વૉટરપ્રૂફિંગની પદ્ધતિઓ, રસોડાની આધુનિક ડીઝાઇન, ઘર માટે વાસ્તુના સલાહ સૂચનો, Home Construction cost

સંપર્કમાં રહો

તમારા પ્રશ્નોના જવાબ મેળવો

માન્ય શ્રેણી પસંદ કરો

તમારી પેટા કેટેગરી પસંદ કરો

acceptence

આગળ વધવા માટે કૃપા કરીને આ બૉક્સને ચેક કરો



વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિરની દિશાનું મહત્વ

વાસ્તુશાસ્ત્ર મુજબ મંદિરની દિશાના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વને સમજીને તમારા ઘરમાં સુમેળનું નિર્માણ કરો.

Share:


યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ

 

  •  ઘરના ઉત્તરપૂર્વીય અથવા પૂર્વ ભાગમાં મંદિરની સ્થાપના વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની આધ્યાત્મિક ઉર્જા સાથે સંરેખિત થાય છે.
 
  • મૂર્તિઓના મુખની દિશા અને ઊંચાઈની ચોકસાઈ, તેમની કેન્દ્રીય ગોઠવણી સાથે, પ્રાર્થના દરમિયાન જોડાણને વધારે છે.
 
  • વાસ્તુ માર્ગદર્શન મંદિરમાં વધુ મૂર્તિઓ રાખવાનું ટાળવા પર ભાર મૂકે છે. દરેક મૂર્તિનું યોગ્ય રીતે પૂજન કરવું જોઈએ.
 
  • નિયમિત સફાઈ કરવાથી, સારી લાઇટિંગ સુનિશ્ચિત કરવાથી અને મંદિરની જગ્યામાં ક્લટરને ટાળવાથી ગતિશીલતા અને સકારાત્મકતા વધે છે.
 
  • મંદિરની ગોઠવણી નિષ્ઠા સાથે અને શાંતિ અને સુમેળ માટે ઘરની એકંદર સુખકારીના હેતુથી થવી જોઈએ.
 
  • વાસ્તુ મુજબ મંદિરની દિશાના સિદ્ધાંતોનું પાલન માત્ર ગોઠવણી વિશે જ નથી. તે રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતા, આદર અને વિશ્વાસને પ્રોત્સાહિત કરવા વિશે છે.


ઘણાં લોકો માટે, આધ્યાત્મિકતા માટે નિર્ધારિત સ્થાન – પ્રાર્થના રૂમ અથવા મંદિર વિના ઘર પૂર્ણ થતું નથી. આ પવિત્ર સ્થાન માત્ર દૈનિક પ્રાર્થના અને ધ્યાન માટે જ નહીં પરંતુ સમગ્ર ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવતા કેન્દ્રીય બિંદુ તરીકે પણ કાર્ય કરે છે. ભારતીય આર્કિટેક્ચરલ વિજ્ઞાનમાં ઊંડા ઉતરવું - તમારા ઘરમાં મંદિરની દિશા આધ્યાત્મિક વિકાસ અને સમૃદ્ધિને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તે અંગે ઊંડી સમજ વાસ્તુશાસ્ત્ર પ્રદાન કરી શકે છે. આ બ્લૉગ પોસ્ટ વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની દિશાનું મહત્વ સમજાવશે, મંદિરની શ્રેષ્ઠ સ્થિતિ માટેના સિદ્ધાંતોને તપાસશે અને ઘરના રહેવાસીઓ પર તેની સંભવિત અસરને સમજાવશે.

 

 


વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં મંદિરની મુખ દિશા



વાસ્તુશાસ્ત્ર અનુસાર, વિવિધ દિશાઓમાં અલગ-અલગ શક્તિઓ અને પ્રભાવ હોય છે. વાસ્તુ મુજબ મંદિરની દિશા તમારા આધ્યાત્મિક સંવાદને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે તેની એક ઝલક અહીં આપી છે.

 

1. ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો):

આ સૌથી શુભ દિશા તરીકે ગણવામાં આવે છે, ઉત્તર-પૂર્વ અથવા ઇશાન ખૂણાને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આ ભાગમાં મંદિર રાખવાથી સકારાત્મક ઉર્જાના મુક્ત પ્રવાહમાં મદદ મળે છે, આખા ઘરમાં શાંતિ અને પરમ શાંતિનો અનુભવ થાય છે.

 

2. પૂર્વ દિશા:

તમારા ઘરમાં મંદિર મૂકવાની બીજી આદર્શ દિશા પૂર્વ તરફ છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, જે જ્ઞાન અને જ્ઞાનના ઉદયનું પ્રતિક છે- તેને ઘણાં ઘરો માટે એક પ્રાથમિક પસંદગી બનાવે છે.

 

યાદ રાખો, વાસ્તુ મુજબ મંદિરની દિશા માટેના આ નિયમો ફક્ત માર્ગદર્શન તરીકે કામ કરે છે. સૌથી મહત્ત્વનો ભાગ આપણા હૃદયમાં રહેલી શ્રદ્ધા, આદર અને ભક્તિ છે.

 

 

ઘર મંદિરમાં દેવતાઓની ગોઠવણી



તમારા ઘરના મંદિરનું શાંત વાતાવરણ તમારી આધ્યાત્મિક અભ્યાસ પર સીધી અસર કરે છે. આધ્યાત્મિકતા સાથે તમારા જોડાણને વધારવા માટે મંદિરમાં દેવતાઓને કેવી રીતે નોંધપાત્ર રીતે સ્થાન આપવું તે સમજવા માટે પૂજા રૂમ માટે અહીં કેટલીક વાસ્તુ ટિપ્સ આપી છે.

 

1) પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ

એવી ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે કે મૂર્તિઓનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોય તેવી રીતે ગોઠવવી. આ સુનિશ્ચિત કરે છે કે જ્યારે તમે પૂજા કરો છો, ત્યારે તમારું મુખ આ દિશાઓ તરફ હોય, જે તમારી પ્રાર્થના અને ધ્યાનની ગુણવત્તામાં વધારો કરે છે. આ દિશાઓ સમૃદ્ધિ અને સકારાત્મકતા સાથે સંકળાયેલી છે, જે તેને દેવતાઓના સ્થાન માટે આદર્શ બનાવે છે.

 

2) કેન્દ્રીય ફોકસ

તમારી ઉપાસનાના દેવતા અથવા મુખ્ય મૂર્તિને મંદિરની કેન્દ્રમાં મૂકવી જોઈએ. આ કેન્દ્રીય ગોઠવણી સુનિશ્ચિત કરે છે કે મંદિર તમારા પ્રાર્થના ખંડનું કેન્દ્રબિંદુ છે, જે તમારા જીવનમાં દિવ્યતાની કેન્દ્રીય ભૂમિકાનું પ્રતિક છે.

 

3) ઊંચાઈ અને ગોઠવણી 

વાસ્તુ મુજબ મંદિરની દિશા અનુસાર, મૂર્તિઓને એવી ઊંચાઈએ મૂકવી જોઈએ કે જે ન તો ખૂબ નીચી હોય અને ન તો ખૂબ ઊંચી હોય, આદર્શ રીતે જયારે વ્યક્તિ બેસીને પ્રાર્થના કરતી હોય ત્યારે તે વ્યક્તિના હૃદયને સંરેખિત હોવું જોઈએ. આ દેવતા પ્રત્યે સીધી દૃષ્ટિની રેખા બનાવે છે, જે વધુ સારા જોડાણને સરળ બનાવે છે. સુનિશ્ચિત કરો કે દેવતાઓની સામે અર્પણ કરવા માટે અને પ્રાર્થના કરવા માટે પૂરતી જગ્યા હોય.

 

4) બહુવિધ મૂર્તિઓ

જ્યારે એકથી વધુ મૂર્તિઓ ધરાવવી એ હિંદુ દેવતાઓના સમૃદ્ધ મંદિરનું પ્રતિક છે, ત્યારે મંદિરમાં વધુ મૂર્તિઓ ન હોવી પણ જરૂરી છે. દરેક મૂર્તિની  યોગ્ય રીતે પૂજા કરી શકાય તે સુનિશ્ચિત કરવા માટે મૂર્તિઓની સંખ્યા મર્યાદિત કરો. ઉપરાંત, મંદિરમાં એક જ ભગવાનની બે સરખી મૂર્તિઓ મૂકવાનું ટાળો, કારણ કે તે મૂંઝવણ પેદા કરી શકે છે અને પૂજાનું ધ્યાન ઘટાડી શકે છે.

 

વાસ્તુ મુજબ દેવતાની ગોઠવણી અને મંદિરની દિશાના પાસાઓને ધ્યાનમાં રાખીને, તમે પરમાત્મા સાથેના વધુ ગહન અને વ્યક્તિગત જોડાણને પોષિત કરો છો, જે મંદિરની જગ્યાને શાંતિ, આધ્યાત્મિકતા અને સુમેળના સૂચક તરીકેના તેના હેતુને સાચા અર્થમાં પૂર્ણ કરવાની મંજૂરી આપે છે.

 

 

ઘરમાં મંદિરની જાળવણી કરવા સંબંધિત ટિપ્સ



ઘરના વાસ્તુમાં મંદિરના સિદ્ધાંતોને અનુસરીને તમારા ઘરમાં એક પવિત્ર જગ્યાનું નિર્માણ કરવું એ આધ્યાત્મિકતા અને સુમેળને આમંત્રિત કરવાની દિશામાં એક પગલું છે અને તેની પવિત્રતા અને અસરકારકતા માટે તે મહત્વપૂર્ણ છે.

 

1) સ્વચ્છતા મહત્વપૂર્ણ છે

 મંદિરનો સાર તેની શુદ્ધતામાં રહેલો છે. નિયમિત સફાઈ કરવાથી મંદિરની માત્ર ભૌતિક જાળવણી જ નથી થતી પણ તે જગ્યાની ઉર્જાને જીવંત અને સકારાત્મક રાખવામાં પણ મદદ મળે છે. તાજગી સુનિશ્ચિત કરવા માટે મૂર્તિઓને હળવા હાથે સાફ કરો, વિસ્તારની ધૂળ સાફ કરો અને કપડાં અને ફૂલો નિયમિતપણે બદલો. મંદિરની દિશા ઉપરાંત, નિયમિતપણે સફાઈ કરવાથી તમારા ઘરની અંદર દૈવી ઉર્જાને અનાવરોધિત અને પ્રવાહિત રાખવામાં મદદ મળે છે.

 

2) ભક્તિમય ગોઠવણી

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર ગોઠવતી વખતે અને  ઘરમાં મંદિરના મુખની દિશાને ધ્યાનમાં લેવાથી સકારાત્મક ઉર્જાને આમંત્રણ મળે છે, તમે જે ભક્તિભાવ સાથે તેને ગોઠવો છો તે ખૂબ મહત્વપૂર્ણ છે. તમારા ઘરમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે પ્રાર્થના અને ઉદ્દેશ્ય સાથે મંદિરને સ્થાન આપો. યાદ રાખો, સ્થાન એ પ્રાથમિક વિચાર છે અને તેથી જ તેનું પ્રાધાન્ય અને મહત્વ છે. 

 

3) ક્લટર (અસ્તવ્યસ્ત વસ્તુઓ) ટાળો

ક્લટર ધરાવતું મંદિર સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં અવરોધ લાવી શકે છે. સુનિશ્ચિત કરો કે મંદિરની આસપાસનો વિસ્તાર બિનજરૂરી વસ્તુઓથી મુક્ત હોય. પ્રસાદ, પૂજાના વાસણો અને ધાર્મિક પુસ્તકો વ્યવસ્થિત રાખો. સંગ્રહ કરવા માટેના કમ્પાર્ટમેન્ટ્સ અથવા અભરાઈઓનો ઉપયોગ જગ્યાને વ્યવસ્થિત અને સ્વચ્છ રાખવામાં મદદ કરી શકે છે.

 

4) લાઇટિંગ અને પરિસર (ઍમ્બિઅન્સ)

ઘરના મંદિરના વાસ્તુ માટે મંદિર વિસ્તારમાં સારી લાઇટિંગ હોવી આવશ્યક છે. એક સારી રીતે પ્રકાશિત મંદિર આવકારદાયક અને ઉષ્માભર્યું લાગે છે. કુદરતી પ્રકાશનો સમાવેશ, જો શક્ય હોય તો, પવિત્ર વાતાવરણમાં ઉમેરો કરે છે. રાત્રે, એક નાનું કોડિયું (દીવો) દૈવી હાજરી જાળવી શકે છે. ધૂપ અથવા એસેન્શિયલ ઓઇલ (તીવ્ર ગંધવાળું તેલ) ની સુગંધ શાંત વાતાવરણનું નિર્માણ કરી શકે છે, જે ધ્યાન અને પ્રાર્થનામાં મદદ કરે છે.



 

તમારા ઘરમાં વાસ્તુ મુજબ મંદિરની દિશાના સિદ્ધાંતોને સમજવા અને અમલમાં મૂકવાથી એક પવિત્ર જગ્યાનું નિર્માણ થાય છે જે સકારાત્મક ઉર્જા, આધ્યાત્મિક વિકાસ અને શાંતિને પ્રોત્સાહિત કરે છે. આ બધા સિદ્ધાંતો અને નિયમોનું પાલન કરવું એ ફક્ત મંદિર માટે શ્રેષ્ઠ દિશા શોધવા માટે જ નથી, પરંતુ એક દૈવી જોડાણ બનાવવાનું છે જે વ્યક્તિના રોજિંદા જીવનમાં પોષણ, આદર દર્શાવે છે અને વિશ્વાસ કેળવે છે.

 



સંબંધિત લેખો


ભલામણ કરેલ વિડિઓઝ




  મકાન બાંધકામ માટે અંદાજ આપતા સાધનો


કોસ્ટ કેલ્ક્યુલેટર

દરેક ઘર-નિર્માતા પોતાનું સ્વપ્ન ઘર બનાવવાનું ઇચ્છે છે પરંતુ વધારે બજેટ કર્યા વિના આવું કરે છે. ખર્ચ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમને ક્યાં ખર્ચ થશે અને કેટલું ખર્ચ થશે તેનો વધુ સારો વિચાર તમને મળશે.

logo

ઈએમઆઈ કેલ્ક્યુલેટર

હોમ-લોન લેવી એ ઘર બનાવવાની નાણા માટેની શ્રેષ્ઠ રીતોમાંની એક છે પરંતુ ઘર-બિલ્ડરો વારંવાર પૂછે છે કે તેમને કેટલી EMI ચૂકવવાની રહેશે. ઇએમઆઇ કેલ્ક્યુલેટર સાથે, તમે એક અંદાજ મેળવી શકો છો જે તમને તમારા બજેટની વધુ સારી રીતે યોજના બનાવવામાં મદદ કરશે.

logo

પ્રોડક્ટ પ્રેડિક્ટર

ઘરના નિર્માતા માટે ઘર બનાવવાની શરૂઆતના તબક્કા દરમિયાન યોગ્ય ઉત્પાદનોની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે. તમારું ઘર બનાવતી વખતે કયા ઉત્પાદનોની જરૂર પડશે તે જોવા માટે ઉત્પાદન આગાહીનો ઉપયોગ કરો.

logo

સ્ટોરલોકેટર

ઘરના નિર્માતા માટે, યોગ્ય સ્ટોર શોધવાનું મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ ઘરના નિર્માણ વિશેની બધી મૂલ્યવાન માહિતી મેળવી શકે. ઘરના નિર્માણ વિશેની વધુ માહિતી માટે સ્ટોર લોકેટર સુવિધાનો ઉપયોગ કરો અને અમારા સ્ટોરની મુલાકાત લો.

logo

Loading....