Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost

Get In Touch

Get Answer To Your Queries

Select a valid category

Enter a valid sub category

acceptence


One home. One chance. Build it with India’s no.1 cement

Ultratech Header

અલ્ટ્રાટૅક સીમેન્ટનો પરિચય

સીમેન્ટ એ તમારા ઘરના સૌથી મહત્વના ઘટકોમાંથી એક છે. તે તમામ સામગ્રીઓને એકસાથે જોડી રાખે છે અને તે માળખાંની મજબૂતાઈ માટે જરૂરી છે. અમે એ વાતને સમજીએ છીએ કે તમે ફક્ત સીમેન્ટ નહીં પણ તમે એ ખાતરી અને વિશ્વાસ પણ ખરીદી રહ્યાં છો, કે ફક્ત અલ્ટ્રાટૅક જ શ્રેષ્ઠ કાર્યદેખાવ આપી શકે છે. તેના પરિણામસ્વરૂપ, તમારા જેવા લાખો આઇએચબીએ તેમના ઘરનું નિર્માણ કરવા અલ્ટ્રાટૅકમાં ભરોસો મૂક્યો છે અને અમને ભારતની નં. 1 સીમેન્ટ બ્રાન્ડ બનાવી છે.

Boy with Ultratech



અમારી ક્ષમતાઓ

અમારી વિવિધ ક્ષમતાઓને લીધે અમે ભારતની શ્રેષ્ઠ સીમેન્ટ અને તમારી પ્રથમ પસંદગી બની શક્યાં છીએ.





ઉત્પાદનનો પોર્ટફોલિયો

અલ્ટ્રાટૅક પાયાથી માંડીને બાંધકામ પૂરું થાય ત્યાં સુધી બાંધકામને લગતી તમામ પ્રકારની સામગ્રી માટેનો અંતિમ મુકામ છે. અલ્ટ્રાટૅકના ઉત્પાદનોમાં ગ્રે સીમેન્ટ (અલ્ટ્રાટૅક સીમેન્ટ)થી માંડીને સફેદ સીમેન્ટ (બિરલા વ્હાઇટ), બાંધકામના ઉત્પાદનો (અલ્ટ્રાટૅક બિલ્ડિંગ પ્રોડક્ટ્સ ડિવિઝન), બાંધકામના ઉકેલો (અલ્ટ્રાટૅક બિલ્ડિંગ સોલ્યુશન) અને રેડી મિક્સ કૉંક્રીટ (આરએમસી)ની વૈવિધ્યતા તથા વિશેષ મૂલ્યવર્ધિત કૉંક્રીટ (વીએસી)નો સમાવેશ થાય છે, જે બાંધકામ ઉદ્યોગની વિવિધ જરૂરિયાતોને પૂરી કરે છે અને તેના ઉપયોગમાં આવે છે.

 

અમારા ઉત્પાદનોમાં સમાવિષ્ટ છેઃ



ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ

ઓર્ડિનરી પોર્ટલેન્ડ સીમેન્ટ.  (ઓપીસી) એ વ્યાપક રેન્જના ઉપયોગો માટે સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો સીમેન્ટ છે. તે આરસીસી અને ચણતરથી માંડીને પ્લાસ્ટરિંગ, પ્રીકાસ્ટ અને પ્રીસ્ટ્રેસ સુધીના કામો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સીમેન્ટને ઓર્ડિનરી, સ્ટાન્ડર્ડ અને અત્યંત શક્તિશાળી કૉંક્રીટ, મોર્ટાર, સામાન્ય હેતુ માટેના રેડી-મિક્સ અને ડ્રાય લીન મિક્સના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે

Ultratech

પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ (પીપીસી)

પોર્ટલેન્ડ પોઝોલેના સીમેન્ટ અથવા પીપીસીને ઓપીસી અને (15-35%) ફ્લાય એશને એકસમાન રીતે દળીને/મિશ્રિત કરીને બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ એવા તમામ ક્ષેત્રોમાં થઈ શકે છે, જ્યાં સામાન્ય રીતે ઓપીસીનો ઉપયોગ થતો હોય, સિવાય કે જ્યાં પ્રારંભિક અવસ્થામાં જ ખૂબ વધારે મજબૂતાઈની ખાસ કરીને જરૂર પડતી હોય, જેમ કે, પ્રીસ્ટ્રેસ્ડ કૉંક્રીટમાં, સ્લિપફૉર્મ વર્ક જેવા હાઈ-સ્પીડ સ્ટ્રક્ચરો અને પ્રીકાસ્ટની કામગીરીમાં.

Super Cement

અલ્ટ્રાટૅક પ્રીમિયમ

અલ્ટ્રાટૅક પ્રીમિયમ એ અલ્ટ્રાટૅકની સૌથી ક્રાંતિકારી ટેકનોલોજિઓમાંથી એક છે. તેના ખૂબ જ એન્જિનીયર્ડ કણોનું વિતરણ કૉંક્રીટને વધુ સઘન અને વધુ અભેદ્ય બનાવે છે. તે અત્યંત પ્રતિક્રિયાશીલ સિલિકા અને સ્લેગના આદર્શ મિશ્રણની મદદથી તમારા ઘરને મજબૂત, ટકાઉ બનાવે છે તથા તેને સુરક્ષા પૂરી પાડે છે. અલ્ટ્રાટૅક પ્રીમિયમ તમામ પ્રકારની આબોહવા, ખવાણ અને સંકોચનના કારણે પડી જતી તિરાડોનો પણ સામનો કરી શકે છે.

Weather Plus

અલ્ટ્રાટૅક સુપર

લાંબાગાળા માટે મજબૂત અને ટકાઉ બની રહે તે માટે તૈયાર કરવામાં આવેલો અલ્ટ્રાટૅક સુપર સીમેન્ટ ફાસ્ટ-ટ્રેક કન્સ્ટ્રક્શન જેવી આધુનિક જમાનાની બાંધકામની ટેકનિકો માટે આદર્શ છે. અલ્ટ્રાટૅક સુપર સીમન્ટ એ નવા જમાનાનો સીમેન્ટ છે, જેને અત્યાધુનિક ટેકનોલોજી, કમ્પ્યૂટરાઇઝ્ડ પ્રોસેસ કન્ટ્રોલ અને ઓનલાઇન ગુણવત્તા નિયંત્રણની મદદથી બનાવવામાં આવ્યો છે.

Weather Plus


Loading....