Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
• જગ્યાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા બેઠકરૂમના પરિમાણ પર આધાર રાખીને ટાઇલની સાઇઝ પસંદ કરો.
• અંધારિયા માહોલને ટાળવા જ્યાં ઓછો સૂર્યપ્રકાશ આવતો હોય તેવા વિસ્તારોમાં આછા રંગની ટાઇલ પસંદ કરો.
• ગુણવત્તાની બાંયધરી અને ટ્રેન્ડી ડીઝાઇન માટે ટાઇલની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સને પ્રાથમિકતા આપો.
• બેઠકરૂમમાં અવરજવર વધારે થતી હોવાથી હેવી-ડ્યુટી, એન્ટિ-સ્ક્રેચ ટાઇલ્સને પસંદ કરો, વિટ્રિફાઇડ કે સીરામિક મટીરિયલને લેવાનું વિચારો.
• સુંદરતાના આધુનિક તત્વોને વધારવા માટે મનોરમ્ય રંગો અને સમકાલીન પેટર્ન્સને પસંદ કરવા પર ધ્યાન આપો.
• ટકાઉ હોય તેવી ટાઇલ્સ પસંદ કરો, જેની ખાસ જાળવણી રાખવી પડતી નથી અને તે લાંબા સમય સુધી સુંદર રહે છે.uty.
આપણે ઘણી વાર જગ્યાની વિશિષ્ટતાઓને સમજ્યાં વગર જ ટાઇલ પસંદ કરી લેતા હોઇએ છીએ. બેઠકરૂમ માટે ટાઇલને કેવી રીતે પસંદ કરવા તે સમજવા માટે બેઠકરૂમની સાઇઝને ધ્યાનમાં લેવી જોઇએ. જો તમારો બેઠકરૂમ નાનો હોય તો, મોટી ટાઇલ્સ પસંદ કરવી યોગ્ય ગણાશે. તેનાથી તમારો બેઠકરૂમ મોટો દેખાશે. જો તમારો બેઠકરૂમ મોટો હોય તો, તમે નાની સાઇઝની ટાઇલ પસંદ કરી શકો છો.
બેઠકરૂમમાં હંમેશા સારો હવાઉજાસ હોય છે પરંતુ કેટલીક જગ્યાઓ એવી હોય છે, જ્યાં કુદરતી પ્રકાશ આવતો નથી. આવા કિસ્સામાં આછા રંગની ટાઇલ પસંદ કરવી યોગ્ય ગણાશે. જ્યાં કુદરતી પ્રકાશ ના આવતો હોય તેવા બેઠકરૂમમાં ઘેરા રંગની ટાઇલ્સ લગાવવાથી તે વધુ અંધારિયો લાગશે.
બેઠકરૂમ માટે ટાઇલની યોગ્ય ડીઝાઇન પસંદ કરવા માટે ઉતાવળીયો નિર્ણય ના લેવો જોઇએ. પ્રતિષ્ઠિત અને પોતાના ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે જાણીતી હોય તેવી ટાઇલ બ્રાન્ડને પસંદ કરો. જે ટાઇલ બ્રાન્ડ વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં હોય તેને ટ્રેન્ડ્સ વિશે જાણકારી હોય છે તેમજ તમને તમારા બેઠકરૂમ માટે શ્રેષ્ઠ ટાઇલ મળે તેની તેઓ ખાતરી કરતાં હોય છે.
ઘરમાં બેઠકરૂમ એ એક એવી જગ્યા છે, જ્યાં સૌથી વધારે અવરજવર રહેતી હોય છે. તમારે ઘરની બાકીની જગ્યાઓ કરતાં થોડી વધારે હેવી-ડ્યુટી હોય તેવી ટાઇલ્સની જરૂર પડે છે. આથી વિશેષ, જેની પર લિસોટા અને ડાઘા ના પડે તેવી ટાઇલ પસંદ કરો, કારણ કે, બેઠકરૂમમાં જ તમારો પરિવાર તેમનો મોટાભાગનો સમય વિતાવતો હોય છે. આ ઉપરાંત, વિટ્રીફાઇડથી માંડીને સીરામિક સુધી વિવિધ પ્રકારના ટાઇલ્સ આવે છે, આથી તમારી જીવનશૈલી પર આધાર રાખીને તમારા બેઠકરૂમ માટે જે ડીઝાઇન યોગ્ય લાગતી હોય તેવી ટાઇલને પસંદ કરો.
તમે જ્યારે ઘરે હો ત્યારે તમારો મોટાભાગનો સમય બેઠકરૂમમાં જ પસાર થતો હોય છે. આ જ જગ્યાએ તમે ફિલ્મો જુઓ છો, મિત્રો સાથે મોજ-મસ્તી કરો છો અને મહેમાનોને આવકારો છો, આથી તમારે બેઠકરૂમ માટે એવી ટાઇલ પસંદ કરવી જોઇએ જે મનોરમ્ય રંગો અને પેટર્ન્સ ધરાવતી હોય. બેઠકરૂમ માટે આધુનિક ટાઇલ્સને પસંદ કરો, જે સામાન્ય રીતે ન્યુટ્રલ રંગો ધરાવતી હોય છે તથા એવી ટાઇલ્સ પસંદ કરો જે તમારા ફર્નિચરને પૂરક બની રહે તથા તમારા બેઠકરૂમની એકંદર આધુનિક સુંદરતાને વધારનારી સમકાલીન પેટર્ન ધરાવતી હોય.
બેઠકરૂમની ફ્લોર ટાઇલ્સની પૂરતી કાળજી લેવી પડે છે અને તેની સારી રીતે જાળવણી પણ કરવી પડે છે. જે ટાઇલ ટકાઉ હોય અને જેની સરળતાથી જાળવણી રાખી શકાય તેવી ટાઇલ પસંદ કરો, ખાસ કરીને તમે જ્યારે તમારા બેઠકરૂમ માટે ટાઇલની ડીઝાઇન શોધી રહ્યાં હો ત્યારે. તમે ટાઇલ લગાવ્યાંનાં થોડાં જ સમયમાં તેમાં તિરાડો પડી જાય તેમ નહીં જ ઇચ્છો, આથી એવી ટાઇલ્સ પસંદ કરવી જોઇએ જે લાંબો સમય સુધી ટકે અને જેને સરળતાથી સાફ કરી શકાય.
તો બેઠકરૂમ માટે ટાઇલ કેવી રીતે પસંદ કરવી તે અંગેના કેટલાક સૂચનો અહીં આપવામાં આવ્યાં હતાં. તમે નવા ઘરમાં રહેવા જઈ રહ્યાં હો કે તમારા ઘરને નવું બનાવી રહ્યાં હો, આ સૂચનો તમને તમારા બેઠકરૂમને સુંદર બનાવવામાં મદદરૂપ થશે. આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવા તમારા બેઠકરૂમ માટેની પર્ફેક્ટ ટાઇલ્સ પસંદ કરતી વખતે કોઈ મહત્વનો સ્ટેપ ચૂકી ના જવાય તેની ખાતરી કરવા અમે તેની પર એક ટૂંકો વીડિયો પણ બનાવ્યો છેઃ https://youtu.be/xNzPO4FpehU