Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
"ઈંટ કડિયાકામ એ બાંધકામની એક ટેક્નિક છે જેમાં સ્ટ્રક્ચર બનાવવા માટે વિવિધ પ્રકારની ઈંટો અને મૉર્ટરના ઉપયોગનો સમાવેશ થાય છે. તે સૌથી જૂની અને સૌથી લોકપ્રિય નિર્માણ પદ્ધતિઓ પૈકીની એક છે, જે તેની મજબૂતાઈ, ટકાઉપણું અને સૌંદર્યલક્ષી અપીલ માટે પ્રસિદ્ધ છે. ઈંટના કડિયાકામમાં, ઈંટોને એક ચોક્કસ પેટર્નમાં કાળજીપૂર્વક રાખવામાં આવે છે અને મૉર્ટરનો ઉપયોગ કરીને સાથે જોડવામાં આવે છે, જેનાથી એક મજબૂત અને સ્થિર સ્ટ્રક્ચર નું નિર્માણ થાય છે.
માટી અને અન્ય સામગ્રીમાંથી બનેલી ઈંટો આકારમાં લંબચોરસ હોય છે અને તે વિવિધ કદ, રંગો અને બનાવટ (ટેક્સ્ચર) માં આવે છે. તે વિવિધ પેટર્નમાં ગોઠવવામાં આવે છે, જેને બોન્ડ પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે, જે સ્ટ્રક્ચરની મજબૂતાઈ અને સ્થિરતા નિર્ધારિત કરે છે. બોન્ડ પેટર્નમાં સ્ટ્રેચર બોન્ડ, હેડર બોન્ડ, ફ્લેમિશ બોન્ડ, ઈંગ્લિશ બોન્ડ અને વધુનો સમાવેશ થાય છે. દરેક બોન્ડ પેટર્નમાં ઈંટોની પોતાની વિશિષ્ટ વ્યવસ્થા હોય છે અને તે વિવિધ સૌંદર્યલક્ષી અસરો પ્રદાન કરે છે.
ઈંટ કડિયાકામની મજબૂતાઈ અને ટકાઉપણું વધારવા માટે, મૉર્ટરનો ઉપયોગ બંધનકર્તા એજન્ટ તરીકે થાય છે. મૉર્ટર સિમેન્ટ, રેતી અને પાણીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે અને તેની રચના પ્રોજેક્ટની જરૂરિયાતોને આધારે બદલાય છે. તે ઈંટો વચ્ચેની ખાલી જગ્યાને ભરે છે, સ્થિરતા પ્રદાન કરે છે અને ભેજના પ્રવેશને અટકાવે છે. હવે જ્યારે આપણે ઈંટ કડિયાકામની મૂળભૂત બાબતોને સમજીએ છીએ, તો ચાલો ઈંટ કડિયાકામની વિવિધ પ્રકારની ટેક્નિકો વિશે વધુ જાણીએ."
ઈંટ કડિયાકામની ટેક્નિકોને ઉપયોગમાં લેવાતા મૉર્ટરના પ્રકાર, ઈંટોને ગોઠવવાની પેટર્ન અને ઈંટો વચ્ચે તૈયાર કરવામાં આવેલા બોન્ડના પ્રકારને આધારે વિવિધ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે. ઈંટ કડિયાકામના બે સામાન્ય પ્રકારો છે:
"ગારો, જેને ચીકણી માટી પણ કહેવાય છે, તે યુગોથી નિર્માણ માટેની સામગ્રી રહી છે. ગારા ઈંટના કડિયાકામમાં, ગારો સિમેન્ટને બદલે મૉર્ટર તરીકે કામ કરે છે. ગારાના મિશ્રણનો ઉપયોગ કરીને ઈંટોને જોડવામાં આવે છે, જે સિમેન્ટ મૉર્ટર કરતાં વધુ લવચીક હોય છે. આ લવચીકતા સ્ટ્રક્ચર્સને જમીનની હિલચાલને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે અને વધુ સારું ગરમી અને ધ્વનિ સંબંધિત અળગાપણું (ઇન્સ્યુલેશન) પ્રદાન કરે છે. સામાન્ય રીતે પરંપરાગત અથવા ગ્રામીણ બિલ્ડીંગોમાં ગારા ઈંટના કડિયાકામ જોવા મળે છે.
આ વિશિષ્ટ પ્રકારનું ઈંટ કડિયાકામ તેના સ્થાનિક સામગ્રીના ઉપયોગને કારણે ખર્ચ-અસરકારકતા, ગરમી સામે સારું ઇન્સ્યુલેશન, કામ કરવા અને સમારકામ કરવા માટે સરળ અને ઇમારતોને ગામઠી દેખાવ આપવા સહિતના વિવિધ લાભ પ્રદાન કરે છે. "
"આધુનિક બાંધકામમાં સિમેન્ટ સાથે ઈંટનું કડિયાકામ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પ્રકાર છે. તે મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવા સ્ટ્રક્ચર્સનું નિર્માણ કરવા માટે બંધનકર્તા એજન્ટ તરીકે સિમેન્ટ મૉર્ટરનો ઉપયોગ કરે છે. ડિઝાઇનની જરૂરિયાતોને આધારે ઈંટોને વિવિધ પેટર્નમાં ગોઠવવામાં આવે છે, જેમ કે સ્ટ્રેચર અથવા હેડર બોન્ડ. આ પ્રકારનું ઈંટ કડિયાકામ મજબૂત, સ્થાયી અને ટકાઉ બિલ્ડીંગ્સ પૂરી પાડે છે.
આ પ્રકારનું ઈંટ કડિયાકામ કામ ઉચ્ચ સ્ટ્રક્ચરલ મજબૂતાઈ અને ટકાઉપણું, ભેજ, આગ અને જંતુઓ સામે પ્રતિકાર, ડિઝાઇન શક્યતાઓની વિશાળ શ્રેણી અને આધુનિક અને સ્વચ્છ સૌંદર્ય જેવા લાભ પ્રદાન કરે છે.
આ પણ વાંચો: ઈંટની ગુણવત્તા કેવી રીતે તપાસવી?
ચાલો હવે વિવિધ પદ્ધતિઓમાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના ઈંટ કડિયાકામના સાધનો વિશે જાણીએ. "
ઈંટ કડિયાકામના બાંધકામમાં ઉપયોગમાં લેવાતું અન્ય નિર્ણાયક સાધન હથોડી છે. હથોડીની વર્સેટિલિટી (બહુમુખી કૌશલ્ય) તેને વિશાળ શ્રેણીના કાર્યો માટે અનિવાર્ય બનાવે છે. હથોડીનો ઉપયોગ મુખ્યત્વે ઈંટોના નાના ટુકડા કરવા માટે થાય છે, વિશિષ્ટપણે જ્યારે સમાયોજન અથવા કસ્ટમાઇઝેશન જરૂરી હોય ત્યારે. વધુમાં, હથોડીનો ઉપયોગ બાંધકામ દરમિયાન ઈંટોની સ્થિતિને ટૅપ કરવા અને સમાયોજન માટે પણ થાય છે. આ સુનિશ્ચિત કરે છે કે ઈંટો સુરક્ષિતપણે મૂકવામાં આવી છે અને યોગ્ય રીતે સંરેખિત કરવામાં આવી છે.
"ખરપડી એ એક હેન્ડહેલ્ડ ટૂલ એટલે કે હાથેથી ઉપયોગમાં લેવાતું સાધન છે, જેનો ઉપયોગ ઈંટના કડિયાકામમાં વ્યાપકપણે થાય છે. તેનો પ્રાથમિક હેતુ બાંધકામ પ્રક્રિયા દરમિયાન મૉર્ટરને ફેલાવવાનો અને આકાર આપવાનો છે.
આનાથી ઈંટો વચ્ચે સુરક્ષિત બોન્ડ સુનિશ્ચિત કરી શકાય છે, જે સ્ટ્રક્ચરની એકંદર મજબૂતાઈ અને સ્થિરતામાં વધારો કરે છે. ખરપડીનો ઉપયોગ ઈંટોની સપાટી પરથી વધારાના મૉર્ટરને દૂર કરવા માટે, મૉર્ટરના જોઇન્ટ્સ (સાંધાઓ) ને સ્મૂધ કરવા અને ફિનિશિંગ આપવા અને સુઘડ અને આકર્ષક પૂર્તતા પ્રદાન કરવા માટે પણ થઈ શકે છે."
સ્પિરિટ લેવલ, ઈંટ કડિયાકામમાં એક આવશ્યક સાધન છે, જે દિવાલના સંરેખણની ચોકસાઈ સુનિશ્ચિત કરે છે. આડા અને ઉભા બંને સમતલોને તપાસીને, તે સુનિશ્ચિત કરે છે કે ઈંટોની ગોઠવણીનું સ્તર અને સીધાઈ બંને પરિપૂર્ણ છે. આ પરિશુદ્ધતા અંતિમ બ્રિકવર્ક (ઈંટકામ) ની સ્ટ્રક્ચરલ અખંડિતતા અને સૌંદર્યલક્ષી અપીલમાં વધારો કરે છે.
જોઇન્ટર એ એક વિશિષ્ટ સાધન છે જેનો ઉપયોગ ઈંટના કડિયાકામમાં સ્વચ્છ, સ્મૂધ મૉર્ટર જોઇન્ટ્સ બનાવવા માટે થાય છે. તે ફિનિશ્ડ દેખાવ આપે છે, સ્ટ્રક્ચરલ અખંડિતતામાં વધારો કરે છે અને પાણીના પ્રવેશ સામે રક્ષણ આપે છે. ઈંટો વચ્ચે મૉર્ટરને આકાર આપીને અને કોમ્પેક્ટ કરીને, તે દિવાલના એકંદર ટકાઉપણા અને દેખાવમાં ફાળો આપે છે.
ઈંટના કડિયા માટે હાથગાડી અનિવાર્ય છે. તે ઈંટો, મૉર્ટર અને અન્ય સામગ્રીઓનું સમગ્ર બાંધકામ સ્થળ પર અસરકારક રીતે પરિવહન કરે છે. આનાથી માત્ર સમયની જ બચત થતી નથી પરંતુ કામદારો પરની શારીરિક તાણ પણ ઓછી થાય છે, જેનાથી ઈંટ ગોઠવવાનું કામ વધુ પ્રબંધનીય અને ઉત્પાદક બને છે.
ઈંટો વચ્ચે એકરૂપ અંતર જાળવવામાં ટેપ માપ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે ઈંટની ગોઠવણ અને સંરેખણની પરિશુદ્ધતાને સુનિશ્ચિત કરે છે. સચોટ માપનો લઈને, ઈંટ ગોઠવનારા દિવાલની સ્ટ્રક્ચરમાં એકરૂપતા સુનિશ્ચિત કરે છે, તેની મજબૂતાઈ અને એકંદર ગુણવત્તામાં ફાળો આપે છે.
સારાંશ રૂપે, ઈંટ કડિયાકામ મજબૂત, ટકાઉ અને જોવામાં આકર્ષક સ્ટ્રક્ચર્સ નિર્માણ કરવા માટે વિકલ્પોની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. ઈંટ કડિયાકામના બે મુખ્ય પ્રકારો ગારો ઈંટ કડિયાકામ અને સિમેન્ટ ઈંટ કડિયાકામ છે. ગારા ઈંટનું કડિયાકામ ખર્ચ-અસરકારક છે અને પરંપરાગત દેખાવ પ્રદાન કરે છે, જ્યારે સિમેન્ટ ઈંટનું કડિયાકામ ઉચ્ચ સ્ટ્રક્ચરલ મજબૂતાઈ અને આધુનિક સૌંદર્ય પ્રદાન કરે છે. પસંદ કરેલ પ્રકારને ધ્યાનમાં લીધા વિના, યોગ્ય સાધનો અને ઉપકરણો સચોટ અને સલામત ઈંટ કડિયાકામ કાર્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હથોડી અને ખરપડી જેવા સાધનો ઈંટો અને મૉર્ટરની ગોઠવણી અને આકાર આપવામાં મદદ કરે છે. વધુ જાણવા માટે, તમે અહીં ઈંટ કડિયાકામ સંબંધિત અમારા વિડિઓ જોઈ શકો છો.