Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
વૉટરપ્રૂફિંગની પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં તમારા ટેરેસનાં વર્તમાન માળખાંનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. તેમાં કોઈ તિરાડો તો નથી પડી, કોઈ ગાબડાં કે બાકોરા તો નથી કે કોઈ ભાગને નુકસાન તો નથી પહોંચ્યું તે તપાસી લો અને જો આવી કોઈ સમસ્યા હોય તો ટેરેસના વૉટરપ્રૂફિંગ સોલ્યુશનને લગાવતા પહેલાં તેમનું સમારકામ કરી લેવું જોઇએ.
વૉટરપ્રૂફિંગની સામગ્રી અસરકારક રીતે ચોંટેલી રહે તે માટે સપાટીને યોગ્ય રીતે તૈયાર કરવી જરૂરી છે. ટેરેસની સપાટી સ્વચ્છ, ધૂળ વગરની અને તેની પર કોઈ પણ છુટી પડેલી સામગ્રી ના હોય તેની ખાતરી કરો.
વૉટરપ્રૂફિંગ માટે વિવિધ પ્રકારની ઘણી સામગ્રીઓ ઉપલબ્ધ છે, જે પ્રત્યેકના ચોક્કસ ફાયદા છે અને અલગ-અલગ ટેરેસ માટે અલગ-અલગ સામગ્રીઓ અનુકૂળ આવતી હોય છે. તમારા ટેરેસની જરૂરિયાત, આબોહવાની સ્થિતિ અને બજેટને અનુકૂળ હોય તેવી સામગ્રી પસંદ કરો.
તદ્દન સામાન્ય તિરાડો અને ગાબડાંને કારણે પણ પાણી જામી શકે છે. સપાટીને પાણીચુસ્ત બનાવવા માટે આવી તિરાડો અને ગાબડાંને અનુકૂળ સીલન્ટ વડે પૂરી દો.
તમારા વિસ્તારની આબોહવાની સ્થિતિને ધ્યાનમાં લો અને આત્યંતિક તાપમાન, યુવી રેડિયેશન અને ભારે વરસાદમાં પણ ટકી રહે તેવું વૉટરપ્રૂફિંગ સોલ્યુશન પસંદ કરો.
વાત જ્યારે ટેરેસનું વૉટરપ્રૂફિંગ કરવાની થતી હોય ત્યારે આ માટે ઉપલબ્ધ સોલ્યુશનોને બે મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છેઃ પરંપરાગત પદ્ધતિ અને આધુનિક પદ્ધતિ. આ પ્રત્યેક પદ્ધતિની તેની પોતાની લાક્ષણિકતાઓ અને સ્ટેપ્સ છે, જે તમારા ટેરેસને પાણીને કારણે નુકસાન સામે રક્ષણ પૂરું પાડવામાં અલગ-અલગ ફાયદા પૂરાં પાડે છે.
ટેરેસનું વૉટરપ્રૂફિંગ કરવાની પરંપરાગત પદ્ધતિને વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે છેલ્લાં ઘણાં વર્ષોથી અસરકારક સાબિત થઈ છે. ટેરેસનું વૉટરપ્રૂફિંગ કરવાની આ પદ્ધતિમાં વૉટરપ્રૂફિંગની સામગ્રીના વિવિધ લેયરો લગાવવાનો સમાવેશ થાય છે. અહીં આ પદ્ધતિમાં સામેલ લાક્ષણિકતાઓ અને સ્ટેપ્સ આપવામાં આવ્યાં છેઃ
આ પરંપરાગત પદ્ધતિમાં ઇંટોને તેમની વચ્ચે થોડી જગ્યા રાખીને છત પર મૂકવામાં આવે છે. ત્યારબાદ ઇંટોને જોડવા માટે સીમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને ઇંટોની વચ્ચે રહેલી જગ્યાને પૂરવા માટે ગાઢ સ્લરીનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. તેને જ્યારે ક્યોર થવા માટે મૂકવામાં આવે છે, ત્યારે છત પર પાણી ઉમેરવામાં આવે છે અને તેને આ સ્થિતિમાં ઓછામાં ઓછા 2 અઠવાડિયા માટે રહેવા દેવામાં આવે છે. અહીં એ બાબત નોંધવા જેવી છે કે આ પદ્ધતિને ઉપયોગમાં લેવાથી છત પર ખાસું વજન વધી જાય છે અને જો પાણી સપાટીની અંદર ઘૂસી જાય તો આ પ્રક્રિયાને ફરીથી કરવી પડે છે.
આ પદ્ધતિમાં ચૂનાનો ઉપયોગ કરીને વૉટરપ્રૂફિંગ માટેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ, વૉટરપ્રૂફિંગને સહાયરૂપ થવા માટે કૉંક્રીટના લેયર પર ચૂના અને ગોળની રસીના મિશ્રણને લગાવવામાં આવે છે. એકવાર આ પ્રક્રિયા પૂરી થઈ જાય તે પછી છતનું ક્યોરિંગ કરવામાં આવે છે અને તેની પર નિયમિતપણે પાણી છાંટવામાં આવે છે. જોકે, અહીં એ બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે આ પદ્ધતિ લાંબો સમય સુધી ટકી શકતી નથી અને જો પાણી સપાટીની અંદર ઘૂસી જાય તો આ પ્રક્રિયાને ફરીથી કરવી પડે છે.
આ પદ્ધતિ મર્યાદિત બજેટની સાથે ગરમ વિસ્તારો માટે અનુકૂળ છે. તેમાં માટી અને ભુસા રેતીમાંથી વૉટરપ્રૂફિંગનું સોલ્યુશન તૈયાર કરવામાં આવે છે. છાણ અને ગારાના મિશ્રણનો ઉપયોગ કરીને તૈયાર થયેલું લેયર લગાવવામાં આવે છે અને તેને વૉટરપ્રૂફ જાળવી રાખવા માટે તેનું યોગ્ય રીતે ક્યોરિંગ કરવું જરૂરી છે. આ પદ્ધતિમાં સામાન્ય રીતે સમય ખૂબ જ વેડફાય છે અને છતનો ઉપયોગ કરવાથી માળખાં પર તણાવ વધે છે.
ટેરેસનું વૉટરપ્રૂફિંગ કરવાની આધુનિક પદ્ધતિઓ વધારે ટકાઉપણું અને પાણીથી થતાં નુકસાનની સામે ચઢિયાતી સુરક્ષા પૂરી પાડે છે. આ પદ્ધતિઓમાં ટેરેસના વૉટરપ્રૂફિંગ કરવાના આધુનિક રસાયણો, ઉત્પાદનો અને ટેકનોલોજીનો સમાવેશ થાય છે. અહીં તેમાં સામેલ લાક્ષણિકતાઓ અને સ્ટેપ્સ આપવામાં આવ્યાં છેઃ
આ પદ્ધતિમાં પેટ્રોલિયમના એક સ્વરૂપ બિટ્યુમેનનો ઉપયોગ કરવામાં આવે છે, જેને છત પર સંરક્ષણાત્મક લેયર તરીકે લગાવવામાં આવે છે. બિટ્યુમેન રગડા જેવું અને ચીકણું હોય છે, જે તેને છતનું વૉટરપ્રૂફિંગ કરવા માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે. વૉટરપ્રૂફની સાથે તેને સ્થિતિસ્થાપક બનાવવા માટે અન્ય એડિટિવ્સને ઉમેરી, આગનો ઉપયોગ કરીને તેને સરળતાથી સપાટી પર લગાવી શકાય છે. જોકે, અહીં એ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે કે બિટ્યુમેન એ લાંબો સમય સુધી ટકી રહે તેવી સામગ્રી નથી અને યુવીના સંસર્ગમાં આવવાથી તેની અસરકારકતા ઘટી જાય છે.
આ પદ્ધતિમાં ટેરેસ પર વૉટરપ્રૂફ આવરણની રચના કરવા માટે ગ્લાસ વડે ફોર્ટિફાઇડ કરવામાં આવેલા હાઇડ્રોફોબિક લિક્વિડનો ઉપયોગ કરવામાં આવે છે. આ લિક્વિડ મેમ્બ્રેન અત્યંત સ્થિતિસ્થાપક, પરવડે તેવું હોય છે અને તેને કૉંક્રીટ, આસ્ફાલ્ટ અને બિટ્યુમેન જેવી વિવિધ સપાટીઓ પર લગાવી શકાય છે. તે હેરાનગતિ વગરની પદ્ધતિ છે, જેની આવરદા ઘણી લાંબી છે અને યોગ્ય વૉટરપ્રૂફિંગ થાય તેની ખાતરી કરવા માટે તેના એકથી વધારે આવરણો લગાવવા પડે છે.
એક્રીલિક-આધારિત વૉટરપ્રૂફિંગ કૉટ્સનો ઉપયોગ કરવો એ વધુ એક લોકપ્રિય પદ્ધતિ છે, જેને રોલરનો ઉપયોગ કરીને પ્રમાણસર રીતે લગાવી શકાય છે. આ આવરણો ઊંચી ટેન્સિલ સ્ટ્રેન્થ, યુવી સામે પ્રતિરોધ પૂરો પાડે છે અને ફૂગ થતી અટકાવે છે. વધુમાં તે વિવિધ રંગો અને શેડ્સમાં આવે છે, જે તમારા ટેરેસની સુંદરતા પણ વધારે છે.
પાણીથી થતાં નુકસાનથી તમારા ટેરેસનું રક્ષણ કરવા માટે યોગ્ય વૉટરપ્રૂફિંગ સોલ્યુશન પસંદ કરવું અને ટેરેસની લાંબી આવરદાની ખાતરી કરવી એ ખૂબ જ જરૂરી છે. પરંપરાગત પદ્ધતિઓ અનુભવસિદ્ધ છે પરંતુ અલ્ટ્રાટૅક વેધર પ્રો ડબ્લ્યુપી+200 અને અલ્ટ્રાટૅક વેધર પ્લસ સીમેન્ટ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી ભેજને વધુ સારી રીતે અટકાવી શકાય છે, ટકાઉપણું વધી જાય છે અને તે લાંબા સમય સુધી સારું પર્ફોમન્સ આપે છે.
ટેરેસનું સફળતાપૂર્વક વૉટરપ્રૂફિંગ કરવા માટે સ્ટેપ્સની આ શ્રેણીનું પાલન કરવાનું મહત્વનું છે. અહીં આ પ્રક્રિયાની ઝાંખી આપવામાં આવી છેઃ
ટેરેસની સપાટીને સારી રીતે સાફ કરી લો, તેની પર રહેલી ધૂળ, અન્ય કોઈ કચરાં કે ઢીલી સામગ્રીઓને દૂર કરો, જેથી સપાટી મુલાયમ બની જાય અને કોઈ પણ અનિયમિતતાથી મુક્ત થઈ જાય.
ટેરેસની સપાટી પર રહેલી કોઈ પણ તિરાડો કે નબળા પડી ગયેલા ભાગને ઓળખી કાઢો અને તેનું સમારકામ કરો તથા સીલન્ટ, મોર્ટાર કે અન્ય કોઈ એડિટિવ્સનો ઉપયોગ કરીને ગાબડાંઓને ભરી દો. વૉટરપ્રૂફિંગ લેયર માટે મજબૂત આધારની ખાતરી કરવા માટે આમ કરવું જોઇએ.
ટેરેસની સપાટીની સાથે વૉટરપ્રૂફિંગની સામગ્રીના જોડાણને વધુ મજબૂત બનાવવા માટે પ્રાઇમર લગાવો. પ્રાઇમર સબસ્ટ્રેટ અને વૉટરપ્રૂફિંગ લેયરની વચ્ચેના જોડાણને સુધારે છે.
પસંદ કરવામાં આવેલી વૉટરપ્રૂફિંગ સામગ્રીના બેઝ કૉટને સપાટી પર એકસમાન રીતે લગાવો. આ બેઝ કૉટ વૉટરપ્રૂફિંગના પ્રાથમિક લેયર તરીકે કામ કરે છે અને પાણીના પ્રવેશની સામે અસરકારક અવરોધ પૂરો પાડે છે.
જો જરૂર જણાય તો, વૉટરપ્રૂફિંગ લેયરને મજબૂત બનાવવા માટે ફાઇબરગ્લાસ મેશ કે તેના જેવી સામગ્રી વડે બેઝ કૉટને મજબૂત બનાવો.
વધારે સુરક્ષા અને ટકાઉપણા માટે વૉટરપ્રૂફિંગની સામગ્રીનો ઇન્ટરમીડિયેટ કૉટ લગાવો. આ કૉટ વૉટરપ્રૂફિંગ બેરિયરને વધુ મજબૂત બનાવે છે અને બેઝ કૉટમાં જો કોઈ ખાલી જગ્યા રહી ગઈ હોય તો, તેને ભરી દે છે.
અંતિમ લેયર પૂરું પાડવા માટે ટૉપકૉટ લગાવીને પ્રક્રિયા પૂરી કરો, જે યુવી પ્રતિરોધ પૂરો પાડે છે અને વૉટરપ્રૂફિંગના અંતર્નિહિત લેયરની સુરક્ષા કરે છે તથા લાંબા સમય સુધી સારું પરિણામ મળતું રહે તેની ખાતરી કરે છે.
આખરે ઉપસંહારમાં એમ કહી શકાય કે, તમારા ટેરેસનું વૉટરપ્રૂફિંગ કરવું એ પાણીથી થતાં નુકસાનથી તમારી સંપત્તિની સુરક્ષા માટે અને તેની લાંબી આવરદાની ખાતરી કરવા માટે કરવામાં આવેલું મહત્વનું રોકાણ છે. ટેરેસનું યોગ્ય રીતે વૉટરપ્રૂફિંગ કરવામાં સપાટી અંગે કાળજીપૂર્વક વિચારણા કરવાનો, વૉટરપ્રૂફિંગની યોગ્ય સામગ્રીને પસંદ કરવાનો અને આ સામગ્રીને લગાવવા માટેની તબક્કાવાર પ્રક્રિયાનું પાલન કરવાનો સમાવેશ થાય છે.
ટેરેસનું વૉટરપ્રૂફિંગ કરવાનો ખર્ચ ટેરેસની સાઇઝ, કેટલા વિસ્તારમાં સમારકામ કરવાનું છે અને તમે વૉટરપ્રૂફિંગની કઈ પદ્ધતિ પસંદ કરો છો, વગેરે જેવા પરિબળો પર આધાર રાખીને અલગ-અલગ હોઈ શકે છે. તમારા ચોક્કસ પ્રોજેક્ટ માટે સચોટ અંદાજ કાઢવા માટે પ્રોફેશનલોની સલાહ લેવી જોઇએ.
હા, ટાઇલ્સ પર વૉટરપ્રૂફિંગ કરી શકાય. જોકે, વૉટરપ્રૂફિંગની સામગ્રીને લગાવતાં પહેલાં ટાઇલ્સને બરોબર સાફ કરવા અને તેની પર પહેલેથી રહેલા કોઈ સીલન્ટ્સ કે કૉટિંગ્સને દૂર કરવા સહિત સપાટીને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.
ટેરેસના વૉટરપ્રૂફિંગનું ટકાઉપણું વિવિધ પરિબળો પર આધાર રાખીને અલગ-અલગ હોઈ શકે છે, જેમ કે, તમે પસંદ કરેલી વૉટરપ્રૂફિંગની પદ્ધતિ, ઉપયોગમાં લેવામાં આવેલી સામગ્રીની ગુણવત્તા અને આબોહવાની પરિસ્થિતિ. યોગ્ય જાળવણી અને સમયાંતરે નિરીક્ષણ કરવાથી ટેરેસનું વૉટરપ્રૂફિંગ ઘણાં વર્ષો સુધી ટકી શકે છે.
ટેરેસનું વૉટરપ્રૂફિંગ કરવામાં લાગતો સમયગાળો ટેરેસની સાઇઝ, કેટલું સમારકામ કરવાનું છે અને વૉટરપ્રૂફિંગની કઈ પદ્ધતિ પસંદ કરવામાં આવી છે, વગેરે જેવા પરિબળો પર આધાર રાખીને અલગ-અલગ હોઈ શકે છે. તમારા ચોક્કસ પ્રોજેક્ટ માટે સમયનો અંદાજ કાઢવા પ્રોફેશનલની સલાહ લો.
હા, પાણીના પ્રવેશની સામે એક સંરક્ષણાત્મક અવરોધ પેદા કરીને છતનું કૉટિંગ કરવાથી ગળતરને અટકાવવામાં મદદ મળી રહે છે. જોકે, છતની સપાટીને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે અને ઉત્તમ પરિણામો મેળવવા માટે ઉચ્ચ ગુણવત્તાના રૂફ કૉટિંગ ઉત્પાદનને પસંદ કરવામાં આવે તે મહત્વનું છે.