Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
ઇકો-ફ્રેન્ડલી અભિગમમાં ઘરની ડીઝાઇન તૈયાર કરવાથી માંડીને તેમાં કેવી સામગ્રી ઉપયોગમાં લેવી અને તેની અંદર કેવા એપ્લાયેન્સિસનો ઉપયોગ કરવો ત્યાં સુધી ઘરના નિર્માણના દરેક તબક્કાનો સમાવેશ થાય છે. ઘરને ઇકો-ફ્રેન્ડલી બનાવવાનું મુખ્ય લક્ષ્ય ઘરના નિર્માણની પરંપરાગત પદ્ધતિઓની સરખામણીએ એવા ઘરોનું નિર્માણ કરવાનું છે, જેનો પર્યાવરણ પર શક્ય એટલો ઓછો પ્રભાવ પડે છે. આ ઘરોમાં કેવા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, તેના સંદર્ભમાં તે કાર્યક્ષમ અને સ્માર્ટ છે કે નહીં તેની ખાતરી કરીને તેનું બાંધકામ કરવું જોઇએ.
ગ્રીન હૉમનું નિર્માણ કરવાના ઘણાં લાભ છે. ઘરના બાંધકામથી માંડીને રીનોવેશન સુધી વિવિધ તબક્કે ઘરમાં ગ્રીન હૉમના બાંધકામ સંબંધિત આઇડીયાને સામેલ કરી શકાય છે. જોકે, આ પ્રકારના બાંધકામના મોટાભાગના ફાયદા ત્યારે જોવા મળે છે, જ્યારે આર્કિટેક્ટ અને ડીઝાઇનરો પ્રોજેક્ટની શરૂઆતથી જ આ પદ્ધતિને અપનાવે. ઘરના બાંધકામના પ્રોજેક્ટ માટે અહીં ગ્રીન બિલ્ડિંગના કેટલાક ફાયદા આપવામાં આવ્યાં છેઃ
ગ્રીન બિલ્ડિંગનો સૌથી નોંધપાત્ર ફાયદો પર્યાવરણ પર તેનો હકારાત્મક પ્રભાવ છે. પાણીના વપરાશને ઘટાડીને તથા અશ્મિભૂત ઇંધણો જેવા બિન-પરંપરાગત ઊર્જા સ્રોતો પરની નિર્ભરતા શક્ય એટલી ઓછી કરીને ગ્રીન બિલ્ડિંગો આપણા વાતાવરણ અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. ઇકો-ફ્રેન્ડલી રીતે ઘરનું બાંધકામ કરવાથી પાણીનો બગાડ તો ઘટે જ છે પરંતુ તેની સાથે-સાથે પાણીના સંસાધનો વધે છે અને કુદરતી સામગ્રીનું સંરક્ષણ પણ કરી શકાય છે.
ઘરના નિર્માણની પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ અપનાવવાના આર્થિક ફાયદા પણ છે. તેનાથી ઘણાં ખર્ચા બચી શકે છે, જેમ કે, સંચાલનનો ઓછો ખર્ચ, ઘરમાં રહેનારા લોકોની ઉત્પાદકતામાં વધારો અને યુટિલિટી બિલોમાં ઘટાડો. આથી વિશેષ, રોકાણ પર મળનારા વળતરોને પણ સુધારી શકાય છે અને સંચાલનના ખર્ચમાં ઘટાડો થવાથી નાણાકીય લાભને વધારી શકાય છે. ગ્રીન હૉમ અને બિલ્ડિંગોની જાળવણી સરળતાથી કરી શકાય છે, જેના પરિણામે તેની જાળવણીનો ખર્ચ ઓછો થઈ જાય છે.
આજે વીજળીનો ઓછો વપરાશ કરતાં હોય તેવા રહેવાલાયક મકાનોનું નિર્માણ કરવું એ ખૂબ મોટો પડકાર છે. ઇકો-ફ્રેન્ડલી ઘરોના નિર્માણમાં ઘરની અંદરના તાપમાનને યોગ્ય સ્તરે જાળવી રાખનારા અસરકારક ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરીને આ લક્ષ્યને હાંસલ કરવામાં આવે છે. આ ઉપરાંત, તેમાં સ્માર્ટ એર કન્ડિશનિંગ, કુદરતી પ્રકાશ અને વીજળીની બચત કરવા માટે ગ્રીન રૂફનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને બિલ્ડિંગને રહેવા અને કામ કરવા માટે વધુ આરામદાયક બનાવવામાં આવે છે.
અહીં એક પદ્ધતિસરની માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેમાં ગ્રીન હૉમનું બાંધકામ કરવાની સમગ્ર પ્રક્રિયા રેખાંકિત કરવામાં આવી છેઃ
ગ્રીન હૉમ પાસે તમારી શું અપેક્ષા છે, તે નિર્ધારિત કરો. વીજળીની બચત કરવા, ઇકો-ફ્રેન્ડલી બનવા અને તમારી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અંગે વિચાર કરો.
એવું સ્થળ પસંદ કરો જ્યાંથી તમારા ઘરમાં કુદરતી સૂર્યપ્રકાશ અને પવન અંદર આવી શકે. તમારા ઘરની ગોઠવણ એ રીતે થયેલી હોવી જોઇએ કે તે સૂરજના તાપથી હૂંફાળુ રહે અને પવનથી ઠંડુ રહે, જેથી કરીને કોઈ હીટિંગ કે એર કન્ડિશનિંગની જરૂરિયાત જ ના પડે.
તમારા ઘરનું ઇકો-ફ્રેન્ડલી રીતે નિર્માણ કરવા માટે તમે ગ્રીન હૉમનું નિર્માણ કરવા અંગે જાણકારી ધરાવતા આર્કિટેક્ટ કે ડીઝાઇનરને કામે રાખો તે જરૂરી છે. તેઓ તમને એવી ડીઝાઇન બનાવવામાં મદદરૂપ થશે, જેમાં કુદરતી પ્રકાશ અને હવાનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે. આ ઉપરાંત, તમારું ઘર સારી રીતે ઇન્સ્યુલેટ થયેલું હોય અને વીજળીની બચત થઈ શકે તે માટે ઘરની બારીઓની ગોઠવણ યોગ્ય રીતે થયેલી હોય તેની ખાતરી કરો.
રીક્લેઇમ્ડ વૂડ, રીસાઇકલ કરેલા સ્ટીલ અને વીઓસીની ઓછી માત્રા ધરાવતા પેઇન્ટનો ઉપયોગ કરો. આ સામગ્રી તમારા અને આપણાં ગ્રહ માટે સારી છે.
પાણીની બચત કરવા માટે પાણીનો ઓછો પ્રવાહ આવતો હોય તેવા નળ, શૉવરહેડ્સ અને ટોઇલેટ્સને ઇન્સ્ટોલ કરો. ઘરની બહાર વરસાદી પાણીનો સંગ્રહ કરો અને પાણીનો વપરાશ ઘટાડવા માટે તમારા લેન્ડસ્કેપિંગમાં ડ્રાઉટ-રેઝિસ્ટેન્ટ પ્લાન્ટ્સ ઇન્સ્ટોલ કરો.
સ્માર્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરો, જેની મદદથી તમે હીટિંગ, કૂલિંગ, લાઇટિંગ અને સુરક્ષાને તમારા ફોનથી નિયંત્રિત કરી શકો. તે ખૂબ જ અનુકૂળ હોય છે અને તમને વધુ કાર્યક્ષમ રીતે વીજળીની બચત કરવામાં મદદરૂપ થાય છે.
તમે જ્યારે ઘર બાંધી રહ્યાં હો ત્યારે સામગ્રીઓને રીસાઇકલ અથવા ફરીથી ઉપયોગમાં લેવાનું આયોજન કરો. ઇકો-ફ્રેન્ડલી ઘરનું બાંધકામ કરવામાં ઓછાં કચરાંને હંમેશા પર્યાવરણ માટે સારો ગણવામાં આવે છે.
પ્રકાશ માટે એલઇડી કે સીએફએલ બલ્બનો જ ઉપયોગ કરો. તેમાં ખાસ વધારે વીજળી વપરાતી નથી અને જૂના પ્રકારના બલ્બ કરતાં તે વધારે ચાલે છે.
લીડરશિપ ઇન એનર્જી એન્ડ એન્વાર્યમેન્ટલ ડીઝાઇન સર્ટિફિકેશન (એલઇઇડી) જેવું ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવવા અંગે વિચારો. તે દર્શાવે છે કે તમારું ઘર ઇકો-ફ્રેન્ડલી છે અને તમે જ્યારે તમારા ઘરને વેચો છો, ત્યારે આ પ્રમાણપત્ર તેનું મૂલ્ય વધારી દે છે.
સસ્ટેનેબલ ઘરનું નિર્માણ કરવામાં સસ્ટેનેબલ અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારી કાર્બન ફૂટપ્રિન્ટને શક્ય એટલી ઘટાડે છે, વીજળીની બચત કરે છે અને કચરો ઘટાડે છે. અહીં ઇકો-ફ્રેન્ડલી ઘરનું નિર્માણ કરવા માટેની કેટલીક સામગ્રી આપવામાં આવી છેઃ
a) રીસાઇકલ્ડ ગ્લાસઃ સ્ટાઇલિશ અને ઇકો-ફ્રેન્ડલી દેખાવ માટે રીસાઇકલ કરેલા ગ્લાસ કાઉન્ટરટૉપનો ઉપયોગ કરવા અંગે વિચારો.
b) રીક્લેઇમ્ડ વૂડઃ તમારા ઘરને એક વિશિષ્ટ પ્રકારનો દેખાવ આપવા માટે ફ્લોરિંગ, બીમ અને ફર્નિચર માટે રીક્લેઇમ કરેલા લાકડાંનો ઉપયોગ કરો.
c) બચેલી ઇંટો અને પથ્થરોઃ સંસાધનોની માંગને ઘટાડવા માટે ઘરની બહારની દિવાલને આકર્ષક બનાવવા બચેલી ઇંટો કે પથ્થરોનો ઉપયોગ કરો.
a) એફએસસી-પ્રમામિત લાકડું: લાકડાંને જવાબદારીપૂર્વક મેળવવામાં આવે તેની ખાતરી કરવા માટે ફોરેસ્ટ સ્ટૂવર્ડશિપ કાઉન્સિલ (એફએસસી) દ્વારા પ્રમાણિત લાકડું અને પ્લાયવૂડ જ ખરીદો.
b) વાંસઃ તમારા ઘરમાં વિવિધ કામગીરી માટે ઝડપીથી પુનઃપ્રાપ્ય થતાં સંસાધન વાંસનો ઉપયોગ કરો.
a) વીઓસીની ઓછી માત્રા અથવા કોઈ માત્રા નહીં: ઘરની અંદરની તંદુરસ્ત હવાની ગુણવત્તાને વધારવા માટે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ (વીઓસી)ની ઓછી માત્રા ધરાવતા હોય કે કોઈ માત્રા ધરાવતા ના હોય તેવા પેઇન્ટ, સ્ટેઇન અને ફિનિશને પસંદ કરો.
a) ઊન, સુતરાઉ કાપડ કે રીસાઇકલ કરેલું ડેનિમઃ અસરકારક અને સસ્ટેનેબલ ઇન્સ્યુલેશન માટે ઊન, સુતરાઉ કાપડ કે રીસાઇકલ કરેલા ડેનિમ જેવી કુદરતી ઇન્સ્યુલેશન સામગ્રીનો ઉપયોગ કરો.
b) સેલ્યુલોઝ ઇન્સ્યુલેશનઃ ઇકો-ફ્રેન્ડલી ઘરનું બાંધકામ કરવામાં રીસાઇકલ કરેલા સમાચારપત્રોમાંથી બનાવેલું સેલ્યુલોઝ ઇન્સ્યુલેશન વધુ એક સારો વિકલ્પ છે, જે કાર્યક્ષમ થર્મલ પ્રોટેક્શન પૂરું પાડે છે.
a) ડબલ કે ટ્રિપલ-ગ્લેઝ્ડ બારીઓઃ ગરમી ઘરની અંદર પ્રવેશતી અટકાવા અને વીજળીની બચતને વધારવા ડબલ કે ટ્રિપલ-ગ્લેઝિંગ અને લૉ-ઈ કૉટિંગ્સ ધરાવતી બારીઓને ઇન્સ્ટોલ કરો.
b) એનર્જી સ્ટાર રેટિંગઃ બારીઓ વીજળીની બચત કરવાના ધોરણોનું પાલન કરતી હોય તેની ખાતરી કરવા માટે ઊંચા એનર્જી સ્ટાર રેટિંગ ધરાવતી બારીઓ જ પસંદ કરો.
a) ક્લીન એનર્જી પેદા કરવીઃ તમારા ઘર માટે ક્લીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા પેદા કરવા માટે સોલર પેનલમાં રોકાણ કરો.
b) સોલર શિંગલ્સ કે ઇન્ટીગ્રેટેડ રૂફિંગઃ દેખાવમાં સુંદર અને વીજળીની બચત કરે તેવા રૂફિંગ સોલ્યુશન માટે સોલર શિંગલ્સ કે ઇન્ટીગ્રેટેડ સોલર રૂફિંગનો ઉપયોગ કરવા અંગે વિચારો.
આખરે ઉપસંહાર તરીકે એમ કહી શકાય કે, ગ્રીન હૉમનું બાંધકામ કરવું એ ફક્ત પર્યાવરણના હિતમાં જ નથી પરંતુ તે સસ્ટેનેબલ ભવિષ્યનું નિર્માણ કરવા માટેનો એક સ્માર્ટ અને જવાબદારીભર્યો વિકલ્પ છે. ઇકો-ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને અને સસ્ટેનેબલ પદ્ધતિઓ અપનાવીને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકીએ છીએ, નાણાંની બચત કરી શકીએ છીએ અને તંદુરસ્ત જીવન જીવવા માટેના આશ્રયસ્થાનનું નિર્માણ પણ કરી શકીએ છીએ. આથી, તમે ઘરના માલિક હો કે બિલ્ડર, ઇકો-ફ્રેન્ડલી હૉમનું નિર્માણ કરવું એ સસ્ટેનેબલ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરવામાં નોંધપાત્ર પ્રભાવ પાડવાની દિશામાં લેવામાં આવેલું એક નાનકડું પગલું છે.a