Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
દિવાલો પર ટાઇલ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી તે શીખતી વખતે, તમારે દિવાલ પર ટાઇલ્સ લગાવવા માટે દિવાલને તૈયાર કરવા અને તમારા નિવાસસ્થાનમાં સૌંદર્યની દૃષ્ટિએ આકર્ષક અને ટકાઉ દિવાલની જગ્યા બનાવવા માટે નીચેની સામગ્રીની જરૂર પડશે.
સિમેન્ટને સૂકી જગ્યાએ રાખવાનું યાદ રાખો; તમારે મૉર્ટર બનાવવા માટે આ સામગ્રીની જરૂર પડશે.
સિમેન્ટ અને પાણી સાથે મિક્સ કરીને મૉર્ટર બનાવવા માટે તમારે આ સામગ્રીની જરૂર પડશે.
તમે તમારી દિવાલમાં ટાઇલ ફિટ કરવા માટે બજારમાં ઉપલબ્ધ તૈયાર ટાઇલ એડ્હેસિવનો ઉપયોગ કરી શકો છો.
શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ટાઇલ્સ પસંદ કરો જે તમારા દિવાલ ટાઇલ ઇન્સ્ટોલેશન વિસ્તારના સૌંદર્યને અનુરૂપ હોય.
રક્ષણાત્મક હાથ મોજા પહેરવાથી તમે સિમેન્ટના કારણે દાઝી જવાથી અને દિવાલની ટાઇલ્સના ઇન્સ્ટોલેશન માટે વપરાતા એડ્હેસિવને કારણે થતી બળતરાથી પોતાને સુરક્ષિત રાખશો.
ટાઇલની ખાલી જગ્યા વચ્ચે ટચ સીલ બનાવવા માટે ટાઇલિંગ માટે દિવાલ તૈયાર કરવાની પ્રક્રિયામાં આ સામગ્રી જરૂરી છે.
દિવાલ ટાઇલ્સ ઇન્સ્ટોલેશન માટે ઇપૉક્સિ ગ્રાઉટને સરળપણે લાગુ કરવા માટે આ સાધન જરૂરી છે.
તમારા તાજા પૂર્ણ થયેલ દિવાલ ટાઇલ ઇન્સ્ટોલેશનમાંથી વધારાના ગ્રાઉટને સાફ કરવા માટે સ્વચ્છ, ભીના સ્પોન્જની જરૂર પડશે.
દિવાલ પર ટાઇલ્સનું ઇન્સ્ટોલેશન કરવા માટેના ક્ષેત્રના માપન મુજબ તમે ગણતરી કરેલ સામગ્રીની યોગ્ય માત્રાનો ઉપયોગ કરી રહ્યાં છો તે સુનિશ્ચિત કરવા માટે આ સાધન જરૂરી છે.
તમારી જરૂરિયાતો અનુસાર ટાઇલ્સ કાપવા માટે આ સાધન જરૂરી છે.
ટાઇલ્સને જમીનથી થોડા ઈંચ ઉપર રાખવા માટે તમારે બેટનની જરૂર પડે છે.
દિવાલની ટાઇલ્સ ઇન્સ્ટોલેશન માટે તમે બનાવેલા મૉર્ટર મિશ્રણને લાગુ કરવા માટે આ સાધન જરૂરી છે.
તમારા ઘરની સજાવટમાં સુંદર, ટકાઉ દિવાલ ટાઇલ્સ ઇન્સ્ટોલેશન માટે આ દિવાલ ટાઇલ્સ ઇન્સ્ટોલેશન પગલાંઓને અનુસરો.
1. કોંક્રિટ, ક્યોર્ડ મૉર્ટર બેડ, કડિયાકામ તેમજ લાકડાની સપાટીઓ જે ટાઇલ કરવાની હોય તે સપાટ, સૂકી, સ્ટ્રક્ચરલ રીતે યોગ્ય અને સંપૂર્ણ સ્વચ્છ હોવી જોઈએ.
2. બધા પ્રદૂષકોને સેન્ડિંગ, સ્ક્રેપિંગ અને કદાચ ચીપિંગ દ્વારા અથવા પ્રો-સ્ટ્રીપ સીલર અને એડ્હેસિવ રિમૂવરનો ઉપયોગ કરીને દૂર કરવા જોઈએ. કોઈપણ ખામીઓનું સમારકામ કરવું આવશ્યક છે.
3. દિવાલની ટાઇલિંગ સપાટીને ફૂગ અને નુકસાન માટે તપાસો, કારણ કે તિરાડો સૂચવે છે કે દિવાલ નબળી છે અને તેને બદલવાની જરૂર છે.
4. તમે દિવાલની સામે, ખાસ કરીને સ્ટડ્સ (ખીલાનું માથું) પર દબાવીને દિવાલને નરમાઈ માટે ચકાસી શકો છો. જો તે નરમ લાગે, તો તેના માટે થોડું કામ કરવું પડી શકે છે.
5. જો તમે ટાઇલ્સને સીધી સૂકી દિવાલ પર મૂકવાને બદલે મોટા સપાટી વિસ્તારને ટાઇલ કરવાનું આયોજન કરી રહ્યાં હોવ તો આધાર તરીકે ટાઇલિંગ બોર્ડનો ઉપયોગ કરવાનું યાદ રાખો. સૂકી દિવાલ કરતાં ટાઇલિંગ બોર્ડ વધુ પાણી-પ્રતિરોધક સામગ્રી છે અને તે તમારી દિવાલની ટાઇલને ઇન્સ્ટોલેશન દરમિયાન તિરાડ પડતા અથવા વિકૃત થઇ જતા અટકાવશે.
તમારે રૂમ, તમારી સમગ્ર દિવાલની ટાઇલિંગ સામગ્રી અને એડ્હેસિવ્સને 24 કલાક પહેલાં અને વૉલ ટાઇલ્સ ઇન્સ્ટોલ કર્યા પછી 48 કલાક સુધી 10°અને 21°ની વચ્ચે રાખવાનું યાદ રાખવું અનિવાર્ય છે.
1. સુનિશ્ચિત કરો કે અસ્થાયી લાકડાનું બેટન એક સ્તર છે અને તમારી ટાઇલની પ્રથમ હરોળની બરાબર ઉપર મૂકો.
2. એકવાર તમે લાકડાના બેટનની ઉપર વૉલ ટાઇલિંગ પૂર્ણ કરી લો, પછી તમે અસ્થાયી બેટનને દૂર કરી શકો છો અને ટાઇલ્સને નીચેની હરોળમાં મૂકવાનું શરૂ કરી શકો છો.
તમારી દિવાલની ટાઇલ્સ ફિટ કરવા માટે તમારે મૉર્ટરના પાતળા સેટની જરૂર પડશે. મૉર્ટર બનાવવા માટે, જ્યારે ઉત્પાદકની સૂચનાઓનું પાલન કરવાનું સૂચન કરવામાં આવે છે, ત્યારે તમે સામાન્ય નિયમ પસંદ કરી શકો છો - એક બાલ્દીમાં પાવડર ઘટકો (સિમેન્ટ અને રેતી) ઉમેરીને શરુ કરો અને મિશ્રણ બનાવતી વખતે ધીમે ધીમે તેમાં પાણી ઉમેરો. યાદ રાખો, દિવાલની યોગ્ય ટાઇલ ફિટિંગ માટે મૉર્ટરમાં પીનટ બટર જેવી ઘનત્વની માત્રા હોવી અનિવાર્ય છે. તમારે તેને પહેલી વખત મિશ્રિત કર્યા પછી તેનું "શમન" થવા દેવું અનિવાર્ય છે, એટલે કે તમારે તેને ફરીથી હલાવતા પહેલાં ઓછામાં ઓછા 10-15 મિનિટ માટે સ્થિર રહેવા દેવું જોઈએ.
1. તમે સપાટીનું કામ શરૂ કરવા માટે ખરપડીની સપાટ બાજુનો ઉપયોગ કરીને મૉર્ટર લાગુ કરવાનું શરુ કરી શકો છો.
2. આ પછી, તમે મૉર્ટરને 45°ના ખૂણા પર સૂચવેલ નૉચ ખરપડી વડે પટ્ટાવાળી પેટર્નમાં સમાનરૂપે ફેલાવી શકો છો.
3. મૉર્ટરને લાંબી વ્યાપક (સ્વીપિંગ) ગતિમાં સપાટી પર સીધી પેટર્નમાં લગાવતા રહો.
સહેજ વળાંકની ગતિ સાથે, દિવાલની ટાઇલને મૉર્ટરમાં દબાવો અને દિવાલમાં ટાઇલ મૂકવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન એકસમાન રેખાઓ તપાસતા રહો.
ટાઇલ્સ ફિક્સ કરતી વખતે, દબાણ ઓછું હોવું જોઈએ અને સંરેખણ હળવું હોવું જોઈએ.
1. 24 કલાક પછી, ટાઇલ્સના જોઇન્ટ્સ પર ગ્રાઉટ લાગુ કરો અને ટાઇલની સપાટીને સાફ રાખો.
2. 45°ના ખૂણા પર ગ્રાઉટ ફ્લોટનો ઉપયોગ કરીને ઇપૉક્સિ ગ્રાઉટને ફેલાવો અને ગ્રાઉટને ખાલી જગ્યામાં ધકેલવા માટે ત્રાંસી સ્વાઇપનો ઉપયોગ કરો.
3. ટાઇલ્સ પરના કોઈપણ વધારાના ગ્રાઉટને દૂર કરવા માટે ગ્રાઉટ ફ્લોટનો ઉપયોગ કરો અને તેને 20 મિનિટ સુધી ક્યોર થવા દો.
4. એકવાર થઈ ગયા પછી, ટાઇલ્સમાંથી બાકીના વધારાના ગ્રાઉટને દૂર કરવા માટે સ્વચ્છ, ભીના સ્પોન્જનો ઉપયોગ કરીને ટાઇલ્સને સાફ કરો.
5. ગ્રાઉટ સીલરનો ઉપયોગ કરીને ટાઇલ્સને સીલ કરો, જે ખાલી જગ્યામાં ફૂગની વૃદ્ધિને અટકાવશે.
દિવાલ પર સફળતાપૂર્વક ટાઇલ કેવી રીતે લગાવવી તે વધુ યોગ્યપણે સમજવા માટે, તમે અમારો યુ ટ્યૂબ (YouTube) વિડિઓ જોઈ શકો છો – દિવાલ ટાઇલ્સ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી? જો તમે તમારી દિવાલની ટાઇલ્સ ઇન્સ્ટોલ કરવા માટે શ્રેષ્ઠ ગુણવત્તાની ઇપૉક્સિ ગ્રાઉટ ખરીદવા માંગતા હો, તો અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા સ્ટાઇલ ઇપૉક્સિ ગ્રાઉટ તપાસો.