Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
વાસ્તુશાસ્ત્ર એ આર્કિટેક્ચર અને જગ્યાના આયોજનનું એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે પ્રકૃતિ સાથે સુમેળ સાધીને બિલ્ડીંગની ડિઝાઇન અને બાંધકામનું માર્ગદર્શન આપે છે. તેના સિદ્ધાંતો દિશાઓ, ભૂમિતિ અને સમપ્રમાણતાના મહત્વ પર ભાર મૂકે છે. વાસ્તુનો મુખ્ય ઉદ્દેશ સકારાત્મકતા અને સમૃદ્ધિથી તરબતર જગ્યાઓનું નિર્માણ કરવા માટે સ્વરૂપ અને ઉર્જા વચ્ચે ગતિશીલ સંતુલન નિર્માણ કરવાનો છે.
વાસ્તુ મુજબ પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરની ડિઝાઇનમાં દરેક તત્વ આ પ્રાચીન જ્ઞાનના સિદ્ધાંતો સાથે સુસંગત છે તે સુનિશ્ચિત કરવા માટે ઝીણવટભરી આયોજનનો સમાવેશ થાય છે. પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરો માટે વાસ્તુમાં શું ધ્યાનમાં લેવું તે અહીં આપવામાં આવ્યું છે:
મુખ્ય દરવાજો આદર્શ રીતે પૂર્વ બાજુના પાંચમા પદ (ભાગ) માં હોવો જોઈએ. આ ગોઠવણી મુખ્ય દરવાજાના પ્રવેશદ્વાર દ્વારા સમૃદ્ધિ અને સુખ લાવે તેવું માનવામાં આવે છે.
ઘરની અંદર સંવાદ અને સંબંધોને સુધારવા માટે લિવિંગ રૂમને ઉત્તર-પૂર્વ વિભાગમાં રાખો.
દક્ષિણપૂર્વ ખૂણો રસોડા માટે યોગ્ય છે, કારણ કે તે અગ્નિ તત્વ દ્વારા સંચાલિત છે.
સ્થિરતા અને સામર્થ્ય સુનિશ્ચિત કરવા માટે મુખ્ય બેડરૂમ માટે ઘરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારની ભલામણ કરવામાં આવે છે.
બાળકોના બેડરૂમને ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાથી તેમની એકાગ્રતા અને એકંદર સફળતામાં યોગદાન પ્રાપ્ત કરી શકાય છે.
ઉત્તરપૂર્વ એ સૌથી શાંત અને શુદ્ધ સ્થાન છે, જે પૂજા રૂમ અથવા ધ્યાન કરવા માટે આદર્શ જગ્યા છે.
વિવિધ સાઈઝના પ્લોટમાં વાસ્તુની અનુકૂલનક્ષમતા તેના સિદ્ધાંતોનું પાલન કરતી વખતે ડિઝાઇનમાં લવચીકતા પ્રદાન કરે છે. ચાલો જોઈએ કે વાસ્તુ-સુસંગત ઘર બનાવવા માટે પ્લોટના વિવિધ પરિમાણોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.
ઘરના માલિકોમાં લોકપ્રિય પસંદગી, 30x40 પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરો માટેની વાસ્તુ યોજના પૂરતી નિવાસ સ્થાનની જગ્યા સાથે સઘનતાને સંતુલિત કરે છે. મહત્વનું એ છે કે વાસ્તુ દ્વારા સૂચવ્યા મુજબ મુખ્ય પ્રવેશદ્વાર, નિવાસ સ્થાનની જગ્યાઓ અને ખાનગી ક્વાર્ટર મુખ્ય દિશાઓ સાથે સુમેળમાં રહે તે રીતે લેઆઉટની ડિઝાઇન તૈયાર કરવી.
પ્રમાણમાં પાતળો અને લાંબો પ્લોટ ધરાવતા લોકો માટે, પૂર્વ તરફ મુખ ધરાવતા 30x60 ઘરની યોજના વિસ્તૃત લેઆઉટ પ્રદાન કરે છે, જે ઘરની આગળ આંગણાં અથવા બગીચા માટે વિશાળ જગ્યા પૂરી પાડે છે. વાસ્તુના અનુસંધાનમાં, સુનિશ્ચિત કરો કે મુખ્ય પ્રવેશદ્વાર અને રસોડું અને મુખ્ય બેડરૂમ જેવા રૂમ સકારાત્મક પ્રવાહ માટે યોગ્ય રીતે સ્થિત છે.
પૂર્વ તરફ મુખ ધરાવતા 40x60 ઘરની યોજના જેઓ મોટું, વૈભવી ઘર બનાવવા માંગતા હોય તેમના માટે યોગ્ય છે. વાસ્તુના જ્ઞાન સાથે, આવી ભવ્ય જગ્યાઓ પણ શાંતિ, સંપત્તિ અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપી શકે છે, જેમાં પ્રવેશદ્વારથી બેકયાર્ડ (વાડા) સુધીના દરેક ક્ષેત્રને ચોક્કસ હેતુ અને દિશાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવે છે.
સૂર્યના પ્રથમ પ્રકાશ સાથે દિશાના સંબંધને કારણે વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ તરફના ઘરોને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂર્વ તરફ મુખ કરતું મુખ્ય પ્રવેશદ્વાર સકારાત્મક ઉર્જા, સફળતા અને સંપત્તિ આકર્ષે છે. વહેલી સવારનો સૂર્યપ્રકાશ, વિટામિન ડીથી સમૃદ્ધ, ઘરને સર્વત્ર પ્રકાશિત કરે છે, જે ઘરમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરે છે. આવો જાણીએ શા માટે પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરની વાસ્તુ યોજના ઘરમાં રહેતા લોકોને લાભ આપી શકે છે.
પૂર્વ દિશા સૂર્યોદય સાથે સંકળાયેલી છે, જે પ્રકાશ, જ્ઞાન અને આધ્યાત્મિક વિકાસનું પ્રતિક છે. એવું માનવામાં આવે છે કે પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરો આ ઉર્જાનો ઉપયોગ કરે છે, જે રહેવાસીઓને જ્ઞાન અને બોધની પહોંચ પ્રદાન કરે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂર્વ તરફ મુખ ધરાવતો પ્રવેશદ્વાર શુભ માનવામાં આવે છે, જે ઘરમાં સકારાત્મક વાતાવરણને આમંત્રિત કરે છે. આનું એક પ્રેરક બળ સવારના સૂર્ય કિરણો છે, જે ઘરની અંદરના વાતાવરણને શુદ્ધ કરે છે અને સકારાત્મકતા લાવે છે, તેવું માનવામાં આવે છે.
પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરમાં પ્રવેશતો સવારનો સૂર્યપ્રકાશ માત્ર સામાન્ય પ્રકાશ જ નથી; તે વિટામિન ડીથી સમૃદ્ધ છે, જે રહેવાસીઓના સ્વાસ્થ્યને જાળવવા માટે મહત્વપૂર્ણ છે. વધુમાં, તેજસ્વી, આનંદમય પ્રકાશને મનોબળ, ઉત્પાદકતા અને નાણાંકીય સફળતાને વેગ આપતો ગણવામાં આવે છે.
પૂર્વ દિશા સામાજિક સંબંધો સાથે પણ જોડાયેલી છે. આ દિશા તરફ મુખ ધરાવતા ઘરો સામાજિક સુખાકારીમાં વધારો કરીને રહેવાસીઓ અને તેમના વિશાળ સમુદાય સાથે સુમેળને ઉત્તેજન આપે છે છે તેવું માનવામાં આવે છે.
વૃદ્ધિ અને જીવનશક્તિ સાથેના જોડાણને જોતાં, પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરની ભલામણ ઘણીવાર યુવાન યુગલો અથવા વિકાસ સાધતા પરિવારો માટે કરવામાં આવે છે, જે તેના યુવાન સભ્યોના વિકાસ અને સુખાકારીને સપોર્ટ પૂરો પાડે છે.
ચોક્કસ વાતાવરણમાં જ્યાં જગ્યા મર્યાદિત હોઈ શકે છે, તમારા ઘરને વાસ્તુશાસ્ત્ર સાથે સંપૂર્ણ રીતે સંરેખિત કરવું હંમેશા શક્ય નથી હોતું. પરંતુ આ પરિસ્થિતિઓમાં પણ, તમે હજુ પણ થોડા સમાયોજનો સાથે તમારા નિવાસ સ્થાનની જગ્યામાં સુમેળ અને સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરી શકો છો:
શાંતિ લાવવા અને વાસ્તુ વાઇબને જીવંત રાખવા માટે ઘરના આંતરિક ભાગ માટે વાદળી, લીલો અને સફેદ જેવા હળવા શેડ્સ પસંદ કરો.
ઉત્તર અને પૂર્વની દિવાલો પર અરીસાઓ લટકાવો. આ ગોઠવણી જગ્યાનો ભ્રમ નિર્માણ કરી શકે છે અને એવું માનવામાં આવે છે કે તે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારશે.
ઉત્તરપૂર્વીય ખૂણામાં છોડ અને નાના ફુવારા જેવા પાણીના તત્વને સ્થાન આપવાથી સંતુલન જાળવવામાં અને તમારા શહેરી નિવાસસ્થાનને વાસ્તુ સિદ્ધાંતો સાથે સુસંગત બનાવવામાં મદદ મળી શકે છે.
આ સૂક્ષ્મ ઉપાયો જગ્યાની ઉર્જાને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી શકે છે, તે સુનિશ્ચિત કરે છે કે મોટાભાગના શહેરી ઘરો પણ, વાસ્તુનો ઉદ્દેશ્ય જે પ્રદાન કરવાનો છે, તે સંતુલનનો આનંદ માણી શકે છે.
શક્ય હોય તેટલું શ્રેષ્ઠ રીતે, પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરની વાસ્તુ યોજનાઓ અપનાવીને, તમે તમારી જાતને ઘણી બધી સારી વસ્તુઓ માટે તૈયાર કરી રહ્યાં છો. સવારના સૂર્યપ્રકાશના સુંદર પ્રવેશથી લઈને સકારાત્મક વાઇબ્સને આમંત્રિત કરવા સુધી, તે તમારા ઘરને રહેવા માટે વધુ આનંદમય અને સ્વસ્થ સ્થાન બનાવવાની દિશામાં દોરી જાય છે. વાસ્તુની સલાહને ધ્યાનમાં રાખીને તમે તમારા પૂર્વ તરફ મુખ ધરાવતા ઘરને આનંદ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું સ્ત્રોત બનાવી શકો છો.