Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
રેતીની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતાઓને કારણે બાંધકામમાં ચોક્કસ કામગીરી માટે અલગ-અલગ પ્રકારની રેતીને પસંદ કરવામાં આવે છે. તો ચાલો, બાંધકામમાં સર્વસામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી રેતીના વિવિધ પ્રકારોને જાણીએ.
નદીની રેતી એ કુદરતી રીતે ઉદ્ભવતી રેતી છે, જેને નદીના પટમાંથી મેળવવામાં આવે છે. તેના મુલાયમ, ગોળ કણો એ તેની વિશેષતા છે, જે તેને ખૂબ જ ઉપયોગી બનાવે છે. તેની કાર્યક્ષમતાને કારણે નદીની રેતીનો ઉપયોગ જેમાં સચોટતા અને પૂરતું ધ્યાન આપવાની જરૂર હોય તેવા બાંધકામમાં થાય છે, જેમ કે, ઇંટો લગાવવી, પ્લાસ્ટરિંગ કરવું અને કૉંક્રીટનું મિશ્રણ કરવું. તેના ગોળ કણોને કારણે તેનું સરળતાથી મિશ્રણ થઈ શકે છે અને તેને સચોટતાપૂર્વક પાથરી શકાય છે, જે તેને સોચટતા માંગી લેનારા પ્રોજેક્ટ્સ માટે લોકપ્રિય વિકલ્પ બનાવે છે.
કૉંક્રીટ સેન્ડ એ રેતીનો એક પ્રકાર છે, જેને ખાસ કરીને કૉંક્રીટના મિશ્રણમાં ઉપયોગમાં લેવા માટે ઉત્પાદિત કરવામાં આવે છે. તે તેના બરછટ ટેક્સચર માટે જાણીતી છે, જેને અશુદ્ધિઓ દૂર કરનારી પ્રક્રિયાને કાળજીપૂર્વક હાથ ધરીને હાંસલ કરવામાં આવે છે. કૉંક્રીટ સેન્ડ ફાઉન્ડેશન, ડ્રાઇવવે અને સાઇડવૉક જેવા કૉંક્રીટના મજબૂત અને ટકાઉ માળખાંનું નિર્માણ કરવા માટે આદર્શ ગણાય છે. તેનું બરછટ ટેક્સચર કૉંક્રીટના મિશ્રણની અંદર પાણીનો સારી રીતે નિકાલ કરે છે, જે માળખાંની એકંદર સ્થિરતા અને મજબૂતાઈમાં યોગદાન આપે છે, જે તેને ભારવહનની કામગીરી માટે અનુકૂળ બનાવે છે.
બરછટ રેતી તરીકે પણ ઓળખાતી પિટ સેન્ડને કુદરતી નિક્ષેપોમાંથી મેળવવામાં આવે છે. આ પ્રકારની રેતી કકરું ટેક્સચર ધરાવે છે, જેના કારણે આ રેતી મુલાયમ રેતીથી અલગ તરી આવે છે. તેનો ઉપયોગ બાંધકામની વિવિધ કામગીરીઓમાં થાય છે, જેમ કે, સપાટીનું લેવલિંગ, ફૂટપાથના પથ્થરો માટેની બેડિંગ સામગ્રી તરીકે તથા પાઇપ અને યુટિલિટીઝ માટેના આધાર તરીકે. તેમાં કાંપ અને માટીની માત્રા પ્રમાણમાં વધારે હોવાથી કૉંક્રીટના કામ માટે તેની ભલામણ કરવામાં આવતી નથી, પિટ સેન્ડ બાંધકામની અન્ય ઘણી બધી કામગીરી માટે ઉપયોગી છે.
કઠણ ખડકોને દળીને M-સેન્ડ કે મેન્યુફેક્ચર્ડ સેન્ડનું ઉત્પાદન કરવામાં આવે છે, જેના પરિણામે કણોની સાતત્યપૂર્ણ સાઇઝ મળી રહે છે. તે નદીની કુદરતી રેતી જેવી જ હોય છે અને તેની ઉચ્ચ-ગુણવત્તા માટે જાણીતી છે. M-સેન્ડનો ઉપયોગ કૉંક્રીટના ઉત્પાદન, પ્લાસ્ટરિંગ અને જ્યાં ઉચ્ચ ગુણવત્તાની રેતીની જરૂર હોય તેવા સર્વસામાન્ય બાંધકામોમાં વ્યાપકપણે થાય છે. તે કણોની સાતત્યપૂર્ણ સાઇઝ અને ગુણવત્તાનો લાભ પૂરો પાડે છે, જે તેને બાંધકામમાં નદીની રેતીનો એક વિશ્વસનીય વિકલ્પ બનાવે છે.
ક્યારેક ફિલ સેન્ડ કે બેકફિલ સેન્ડ તરીકે ઓળખાતી યુટિલિટી સેન્ડ તેના બરછટ ટેક્સચરની લાક્ષણિકતા ધરાવે છે, જેના કારણે કૉમ્પેક્શન કરવાનું સરળ થઈ જાય છે. પ્રાથમિક રીતે તે બાંધકામના પ્રોજેક્ટમાં ખાલી જગ્યાઓ કે ખાઈઓને ભરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમ કે, લેન્ડસ્કેપિંગ, પાઇપ બેડિંગ અને મોટા ખાડાઓને ભરવા માટે. યુટિલિટી સેન્ડ વડે સરળતાથી કૉમ્પેક્શન થઈ શકતું હોવાથી અને એક સ્થિર આધારનું નિર્માણ કરવાની તેની ક્ષમતાને લીધે તે બાંધકામની વિવિધ પ્રવૃત્તિઓમાં નક્કર ફાઉન્ડેશન બનાવવા માટે અનિવાર્ય બની જાય છે.
ફિલ સેન્ડ યુટિલિટી સેન્ડ જેવી જ લાક્ષણિકતાઓ ધરાવે છે, જેમ કે, તેનું બરછટ ટેક્સચર અને પાણીનો નિકાલ કરવાની તેની સારી ક્ષમતા. તેને મોટી ખાલી જગ્યાઓ કે જેમાં ઘણું બધું પુરાણ કરવું પડે તેમ હોય તેવા વિસ્તારોને ભરવા માટે ઉપયોગમાં લેવાય છે, જેમ કે, બિલ્ડિંગના ફાઉન્ડેશનો અને રોડનું બાંધકામ. સ્થિર આધારની રચના કરવા માટે ફિલ સેન્ડને કૉમ્પેક્ટ કરવામાં આવે છે, જે તેને મજબૂત ફાઉન્ડેશન માંગી લેતા પ્રોજેક્ટ માટે ખૂબ જ જરૂરી બનાવી દે છે.
બાંધકામમાં ઉપયોગમાં લેવાતા રેતીના આ વિવિધ પ્રકારોને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને તેના ચોક્કસ ઉપયોગો પર આધાર રાખીને પસંદ કરવામાં આવે છે, જે એ વાતની ખાતરી કરે છે કે બાંધકામના પ્રોજેક્ટ્સ માળખાં અને કામગીરી સંબંધિત જરૂરિયાતોને પૂરી કરે. હવે ઘરના બાંધકામ માટે કઈ રેતી શ્રેષ્ઠ ગણાય છે, તે પ્રશ્ન થવો સ્વાભાવિક છે, જોકે, તેનો કોઈ એક ઉત્તર નથી. નદીની રેતી અને કૉંક્રીટ સેન્ડ એ બાંધકામની મોટાભાગની કામગીરીઓ માટે અનુકૂળ ગણાય છે, ત્યારે લેવલિંગ કે ફિલિંગ જેવા વિશિષ્ટ પ્રકારના હેતુઓ માટે પિટ સેન્ડ, યુટિલિટી સેન્ડ કે ફિલ સેન્ડ વધુ યોગ્ય ગણાય છે. M-સેન્ડને નદીની રેતીનો પર્યાવરણને અનુકૂળ આવે તેવો વિકલ્પ ગણી શકાય.
આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, બાંધકામમાં ઉપયોગમાં લેવાતી રેતીના પ્રકારોની પસંદગી કરવી એ ઉચ્ચ-ગુણવત્તાના અને ટકાઉ માળખાંનું નિર્માણ કરવા માટે ખૂબ જ મહત્વનું પરિબળ છે. નદીની રેતીથી માંડીને કૉંક્રીટ સેન્ડ, પિટ સેન્ડ અને M-સેન્ડ સુધીની પ્રત્યેક પ્રકારની રેતી ચોક્કસ પ્રકારના હેતુ માટે અનુકૂળ ગણાય છે, પછી તે ચણતરકામ હોય, કૉંક્રીટનું ઉત્પાદન હોય, બેકફિલિંગ હોય કે લેવલિંગ હોય. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની રેતીઓની વચ્ચે રહેલા તફાવતને સમજીને તમે તમારા પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ હોય તેવા રેતીના પ્રકાર અંગે સૂચિત નિર્ણય લઈ શકો છો.