Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
પથ્થરનું કડિયાકામ મૉર્ટર સાથે જોડવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર્સ નિર્માણ કરવાની કળાને સંદર્ભિત કરે છે. આ આર્કિટેક્ચરલ ટેક્નિકનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે, જેના પરિણામે મજબૂત બિલ્ડીંગો અને સ્મારકો સમયની કસોટી સામે ટકી રહે છે. પથ્થરના કડિયાકામની પ્રથાના વિવિધ સ્વરૂપો છે, જે દરેક તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ અને એપ્લિકેશન્સ ધરાવે છે.
ઉપયોગમાં લેવાતા પથ્થરોની ગોઠવણી, સાઈઝ અને આકારના આધારે, પથ્થર કડિયાકામના ઘણાં પ્રકારો છે, જેમાં રબલ (રોડાં) કડિયાકામ, એશલર કડિયાકામ અને ચોરસ પથ્થરના કડિયાકામનો સમાવેશ થાય છે.
રબલ કડિયાકામ એ પથ્થરના કડિયાકામનો સૌથી સરળ પ્રકાર છે. અહીં, પથ્થરોનો ઉપયોગ તે જેવા પ્રકૃતિમાં જોવા મળે છે તે જ રીતે કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરતા પહેલાં તેને કોઈ આકાર આપવામાં આવતો નથી અથવા તેનું રિફાઈનિંગ કરવામાં આવતું નથી. અનિયમિત અથવા અસમાન આકારના પથ્થરોના ઉપયોગને કારણે આ કડિયાકામમાં જોઇન્ટ્સ પહોળા હોય છે. પથ્થરના કડિયાકામમાં તે સૌથી વધુ કરકસરયુક્ત વિકલ્પ છે કારણ કે તેમાં અપૂર્ણ (અનફિનિશ્ડ) પથ્થરોનો ઉપયોગ કરે છે.
અનકોર્સ્ડ (અક્રમિત) રેન્ડમ (અવ્યવસ્થિત) રબલ (રોડાં) કડિયાકામ એ અત્યંત વિરોધાભાસી સાઈઝ અને અનિયમિત આકાર ધરાવતા પથ્થરોના ઉપયોગને સંદર્ભિત કરે છે. કારણ કે આ પથ્થરો આકારમાં જુદા જુદા હોવાથી, વિશાળ સપાટી વિસ્તાર પર સમાન દબાણનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે તેમની સાવચેતીપૂર્વક ગોઠવણ કરવી જરૂરી છે. સ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કેટલીક ચોક્કસ જગ્યાએ મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. અનકોર્સ્ડ રેન્ડમ રબલના ઉપયોગથી દરેકનું આ રીતે કરાયેલું નિર્માણ અલગ-અલગ દેખાય છે.
આ એક પ્રકારની નિર્માણ પદ્ધતિ છે જ્યાં પથ્થરોનો ઉપયોગ સ્તરોમાં અથવા 'ક્રમવાર' થાય છે. પથ્થરો ખરબચડા હોય છે, પરિપૂર્ણ આકારના નથી હોતા, પરંતુ દરેક સ્તર સીધું અને સમાન બને તે રીતે તેમની ગોઠવણ કરવામાં આવે છે. આ પ્રકારના કડિયાકામનો ઉપયોગ મુખ્યત્વે તેવા સ્ટ્રક્ચરના નિર્માણ માટે થાય છે જેને મજબૂત પાયાની જરૂર હોય.
જેમ નામ સૂચવે છે તે પ્રમાણે, અહીં ઉપયોગમાં લેવાતા પથ્થરો ચોરસ અથવા લંબચોરસ નથી પરંતુ તેની બહુવિધ બાજુઓ ધરાવે છે - જેમ કે બહુકોણ. તે આકાર અને સાઈઝમાં એકસમાન હોતા નથી, પરંતુ અનેક બાજુઓવાળો આકાર ધરાવતા હોય છે જે સ્ટ્રક્ચર પર અલાયદી પેટર્નનું નિર્માણ કરે છે, જે તેને સૌંદર્યલક્ષી દ્રષ્ટિકોણથી વધુ અનન્ય બનાવે છે.
આ પદ્ધતિમાં, ફ્લિન્ટ નામના ખડકનો ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ સખત અને ટકાઉ પ્રકારનો પથ્થર છે. આ પથ્થર તેની મજબૂતાઈ માટે જાણીતો છે અને તે ટકાઉ સ્ટ્રક્ચરના નિર્માણ માટે ઉપયોગી છે. ફ્લિન્ટ રબલ કડિયાકામ સાધારણરીતે એવા વિસ્તારોમાં સામાન્ય છે જ્યાં ફ્લિન્ટ વ્યાપકપણે ઉપલબ્ધ હોય.
એશલર કડિયાકામ એ તેવા પથ્થરોનો ઉપયોગ કરવા વિશે છે જે સુઘડ છે અને ચોકસાઇપૂર્વક કાપવામાં આવે છે. આ પોલિશ્ડ અને ભવ્ય ફિનિશ પ્રદાન કરે છે જે ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. પરંતુ, પથ્થરોને કાપવા માટે અને ડ્રેસિંગ કરવા માટે મહેનત કરવી પડતી હોવાથી આ પ્રકાર રબલ કડિયાકામ કરતાં વધુ ખર્ચાળ છે. તેની કેટલીક શ્રેણીઓ નીચે મુજબ છે:
આ અત્યંત ઝીણવટભર્યા અત્યંત ચોક્કસ પ્રકારના પથ્થરના કડિયાકામને સંદર્ભિત કરે છે જ્યાં દરેક પથ્થરની સપાટીઓને પરિપૂર્ણ રીતે એકસરખા અને સમાન બનાવવા માટે કાપવામાં આવે છે, જે એક સ્મૂધ, સુસંરેખિત ફિનિશ પ્રદાન કરે છે. પથ્થરના કડિયાકામની આ વિવિધતા તેના લગભગ ખામીરહિત દેખાવ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે, જ્યાં મૉર્ટર રેખાઓ ખૂબ જ પાતળી અને ભાગ્યે જ ધ્યાનમાં આવે તેવી હોય છે. સામાન્ય રીતે, તે સ્ટ્રક્ચર્સ માટે વધુ રિફાઇન્ડ અને પોલિશ્ડ દેખાવમાં પરિણમે છે.
ફાઇન કડિયાકામથી વિપરીત, એશલર રફ કડિયાકામ ચોરસ અથવા લંબચોરસ આકારોની ચોકસાઈ જાળવી રાખીને, પથ્થરની સપાટી પરના કેટલીક કુદરતી ટેક્સચર અને જટિલતાઓને જાળવી રાખે છે. આ ખરબચડી, કુદરતી અપીલ સાથે ચોરસ ખૂણાઓની ચોકસાઈ ધરાવતું એક અનન્ય મિશ્રણ રજૂ કરે છે, જે વધુ ગામઠી છતાં વ્યવસ્થિત દેખાવ પ્રદાન કરે છે.
આ કડિયાકામ ટેક્નિક એશલર કડિયાકામનો સબસેટ છે. પથ્થરોની કિનારીઓ સુઘડ રીતે કાપેલી હોય છે જ્યારે તેની સપાટીને કુદરતી સ્થિતિમાં જ રાખવામાં આવે છે કારણ કે તે ક્વૉરી (ખાણ) માંથી આવે છે, તેથી તેનું નામ 'રૉક-ફેસ્ડ' અથવા 'ક્વૉરી-ફેસ્ડ' પડ્યું છે. આ ટેક્નિક પથ્થરોની સપાટી પર અકબંધ કુદરતી ટેક્સ્ચર જાળવી રાખે છે, જે ચોક્સાઈપૂર્ણ કાપેલી કિનારીઓ સાથે આકર્ષક વિરોધાભાસ નિર્માણ કરે છે.
કોર્સ કડિયાકામમાં એશલર બ્લૉક એશલર અને રબલ મેસનરી બંને સિદ્ધાંતોને મિશ્રિત કરે છે. દિવાલનો આગળની સપાટી ખરબચડી અથવા હેમર્ડ (હથોડીથી તૈયાર કરાયેલ) પથ્થરની સપાટીની એક પેટર્ન દ્રશ્યમાન બનાવે છે, જ્યારે દિવાલના પાછળના ભાગને રબલ કડિયાકામનો ઉપયોગ કરીને નિર્મિત કરવામાં આવે છે. આ એક રસપ્રદ સૌંદર્યલક્ષી વિરોધાભાસ પ્રદાન કરે છે કારણ કે રબલ-પથ્થરના પાછળના ભાગની અનિયમિતતા અગ્રણી, તેની વ્યવસ્થિત આગળની સપાટી દ્વારા સરભર થાય છે.
કડિયાકામની આ શૈલી એશલર કડિયાકામના સામાન્ય સિદ્ધાંતોને અપનાવે છે, જેમાં પથ્થરના ટુકડાને ચોક્કસ આકારમાં કાપવામાં આવે છે. જો કે, આ પ્રકારના પથ્થરના કડિયાકામમાં, કિનારીઓને તીક્ષ્ણ અને સીધી રાખવાને બદલે, તેને બેવલ્ડ અથવા ચેમ્ફર્ડ દેખાવ આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે કિનારીઓ એક ખૂણા પર કાપવામાં આવે છે, જેથી તેને ઢાળવાળી અસર આપી શકાય છે. આ માત્ર સ્ટ્રક્ચરના દેખાવને આકર્ષણને જ નહીં પરંતુ આર્કિટેક્ચરલ સ્થિતિસ્થાપકતા પણ ઉમેરે છે, કારણ કે ચેમ્ફર્ડ કિનારીઓને સમય જતાં બાહ્ય તત્વોથી નુકસાન થવાની સંભાવના ઓછી હોય છે.
ચોરસ પથ્થરના કડિયાકામમાં બધા ખૂણા ચોરસ અને સમતળ હોય તેની ખાતરી કરવા માટે પથ્થરો પર કામ કરવાનો સમાવેશ થાય છે. આ ખૂબ જ સચોટ અને સ્વચ્છ દેખાવ આપે છે. તેના બે મુખ્ય પ્રકાર છે
આ પ્રકારના પથ્થરના કડિયાકામમાં કોઈપણ ખાસ પેટર્ન અથવા ડિઝાઇન વિના, વિવિધ સાઈઝના કટ કર્યા વિનાના અથવા રફ સ્વરૂપે કટ કરેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. પથ્થરો આવતાની સાથે એકસાથે ગોઠવવામાં આવે છે, જે બિન-સમાન, રેન્ડમ (અવ્યવસ્થિત) દેખાવમાં પરિણમે છે. પથ્થરો વચ્ચેની ખાલી જગ્યાને નાના પથ્થરો અથવા મૉર્ટરથી ભરવામાં આવે છે. કડિયાકામનું આ સ્વરૂપ તેની ઓછી શ્રમ-સઘન પ્રકૃતિને કારણે સામાન્ય રીતે વધુ કરકસરયુક્ત હોય છે પરંતુ તે ઓછું ચોકસાઈપૂર્ણ અને સૌંદર્યલક્ષી દ્રષ્ટિકોણથી ઓછું એકસમાન હોય છે.
તેના અનકોર્સ્ડ પ્રતિરૂપથી વિપરીત, કોર્સ્ડ (ક્રમવાર) રબલ કડિયાકામ પથ્થરોને અલગ આડા સ્તરે અથવા ક્રમવાર ગોઠવે છે. જ્યારે ઉપયોગમાં લેવાયેલા પથ્થરો હજુ પણ ખરબચડા અને અનિયમિત હોઈ શકે છે, તે એવી રીતે ગોઠવવામાં આવે છે કે જે સમગ્ર સ્ટ્રક્ચરમાં સુસંગત આડી રેખાઓનું નિર્માણ કરે છે. આનો ઉપયોગ મોટેભાગે ત્યારે થાય છે જ્યારે ફિનિશ્ડ પ્રોડક્ટનો સૌંદર્યલક્ષી દેખાવ વધુ મહત્વપૂર્ણ હોય છે, જે ગામઠી આકર્ષકતા અને આર્કિટેક્ચરલ સુઘડતા વચ્ચે સંતુલન પ્રદાન કરે છે.
નિષ્કર્ષમાં, પથ્થરના કડિયાકામનો પ્રકાર, ચોક્સાઈપૂર્ણ એશલરથી લઈને ગામઠી રબલ સુધી, નિર્માણ અને ડિઝાઇન માટે વિવિધ વિકલ્પો પ્રદાન કરે છે. દરેકના પોતાના લાભ અને પોતાનો દેખાવ છે, જે સ્ટોનવર્કની લવચીકતા દર્શાવે છે. આ શૈલીઓ આપણને યાદ અપાવે છે કે પથ્થરના કડિયાકામના અનેક ઉપયોગો હોવા છતાં, કડિયાકામની કળામાં પરિપૂર્ણ ફિનિશ માટે પારાવાર કૌશલ્ય અને સર્જનાત્મકતાનો સમાવેશ થાય છે.