Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
જો તમે નદીની નજીક અથવા તો ઢીલી માટી પર ઘર બનાવવાનું વિચારી રહ્યાં છો તો તમારે કેટલાક મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખવા જેવા છે. નદીની પાસેની પ્રોપર્ટીઓ સુંદર હોય છે પરંતુ ઢીલી માટીની નજીક કે તેની ઉપર ઘર બનાવતી વખતે વિશિષ્ટ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે, જેને પાર પાડવા કાળજીપૂર્વકનું આયોજન અને તૈયારીઓ કરવી પડે છે.
તમે જ્યારે નદીની નજીક ઘર બનાવી રહ્યાં હો ત્યારે પૂરના સંભવિત જોખમનું મૂલ્યાંકન કરવું અને તેના માટે તૈયાર રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નદીમાં પાણીના સ્તરમાં કુદરતી રીતે જ વધારો-ઘટાડો થતો રહે છે અને ભારે વરસાદ દરમિયાન તેમાં પૂર આવતું રહે છે. પરંતુ કાળજીપૂર્વકનું આયોજન કરીને જ્યારે નદી નજીક ઘર બનાવવામાં આવે ત્યારે આ જોખમને ટાળી શકાય છે. અહીં ઢીલી માટી પર ઘર બાંધવા માટેના કેટલાક સૂચનો આપવામાં આવ્યાં છે.
નદીની નજીક અથવા તો ઢીલી માટી ધરાવતા સ્થળ પર યોગ્ય રીતે ઘરનું નિર્માણ કરવા પાછળ થતો ખર્ચ કોઈ સ્થિર જમીન પર બાંધવામાં આવતાં ઘરના ખર્ચ કરતાં વધારે હોય છે. સ્થળના મૂલ્યાંકન, ગ્રેડિંગ, ખોદકામ, વિશિષ્ટ પ્રકારના ફાઉન્ડેશનો અને પૂરથી બચવાના ઉપાયો જેવા ખર્ચાઓ માટે વધારાનું બજેટ ફાળવવામાં આવે તેની ખાતરી કરો. તમે પસંદ કરેલા સ્થળની વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પર આધાર રાખીને ખર્ચ અલગ-અલગ થતો હોવાથી સરખામણી કરવા માટે એકથી વધારે કોન્ટ્રાક્ટરો પાસેથી ક્વૉટ મેળવો. આ ઉપરાંત, નદીની નજીક ઘર બાંધતી વખતે સમસ્યારૂપ માટી પર બાંધકામ દરમિયાન તમારે અણધાર્યા ખર્ચાઓને પણ ધ્યાનમાં લઇને ચાલવાનું રહે છે. પહેલેથી જ યોગ્ય બજેટ તૈયાર રાખવાથી તમે સાઇટને સંપૂર્ણપણે તૈયાર કરી શકો તેની ખાતરી કરી શકશો અને કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર બાંધકામની યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી શકશો.
નદીની પાસે, ઢીલી કે ખસી જતી માટી પર બનાવવામાં આવેલી સંપત્તિઓ પરના પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક પૂરાં કરવાનો બહોળો અનુભવ ધરાવતા હોય તેવા બિલ્ડરોની સાથે કામ કરવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. તેમની પાસે તમારા સ્થળની સાથે સંકળાયેલા ચોક્કસ શ્રેષ્ઠ અભિગમોની ભલામણ કરવાનું જ્ઞાન હોય છે, તેઓ કોઈ પણ જરૂરિયાતો ખાસ કરીને એન્જિનીયરિંગની જરૂરિયાતો માટે સંકલન સાધે છે અને કોઈ જનરલ કોન્ટ્રાક્ટર કરી શકે તેવી બાંધકામની ગંભીર ભૂલોને થતી અટકાવે છે. તમે જ્યારે નદીની નજીક ઘર બાંધી રહ્યાં હો ત્યારે સંભવિત બિલ્ડરોને તેમણે તમારા જેવા સ્થળ પર અગાઉ બાંધેલા મકાનોના એકથી વધારે ઉદાહરણો વિશે પૂછપરછ કરો અને તેમણે સંદર્ભિત કરેલા લોકોની સાથે તમને સંતુષ્ટી થાય ત્યાં સુધી વાત કરો. આવા પડકારજનક સ્થળોએ બાંધકામ કરવાની કુશળતા ધરાવતા બિલ્ડરોનો ચાર્જ વધારે હોઈ શકે છે પણ લાંબાગાળે તેઓ તમારા નાણાંની બચત કરવામાં અને માથાના દુઃખાવા સમાન સમસ્યાઓને ટાળવામાં મદદરૂપ થઈ શકે છે.
તમે જ્યારે નદીની નજીક કે ઢીલી માટી પર ઘર બાંધી રહ્યાં હો ત્યારે પ્લોટ પર તમારા ઘરના ફ્લોર પ્લાન પ્લેસમેન્ટને ઑપ્ટિમાઇઝ કરો. નદીની નજીક આવેલા સ્થળ માટે પૂરની સંભાવના શક્ય એટલી ઓછી કરી શકાય તે માટે લેઆઉટમાં ઘરની સ્થિતિ નદીના કાંઠાથી શક્ય એટલી દૂર રાખવી જોઇએ. નદીની નજીક ઘર બાંધવા માટે ઘરને જ પૂર સામેનાં સુરક્ષાકવચ તરીકે ઉપયોગમાં લેવા માટે ફ્લોર પ્લાનને ઠીક કરવા અંગે વિચારણા કરો. ઢીલી માટી માટે ઘરનો કૉમ્પેક્ટ લેઆઉટ ફાઉન્ડેશનની સાઇઝ અને જમીનીની નીચેની માટી પર વજનને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઓછી ફૂટપ્રિન્ટની સાથે ફાઉન્ડેશનની ઊંચી ઉઠેલી ડીઝાઇન ખસી જતી જમીનની સાથે કામ પાર પાડવા માટે મહત્તમ સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે. તમે જ્યારે નદીની નજીક ઘર બાંધી રહ્યાં હો ત્યારે પ્લાનને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં ઘરના શ્રેષ્ઠ આકાર અને ઓરિયેન્ટેશન અંગે તમારા બિલ્ડરની સલાહ લો.
જ્યારે સમસ્યારૂપ માટી પર ઘર બાંધી રહ્યાં હો ત્યારે પ્રોજેક્ટની સમયરેખા લંબાઈ જવાની શક્યતાને અવશ્યપણે ધ્યાનમાં લેવી જોઇએ. સાઇટને તૈયાર કરવાનું વધારાનું કામ, ખોદકામ, વિશેષ પ્રકારના ફાઉન્ડેશનો અને સંભવિત કપરી આબોહવાને કારણે થતું મોડું ઘરને બાંધવા માટેની ચોક્કસ સમયરેખાને બમણી કે ત્રણ ગણી કરી નાંખે છે. તમારા બિલ્ડરે તમારા કોન્ટ્રાક્ટના દસ્તાવેજોમાં અપેક્ષિત વધારાના સમયનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે નહીં તે ચકાસી લો, જેથી કરીને તમને આ પરિબળ ધ્યાનમાં રહે. તમે જ્યારે તમારા શિડ્યૂલનું આયોજન કરી રહ્યાં હો ત્યારે પ્રારંભિક અંદાજથી 20-30% વધારેનું બફર રાખવું ઇચ્છનીય છે. પ્રોજેક્ટ જેમ-જેમ આગળ વધે તેમ-તેમ સમયરેખાના પ્રભાવ અંગે સતત તમારા કોન્ટ્રાક્ટરના સંપર્કમાં રહો.
બાંધકામની સ્થિતિસ્થાપક ટેકનિકને કામે લગાડવી અને ખસતી માટી અને પૂરના જોખમ માટે અનુકૂળ હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરવો એ તમે પસંદ કરેલા સ્થળના પડકારો સામે લાંબો સમય સુધી ટકી રહે તેવા ઘરનું નિર્માણ કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના કેટલાક ઉદાહરણોમાં રીએન્ફોર્સ્ડ ડીપ પાઇલ ફાઉન્ડેશનો, વધારે પડતાં ઊંડાં ફૂટિંગ્સની સાથે ફાઉન્ડેશનની ઊંચી ઉઠેલી દિવાલો, સ્ટીલના રીએન્ફોર્સ્ડ કૉંક્રીટ સ્લેબ, ભોંયરા અને ફાઉન્ડેશનની આસપાસ સંપૂર્ણ વૉટરપ્રૂફિંગ ટ્રીટમેન્ટ, ઉધઈની ટ્રીટમેન્ટ, દાટેલી યુટિલિટી લાઇન અને ફ્રેન્ચ ડ્રેન્સ વગેરેનો સમાવેશ થાય છે. તમારી સાઇટની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉકેલોનો ઉપયોગ કરવાથી નદીની નજીક બનાવેલા તમારા ઘરની માળખાંગત અખંડિતતાનું દાયકાઓ સુધી રક્ષણ કરે છે.
નદીની નજીક અથવા ઢીલી, ખસતી માટી પર ઘર બાંધવા માટે વિશેષ આયોજન, મૂલ્યાંકન, બજેટ તૈયાર કરવા અને બાંધકામની ટેકનિકની જરૂર પડે છે, જેથી એક સ્થિતિસ્થાપક માળખું તૈયાર થઈ શકે. અનુભવી કોન્ટ્રાક્ટરો અને એન્જિનીયરોની સાથે સહભાગીદારી કરવાથી, તૈયારી કરવાનો પૂરતો સમય ફાળવવાથી, પૂર અને શિફ્ટ-પ્રતિરોધી સામગ્રીનો ઉપયોગ કરવાથી અને ડીઝાઇનના સંરક્ષણાત્મક તત્વોનું અમલીકરણ કરવાથી જોખમને શક્ય એટલું ઘટાડવામાં અને ઘરને વ્યાપક નુકસાન પહોંચાડવાનું નિવારવામાં મદદ મળી રહે છે. યોગ્ય ખંત અને સાઇટને તૈયાર કરીને તમે નદીની નજીક કે સમસ્યારૂપ માટીની ઉપર તમારા સપનાના ઘરને સુરક્ષિત રીતે બનાવી શકો છો અને તેમાં રહેવાનો આનંદ માણી શકો છો.