વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો


મકાન બાંધકામના તબક્કા

તમારા ઘરનું નિર્માણ એ તમારા જીવનનો સૌથી મોટો નિર્ણય છે. તમારું ઘર તમારી ઓળખ છે. તેથી જ તે નિર્ણાયક છે કે તમે જાણો છો કે તમારા ઘરના બાંધકામના દરેક પગલા પર શું કરવાનું છે. તમારી ઘર બનાવવાની સફરના વિવિધ તબક્કાઓ જાણવાનું મહત્વપૂર્ણ છે, જેથી તમે તમારા નવા મકાનના બાંધકામનું આયોજન કરી અને તેના પર નજર રાખી શકો.

logo

Step No.1

તમારું ઘર બનાવવાનું પ્રથમ પગલું છે એક મજબૂત અને નક્કર પાયો નાખવાનું. પ્રથમ, સ્થળને ખડકો અને કાટમાળથી સાફ કરવામાં આવે છે. ખોદકામ શરૂ કરતા પહેલા, સ્થળ પર જળ પરીક્ષણ કરાવો અને સુનિશ્ચિત ખાતરી કરો કે લેઆઉટનાં નિશાનો નકશા મુજબ છે. તમારી બાંધકામ ટીમ સ્થળને સમથળ બનાવશે અને પાયો નાખવા માટે ખાડા ખોદશે.

એકવાર કોંક્રિટ રેડવામાં આવે તે પછી, તેને સ્થાયી થઈ જવા અને સંપૂર્ણપણે જામી જવા છોડી દેવું જોઈએ જામી ગયા (ક્યોરિંગ) પછી, વોટરપ્રૂફિંગ અને ઊધઈ-વિરોધી સારવાર કરવા ઉત્તમ છે. અલ્ટ્રાટેક આઇએલડબલ્યુ+ ભેજ-પ્રૂફ આવરણ પૂરું પાડવા માટે આદર્શ છે. તે પછી, તમારી ટીમે કાદવ સાથે પાયાની દિવાલોની આસપાસના વિસ્તારમાં ભરાઈ (બેકફિલ) કરવી જોઈએ.

Step No.2

એકવાર પાયો તૈયાર થઈ ગયા પછી, આગળનું પગલું ઘરનું માળખું બનાવવાનું છે. આમાં બારીઓ અને દરવાજા માટેના બારસાખ (ફ્રેમ્સ) ની સાથે પ્લીન્થ્સ, બીમ, કૉલમ, દિવાલો, છતનું કામ સામેલ છે. ઓરડાઓ વચ્ચેની દીવાલો ચણવામાં આવે છે, જે બતાવશે કે તમારું નવું બનાવેલું ઘર કેવું દેખાશે. ઘરની આજુબાજુ બીમ અને કોલમની નોંધ બનાવો, કારણ કે તે મોટાભાગના બંધારણનો બોજ ઉઠાવે છે. આ બાંધકામનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે કારણ કે આ તમારા ઘરની મજબૂતી અને બંધારણ આનાથી નિર્ધારિત થાય છે. તેથી તમારા નવા ઘરના નિર્માણ માટે દેખરેખ રાખવી નિર્ણાયક છે.

Step No.3

તમારા ઘરનું કોંક્રિટ માળખું તૈયાર થઈ ગયા પછી, તમે પ્લમ્બિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ લગાવવાની શરૂઆત કરી શકો છો. સુનિશ્ચિત કરો કે રહેવા જાઓ પછી તમે ઇલેક્ટ્રિકલ બોર્ડ અને સ્વીચો અનિયંત્રઇત રીતે હાથવગી હોય તે રીતે લગાવવામાં આવે. દૂષિત ન થાય તે માટે પાણીની પાઈપોની નીચે ગટરની પાઈપો હોવી જોઈએ. છુપાવેલ વિદ્યુત કાર્ય માટે, પ્લાસ્ટર પહેલાં દિવાલોની અંદર વાયર પાઇપવાળી પીવીસી નળી ગોઠવવામાં આવે છે. આ સૌંદર્યની દ્રષ્ટિએ આકર્ષક નથી, પણ વાયરોને ભેજ, તાપમાન અને ઉંદરો જેવા તત્વોથી સુરક્ષિત કરે છે. એકવાર આ થઈ જાય, પછી દિવાલોને પ્લાસ્ટર થઈ ગઈકર્વમાં આવે છે.

Step No.4

એક વાર દિવાલો પર આખરી પ્લાસ્ટર થઈ ગયા પછી, બારીઓ અને દરવાજા લગાવવાની જરૂર પડશે. બારીઓ અને દરવાજા ઇન્સ્યુલેશન અને હવાની મુક્ત અવરજવર (વેન્ટિલેશન) પૂરા પાડે છે, તેથી તમારા કોન્ટ્રાક્ટરને યોગ્ય સામગ્રીના ઉપયોગ કરવા વિષે કહો.

Step No.5

છેલ્લે, તમારી બાંધકામ ટીમ ટાઇલ્સ લગાવે છે, ઇલેક્ટ્રિકલ બોર્ડ, કેબિનેટ્સ, રસોડું કાઉન્ટર ટોપ્સ વગેરે લગાવશે કરશે. તમારા ઘરના અંતિમ ઓપ વિશે તમારા પરિવારના સભ્યો સાથે ચર્ચા-મસલત કરો. યાદ રાખો કે ઘરના બાંધકામના દરેક તબક્કા તમારા નિયંત્રણમાં હોય જેની ખાતરી કરવા માટે તેના પર દેખરેખ રાખવી એ મુખ્ય ચાવી છે.

લેખ શેર કરો :



સંબંધિત લેખો



ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....