Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
• માટીનો પ્રકાર બાંધકામના પ્રોજેક્ટની સ્થિરતાને સૌથી વધારે પ્રભાવિત કરે છે.
• રેતાળ અને ચીકણી ગોરાળુ માટી તેના પાણીના મેનેજમેન્ટ અને સ્થિરતાને કારણે બિલ્ડિંગના ફાઉન્ડેશન માટે ઉત્તમ ગણાય છે.
• ચીકણી માટી અને પીટ સોઇલ અતિશય મોંઘી અને પાણીને ખૂબ વધારે જાળવી રાખતી હોવાથી આદર્શ ગણાતી નથી.
• શ્રેષ્ઠ માટીને પસંદ કરવા માટે બાંધકામ શરૂ કરતાં પહેલાં સાઇટની તપાસ કરવાનું અને માટીનું ટેસ્ટિંગ કરવાનું ખૂબ જ મહત્વનું ગણાય છે.
તમામ બાંધકામ મજબૂત અને સ્થિર માટી પર થવું જોઇએ. માટીની મજબૂતાઈનો આધાર તેની ભૌતિક લાક્ષણિકતાઓ પર રહેલો છે. જો બાંધકામ હેઠળની માટી પૂરતી મજબૂત ના હોય તો, તેના કારણે ફાઉન્ડેશનમાં તિરાડો પડી જઈ શકે છે, તે તૂટી જઈ શકે છે અને તેના પરિણામે બિલ્ડિંગ ધસી પડે છે.
અહીં નીચે બિલ્ડિંગના ફાઉન્ડેશન માટે માટીના વિવિધ પ્રકારો અને તેના ગુણો આપવામાં આવ્યાં છે, જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશેઃ
બાંધકામમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની માટીઓમાં રેતી/કાંકરા સૌથી મોટા કણો ધરાવે છે. તેના મોટા કણોને લીધે આ પ્રકારની માટી પાણીને જાળવી રાખતી નથી અને તેના પરથી પાણી ઝડપથી વહી જાય છે, જે બિલ્ડિંગ માટે ખૂબ જ લાભદાયી છે. કૉમ્પેક્ટ કરેલી રેતી/કાંકરા વધુ સ્થિરતા પૂરાં પાડે છે અને તેના પર ફાઉન્ડેશનનું નિર્માણ કરવાનું ઉત્તમ ગણાય છે.
બિલ્ડિંગના ફાઉન્ડેશન માટેની સામગ્રી તરીકે ચીકણી માટી આદર્શ ગણાતી નથી. વિવિધ ઋતુઓમાં સંકોચાવા અને વિસ્તરણ પામવાના તેના ગુણને લીધે બિલ્ડિંગના ફાઉન્ડેશનમાં તિરાડો પડી જાય છે. પૂરતી સ્થિરતાની ખાતરી કરવા માટે ચીકણી માટીના ફાઉન્ડેશનો સામાન્ય રીતે ઘણાં ઊંડા હોય તે જરૂરી છે. ચીકણી માટીમાં રહેલા બારિક કણો પાણીને લાંબા સમય સુધી જાળવી રાખે છે. તેમાં આવતાં આત્યંતિક ફેરફારો ફાઉન્ડેશન પર નોંધપાત્ર માત્રામાં દબાણ પેદા કરે છે.
ચીકણી ગોરાળુ માટી એ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી માટીનો શ્રેષ્ઠ પ્રકાર છે. તેમાં રેતી, કાંપ અને ચીકણી માટીનું ઉત્તમ સંયોજન જોવા મળે છે. તેનાથી ફાઉન્ડેશન મજબૂત બને છે. ચીકણી ગોરાળુ માટી જ્યારે પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે સંકોચાતી, વિસ્તરતી કે ખસતી નથી. ચીકણી ગોરાળુ માટીનો એક જ ગેરફાયદો એ છે કે આ પ્રકારની માટીના સંયોજનમાં વિઘટિત થયાં વગરની સામગ્રીઓ રહી જવાની સંભાવના રહેલી હોય છે, આથી તેને બાંધકામમાં ઉપયોગમાં લેતા પહેલાં ચાળવી પડે છે.
પીટ સોઇલ સામાન્ય રીતે દલદલ અને વેટલેન્ડ્સ જેવા વિસ્તારોમાં જોવા મળે છે. તેમાં પ્રાથમિક રીતે જૈવિક પદાર્થો અને વનસ્પતિનો સમાવેશ થાય છે. તે ઘણી મોટી માત્રામાં પાણીને સંગ્રહી રાખે છે, જે તેને બાંધકામ માટે આદર્શ બનાવતી નથી. પીટ ફાઉન્ડેશનમાં તિરાડો પડી જવાનું જોખમ વધારે રહેલું હોય છે, તે આસપાસ ખસકે છે અને તેની ભારવહન કરવાની ક્ષમતા પણ ખૂબ ઓછી હોય છે. જો તમે આ પ્રકારના ફાઉન્ડેશન પર બિલ્ડિંગ બનાવો છો તો, તેને નુકસાન થવાનું ઘણું મોટું જોખમ રહેલું છે.
ચૂનાના પથ્થર, કઠણ ચોક, રેતીયો પથ્થર વગેરે ખૂબ સારી ભારવહન ક્ષમતા ધરાવે છે, જે તેમને ફાઉન્ડેશન માટે આદર્શ સામગ્રી બનાવે છે. વાત જ્યારે પાણીથી થતાં નુકસાનની થતી હોય ત્યારે બેડરોક (તળખડક) વધુ સ્થિર અને પાણી-પ્રતિરોધી ગણાય છે. બેડરોક પર બાંધકામ કરતી વખતે યાદ રાખવા જેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેને સારી રીતે સમતળ બનાવવામાં આવ્યો હોય તેની ખાતરી કરવી જોઇએ.
ઘણાં બધાં વિકલ્પો હોવાથી બાંધકામમાં માટીના વિવિધ પ્રકારો પર વિચારણા કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. દરેક બિલ્ડિંગનું ફાઉન્ડેશન મજબૂત, કાર્યક્ષમ અને સારી રીતે બંધાયેલું હોવું જોઇએ. તેમાં ઉપયોગમાં લેવાયેલી માટી તેના ગુણધર્મો પર આધાર રાખીને ફાઉન્ડેશન પર અલગ-અલગ પ્રભાવ પાડે છે. સામાન્ય રીતે ખડકો, રેતી અને કાંકરા વધારે પ્રમાણમાં ધરાવતી માટી વધારે મજબૂત હોય છે અને બદલાતી ઋતુઓની સામે અડગપણે ટકી રહે છે. જે માટી પાણીના સંપર્કમાં આવતાં વધારે સંકોચાય કે વિસ્તરે નહીં તેને પસંદ કરો. જે માટીમાં જૈવિક પદાર્થો રહેલા હોય તે પાણીને જાળવી રાખવાનું વલણ ધરાવતી હોય છે, જેના કારણે ફાઉન્ડેશન ખસી જાય છે અને તેમાં તિરાડો પડી જાય છે. બાંધકામ માટે સારી માટી સામગ્રીના ખવાણને ટાળવા માટે સંતુલિત રસાયણો ધરાવતી હોવી જોઇએ.
આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, ફાઉન્ડેશનનું નિર્માણ કરવા માટે યોગ્ય પ્રકારની માટી પસંદ કરવી એ કોઈ પણ માળખાંની સ્થિરતા અને લાંબી આવરદાની ખાતરી કરવા માટે ખૂબ જ મહત્વનું પગલું છે. માટીના પ્રત્યેક મુખ્ય પ્રકારો તેની પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે અને તેના આ ગુણોને સમજી લેવા એ એન્જિનીયર્સ અને બિલ્ડર્સ માટે ખૂબ જરૂરી છે. પછી તે મોંઘી ચીકણી માટી હોય, રેતાળ માટી હોય કે ગોરાળુ માટી હોય, સૂચિત નિર્ણય લેવા માટે સ્થળની યોગ્ય રીતે તપાસ કરવી અને માટીનું પરીક્ષણ કરવું એ બિલકુલ અનિવાર્ય બાબતો છે.