Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર દિશા સંપત્તિના દેવતા કુબેરની દિશા છે અને તે પ્રમાણે, એવું માનવામાં આવે છે કે ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરો સમૃદ્ધિ અને વિપુલતાને આકર્ષે છે. ઉત્તર ધ્રુવમાંથી નીકળતી ચુંબકીય ઉર્જા ઘરમાં સકારાત્મકતા અને ઉર્જા પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ કારણોસર, ઘણાં લોકો તેમના ઘર માટે ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરની યોજના પસંદ કરે છે.
ઘરની ઉર્જાનો પ્રવેશદ્વાર, ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરનું પ્રવેશદ્વાર, આદર્શ રીતે ઉત્તર અથવા ઉત્તરપૂર્વ દિશામાં હોવું જોઈએ. આ સૌથી શુભ સ્થાન માનવામાં આવે છે જે ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહને મુક્તપણે વહેવા દે છે. રંગોના સંદર્ભમાં, લીલા અથવા વાદળી જેવા વાઇબ્રન્ટ રંગોનો ઉપયોગ પ્રવેશદ્વારની મંગલકારિતામાં વધારો કરી શકે છે.
ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરના લિવિંગ રૂમ માટે ઈશાન ખૂણો શ્રેષ્ઠ સ્થાન છે, કારણ કે આ દિશા માનસિક સ્પષ્ટતા અને સામાજિક મેળાવડાઓ સાથે સંકળાયેલી છે. ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરના વાસ્તુમાં તમે સુનિશ્ચિત કરો કે સ્થિરતા વધારવા અને લિવિંગ રૂમના ઉપયોગને વધારવા માટે ફર્નિચર રૂમના પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં મૂકવામાં આવે. સોફ્ટ પેસ્ટલ શેડ્સ અને ધરતીના રંગોના ટોન સંતુલિત, સુમેળભર્યું વાતાવરણ નિર્માણ કરી શકે છે.
દક્ષિણ-પૂર્વ ખૂણો રસોડા માટે આદર્શ છે, કારણ કે તે અગ્નિ અથવા અગ્નિ તત્વનું ક્ષેત્ર છે. રસોઈ બનાવતી વખતે, શ્રેષ્ઠ લાભ માટે વ્યક્તિએ પૂર્વ તરફ મુખ કરવું જોઈએ. રેફ્રિજરેટરની ગોઠવણી દક્ષિણપશ્ચિમમાં હોવી જોઈએ; સિન્ક અને સ્ટોવ સારી રીતે અલગ હોવા અનિવાર્ય છે કારણ કે પાણી અને અગ્નિ એકબીજાનો વિરોધ કરે છે. પીળા, નારંગી અથવા લાલ જેવા તેજસ્વી રંગોનો ઉપયોગ કરો, જે અગ્નિ તત્વને પ્રતિબિંબિત કરે છે.
શાંતિ અને ગ્રાઉન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તમારો બેડરૂમ આદર્શ રીતે દક્ષિણ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. બેડ (પલંગ) એવી રીતે મૂકવો જોઈએ કે સૂતી વખતે, વ્યક્તિનું માથું દક્ષિણ તરફ હોય. સામાન્ય રીતે ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરના વાસ્તુ માટે ઘરની યોજનામાં, શાંત અને પુનર્સ્થાપિત કરતાં વાતાવરણના નિર્માણમાં યોગદાન માટે બેડરૂમમાં તટસ્થ અથવા ધરતીના રંગોનો ઉપયોગ થાય છે.
બાથરૂમ અથવા શૌચાલય ઘરના પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ ભાગમાં સ્થિત હોવા જોઈએ, જ્યારે વ્યક્તિએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે સીધું ઈશાન ખૂણામાં નથી કારણ કે તે સકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે. ડ્રેનેજ અથવા પાણીના આઉટલેટ્સ ઇશાન દિશામાં રાખવા જોઈએ, જે ઘરની બહાર નકારાત્મક ઉર્જાના પ્રવાહને સરળ બનાવે છે.
સંપત્તિની ઉત્તર-પૂર્વ બાજુ બગીચા માટે યોગ્ય છે, કારણ કે તે સવારના સૂર્યપ્રકાશને તાજગી સાથે ઘરમાં પ્રવેશવામાં મદદ કરે છે. તુલસી અથવા વાંસ જેવા વાસ્તુ છોડને પસંદ કરો જેને સારું ભાગ્ય લાવનાર માનવામાં આવે છે. ઉત્તર અને પૂર્વમાં મોટા વૃક્ષોને ટાળવા શ્રેષ્ઠ છે કારણ કે તે સકારાત્મક ઉર્જાને અવરોધિત કરી શકે છે.
ભૂલ: મુખ્ય પ્રવેશદ્વારની ખોટી સ્થિતિ અથવા અવરોધ.
સુધારો: ક્લટર ધરાવતા વિસ્તારને સાફ કરો અને જો જરૂરી હોય તો પ્રવેશદ્વાર ઉત્તર અથવા ઉત્તર-પૂર્વમાં છે તે સુનિશ્ચિત કરવા માટે તેને સ્થાનાંતરિત કરો.
ભૂલ: પ્રવેશદ્વાર ભૌતિક અથવા દૃષ્ટિની રીતે અવરોધિત છે.
સુધારો: ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અવરોધી શકે તેવા કોઈપણ અવરોધોને દૂર કરો.
ભૂલ: રસોડાને બિન-સુસંગત વાસ્તુ ક્ષેત્રમાં મૂકવામાં આવ્યું હતું, જેમ કે ઉત્તરપૂર્વ.
સુધારો: ઘરના દક્ષિણપૂર્વ ભાગ સાથે રસોડાની ગોઠવણી સંરેખિત કરો, અને સુનિશ્ચિત કરો કે રસોઈ કરતી વખતે રસોઈયાનું મુખ પૂર્વ તરફ હોય.
ભૂલ: ખોટી રીતે સ્થિત બાથરૂમ અને શૌચાલય જે નકારાત્મક ઉર્જા રિલીઝ કરી શકે છે.
સુધારો: સકારાત્મકતાના પ્રવાહને જાળવી રાખવા માટે તેને પશ્ચિમ અથવા ઉત્તરપશ્ચિમમાં સ્થિત કરવા માટે વાસ્તુને અનુસરો.
ભૂલ: વાસ્તુ સિદ્ધાંતો સાથે સુમેળ ધરાવતા ન હોય તેવા રંગોનો ઉપયોગ કરવો.
સુધારો: સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારવા માટે દિવાલોને વાસ્તુ-દ્વારા ભલામણ કરેલ રંગો, જેમ કે વિવિધ વાદળી અથવા લીલા રંગથી રંગો.
આ સામાન્ય ભૂલોને વિચારપૂર્વક સુધારા સાથે સંબોધિત કરીને, ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરની યોજના સુમેળભર્યા વાતાવરણ માટે વાસ્તુ સિદ્ધાંતો સાથે વધુ સારી રીતે સંરેખિત થઈ શકે છે.
જ્યારે તમારા ઘરને ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરના વાસ્તુ સિદ્ધાંતો સાથે સંરેખિત કરવાની વાત આવે છે, ત્યારે તમારા પ્લોટની સાઈઝ જગ્યાઓના લેઆઉટ અને ગોઠવણીને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે. વાસ્તુશાસ્ત્રનું પાલન કરતી વખતે વિવિધ સાઈઝના પ્લોટ માટે અસરકારક રીતે કેવી રીતે આયોજન કરવું તે અહીં ઉલ્લેખિત છે:
પ્લોટની સાઈઝને ધ્યાનમાં લીધા વિના, ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરના વાસ્તુ માટેના ઘરની યોજનામાં મુખ્યત્વે પ્રવેશદ્વારના સ્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સુનિશ્ચિત કરો કે તે સકારાત્મક બાજુ પર સ્થિત હોય, પ્રાધાન્યપણે ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં.
સામાન્ય ઉત્તર તરફ મુખ ધરાવતા 30x40 ઘરની યોજના માટે, જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ કરવો ચાવીરૂપ છે. ડિઝાઇનમાં ઉત્તર-પૂર્વમાં સારી રીતે પ્રકાશિત લિવિંગ એરિયા, દક્ષિણ અને પશ્ચિમમાં બેડરૂમ અને નકામી જગ્યા ટાળવા માટે નાના હૉલવેનો સમાવેશ થવો જોઈએ.
ઉત્તર તરફ મુખ ધરાવતા 40x50 પ્લોટની ઘર યોજના જટિલ ડિઝાઇન તત્વો માટે વધુ જગ્યા પ્રદાન કરે છે. વાસ્તુનો ઉપયોગ ઘરને અસરકારક રીતે વિભાજિત કરવા માટે કરી શકાય છે, ઉત્તરપૂર્વમાં ઘરની આગળ વિશાળ આંગણું (યાર્ડ્સ)અથવા બગીચાઓને સમાવી શકાય છે જ્યારે દક્ષિણપશ્ચિમમાં ભારે સ્ટ્રક્ચર મૂકી શકાય છે.
કોમ્પેક્ટ 30x30 ઘરની યોજનાઓ અને ઉત્તર તરફ મુખ ધરાવતા પ્લોટમાં, જગ્યાની ઉપયોગિતાને મહત્તમ બનાવતા વાસ્તુ તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સકારાત્મકતા વધારવા માટે ધ્યાન અથવા પૂજા રૂમ માટે ઈશાન ખૂણાને ઓપ્ટિમાઇઝ કરો અને મલ્ટિ-ફંક્શનલ ફર્નિચરનો વિચાર કરો.
ઉત્તર તરફ મુખ ધરાવતા ઘર માટેની વાસ્તુ યોજના સંતુલિત વાસ્તુ લેઆઉટ માટે પૂરતી તક પૂરી પાડે છે. તમે ઉત્તરમાં આકર્ષક પ્રવેશદ્વારની યોજના બનાવી શકો છો, વાસ્તુ માર્ગદર્શિકા અનુસાર રહેવા અને સૂવાના ક્વાર્ટરનું આયોજન કરી શકો છો અને શ્રેષ્ઠ ઉર્જા પ્રવાહ માટે રસોડાને દક્ષિણપૂર્વમાં સ્થિત કરી શકો છો.
સારાંશમાં જોઈએ તો,, વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરને અનુરૂપ બનાવવું એ એવા નિવાસ સ્થાનના નિર્માણ માટેનું એક પગલું છે જે સકારાત્મકતા, સુમેળ અને સમૃદ્ધિને આમંત્રિત કરે છે. આ ઉત્તર તરફ મુખ ધરાવતા ઘરના વાસ્તુની માર્ગદર્શિકા અપનાવીને અને કોઈપણ ભૂલોને ટાળીને તમે તમારા ઘરને એવી જગ્યામાં પરિવર્તિત કરી શકો છો જે સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય અને દરેક જગ્યા સુખાકારીને સુનિશ્ચિત કરે.