Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
તાપમાનમાં ફેરફાર થવાથી કૉંક્રીટ સંકોચાય અને વિસ્તરે છે, જે બદલામાં સામગ્રીની માત્રામાં ફેરફાર લાવે છે. માત્રામાં આ પ્રકારનો ફેરફાર થવાથી તિરાડો પડી જાય છે અથવા તો તે તૂટી જાય છે.
આથી, તેને નિવારવા માટે કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સનો ઉપયોગ તિરાડોને નિવારવા માટેના સાધન તરીકે થાય છે. જો કૉંક્રીટના કદ અને લંબાઈ ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય તો કન્સ્ટ્રક્શન જોઇન્ટનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ટૂંકાં કૉંક્રીટ મેમ્બરો માટે જોઇન્ટ્સની જરૂર પડતી નથી.
કારણ કે ટૂંકી લંબાઈના કૉંક્રીટનું વિસ્તરણ થવાથી તેનું અંતિમબિંદુ નજીક રહે છે અને તેમાં તિરાડ પડવાની શક્યતા તદ્દન નહીવત્ થઈ જાય છે. જો કૉંક્રીટ મેમ્બર નિશ્ચિત મર્યાદાને વટાવી જાય તો આમ થવાની શક્યતા પણ વધી જાય છે.
જો તમે એમ વિચારતા હો કે કન્સ્ટ્રક્શન જોઇન્ટનો ઉપયોગ શેના માટે થાય છે, તો તેનો ઉપયોગ બિલ્ડિંગના અનેકવિધ તત્વોની રચના અને નિર્માણ કરવા માટે થાય છે. મોટાભાગને તેને તિરાડોને નિવારવા કૉંક્રીટના સ્લેબ અને પેવમેન્ટ્સમાં નિયમિત અંતરાલે મૂકવામાં આવે છે.
આટલું જાણ્યાં બાદ ચાલો હવે કૉંક્રીટના કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સના વિવિધ પ્રકારો વિશે જાણકારી મેળવીએઃ
પ્રોજેક્ટની જરૂરિયાત પર આધાર રાખીને બાંધકામમાં વિવિધ પ્રકારના જોઇન્ટ્સને ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે વધુ સારા પ્રતિકાર અને સુરક્ષા માટે કૉંક્રીટના ચોક્કસ સ્લેબમાં વિવિધ પ્રકારના કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સને મૂકી શકાય છે.
અહીં કૉંક્રીટના વિવિધ પ્રકારના જોઇન્ટ્સ આપવામાં આવ્યાં છે, જેને તમે ઇન્સ્ટોલ કરી શકો છોઃ
સામાન્ય રીતે કોઈ ઇન્ડિવિડ્યૂઅલ પ્લેસમેન્ટની હદને જાણવા માટે કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેની રચના સ્લેબની બંને સાઇડે ડિસપ્લેસમેન્ટને શક્ય બનાવવા માટે કરવામાં આવી હોય છે તથા તે બાહ્ય વજન દ્વારા પેદા થયેલા ફ્લેક્સુલરલ સ્ટ્રેસિસને સ્લેબમાં ટ્રાન્સફર પણ કરી દે છે.
સામાન્ય રીતે આ જોઇન્ટ્સની રચના પહેલેથી જ ફિક્સ જોઇન્ટ લેઆઉન્ટ અનુસાર કરવામાં આવે છે.
કૉંક્રીટની માત્રામાં ફેરફાર થતો હોય તેવી સ્થિતિમાં તણાવને દૂર કરવા માટે જોઇન્ટ્સની જરૂર પડે છે. આવા કિસ્સાઓમાં બિલ્ડિંગના વિવિધ હિસ્સાઓની વચ્ચે અંતરાલની રચના કરવા માટે એક્સપાન્શન જોઇન્ટ્સ મૂકવામાં આવે છે.
45 મી.થી વધારે લાંબા બિલ્ડિંગમાં સામાન્ય રીતે એકથી વધારે એક્સપાન્શન જોઇન્ટ પૂરાં પાડવામાં આવે છે. ભારતમાં 30 મી.ના સી/સી સ્પેસિંગની ભલામણ કરવામાં આવે છે.
કૉંક્રીટ કોન્ટ્રાક્શન જોઇન્ટ્સ એ કૉંક્રીટના સ્લેબમાં આરી જેવા અથવા તો ટૂલ આકારના ખાંચા હોય છે, જેને ઉપયોગમાં લેવા પાછળનો ઇરાદો નબળા સ્પોટની રચના કરવાનો હોય છે, જેને સામાન્ય રીતે સીધી રેખામાં બનાવવામાં આવે છે. તે પેવમેન્ટ્સમાં ઉપયોગમાં લેવાતો જોઇન્ટનો સર્વસામાન્ય પ્રકાર છે.
સ્લેબમાં તે પરિમાણ સંબંધિત ફેરફારો કરીને તિરાડોવાળી જગ્યાઓને સુધારે છે. અનિયંત્રિત તિરાડો પડવાથી સપાટી ખરબચડી થઈ જાય છે, તેમાંથી પાણી અંદર પ્રવેશે છે અને સપાટી પર તણાવ પણ પેદા થાય છે. તેને ટાળવા માટે સ્લેબમાં કોન્ટ્રાક્શન જોઇન્ટ્સ મૂકવામાં આવે છે.
તેનું નામ તેના ગુણોને સાર્થક કરે છેઃ તેનો ઉપયોગ કૉંક્રીટના સ્લેબને કોઈ ચીજથી બિલકુલ અલગ પાડવા માટે થાય છે. પછી તે દિવાલ હોય, કૉલમ કે ડ્રેઇન પાઇપ હોય, કૉંક્રીટ આઇસોલેશન જોઇન્ટ્સ તમામ ચીજોમાંથી સ્લેબને અલગ પાડવા માટે ઉપયોગી છે.
આ જોઇન્ટ્સને સ્લેબને ભરતા પહેલા દિવાલ, સ્ટેન્ડપાઇપ કે કૉલમની નજીક અગાઉ નિર્ધારિત કરવામાં આવેલી જોઇન્ટની સામગ્રીને મૂકીને ઇનસ્ટોલ કરવામાં આવે છે.
આ જોઇન્સ્ટ્સને ઇન્સ્ટોલ કરતી વખતે યોગ્ય આયોજન અને અમલીકરણની જરૂર પડે છે. જોઇન્ટ્સ સ્લેબની સપાટીમાં 1/4 ભાગ જેટલાં જ પ્રવેશી શકતા હોય છે. સ્લેબની સ્થિરતા પણ જાળવવી પડતી હોવાથી સુશોભનાત્મક સ્ટેમ્પિંગ તેનાથી વધારે ઊંડું જઈ શકતું નથી.
તમારે ફક્ત સ્ટેમ્પ કરેલી ડીઝાઇનની પેટર્નની પાસેથી કાપવાનું રહે છે, જેથી કરીને તિરાડોને નિયંત્રિત કરી શકાય અને જોઇન્ટ્સ દેખાતા બંધ થઈ જાય છે.
કૉંક્રીટની સપાટી તૂટવાને આરે આવી ગઈ હોય તેવી સ્થિતિમાં નબળા હિસ્સાઓમાં પડેલી તિરાડો પર સૌથી પહેલા દબાણ આવે છે. બિલ્ડિંગ જોઇન્ટ્સ અથવા તો કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સનો ઉપયોગ કરવાથી જોઇન્ટ્સ પરથી દબાણને ટ્રાન્સફર કરીને સપાટીઓને તૂટતી અટકાવવાની જવાબદારીમાંથી કૉંક્રીટને મુક્ત કરી શકાય છે.
કૉંક્રીટ જોઇન્ટ્સ આડી હલનચલનને શક્ય બનાવે છે, જ્યારે તે ઊભી અને ચક્રીય હલનચલનને અટકાવીને કૉંક્રીટના બાંધકામને અકાળે ખરાબ થઈ જતું સફળતાપૂર્વક નિવારે છે.
આ સિવાય આ પણ વાંચોઃ કૉંક્રીટમાં પડતી તિરાડોના પ્રકારો
કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ તેમજ બાંધકામમાં કેવા પ્રકારના જોઇન્ટ્સનો ઉપયોગ થાય છે, તે જાણો તથા યોગ્ય આયોજન કરવાથી તિરાડો ફક્ત તમે જ્યાં ઇચ્છો ત્યાં જ પડે તેની ખાતરી કરો, જે તમારા કૉંક્રીટના માળખાંને લાંબી આવરદા આપે છે.
કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સની રચના કરવા અને તેને નિર્દિષ્ટ કરવા માટે સ્ટ્રક્ચરલ એન્જિનીયરને કામે રાખવાની સલાહ આપવામાં આવે છે.