Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
એક સુમેળપૂર્ણ અને આકર્ષક ડાઇનિંગ રૂમ બનાવવા માટે, તેની ડિઝાઇન અને ગોઠવણીમાં વાસ્તુ સિદ્ધાંતો લાગુ કરવા મહત્વપૂર્ણ છે. તમારા ડાઇનિંગ ક્ષેત્ર માટે અહીં વાસ્તુશાસ્ત્રના કેટલાક નિર્ણાયક પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ:
વાસ્તુશાસ્ત્રમાં, તમારા ડાઇનિંગ રૂમનું સ્થાન, તે જે ઊર્જાને આકર્ષે છે તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આદર્શરીતે, તમારા ભોજન વિસ્તારને તમારા ઘરના પશ્ચિમ અથવા ઉત્તરપશ્ચિમ વિભાગમાં સ્થિત કરો. એવું માનવામાં આવે છે કે આ ગોઠવણી ભોજન સમયે વિપુલતા અને સમૃદ્ધિની શરૂઆત કરે છે. ડાઇનિંગ રૂમને બેડરૂમમાં અથવા તમારા ઘરની મધ્યમાં રાખવાની સામાન્ય ભૂલને ટાળો, કારણ કે આ સ્થિતિઓ સકારાત્મક ઊર્જાના પ્રવાહમાં વિક્ષેપ પાડી શકે છે.
વાસ્તુશાસ્ત્રના ક્ષેત્રમાં, આર્કિટેક્ચર અને ડિઝાઇનના પ્રાચીન ભારતીય વિજ્ઞાનમાં, તમારા ડાઇનિંગ ટેબલની દિશા એ માત્ર સૌંદર્ય સંબંધિત બાબત નથી; તેના મૂળ ઉર્જા અને સુખાકારીના પ્રવાહમાં ખૂબ ઊંડે સ્થાપિત છે. વાસ્તુ સિદ્ધાંતો અનુસાર, ડાઇનિંગ ટેબલ આદર્શ રીતે એવું રાખવું જોઈએ કે જમતી વખતે પરિવારના વડાનું મુખ પૂર્વ અથવા ઉત્તર તરફ હોય. એવું માનવામાં આવે છે કે આ વ્યવસ્થા પાચનશક્તિમાં વધારો કરે છે અને સકારાત્મક વાર્તાલાપને પ્રોત્સાહન આપે છે, જે બધા માટે સુમેળપૂર્ણ ભોજનના અનુભવને પ્રોત્સાહન આપે છે.
રંગો તમારા ડાઇનિંગ રૂમની ઊર્જા અને વાતાવરણને પ્રભાવિત કરવાની શક્તિ ધરાવે છે. વાસ્તુ અનુસાર ડાઇનિંગ રૂમનો રંગ પસંદ કરવા માટે, પીળા અથવા આછો ભૂરા રંગ (બેજ)ના વિવિધ શેડ્સ જેવા હુંફાળા અને શીતળ રંગો પસંદ કરો. આ રંગો ડાઇનિંગ રૂમ વાસ્તુ અનુસાર આવકારદાયક અને પોષણ આપતું વાતાવરણ નિર્માણ કરવા માટે જાણીતા છે. તેનાથી વિપરિત, ઘેરા અથવા નિસ્તેજ રંગોને ટાળવાની સલાહ આપવામાં આવે છે જે તમારા જમવાના અનુભવની ગતિશીલતામાં ઘટાડો કરી શકે છે.
પ્રવેશદ્વાર એ ડાઇનિંગ રૂમની વાસ્તુ ડિઝાઇનનું નિર્ણાયક પાસું છે. સુનિશ્ચિત કરો કે તે યોગ્યપણે પ્રકાશિત છે અને કોઈપણ અવરોધોથી મુક્ત છે. આ, સકારાત્મક ઊર્જાને જગ્યામાં પ્રવેશવા માટે સ્પષ્ટ અને આકર્ષક માર્ગ પૂરો પાડે છે. આ સકારાત્મક સ્પંદનોમાં વધારો કરવા માટે, શુભ પ્રતિકો અથવા કલાકૃતિઓથી પ્રવેશદ્વારને સુશોભિત કરવા અંગે વિચારો.
ઉચિત લાઇટિંગ તમારા ડાઇનિંગ રૂમના વાતાવરણ માટે ટોન સેટ કરી શકે છે. દિવસ દરમિયાન, ડાઇનિંગ રૂમ વાસ્તુ અનુસાર રૂમમાં જીવંતતા અને ઉર્જી ઉમેરવા માટે કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરો. સાંજે, સૌમ્ય અને હુંફાળી લાઇટિંગ વિકલ્પો પસંદ કરો જે તમારા ભોજન માટે હુંફાળું અને આરામદાયક વાતાવરણ બનાવે છે, સુનિશ્ચિત કરો કે દરેક જમવાનો અનુભવ યાદગાર અને આરામદાયક છે.
આ ટિપ્સ ઉપરાંત, ડાઇનિંગ રૂમ વાસ્તુને ધ્યાનમાં લેતી વખતે કેટલીક અન્ય બાબતો ધ્યાનમાં રાખી શકાય છે:
વાસ્તુ અનુસાર, ક્લટર-ફ્રી ડાઇનિંગ ક્ષેત્ર, સકારાત્મક ઉર્જા પ્રવાહને પ્રોત્સાહન આપે છે અને શાંત વાતાવરણ જાળવવામાં મદદ કરે છે. જમવાની જગ્યાને સુઘડ અને વ્યવસ્થિત રાખો, સુનિશ્ચિત કરો કે આ જગ્યામાં બિનજરૂરી વસ્તુઓ અથવા ક્લટર જમા ન થાય.
તમારા ડાઇનિંગ રૂમમાં લાકડાના ફર્નિચરની પસંદગી કરો કારણ કે તેને વાસ્તુમાં શુભ માનવામાં આવે છે. લાકડું વૃદ્ધિ અને સંવાદિતાનું પ્રતિનિધિત્વ કરે છે અને એવું માનવામાં આવે છે કે તે જગ્યામાં સકારાત્મક ઊર્જાને વધારે છે.
તમારું ભોજન શરૂ કરતા પહેલાં, ટૂંકી પ્રાર્થના અથવા કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે આ પ્રથા સકારાત્મકતા જગાડે છે અને ખોરાકને આશીર્વાદ આપે છે, આભાર અને સુમેળના વાતાવરણનું નિર્માણ કરે છે.
ડાઇનિંગ રૂમ શૌચાલયની બાજુમાં અથવા તેની ઉપર ન હોય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે, કારણ કે ડાઇનિંગ રૂમ વાસ્તુમાં આ અશુભ માનવામાં આવે છે. શૌચાલય નકારાત્મક ઊર્જા સાથે સંકળાયેલા છે, અને તેમની નિકટતા ડાઇનિંગ ક્ષેત્રમાં સકારાત્મક પ્રવાહને વિક્ષેપિત કરી શકે છે.
વાસ્તુ-અનુરૂપ ડાઇનિંગ રૂમ બનાવવો એ તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા, સુમેળતા અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો એક શક્તિશાળી માર્ગ છે. આ બ્લૉગમાં, આપણે દિશા, લાઇટિંગ અને આવા અન્ય તત્વો વિશે ચર્ચા કરી છે જે તમારા ડાઇનિંગ રૂમના વાસ્તુને અસર કરે છે. જો કે આ ટિપ્સ તેની મેળે જ ઉપયોગી હોવા છતાં, તમારી જરૂરિયાતો મુજબ વ્યાવસાયિકની સલાહ લેવી એ હંમેશા યોગ્ય નિર્ણય છે. વધુ માહિતી માટે, તમે અમારા બ્લૉગને ઘર વાસ્તુ ટિપ્સ પર જોઈ શકો છો