Share:
Home Building Guide
Our Products
Useful Tools
Waterproofing methods, Modern kitchen designs, Vaastu tips for home, Home Construction cost
Share:
એલિવેશન ડ્રોઇંગ પ્લાન તૈયાર કરવા માટે તેમાં વિવિધ તત્વોને સામેલ કરવામાં આવે છે, જેમ કે, મુખ્ય દરવાજો, બારીઓ, છતનો વિસ્તાર, માપ, લેજેન્ડ્સ અને સ્કેલ. આ પ્રકારના પ્લાનને લાક્ષણિક રીતે ચારેય દિશામાંથી જોવા માટે તૈયાર કરવામાં આવે છેઃ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીં એક એલિવેશન પ્લાનમાં સામાન્ય રીતે સામેલ કરવામાં આવતાં મુખ્ય તત્વો જણાવવામાં આવ્યાં છેઃ
પ્લાનમાં બિલ્ડિંગના સ્થાપત્યને લગતી વિશેષતાઓ દર્શાવવામાં આવે છે, જેમ કે, રવેશની ડીઝાઇન, એક્સટીરિયર ફિનિશ, સુશોભનાત્મક તત્વો અને બિલ્ડિંગના એકંદર દેખાવમાં યોગદાન આપનારી અન્ય અલંકારિક વિશેષતાઓ.
પ્લાનમાં સચોટ માપ અને પરિમાણોને સામેલ કરવામાં આવે છે, જેની મદદથી બિલ્ડરો રવેશ પર પ્રત્યેક તત્વની ચોક્કસ સાઇઝ અને સ્કેલને નિર્ધારિત કરી શકે છે. આ માહિતી બાંધકામ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવે છે.
તેને સ્કેલ મુજબ દોરવામાં આવે છે, જેની મદદથી આર્કિટેક્ટ, બિલ્ડરો અને ક્લાયેન્ટ્સ બિલ્ડિંગમાં રહેલા વિવિધ તત્વોની સાપેક્ષ સાઇઝ અને અંતરને સમજી શકે છે.
એલિવેશન પ્લાનમાં બારીઓ અને દરવાજાની ગોઠવણ, સાઇઝ અને સ્ટાઇલને દર્શાવવામાં આવે છે, જે આ ઓપનિંગ્સ એકંદર ડીઝાઇનમાં કેવી રીતે યોગદાન આપશે તેનો સ્પષ્ટ ખ્યાલ આપે છે.
પ્લાનમાં છતની ડીઝાઇનને પણ સામેલ કરવામાં આવે છે, જે તેના ઢોળાવ, સ્ટાઇલ અને ચીમની કે સ્કાયલાઇટ જેવી છતની વિશેષતાઓને દર્શાવે છે. તે મકાનના એકંદર દેખાવની પરિકલ્પના કરવામાં અને છતના તત્વોનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે તેની ખાતરી કરવામાં મદદરૂપ થાય છે.
એલિવેશન ડ્રોઇંગમાં ફ્લોરની સંખ્યા, સીલિંગની ઊંચાઈ અને રૂફલાઇન સહિત બિલ્ડિંગના ઊભા પરિમાણો અને ઊંચાઈને પણ રજૂ કરવામાં આવે છે.
પ્લાનમાં ઘણીવાર બહારના ભાગ માટે ઉપયોગમાં લેવામાં આવનારી સામગ્રીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જેમ કે, ઇંટો, પથ્થર, સ્ટુકો કે સાઇડિંગ. તેનાથી બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોને બાંધકામના તબક્કા દરમિયાન સૂચિત નિર્ણય લેવામાં ઘણી મદદ મળી રહે છે.
કેટલાક કિસ્સાઓમાં આ પ્રકારના પ્લાનમાં બિલ્ડિંગની બહારના તત્વોને પણ સામેલ કરવામાં આવે છે, જેમ કે, ગાર્ડન, પાથવે, ડ્રાઇવવે અને બિલ્ડિંગની એકંદર સુંદરતામાં યોગદાન આપનારી અન્ય બાહ્ય વિશેષતાઓ.
વાત જ્યારે બિલ્ડિંગના એલિવેશનની થતી હોય ત્યારે આ પ્રકારના પ્લાનનું મહત્વ અનેકગણું વધી જાય છે. તો ચાલો, એ જાણીએ કે બાંધકામની પ્રક્રિયામાં એલિવેશન પ્લાન શા માટે જરૂરી છે, તેના વિવિધ કારણો સમજીએઃ
આ પ્લાન બ્લ્યુપ્રિન્ટ તરીકે કામ કરે છે, જે બિલ્ડિંગની બહારની વિગતો, પરિમાણો અને ફિનિશને દર્શાવે છે. તે બાંધકામ કરી રહેલી ટીમને ડીઝાઇનનું સચોટતાથી અમલીકરણ કરવામાં મદદરૂપ થાય છે, જેના પરિણામે બાંધકામની પ્રક્રિયા સરળ અને વધુ કાર્યક્ષમ બની જાય છે.
આ પ્રકારનો પ્લાન ઘરના માલિકો માટે તેમના ઘરની બહાર રહેલી કોઈ પણ સમસ્યાને ઓળખી કાઢવા અને તેનું સમારકામ કરવાનું સરળ બનાવી દે છે. તે એ વાતની ખાતરી કરે છે કે જાળવણીની પ્રક્રિયા વધુ આયોજિત અને ઓછી ખર્ચાળ સાબિત થાય.
એલિવેશન પ્લાન મારફતે બિલ્ડિંગની બહારની ડીઝાઇનનું સ્પષ્ટ વિઝન હોવાથી બિલ્ડરો બાંધકામ દરમિયાન ખર્ચાળ ભૂલોને ટાળી શકે છે. તે ડીઝાઇનમાં ફરીથી કરવી પડતી કામગીરીઓ અને સમારકામને નિવારીને સમય અને સંસાધનો બંનેની બચત કરે છે.
બિલ્ડિંગમાં જ્યારે ફેરફારો કે ઉમેરણો કરવાની જરૂર પડે ત્યારે આ પ્લાન ખાસ કરીને મૂલ્યવાન સાબિત થાય છે. પછી તમારે રૂમને મોટો કરવો હોય, બારી ઉમેરવી હોય કે રૂફલાઇનમાં ફેરફાર કરવો હોય, આ પ્લાન સચોટ અને સાતત્યપૂર્ણ ફેરફારો કરવા માટેના સંદર્ભબિંદુ તરીકે કામ કરે છે.
સરળ સુલભતા એ એલિવેશન ડ્રોઇંગ બનાવવામાં વિચારવા લાયક એક મહત્વનો મુદ્દો છે. ઓવહેંગ્સના નિર્માણમાં પડકારો પેદા કરી શકે કે પછી બિલ્ડિંગની આસપાસ હલનચલન કરવામાં અવરોધરૂપ બની શકે તેવી હાલમાં રહેલી દિવાલો કે વૃક્ષોને એલિવેશન પ્લાનમાં સામેલ કરવાથી તે ઘરના માલિક કે બિલ્ડરને કોઈ પણ સંભવિત સમસ્યાનું પૂર્વાનુમાન લગાવવામાં અને તેને ઉકેલવામાં મદદરૂપ થાય છે.
પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને એલિવેશન પ્લાન બનાવવા માટે તમારે મુખ્ય ફ્લોરની દિવાલની બેઝલાઇન દોરીને શરૂઆત કરવી પડે છે. તમે તમારા ફ્લોર પ્લાનના ડ્રોઇંગનો સંદર્ભ લઇને અને કોઈ પણ દિવાલના આડા અંતરને માપીને આમ કરી શકો છો. બહારની સાઇડવૉલ્સ માટે સાઇડિંગની સામગ્રીની જાડાઈને સામેલ કરવામાં આવે તેની ખાતરી કરો.
મુખ્ય ફ્લોરની દિવાલને માપ્યાં બાદ તમારે બહારની દિવાલ માટે ઊભી લાઇન દોરવાની રહે છે. આ દિવાલો હજુ તૈયાર નહીં થયેલા ફ્લોરની ઊંચાઇએથી કેટલી ઉપર જશે તે નિર્ધારિત કરવાનું મહત્વનું છે. બિલ્ડિંગના સેક્શનની અંદર જ રૂમમાં સીલિંગની ઊંચાઈને ધ્યાન પર લો અને તેની ઉપર રહેલા કોઈ પણ ફ્લોર કે સીલિંગના જોઇન્ટ્સની ઊંચાઈને તેમાં ઉમેરો.
દિવાલોની ઊંચાઈ નિર્ધારિત કર્યા બાદ બારીઓ અને દરવાજાઓની રૂપરેખા દોરો. બહારના દરવાજા અને બારીઓની સચોટ રીતે ગોઠવણ કરવા માટે તમારા ફ્લોરની આડી રેખાઓથી માપ લો. સચોટતાની ખાતરી કરવા માટે અલગ બારી અને દરવાજાનો સંદર્ભ લો, જેથી કરીને તમારા એલિવેશન ડ્રોઇંગમાં રહેલી પ્રત્યેક વ્યક્તિગત બારી અને દરવાજા માટે પરિમાણ મેળવી શકાય.
હવે તમે તમારા પ્લાન માટે ઇચ્છા મુજબની રૂફલાઇન બનાવી શકો છો. તમારી ઇચ્છા મુજબની સ્થાપત્યકીય શૈલી મેળવવા માટે છતના અલગ-અલગ પ્રકારોમાંથી કોઈ વિકલ્પ પસંદ કરો, જેમ કે, ગેબલ, શેડ, હિપ કે ગેમબ્રેલ. તમે જે એક્સટીરિયર એલિવેશન પ્લાન બનાવી રહ્યાં છો, તેમાં તમારી છત બહારની દિવાલો પર લટકતી હશે કે નીચે ઉતરી જશે તેને ધ્યાનમાં લો, જે સુમેળભરી અને જોવી ગમે તેવી ડીઝાઇન તૈયાર થાય તેની ખાતરી કરે છે.
એકવાર બારીઓ, દરવાજા, છત અને મૂળભૂત ડ્રોઇંગ તૈયાર થઈ જાય તે પછી તમે ડેક્સ કે પોર્ચ, રેલિંગ્સ અને સીડીઓને ઉમેરી શકો છો. તમારા મુખ્ય દરવાજા અને ઘરની આસપાસના લેન્ડસ્કેપિંગના ફાઇનલ લેવલની વચ્ચે રહેલા ઊંચાઈના તફાવતને સચોટતાપૂર્વક માપો.
પ્રતિક્રિયાઓ અને ઊંડી જાણકારી મેળવવા માટે સંબંધિત હિતધારકોની સાથે પ્રારંભિક ડ્રોઇંગ પર ચર્ચા કરો. આ પ્રકારના સહયોગાત્મક અભિગમથી તમારી ડીઝાઇનની વ્યાપક સમીક્ષા થઈ શકશે અને જો કોઈ પણ ચિંતાજનક બાબત હોય કે ફેરફાર કરવાની જરૂર હોય તો તે થઈ શકશે. ત્યારબાદ, પ્લાનમાં ફેરફાર કરીને ડ્રોઇંગને સુધારી શકાય છે.
જરૂરી ફેરફારો કરીને અને સૂચનોને સામેલ કર્યા બાદ હવે એલિવેશન ડ્રોઇંગની ડીઝાઇનને અંતિમ સ્વરૂપ આપવાનો સમય થઈ ગયો છે. તે ક્લાયેન્ટના વિઝનને અનુરૂપ હોય, બિલ્ડિંગના નિયમો અને વિનિયમો મુજબ હોય અને તેમાં ચોક્કસ જરૂરિયાતો પૂરી થતી હોય તેની ખાતરી કરો.
અંતે ઉપસંહારમાં એમ કહી શકાય કે, એક એલિવેશન પ્લાન બિલ્ડિંગના બહારના ભાગને સચોટતાપૂર્વક રજૂ કરે છે. તમે ઘરના માલિક હો, બિલ્ડર હો કે આર્કિટેક્ટ હો, બિલ્ડિંગનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરો થઈ શકે તે માટે આ રજૂઆત ખૂબ જ મહત્વની બની રહે છે. તેનું મહત્વ સમજવાથી તમારા વિઝનને અસરકારક રીતે વાસ્તવિકતામાં ફેરવી શકાય છે.
સામાન્ય રીતે, ડીઝાઇનની પ્રક્રિયામાં એલિવેશન પ્લાન તૈયાર કરતાં પહેલાં ફ્લોર પ્લાન બનાવવામાં આવે છે. એલિવેશન ડ્રોઇંગ બનાવવા માટે બિલ્ડિંગની ઊંચાઈનું જ્ઞાન હોવું જરૂરી છે, જેને એકવાર માળખાંની ફૂટપ્રિન્ટ સ્થાપિત થઈ જાય તે પછી જ નિર્ધારિત કરી શકાય છે.
એલિવેશનના ઘણાં બધાં પ્રકારો હોય છે, જેમાં આગળના, પાછળના, બાજુના અને મકાનની અંદરના એલિવેશનનો સમાવેશ થાય છે. આ પ્રકારના એલિવેશન ડ્રોઇંગ્સ બિલ્ડિંગની આર્કિટેક્ચરલ ડીઝાઇન પર આધાર રાખીને અલગ-અલગ પરિપ્રેક્ષ્યો અને વિગતો પૂરી પાડે છે.
ઘરના ચાર એલિવેશનમાં આગળના, પાછળના, ડાબી બાજુના અને જમણી બાજુના એલિવેશનનો સમાવેશ થાય છે. આ એલિવેશનો અલગ-અલગ પરિપ્રેક્ષ્યમાંથી બિલ્ડિંગના બહાર ભાગનું વ્યાપક દ્રશ્ય રજૂ કરે છે, જેની મદદથી ડીઝાઇનરો અને આર્કિટેક્ટ માળખાંનાં પરિમાણો, વિશેષતાઓ અને સુંદરતાને સચોટતાપૂર્વક રજૂ કરી શકે છે.