ઇન્સ્યુલેશન માટે હોય. તમને તમારા રોકાણ સામે શ્રેષ્ઠ મૂલ્ય મળે તે સુનિશ્ચિત કરવા માટે નીચેની બાબતો ધ્યાનમાં લો:
આખરે, ફોલ્સ સીલિંગની કિંમત ઉલ્લેખિત પરિબળોના આધારે વ્યાપકપણે બદલાય છે. જો કે, સાધારણ બજેટ સાથે પણ, તમે તમારા ઘરની સૌંદર્યલક્ષિતાને વધારવા માટે વ્યવહારિકતા અને આરામ સુનિશ્ચિત કરવાની સાથે વિવિધ પ્રકારની ફોલ્સ સિલિંગ ડિઝાઇનમાંથી પસંદ કરી શકો છો.
તમારા ઘર માટે ફોલ્સ સિલિંગના પ્રકારો પસંદ કરતી વખતે, રૂમનો હેતુ, તમારું બજેટ અને એકંદર ડિઝાઇનની સૌંદર્યલક્ષી બાબતો જે તમે હાંસલ કરવા માગો છો તે ધ્યાનમાં લો. દરેક સામગ્રી પીઓપી અને જીપ્સમની ભવ્યતાથી લઈને પીવીસી અને ફાઈબરની વ્યવહારિકતા સુધીના વિશિષ્ટ ફાયદાઓ પ્રદાન કરે છે. ફોલ્સ સીલિંગ સામગ્રીના પ્રકારો અને તેના ફાયદાઓને સમજવાથી તમને તમારા ઘરના ઇન્ટિરિઅરને વધુ સુંદર બનાવવા અંગે નિર્ણય લેવામાં મદદ મળશે. તમારી સ્ટાઇલને કોમ્પલિમેન્ટ કરતી અને તમારી કાર્યાત્મક જરૂરિયાતોને પૂર્ણ કરે તેવી પરફેક્ટ મેચ શોધવા માટે વિવિધ પ્રકારની ફોલ્સ સીલિંગ ડિઝાઇનો અંગે તપાસ કરો. યાદ રાખો, યોગ્ય રીતે પસંદ કરેલી ફોલ્સ સીલિંગ તમારી જગ્યાની કાયાપલટ કરી શકે છે અને તમારા ઘરની સુંદરતા અને કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે.