Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
વાસ્તુ મુજબ અરીસાની દિશા એ તમારા ઘર અથવા ઑફિસની અંદર અરીસાની સ્થિતિ અથવા ગોઠવણીને સંદર્ભિત કરે છે. આ ગોઠવણી રેન્ડમ (યાદ્ચ્છિક) નથી પરંતુ શ્રેષ્ઠ પરિણામો માટે અમુક નિયમો અથવા સિદ્ધાંતોને અનુસરે છે. વાસ્તુ અનુસાર, અરીસાઓમાં ઉર્જાને શોષવાની અને પ્રતિબિંબિત કરવાની શક્તિ હોય છે, અને તેઓ જે પણ પ્રતિબિંબિત કરે છે તેની ઉર્જાને તેઓ વધારી શકે છે. જ્યારે યોગ્ય રીતે મૂકવામાં આવે છે, ત્યારે અરીસાઓ જગ્યાની સકારાત્મક ઉર્જામાં વધારો કરી શકે છે. બીજી બાજુ, જો ખોટી રીતે મૂકવામાં આવે, તો તેઓ તેનાથી વિપરીત પરિણામ પણ લાવી શકે છે.
અનિવાર્યપણે, વાસ્તુ મુજબ અરીસાની દિશા એ સંપૂર્ણપણે તમારા ઘર અથવા ઑફિસમાં સૌથી વધુ સકારાત્મકતા લાવવા અને કોઈપણ સંભવિત નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે અરીસા ક્યાં અને કેવી રીતે મૂકવા તેના વિશે છે. માનવ સુખાકારી આપણા પર્યાવરણ સાથે સશક્તપણે સંકળાયેલ છે, આપણાં નિવાસ સ્થાનની જગ્યા અને કાર્યક્ષેત્રમાં સભાન ફેરફારો કરીને અને અરીસાની દિશાઓને અનુસરીને, વાસ્તુ ત્યાં રહેતા અથવા કામ કરતા લોકોના મૂડ અને એકંદર સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે.
જ્યારે બેડરૂમ માટે વાસ્તુ ટિપ્સની વાત આવે છે, ત્યારે અરીસાની ગોઠવણી બાબતે ખૂબ જ સાવધ રહેવાની ભલામણ કરવામાં આવે છે. આદર્શરીતે, અરીસાઓ સીધા બેડની સામે અથવા જ્યાં તે સૂતી વ્યક્તિને પ્રતિબિંબિત કરે છે ત્યાં ન મૂકવા જોઈએ. આવું એટલા માટે કારણ કે એવું માનવામાં આવે છે કે આ ગોઠવણી વ્યક્તિ માટે તકલીફ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. વાસ્તુ અનુસાર અરીસાની દિશા સાથે સંરેખિત કરવા માટે, એવું સુનિશ્ચિત કરતા કે તે બેડની સીધા સામે ન હોય, અરીસાઓ બેડરૂમની ઉત્તર અથવા પૂર્વની દિવાલો પર મૂકવા વધુ સારા માનવામાં આવે છે. તમારી વ્યક્તિગત ઉર્જા પર કોઈપણ નકારાત્મક અસરોને રોકવા માટે, ખાસ કરીને રાત્રે ઉપયોગમાં ન હોય ત્યારે અરીસાને ઢાંકીને રાખવાની ભલામણ પણ કરવામાં આવે છે.
લિવિંગ રૂમ એ એક એવો વિસ્તાર છે જ્યાં તમે વિશાળતા અને તેજસ્વિતાની ભાવનાનું નિર્માણ કરવા માટે અરીસાઓનો ઉપયોગ કરી શકો છો. વાસ્તુ અનુસાર અરીસાની દિશાને અનુસરતા, અરીસા માટે શ્રેષ્ઠ સ્થાન ઉત્તર અથવા પૂર્વની દિવાલો પર છે. એવું માનવામાં આવે છે કે તે રહેવાસીઓના ધન અને સારા નસીબને આકર્ષિત કરે છે. સુનિશ્ચિત કરો કે અરીસાનું મુખ ડાઇનિંગ ટેબલ અથવા અન્ય કોઈપણ સ્થાન તરફ હોય કે જે સંપત્તિ અથવા ઔદાર્ય દર્શાવે છે, કારણ કે આ પ્રતિબિંબ દ્વારા સમૃદ્ધિની ઉર્જાને અસરકારક રીતે બમણી કરી શકે છે.
ઑફિસ સેટિંગમાં, અરીસાઓ એવી રીતે ગોઠવાયેલા હોવા જોઈએ કે જેથી તેઓ સ્પષ્ટતા અને સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારે. વાસ્તુ અનુસાર અરીસાની દિશાના સિદ્ધાંતોને અનુસરીને, ઑફિસની ઉત્તરી અથવા પૂર્વીય દિવાલ પર મૂકવામાં આવેલો અરીસો ખુલ્લી જગ્યા અથવા દરવાજાના દૃશ્યને પ્રતિબિંબિત કરી શકે છે, જે નવી તકો અને વૃદ્ધિનું પ્રતિક છે. કાર્યસ્થળની સામે સીધા અરીસાઓ મૂકવાનું ટાળવું મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી તણાવ અને વિક્ષેપ વધી શકે છે. ઉપરાંત, ધ્યાન રાખો કે અરીસાઓ કોઈપણ અધૂરા પ્રોજેક્ટ અથવા ક્લટરને પ્રતિબિંબિત કરતા હોવા જોઈએ નહીં, કારણ કે આ પ્રતિકાત્મક રીતે કાર્યના બોજને બમણો કરી શકે છે અને ઉત્પાદકતાને અવરોધે છે.
1) ઉત્તર અથવા પૂર્વની દિવાલો પર અરીસો મૂકો: સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે આ આદર્શ છે.-
2) સુંદર દૃશ્યો પ્રતિબિંબિત કરવા માટે અરીસાઓનો ઉપયોગ કરો: અરીસાની ગોઠવણી એવી રીતે કરવાથી કે જ્યાં તે પ્રકૃતિ અથવા સુંદર આર્ટવર્કને પ્રતિબિંબિત કરી શકે, સકારાત્મક વાઇબ્સ બમણી થાય છે.
3) અરીસાઓને સ્વચ્છ અને સાફ રાખો: અરીસાઓની સ્વચ્છતા મહત્વપૂર્ણ છે કારણ કે તે શુદ્ધ અને સકારાત્મક ઉર્જાનું પ્રતિબિંબ સુનિશ્ચિત કરે છે.
4) પૂર્ણ-લંબાઈના અરીસાઓનો ઉપયોગ કરો: આવા અરીસાઓ આખા શરીરના પ્રતિબિંબને સુનિશ્ચિત કરે છે, જે ઉર્જા પ્રવાહને કાપવાનું ટાળે છે.
5) પ્રકાશ વધારવા માટે અરીસાઓ ગોઠવો: જો તમારી જગ્યા ઓછા પ્રકાશવાળી હોય, તો કુદરતી પ્રકાશને પ્રતિબિંબિત કરવા અને તમારા ઘર અથવા ઑફિસને તેજસ્વી બનાવવા માટે અરીસાઓ મૂકો.
1) બેડ સામે અરીસાઓ ગોઠવવાનું ટાળો: આ ખાસ કરીને બેડરૂમ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે અશાંતિ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ માનવામાં આવે છે.
2) ખંડિત અથવા તૂટેલા અરીસાઓ રાખવાનું ટાળો: આ તમારા ઘર અથવા ઑફિસમાં ખંડિત અથવા તૂટેલી ઉર્જા તરફ દોરી જઈ શકે છે.
3) કોઈપણ દરવાજાની સામે સીધા અરીસાઓ ન મૂકશો: આમાં મુખ્ય પ્રવેશદ્વાર અને ઘરની અંદરના દરવાજા બંનેનો સમાવેશ થાય છે, કારણ કે તે ઉર્જાને દૂર ધકેલશે.
4) નકારાત્મક છબીઓને પ્રતિબિંબિત કરવાનું ટાળો: અરીસાઓએ ક્લટર, કચરાના ડબ્બા અથવા નકારાત્મક ઉર્જાના કોઈપણ સ્ત્રોતને પ્રતિબિંબિત ન કરવા જોઈએ.
5) જૂના, ડાઘ લાગેલા અરીસાઓનો ઉપયોગ કરશો નહીં: આ પ્રતિબિંબ અને ઉર્જાને વિકૃત કરી શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવે છે.
વાસ્તુ પ્રમાણે અરીસાની દિશા અંગેની આ સરળ કરવા જેવી અને ન કરવા જેવી બાબતોને અનુસરવાથી અને વાસ્તુ પ્રમાણે અરીસાની ગોઠવણીનું ધ્યાન રાખવાથી, તમે તમારા ઘર અને ઑફિસમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ઑપ્ટિમાઇઝ કરી શકો છો.
સારાંશમાં જોઈએ તો, વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ઘર અથવા ઑફિસમાં અરીસાની ગોઠવણી માત્ર સૌંદર્ય શાસ્ત્રથી ઘણી વધારે છે. તે સકારાત્મકતા, સમૃદ્ધિ અને સુમેળ સાથે ગુંજતી જગ્યાનું નિર્માણ કરવા માટે ઉર્જાને નિર્દેશિત કરવા વિશે છે. ભલે તમે તમારી જગ્યાને ફરીથી ડિઝાઇન કરી રહ્યાં હોવ અથવા ફક્ત અરીસાને સ્થાનાંતરિત કરી રહ્યાં હોવ, વાસ્તુ અનુસાર અરીસાની દિશાના આ નાના પાસાઓ તમારી સુખાકારી અને સફળતા પર ઊંડી અસર કરી શકે છે.