Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


તમારા ઘર માટે પ્લમ્બિંગના પાઇપોના વિવિધ પ્રકારોને સમજો

તમારી પ્લમ્બિંગ સિસ્ટમની જાળવણી, સમારકામ કે તેને અપગ્રેડ કરવાના સંબંધમાં સૂચિત નિર્ણયો લઈ શકાય તે માટે ઘરમાં ઉપયોગમાં લેવાતી પ્લમ્બિંગની પાઇપોના વિવિધ પ્રકારોને સમજવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો, વિવિધ પ્રકારના પ્લમ્બિંગના પાઇપોની જટિલતાઓને સમજીએ અને તમારા ઘર માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે, તે જાણીએ.

Share:


પ્લમ્બિંગ એ કોઈ પણ ઘરનું ખૂબ જ આવશ્યક પાસું છે, જે પાણીના વિતરણ અને કચરાંનાં નિકાલને શક્ય બનાવે છે. પાઇપો આ પ્લમ્બિંગ સિસ્ટમનું સૌથી મહત્વનું ઘટક છે. પ્લમ્બિંગમાં ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ પ્રકારની પાઇપો વિવિધ પ્રકારની સામગ્રીમાંથી બનેલી હોય છે, જે પ્રત્યેક અલાયદી લાક્ષણિકતાઓ ધરાવતી હોય છે અને લાભ પૂરાં પાડતી હોય છે. તમારા ઘર માટે યોગ્ય પ્રકારની પાઇપ પસંદ કરવી એ પાણીના કાર્યક્ષમ પ્રવાહ, ટકાઉપણું અને લાંબી આવરદાની ખાતરી કરવા માટે જરૂરી છે. તેની વિશેષતાઓ, ફાયદા અને મર્યાદાઓને સમજવાથી તમે તમારા ઘરની પ્લમ્બિંગની જરૂરિયાતો માટે આદર્શ પાઇપ મટીરિયલ પસંદ કરતી વખતે સૂચિત નિર્ણય લઈ શકશો.

 

તો ચાલો, વિવિધ પ્રકારની પ્લમ્બિંગ પાઇપોને સમજીએ અને તમારી પ્લમ્બિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે તમારી પાસે કયા વિકલ્પો ઉપલબ્ધ છે, તે જાણીએ.



પ્લમ્બિંગની પાઇપોના વિવિધ પ્રકારો

 

 

1. પીઇએક્સ પાઇપ

તેની સ્થિતિસ્થાપકતા, ઇન્સ્ટોલેશનમાં સરળતા અને અતિશય નીચા તાપમાન સામે પ્રતિરોધ જેવા તેના ગુણોને કારણે પીઇએક્સ (ક્રોસ-લિંક્ડ પૉલીઇથીલીન) પાઇપો છેલ્લાં કેટલાક વર્ષોમાં ખાસી લોકપ્રિય થઈ છે. તેને ઉચ્ચ-ઘનત્વ ધરાવતા પૉલીઇથીલીન મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, જેને વધારાના કોઈ ફિટિંગ્સ કે સોલ્ડરિંગ વગર વાળી શકાય છે અને આકાર આપી શકાય છે. તે વિવિધ પ્રકારના રંગોમાં ઉપલબ્ધ છે, જેમ કે, લાલ અને વાદળી, જેથી કરીને ગરમ અને ઠંડા પાણીની લાઇનો વચ્ચે ભેદ પારખવાનું સરળ બની જાય છે.

 

પીઇએક્સ પાઇપના ફાયદા

 

a) સ્થિતિસ્થાપક અને ઇન્સ્ટોલ કરવામાં સરળ

પીઇએક્સ પાઇપ ખૂબ જ સ્થિતિસ્થાપક હોય છે, જેના કારણે તે સાંકડી જગ્યાઓમાં અને ખૂણાઓની આસપાસ પણ સરળતાથી ઇન્સ્ટોલ થઈ જાય છે. તેને દિવાલોમાં અને ફ્લોરમાં નાંખી શકાય છે, જેના લીધે વધારાના ફિટિંગ્સની જરૂરિયાત ઘટી જાય છે અને લીક થવાનું જોખમ શક્ય એટલું ઘટી જાય છે.

 

b) ઠંડા તાપમાન સામે પ્રતિરોધ

પીઇએક્સ પાઇપ થીજી જવાય તેવા નીચા તાપમાન સામે પ્રતિરોધ ધરાવે છે, જે તેને જ્યાં પાણીની પાઇપો થીજી જવાનું કે ફાટી જવાનું જોખમ હોય તેવા ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારો માટે આદર્શ વિકલ્પ બનાવે છે.

 

c) ખવાણ અને સ્કેલ સામે પ્રતિરોધ

ધાતુની પાઇપથી અલગ પીઇએક્સ ખવાણ અને સ્કેલ બિલ્ડઅપ સામે પ્રતિરોધ ધરાવે છે, જે પાણીના વધુ સારા પ્રવાહની ખાતરી કરે છે અને સમયાંતરે પાઇપ અવરોધાઈ જવાના જોખમને ઘટાડી દે છે.

 

d) લાંબી આવરદા

પીઇએક્સ પાઇપ લાંબી આવરદા ધરાવે છે, જેના ઉત્પાદનકર્તાઓ ઘણીવાર 25 વર્ષ કે તેનાથી વધારે સમયની વૉરન્ટીઓ આપતાં હોય છે.


2. પીવીસી પાઇપ



તેની પરવડે તેવી કિંમત, ટકાઉપણા અને વિવિધ ઉપયોગોને કારણે પીવીસી (પૉલીવિનાઇલ ક્લોરાઇડ) પાઇપ ઘરેલું પ્લમ્બિંગ સિસ્ટમમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તે એક સખત પાઇપ છે, જે વિવિધ સાઇઝમાં ઉપલબ્ધ છે અને સોલ્વન્ટ સીમેન્ટનો ઉપયોગ કરીને તેને સરળતાથી એકબીજાની સાથે જોડી શકાય છે.

 

પીવીસી પાઇપના ફાયદા

 

a) પરવડે તેવી કિંમત

પાણીના પાઇપોના વિવિધ પ્રકારોમાંથી પીવીસીની પાઇપ પ્લમ્બિંગ સિસ્ટમ માટેનો સૌથી પરવડે તેવો વિકલ્પ છે, જે તેને નવા ઇન્સ્ટોલેશન અને સમારકામ બંને માટે લોકપ્રિય બનાવે છે.

 

b) ટકાઉપણું

પીવીસી પાઇપો ખવાણ, રસાયણો અને યુવી કિરણો સામે પ્રતિરોધ ધરાવે છે, જે તેને અંદર અને બહાર એમ બંને પ્રકારના ઉપયોગો માટે અનુકૂળ બનાવે છે.

 

c) સરળ ઇન્સ્ટોલેશન

પીવીસીની પાઇપ વજનમાં હલકી હોય છે, જેના કારણે તેન હેન્ડલ કરવાનું અને ઇન્સ્ટોલ કરવાનું સરળ થઈ જાય છે. અન્ય પાઇપ મટીરિયલની સરખામણીએ તેના માટે ઓછા ટૂલ્સ અને ફિટિંગ્સની જરૂર પડે છે.

 

d) ઓછી જાળવણી

પીવીસીની પાઇપોને પેઇન્ટિંગ કે કૉટિંગ કરવાની જરૂર નથી અને તેની પ્રમાણમાં ઓછી જાળવણી કરવાની જરૂર પડે છે, જે લાંબાગાળાની બચત પૂરી પાડે છે.


3. તાંબાની પાઇપ

તાંબાની પાઇપના ટકાઉપણા, વિશ્વસનીયતા અને સુંદરતાને કારણે તે વર્ષોથી પ્લમ્બિંગ સિસ્ટમ માટેનો લોકપ્રિય વિકલ્પ રહ્યો છે. તાંબાની પાઇપો બે મુખ્ય પ્રકારોમાં ઉપલબ્ધ છેઃ રિજિડ કૉપર અને ફ્લેક્સિબલ કૉપર.

 

તાંબાની પાઇપના ફાયદા

 

a) લાંબી આવરદા

તાંબાની પાઇપો લાંબી આવરદા ધરાવે છે અને જો તેને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે તથા તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો તે ઘણાં દાયકાઓ સુધી ટકી રહે છે.

 

b) ગરમી સામે ઉત્તમ પ્રતિરોધ

તાંબાની પાઇપો ઊંચા તાપમાન સામે ટકી રહે છે, જે તેને ગરમ પાણીની સપ્લાય લાઇન માટે આદર્શ બનાવે છે.

 

c) ખવાણ પ્રતિરોધી

તાંબાનું ખવાણ થતું નથી, જે દૂષણ વગર સ્વચ્છ પાણીના સાતત્યપૂર્ણ પ્રવાહની ખાતરી કરે છે.

 

d) સુંદર દેખાવ

તાંબાની પાઇપો સુંદર દેખાય છે અને તે તમારા ઘરને લાણવ્યમયી બનાવે છે.

 

 

4. એબીએસ પાઇપ

એબીએસ (એક્રીલોનાઇટ્રાઇલ બ્યુટેડાઇન સ્ટીરીન) પાઇપ સામાન્ય રીતે ડ્રેઇન, વેસ્ટ એન્ડ વેન્ટ (ડીડબ્લ્યુવી) સિસ્ટમ માટે વપરાય છે. તે વજનમાં હલકી અને ટકાઉ પ્લાસ્ટિકની પાઇપ હોય છે, જે રસાયણો સામે પ્રતિરોધ ધરાવે છે અને તે ઊંચા તાપમાનને સહન પણ કરી શકે છે.

 

એબીએસ પાઇપના ફાયદા

 

a) પરવડે તેવી

એબીએસ પાઇપ પ્રમાણમાં સસ્તી અને પરવડે તેવી હોય છે, જે તેને ઘરેલું પ્લમ્બિંગના પ્રોજેક્ટ્સ માટે લોકપ્રિય વિકલ્પ બનાવે છે.

 

b) રસાયણો સામે પ્રતિરોધ

એબીએસ પાઇપ રસાયણોની સામે ખૂબ વધારે પ્રતિરોધ ધરાવે છે, જે તેને ડ્રેઇન અને વેસ્ટ સિસ્ટમો સહિતના વિવિધ ઉપયોગો માટે અનુકૂળ બનાવે છે.

 

c) ઘોંઘાટમાં ઘટાડો

એબીએસ પાઇપ અવાજને અવશોષી લેવાનો ઉત્તમ ગુણ ધરાવે છે, જેના કારણે પાણીના પ્રવાહને કારણે થતો ઘોંઘાટ ઘટી જાય છે અને એકંદર આરામદાયકતામાં વધારો થાય છે.

 

d) ઇન્સ્ટોલ કરવામાં સરળ

એબીએસ પાઇપ વજનમાં હલકી હોય છે અને તેને સરળતાથી કાપી પણ શકાય છે, જેના લીધે તેનું ઇન્સ્ટોલેશન ઝડપથી અને સરળતાથી થઈ જાય છે.

 

 

5. ફ્લેક્સી પાઇપ

ફ્લેક્સિબલ બ્રેઇડેડ સપ્લાય લાઇન્સ તરીકે પણ ઓળખાતી ફ્લેક્સી પાઇપનો ઉપયોગ સામાન્ય રીતે ફિક્સચર્સને જોડવા માટે થાય છે, જેમ કે, નળ અને ટોઇલેટ્સને પાણીના મુખ્ય સપ્લાયની સાથે જોડવા. તેનું નિર્માણ મજબૂત રબર કે સ્ટેઇનલેસ સ્ટીલમાંથી કરવામાં આવ્યું હોય છે અને તેની રચના ફ્લેક્સિબલ હોવાથી તેનું ઇન્સ્ટોલેશન અને કનેક્શન કરવાનું સરળ છે.

 

ફ્લેક્સી પાઇપના ફાયદા

 

a) સ્થિતિસ્થાપકતા

ફ્લેક્સી પાઇપ ખૂબ જ સ્થિતિસ્થાપક હોય છે, જેના લીધે સાંકડી જગ્યાઓમાં અને ખૂણાઓમાં પણ તેનું ઇન્સ્ટોલેશન કરવાનું સરળ બની જાય છે.

 

b) ગળતર થતું નથી

ફ્લેક્સી પાઇપની બ્રેઇડેડ ડીઝાઇનને કારણે તેને વધારે મજબૂતાઈ મળે છે અને તે ગળતર થવાને કે પાઇપ ફાટી જવાને નિવારે છે.

 

c) ઝડપથી ઇન્સ્ટોલેશન

ફ્લેક્સી પાઇપમાં પહેલેથી જ ફિટિંગ્સ લગાવેલા આવે છે, જેના કારણે તેનું ઇન્સ્ટોલેશન ઝડપથી અને હેરાનગતિ વગર થઈ જાય છે.

 

d) સુસંગતતા

ફ્લેક્સી પાઇપ્સ વિવિધ પ્રકારના પ્લમ્બિંગ ફિક્સચર્સની સાથે સુંસગત છે અને તેનો ઉપયોગ ઘરેલું અને વાણિજ્યિક એમ બંને પ્રકારની કામગીરી માટે થઈ શકે છે.

 

 

6. ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ પાઇપ અને કાસ્ટ આયર્ન પાઇપ

એક સમયે ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ પાઇપ અને કાસ્ટ આયર્ન પાઇપ એ પ્લમ્બિંગ સિસ્ટમ માટે લોકપ્રિય વિકલ્પ હતો પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોમાં તેનો ઉપયોગ ઘટી ગયો છે. જોકે, હજુ પણ ઘણાં જૂના ઘરોમાં તેને જોઈ શકાય છે.

 

a) ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ પાઇપ

ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ પાઇપ્સ એ સ્ટીલની પાઇપો હોય છે. ખવાણ સામે રક્ષણ પૂરું પાડવા માટે તેની પર ઝિંકનું સ્તર લગાવવામાં આવેલું હોય છે. તે સામાન્ય રીતે પાણીની સપ્લાય લાઇનમાં અને ઘરની બહારની પ્લમ્બિંગની કામગીરીઓમાં ઉપયોગમાં લેવાતી હોય છે.

 

1) ખવાણ સામે પ્રતિરોધ

ઝિંકનું આવરણ ખવાણ સામે થોડો ઘણો પ્રતિરોધ પૂરો પાડે છે, જેના કારણે આ પાઇપની આવરદા વધી જાય છે.

 

2) મજબૂત રચના

ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ પાઇપ મજબૂત હોય છે અને તે હાઈ-પ્રેશર વૉટર સપ્લાય સિસ્ટમને હેન્ડલ કરી શકે છે.

 

b) કાસ્ટ આયર્ન પાઇપ

કાસ્ટ આયર્ન પાઇપ્સનો ઉપયોગ જૂના ઘરોમાં ડ્રેનેજ અને વેસ્ટ સિસ્ટમ માટે થતો હતો. તે ટકાઉ હોય છે અને ભારે વજનને ખમી શકે છે, જે તેને તેની ઊભી થપ્પી લગાવવા માટે અનુકૂળ બનાવે છે.

 

1) ટકાઉપણું

કાસ્ટ આયર્ન પાઇપ અસાધારણ ટકાઉપણું ધરાવે છે અને તે ઘણાં દાયકાઓ સુધી ટકી રહે છે.

 

2) સાઉન્ડ ઇન્સ્યુલેશન

કાસ્ટ આયર્ન પાઇપ ઉત્તમ સાઉન્ડ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે, જેના કારણે પાઇપની અંદરથી આવતાં પાણીના પ્રવાહનો અવાજ ઘટી જાય છે.

 

 

7. પૉલીબ્યુટીલીન પાઇપ્સ

પૉલીબ્યુટીલીન પાઇપ્સનો ઉપયોગ 1970ના દાયકાથી 1990ના દાયકાની વચ્ચે ઘરેલું પ્લમ્બિંગમાં થતો હતો. જોકે, તેમાંથી ગળતર થવાની અને પાઇપ ફાટી જવાની સમસ્યાઓને કારણે તેની લોકપ્રિયતા ઘટી ગઈ અને તેનો વ્યાપકપણે ઉપયોગ બંધ થઈ ગયો. પૉલીબ્યુટીલીન પાઇપને પૉલીબ્યુટીલીન નામના પ્લાસ્ટિક રેઝિનમાંથી બનાવવામાં આવે છે તથા તેનો ઉપયોગ પાણીના સપ્લાય અને ડિસ્ટ્રિબ્યુશન લાઇન એમ બંને માટે થઈ શકે છે.

 

પૉલીબ્યુટીલીન પાઇપના ફાયદા

 

a) પરવડે તેવી

પૉલીબ્યુટીલીન પાઇપો અન્ય સામગ્રીઓની સરખામણીએ પ્રમાણમાં સસ્તી હોય છે.

 

b) સ્થિતિસ્થાપકતા

તેની સ્થિતિસ્થાપકતાને કારણે તેને ઇન્સ્ટોલ કરવાનું સરળ છે, જે વધારાના ફિટિંગ્સ માટેની જરૂરિયાત ઘટાડી દે છે.

 

c) ખવાણ પ્રતિરોધી

પૉલીબ્યુટીલીન પાઇપનું ખવાણ થતું નથી, જે સ્વચ્છ પાણીનો પ્રવાહ પૂરો પાડે છે.

 

જોકે, અહીં એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે પૉલીબ્યુટીલીન પાઇપ ખરાબ થઈ જવાના ઘણાં ઉદાહરણો ધરાવે છે, જેમાં તેમાંથી ગળતર થવું અને પાઇપ ફાટી જવાનો સમાવેશ થાય છે, આથી જ તેને પ્લમ્બિંગ સિસ્ટમ માટે વ્યવહારુ વિકલ્પ ગણવામાં આવતી નથી.

 

 

8. બ્લેક આયર્ન પાઇપ્સ

બ્લેક સ્ટીલ પાઇપ તરીકે પણ ઓળખાતી બ્લેક આયર્ન પાઇપ્સનો ઉપયોગ પ્રાથમિક રીતે ગેસ ડિસ્ટ્રિબ્યુશન માટે થાય છે. તેને સ્ટીલમાંથી બનાવવામાં આવેલી હોય છે અને તેની પર બ્લેક આયર્ન ઑક્સાઇડનું સંરક્ષણાત્મક લેયર લગાવવામાં આવેલું હોય છે.

 

બ્લેક આયર્ન પાઇપના ફાયદા

 

a) મજબૂતાઈ અને ટકાઉપણું

બ્લેક આયર્ન પાઇપ મજબૂત અને ટકાઉ હોય છે તથા તે ઊંચા દબાણ અને ભારે વજનને સહન કરવા માટે સક્ષમ હોય છે.

 
b) ખવાણ સામે પ્રતિરોધ

બ્લેક આયર્ન ઑક્સાઇનું આવરણ ખવાણ સામે થોડો પ્રતિરોધ પૂરો પાડે છે.

 
c) ગેસના ડિસ્ટ્રિબ્યુશન માટે અનુકૂળ

તેની મજબૂતાઈ અને ટકાઉપણાને લીધે સામાન્ય રીતે તેનો ઉપયોગ કુદરતી ગેસની ડિસ્ટ્રિબ્યુશન લાઇન માટે થાય છે.

બ્લેક આયર્ન પાઇપ્સ ગેસના ડિસ્ટ્રિબ્યુશન માટે એક ભરોસેમંદ વિકલ્પ હોવા છતાં તેનો ઉપયોગ પાણીની સપ્લાય સિસ્ટમ માટે થતો નથી, કારણ કે, તાંબા કે પીવીસી જેવી અન્ય સામગ્રીઓની સરખામણીએ તેનું ખવાણ થવાની શક્યતા વધુ છે.


ઘરે પાણીના સપ્લાય માટે શ્રેષ્ઠ પ્લમ્બિંગ પાઇપને કેવી રીતે પસંદ કરવી?



પાણીના સપ્લાય માટે વિવિધ પ્રકારની પાઇપો આવે છે અને તમારા ઘરની પ્લમ્બિંગની જરૂરિયાતો માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા કાળજીપૂર્વક વિચારણા કરવી પડે છે. તમારો નિર્ણય લેતી વખતે અહીં નીચે આપેલા મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખોઃ

 

1) કાર્યક્ષમતા

પાઇપનો હેતુ શું છે, તે નક્કી કરો અને તમારી પ્લમ્બિંગની ચોક્કસ જરૂરિયાતની સાથે સુસંગત હોય તેવી સામગ્રીને પસંદ કરો.

 

2) જગ્યા અને સુલભતા

ઉપલબ્ધ જગ્યા અંગે વિચારણા કરો અને સાંકડી જગ્યાઓમાં સ્થિતિસ્થાપકતા પૂરી પાડતી હોય તેવી પાઇપને પસંદ કરો.

 

3) પાણીનું દબાણ અને તાપમાન

પાઇપની ક્ષમતાઓની સાથે મેળ ખાય તે માટે પાણીના દબાણ અને તાપમાનની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરો.

 

4) ટકાઉપણું અને લાંબી આવરદા

લાંબા સમય સુધી સારા કાર્યદેખાવ માટે ખવાણ, રસાયણો અને ખૂબ જ નીચા તાપમાન સામે પ્રતિરોધનું મૂલ્યાંકન કરો.

 

5) બજેટ અંગે વિચારો

પ્લમ્બિંગના પાઇપના ઇન્સ્ટોલેશન માટે તમારા બજેટને ધ્યાનમાં લો, કારણ કે, પાઇપની સામગ્રીની કિંમતો અલગ-અલગ હોય છે તથા પરવડે તેવી કિંમત અને ગુણવત્તા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બની જાય છે.

 

6) બિલ્ડિંગના સ્થાનિક કાયદા

પ્લમ્બિંગની પાઇપના સંદર્ભમાં બિલ્ડિંગના સ્થાનિક કાયદા અને નિયમોથી સારી રીતે પરિચિત થઈ જાઓ અને તમે પસંદ કરેલી પાઇપની સામગ્રી આ નિયમોનું પાલન કરે છે કે નહીં તેની ખાતરી કરો.

 

7) વ્યાવસાયિક સલાહ

ખાસ તમારી જરૂરિયાતને અનુકૂળ હોય તેવી મૂલ્યવાન જાણકારી માટે તમારા પ્લમ્બર કે કોન્ટ્રાક્ટરની સલાહ લો, જે તમને સૂચિત નિર્ણય લેવામાં મદદરૂપ થશે.

 

આ પરિબળોને ધ્યાનમાં લઈને તમે તમારા ઘરમાં પાણીના પુરવઠા માટે શ્રેષ્ઠ પાઇપને પસંદ કરી શકો છો.



અંતે ઉપસંહાર તરીકે એમ કહી શકાય કે, પ્લમ્બિંગના પાઇપના વિવિધ પ્રકારોને સમજવાથી તમે તમારા ઘર માટે પ્લમ્બિંગની યોગ્ય પાઇપને પસંદ કરી શકો છો. સારી રીતે જાણકારી મેળવીને લીધેલો નિર્ણય એ વાતની ખાતરી કરે છે કે તમારી પાણીની સપ્લાય સિસ્ટમ વિશ્વસનીય અને કાર્યક્ષમ રહે, જેથી કરીને તમારા ઘરમાં એકંદર આરામદાયકતા અને સુખાકારી જળવાય.



સંબંધિત લેખો




ભલામણ કરેલ વિડિઓઝ



મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....