Share:
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અમારા ઉત્પાદનો
ઉપયોગી સાધનો
ઘરનું નિર્માણ કરવાની માર્ગદર્શિકા
અલ્ટ્રાટૅક બિલ્ડિંગ ઉત્પાદનો
Share:
યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ
• ખાલી જગ્યાઓ અથવા પોલાણને કારણે કોંક્રિટમાં હની-કોમ્બિંગ, માત્ર દેખાવ અને અપીલને જ અસર કરતું નથી, પરંતુ તે સ્ટ્રક્ચરની મજબૂતાઈ સાથે પણ સમાધાન કરી શકે છે.
• નબળા કોમ્પેક્શન, અયોગ્ય મિશ્રણ, ફૉર્મવર્ક સંબંધિત સમસ્યાઓ, ક્ષતિઓ દૂર કરવા અને ગોઠવણી સંબંધિત પડકારો જેવા કારણોને ઓળખવાથી ચોક્કસ બાંધકામ પદ્ધતિઓના મહત્વ પર પ્રકાશ પડે છે.
• સ્ટ્રક્ચરલ અસરની ગંભીરતાને સમજવા અને તે મુજબ ઉપચારાત્મક વ્યૂહરચનાઓ પસંદ કરવા માટે નાના, મધ્યમ અને મોટી સાઈઝના હની-કોમ્બને સમજવા મહત્વપૂર્ણ છે.
• કારણો ઓળખવા અને સપાટીઓની સફાઈથી માંડીને ખાલી જગ્યાઓ ભરવા સુઘી, સ્મૂથિંગ, ક્યોરિંગ અને ઝીણવટભરી તપાસ કરવા સુધી, હની-કોમ્બિંગને કેટલાક સરળ પગલાંઓ વડે રિપેર કરી શકાય છે.
કોંક્રિટના સંદર્ભમાં, હની-કોમ્બિંગ એ ખાલી જગ્યા અથવા પોલાણને સંદર્ભિત કરે છે જે ફૉર્મવર્કના અધૂરા ફીલીંગ અથવા કોંક્રિટના અયોગ્ય કોમ્પેક્શનને કારણે સખત કોંક્રિટમાં પરિણમે છે. કોંક્રિટમાં હની-કોમ્બિંગ કોંક્રિટની સ્ટ્રક્ચરલ અખંડિતતાને નબળી પાડી શકે છે અને તેને પાણી દાખલ થવા પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવી શકે છે, જે રીઇન્ફૉર્સમેન્ટને કાટ લાગવા અને અન્ય ટકાઉપણાંને લગતી સમસ્યાઓ તરફ દોરી જઈ શકે છે.
જો કે, હની-કોમ્બિંગને નિવારવા માટે ઘણી વસ્તુઓ છે જે તમે કરી શકો છો. આ બ્લૉગમાં, આપણે હની-કોમ્બિંગ, અને તેના કારણોથી લઈને તેના સમારકામ અને તેને રિપેર કરવાની રીતોને લગતી દરેક બાબતની તપાસ કરીશું. તો ચાલો, કારણો અંગે જાણીએ.
કોંક્રિટમાં હની-કોમ્બિંગ સામાન્ય રીતે નીચેનામાંથી એક અથવા વધુ પરિબળોને કારણે થાય છે: નબળું કોમ્પેક્શન:
આ હવાની ખાલી જગ્યાઓમાં પરિણમી શકે છે, જે હની-કોમ્બિંગનું કારણ બની શકે છે. કોંક્રિટની ગોઠવણી અને કોમ્પેક્શન દરમિયાન અપૂરતા વાઇબ્રેશનને કારણે સામાન્ય રીતે આ ઘટિત થાય છે.
મિશ્રણના અયોગ્ય પ્રમાણનો ઉપયોગ કરવાથી પણ કોંક્રિટમાં હની-કોમ્બિંગ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, મિશ્રણમાં વધુ પડતા પાણીનો ઉપયોગ કોંક્રિટને વધુ પડતું પ્રવાહી બનાવી શકે છે, જે ખરબચડાં (કોઅર્સ) એગ્રીગેટ્સ (રેતી અને કાંકરી) ના અલગ થવા અને સ્થાયી થવા તરફ દોરી જઈ શકે છે.
નબળા બાંધકામ સાથેનું ફૉર્મવર્ક પણ હની-કોમ્બિંગમાં પરિણમી શકે છે. જો ફૉર્મવર્ક યોગ્ય રીતે સીલ કરવામાં આવ્યું હોય નહીં અથવા ચુસ્તપણે ફિટ થતું હોય નહીં, તો કોંક્રિટ લીક થઈ શકે છે, જેના પરિણામે ફિનિશ્ડ પ્રોડક્ટ (તૈયાર ઉત્પાદન) માં ખાલી જગ્યાઓ અને અનિયમિતતાઓનું નિર્માણ થાય છે. આ સ્થિતિને ટાળવા માટે, શટરિંગ સામાન્ય છે. બાંધકામમાં શટરિંગ એ એક કામચલાઉ સ્ટ્રક્ચર છે જેનો ઉપયોગ બાંધકામમાં કોંક્રિટ સેટ ન થાય ત્યાં સુધી તેને સપોર્ટ પૂરો પાડવા માટે થાય છે.
જો કોંક્રિટને યોગ્ય રીતે ક્યોર કરવામાં ન આવે, તો તેમાં હની-કોમ્બિંગ સહિત તિરાડો અને ખાલી જગ્યાઓનું નિર્માણ થઇ શકે છે. કોંક્રિટ મજબૂતાઈ અને ટકાઉપણું મેળવે તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય ક્યોરિંગ જરૂરી છે.
ગોઠવણી સંબંધિત અયોગ્ય ટેકનિકો, જેમ કે ખૂબ ઊંચા અંતરથી કોંક્રિટ રેડવું અથવા અયોગ્ય સાધનોનો ઉપયોગ પણ હની-કોમ્બિંગનું કારણ બની શકે છે. ફિનિશ્ડ પ્રોડક્ટ સ્ટ્રક્ચરલ રીતે મજબૂત અને ટકાઉ હોય તેની ખાતરી કરવા માટે કોંક્રિટમાં હની-કોમ્બિંગના મૂળ કારણોને ઓળખવા અને તેનું સંબોધન કરવા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.
કોંક્રિટમાં હની-કોમ્બિંગ એ ખાલી જગ્યાઓ અથવા પોલાણને સંદર્ભિત કરે છે જે ફૉર્મવર્કના અધૂરા ફીલીંગ અથવા કોંક્રિટના અયોગ્ય કોમ્પેક્શનને કારણે સખત કોંક્રિટમાં પરિણમે છે. નાની સાઈઝથી મધ્યમથી મોટી સુધી, હની-કોમ્બિંગ વિવિધ સાઈઝમાં ઘટિત થઈ શકે છે.
કોંક્રિટમાં નાના હની-કોમ્બ લાક્ષણિકપણે 10 મિલિમિટર કરતા નાની સાઈઝના હોય છે અને તે નાની ખાલી જગ્યાઓ અથવા સપાટીની અનિયમિતતાઓને કારણે ઘટિત થઈ શકે છે જે કોંક્રિટની ગોઠવણી અને તેને કોમ્પેક્ટ કર્યા પછી પરિણમે છે. આ નાના હની-કોમ્બ સામાન્ય રીતે સ્ટ્રક્ચર સંબંધિત ચિંતાનું કારણ બનતા નથી પરંતુ ફિનિશ્ડ પ્રોડક્ટના સૌંદર્યલક્ષી દેખાવને અસર કરી શકે છે.
કોંક્રિટમાં મધ્યમ સાઈઝના હની-કોમ્બ લાક્ષણિકપણે 10 મિલિમિટર અને 50 મિલિમિટર ની વચ્ચે હોય છે અને કોમ્પેક્શન દરમિયાન અપૂરતા વાઇબ્રેશનને કારણે અથવા નબળા ફૉર્મવર્ક ઇન્સ્ટોલેશન જેવી સમસ્યાઓને કારણે થઈ શકે છે. આ હની-કોમ્બ કોંક્રિટની મજબૂતાઈ અને ટકાઉપણું ઘટાડી શકે છે અને તૈયાર પ્રોડક્ટની સ્ટ્રક્ચર સંબંધિત અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે ઉપચારની જરૂર પડી શકે છે.
કોંક્રિટમાં મોટા હની-કોમ્બ લાક્ષણિકપણે 50 મિલિમિટર કરતા મોટી સાઈઝના હોય છે અને તે અપૂરતું ફૉર્મવર્ક, અયોગ્ય ગોઠવણી અથવા કોમ્પેક્શન અથવા કોંક્રિટ રેડતા પહેલા ફૉર્મવર્કમાંથી કોઈપણ કાટમાળ અથવા અવરોધોને દૂર કરવામાં નિષ્ફળતા જેવી સમસ્યાઓને કારણે થઈ શકે છે. મોટા હનીકોમ્બ્સ કોંક્રિટની સ્ટ્રક્ચર સંબંધિત અખંડિતતાને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે અને મોટા સમારકામ અથવા રિપ્લેસમેન્ટની જરૂર પડી શકે છે.
સારાંશમાં જોઈએ તો, હની-કોમ્બિંગ એ કોંક્રિટ બાંધકામમાં એક સામાન્ય સમસ્યા છે જે ફિનિશ્ડ પ્રોડક્ટની મજબૂતાઈ અને ટકાઉપણું ઘટાડે છે. યોગ્ય કોમ્પેક્શન, મિશ્રણનું યોગ્ય પ્રમાણ, ફૉર્મવર્ક, ક્યોરિંગ અને ગોઠવણી ટેકનિકો તમામ હની-કોમ્બિંગને નિવારવામાં મદદ કરી શકે છે. વધુમાં, ફિનિશ્ડ પ્રોડક્ટ સ્ટ્રક્ચરલ રીતે મજબૂત અને ટકાઉ છે તેની ખાતરી કરવા માટે યોગ્ય સામગ્રી અને ટેકનિકોનો ઉપયોગ કરીને રિપેર કરી શકાય છે. તેથી હવે જ્યારે તમે કોંક્રિટમાં હની-કોમ્બનું સ્ટ્રક્ચર જોશો, ત્યારે તમે જાણતા હશો કે શું કરવું!
કોંક્રિટની કાર્યક્ષમતા વિશે વધુ જાણવા માટે કોંક્રિટ કોમ્પેક્શન સંબંધિત આ વિડિયો જુઓ.