Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
આર્કિટેક્ચરના વિશ્વમાં કોઈ પણ માળખાંનું બાંધકામ સામગ્રીઓને એકબીજાની સાથે જોડતા મટીરિયલ વગર અધુરું છે. બિલ્ડિંગની કોઈ પણ ચીજ, પછી તે ઇંટ હોય, પથ્થર હોય કે ટાઇલ્સ હોય, તેને ચોંટાડવા માટે પેસ્ટ કે મોર્ટારની જરૂર પડે જ છે. મોર્ટાર એ બાંધકામની પ્રક્રિયાનું અભિન્ન અંગ છે, કારણ કે, તે બિલ્ડિંગ બ્લૉકની વચ્ચે રહેલી જગ્યાઓને ભરી દે છે. વિવિધ પ્રકારના મોર્ટારનો ઉપયોગ કરવાનો આધાર તેના ઉપયોગ, ઘનત્વ અને હેતુ પર રહેલો છે.
સામાન્ય રીતે બાંધકામમાં ઉપયોગમાં લેવાતો મોર્ટાર એ પાણી, બાઇન્ડિંગ મટીરિયલ અને બારિક એગ્રીગેટ (રેતી/સુરખી)નું મિશ્રણ છે. વિવિધ પ્રકારના મોર્ટાર મિક્સમાં આ સામગ્રીના ગુણોત્તરનો આધાર ઉપયોગમાં લેવાયેલી ચણતરની સામગ્રીના પ્રકાર, જરૂરી દાબકબળ અને તેના અંતિમ ઉપયોગ પર રહેલો છે. મોર્ટારનો અંતિમ ઉપયોગ શું છે, તેના પર આધાર રાખીને મોર્ટારનું અલગ-અલગ રીતે મિશ્રણ કરવામાં આવે છે.
તેના નામ મુજબ જ મોર્ટાર મિક્સના આ વર્ગીકરણમાં સીમેન્ટ એ બાઇન્ડિંગ મટીરિયલ છે. સીમેન્ટ, પાણી અને રેતીને મિક્સ કરવાના ગુણોત્તરનો આધાર વ્યક્તિ જે પ્રકારનો હેતુ અને ટકાઉપણું ઇચ્છે છે, તેના પર રહેલો છે. સામાન્ય રીતે સૌથી પહેલા સીમેન્ટ અને રેતીને મિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ધીમે-ધીમે પાણી ઉમેરવામાં આવે છે. સીમેન્ટ અને રેતીનું પ્રમાણ 1:2થી 1:6ની વચ્ચે કોઈ પણ હોઈ શકે છે.
મોર્ટારના અલગ-અલગ પ્રકારોમાં ચૂનો એ પ્રાથમિક બાઇન્ડિંગ મટીરિયલ છે. ચૂનો બે પ્રકારનો હોય છે - હાઇડ્રોલિક લાઇમ અને ફેટ લાઇમ. તમે જ્યારે શુષ્ક આબોહવામાં કામ કરી રહ્યાં હો ત્યારે ફેટ લાઇમ સૌથી અનુકૂળ વિકલ્પ ગણાય છે (સામાન્ય રીતે રેતીની માત્રા કરતાં 2થી 3 ગણો વધારે લેવામાં આવે છે). જોકે, જ્યાં ભારે વરસાદ પડતો હોય કે પાણી ભરાઈ જતું હોય તેવા વિસ્તારોમાં હાઇડ્રોલિક લાઇમ યોગ્ય વિકલ્પ ગણાય છે (ચૂના-રેતીનો ગુણોત્તર 1:2 હોય છે).
જીપ્સમ મોર્ટારમાં જોડનારી સામગ્રી પ્લાસ્ટર અને નરમ રેતી છે. તે ભેજવાળી અને ભીની આબોહવામાં ખાસ ટકાઉ હોતો નથી.
આપણે જ્યારે બ્લેન્ડર તરીકે ચૂના અને સીમેન્ટના સંયોજનનો તથા બારીક એગ્રીગેટ તરીકે રેતીનો ઉપયોગ કરીએ ત્યારે તેના પરિણામસ્વરૂપે જે મિશ્રણ પ્રાપ્ત થાય છે, તે ગેજ્ડ મોર્ટાર હોય છે. તે લાઇમ મોર્ટાર અને સીમેન્ટ મોર્ટાર એમ બંનેના શ્રેષ્ઠ ગુણો ધરાવે છે. ચૂનો તેમાં જરૂરી નમણીયતા ઉમેરે છે, જ્યારે સીમેન્ટ તેને ટકાઉ બનાવે છે. આ મિશ્રણમાં સીમેન્ટ અને ચૂનાનો ગુણોત્તર 1:6 અને 1:9ની વચ્ચે અલગ-અલગ હોય છે. તે મોર્ટારનો સૌથી પરવડે તેવા વિકલ્પોમાંથી એક હોય છે.
ચૂના, સુરખી અને પાણીનું સંયોજન કરવાથી આપણને સુરખી મોર્ટાર પ્રાપ્ત થાય છે. સુરખી બારીક એગ્રીગેટ તરીકે કામ કરે છે. બારીક પાઉડરના સ્વરૂપમાં રહેલી બળેલી માટીને સુરખી કહેવામાં આવે છે. તે રેતી કરતાં મોર્ટાર મિક્સમાં વધુ મજબૂતાઈ ઉમેરે છે અને તે વધારે સસ્તી પણ પડે છે. ક્યારેક-ક્યારેક આપણે અડધી રેતી અને અડધી સુરખીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ.
ઓછી નમણીયતાને કારણે સીમેન્ટ મોર્ટાર સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલીભર્યું સાબિત થઈ શકે છે. પરંતુ જો આપણે આ મિશ્રણમાં એર-એન્ટરેઇનિંગ એજન્ટ્સ ઉમેરીએ તો તેની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. આ સ્થિતિમાં એરેટેડ સીમેન્ટ મોર્ટાર કામમાં લાગે છે.
જ્યારે સીમેન્ટ કે ચૂનો ઉપલબ્ધ ના હોય ત્યારે આપણે તેમની જગ્યાએ બાઇન્ડિંગ એજન્ટ તરીકે ગારાનો ઉપયોગ કરી શકીએ છીએ. બારીક એગ્રીગેટ તરીકે ગારાને ગાયના છાણ કે કુશકીની સાથે મિક્સ કરવામાં આવે ત્યારે મડ મોર્ટાર બને છે.
જે મોર્ટારનું સ્થૂળ ઘનત્વ 15 KN/m³ કે તેનાથી વધારે હોય તે હેવી મોર્ટાર હોય છે. આ પ્રકારના મોર્ટારમાં ભારે સ્ફટિક બારીક એગ્રીગેટ્સ હોય છે. તો બીજી તરફ વજનમાં હલકા મોર્ટારનું સ્થૂળ ઘનત્વ 15 KN/m³થી ઓછું હોય છે. આ મોર્ટારમાં બાઇન્ડર્સ તરીકે ચૂના અને સીમેન્ટનો તથા બારીક એગ્રીગેટ્સ તરીકે રેતી, લાકડાંનાં વહેરનો ઉપયોગ થાય છે.
તમે જો ખાસ કરીને ટાઇલ્સ માટેનું એડહેસિવ શોધી રહ્યાં હો તો આપણે થિન-સેટ મોર્ટારનો ઉપયોગ કરીએ છીએ, જે પાતળું હોય છે. જોકે, આ મોર્ટાર ઇંટો કે ભારે પથ્થરોની સાથે ઉપયોગમાં લેવા માટે અનુકૂળ હોતો નથી. તેમાં સીમેન્ટ, રેતી અને પાણી જાળવી રાખનારા એજન્ટો હોય છે. હાલમાં ટાઇલ મેસ્ટિકની સાથે થિન-સેટ મોર્ટારનો ઉપયોગ ખૂબ સામાન્ય છે. ટાઇલ મેસ્ટિક એ દિવાલો કે ફ્લોર પર ટાઇલ ચોંટાડવા માટેનું એક એડહેસિવ છે.
મોર્ટારના સંયોજનોમાં પ્રગતિ થયાં જ કરે છે અને આ જ પ્રકારનું એક ક્રાંતિકારી ઉત્પાદન એટલે ઇપોક્સી મોર્ટાર. આ મોર્ટારમાં ઇપોક્સી રેઝિન્સ, સોલ્વન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. આ મોર્ટાર એડહેસિવ છે અને વૉટર-પ્રૂફ છે. તેની પર કોઈ ડાઘા પડતાં નથી અને સીમેન્ટ મોર્ટાર કરતાં ઝડપથી ક્યુરિંગ થાય છે, જે તેને ટાઇલ્સની સાથે ઉપયોગમાં લેવા માટેની એક સ્વાભાવિક પસંદગી બનાવે છે.
એલ્યુમિનિયસ સીમેન્ટ એ આ પેટા-વિભાજનમાં એક નોંધપાત્ર સામગ્રી છે. ફાયર બ્રિક્સના બારીક પાઉડર અને સીમેન્ટનું મિશ્રણ આગ પ્રતિરોધી મોર્ટાર બનાવે છે.
સીમેન્ટ-ચીકણી માટી, સીમેન્ટ-રેતી કે પછી ક્યારેક સીમેન્ટ-રેતી-ચીકણી માટીનું મિશ્રણ કરીને પેકિંગ મોર્ટાર બનાવવામાં આવે છે. મજબૂતાઈ અને પાણીને ખાળવાની તેની ક્ષમતાને કારણે ઓઇલના કુવાઓનું બાંધકામ કરવા માટે આ બાઇન્ડરનો ઉપયોગ થાય છે.
જે મોર્ટારમાં જીપ્સમ, સ્લેગ કે સીમેન્ટ સિવાય બારીક એગ્રીગેટ્સ તરીકે રાખ અને પ્યુમાઇસનો ઉપયોગ થાય છે, તેમાં સાઉન્ડપ્રૂફિંગના ગુણો વિકસે છે અને આથી જ આપણને સાઉન્ડ-એબ્ઝોર્બન્ટ મોર્ટાર પ્રાપ્ત થાય છે. રસાયણોના હુમલાનું જોખમ રહેલું હોય તેવા માળખાંઓ માટે આપણે રસાયણ-પ્રતિરોધી મોર્ટારનો ઉપયોગ કરી શકીએ છીએ. એક્સ-રેની ખરાબ અસરો થાય છે અને એક્સ-રે રૂમની દિવાલો સારી રીતે સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે ભારે સ્થૂળ ઘનત્વ ધરાવતા મોર્ટાર (22 KN/m³)નો ઉપયોગ કરવામાં આવે છે.
બાઇન્ડર્સના ઉપયોગનો આધાર પ્રયોજ્યતા અને હેતુ પર રહેલો છે, ત્યારે સારા મોર્ટારના ગુણો આ મુજબ છેઃ
મોર્ટારનો પ્રાથમિક હેતુ ઇંટો, ટાઇલ્સ વગેરે જેવા બિલ્ડિંગ બ્લૉક્સને એકબીજાની સાથે જોડવાનો છે. આથી, જોડાણ કરવાની ક્ષમતા એ મોર્ટારનો સૌથી મહત્વનો ગુણ છે.
સારા મોર્ટાર પાણીને ખાળતા હોય છે, જે વરસાદી આબોહવામાં ટકી રહે છે.
કોઈ પણ સ્થાપત્યકીય બાંધકામનો સૌથી નોંધપાત્ર ગુણ ખાસ વધારે ખવાણ અને ધોવાણ વગર લાંબા સમય સુધી ટકી રહેવાની તેની ક્ષમતા છે. આથી, મોર્ટાર પ્રીમિયમ ગુણવત્તાનો હોવો જોઇએ, જે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહે.
મોર્ટાર સરળતાથી ઉપયોગમાં લઈ શકાય અને કામ કરી શકાય તેવો હોવો જોઇએ.
મોર્ટાર જ્યારે ઊંચા દબાણ કે તાપમાનના સંપર્કમાં આવે ત્યારે તે સરળતાથી ખરાબ થઈ જાય છે. તેના પરિણામે ટાઇલ્સ કે બિલ્ડિંગની સપાટી પર તિરાડો પડી જાય છે. આથી, સારી ગુણવત્તાનો મોર્ટાર લાંબા સમય સુધી મજબૂત સાંધાઓ અને પકડની ખાતરી કરે છે.
મોર્ટારની પ્રાથમિક કામગીરી ઇંટો કે પથ્થરોને એકબીજાની સાથે જોડવાનો છે.
મોર્ટાર પ્રતિકૂળ આબોહવા અને અન્ય પરિબળો (રાસાયણિક હુમલા, મોટો ઘોંઘાટ વગેરે)ની સામે પ્રતિરોધ અને મજબૂતાઈની ખાતરી કરે છે.
પાતળો મોર્ટાર (ગ્રાઉટ) સાંધાઓ ભરવામાં તથા ટાઇલ કે ઇંટોની વચ્ચેની જગ્યાઓ ભરવામાં મદદરૂપ થાય છે.
આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, મોર્ટાર એક ખૂબ જ ઉપયોગી બિલ્ડિંગ સામગ્રી છે, જેના પ્રકારોની વ્યાપક રેન્જ છે અને ચોક્કસ જરૂરિયાત પર આધાર રાખીને તે પ્રત્યેકની રચના કરવામાં આવે છે. વિવિધ ગુણોની સાથે બાંધકામમાં તેની આવશ્યક ભૂમિકાને ધ્યાનમાં લેતાં ટકાઉ માળખાંનું નિર્માણ કરવામાં તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. બાંધકામ ઉદ્યોગમાં સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ માટે મોર્ટારના પ્રકારો અને તેમની કામગીરીઓને સમજવી એ ખૂબ જ મહત્વનું છે.